mamta kard gujrat 2023 . ( મમતા કાર્ડ ની સંપૂર્ણ માહિતી .

mamta kard gujrat 2023 . ( મમતા કાર્ડ ની સંપૂર્ણ માહિતી .




 મમતા  કાર્ડ ની સંપૂર્ણ જાણકારી.




સગર્ભા સ્ત્રીની સાર સંભાળ અને બાળક તંદુરસ્ત જન્મે તે માટે એક માતા અને બાળકની સુરક્ષા માટે કાર્ડ બનાવવામાં આવે છે . તેને મમતા કાર્ડ તરીકે ઓળખવા માં આવે છે . મમતા કાર્ડ એ આરોગ્ય વિભાગ અને સરકાર દ્વારા સર્ગભા સ્ત્રીઓ અને યુવાન માતાઓ અને બાળકો ના સારા સ્વાસ્થ્ય માટે સમજાવવા અને તેનું પાલન કરાવવા માટે વિકસાવવા માં આવ્યું છે . મમતા કાર્ડ ના માધ્યમ થી છેવાડા ની સગર્ભા માતા અને બાળકો ના માતા પિતા ને યોગ્ય અને સાચી માહિતી ની જાણકારી મળી રહે એ હેતુ થી મમતા કાર્ડ આપવા માં આવે છે.






મમતા કાર્ડ ગુજરાત શુ છે .


આપણે સૌવ જાણીએ શીએ ઘણી બધી ગરીબ પરિવાર ની સગર્ભા ના સમય દરમિયાન તેમજ બાળક ના જન્મ સમયે તેના બાળક ની સારસંભાળ કેવી રીતે રાખવી તેની પૂરતી જાણકારી હોતી નથી . તેના નવજાત શિશુ ની સંભાળ કેવી રીતે રાખવી તેની પૂરતી જાણકારી અભાવ ના લીધે માતા અથવા બાળક ના જીવ ગુમાવવા નો વારો આવે છે . જન્મ સમયે કોઈ ખોટ ખાપણ કે કોઈ જીવ લેણ બીમારી નો શિકાર ન બની જાય એ માટે સરકાર અને બાળ કલ્યાણ દ્વારા રાજ્ય ની તમામ સગર્ભા સ્ત્રીઓ ને અને નવજાત બાળક ને સ્વસ્થ્ય કેવી રીતે રાખી શકાય તે અંગે ની સમજણ આપવા માટે તમામ ને મમતા કાર્ડ આપવા ગુજરાત માં અમલમાં આવ્યું છે .




ગુજરાત 2005 થી મમતા કાર્ડનો ઉપયોગ કરી રહ્યું છે. વર્ષ 2013-14 માં કુલ 15,00,000 મમતા કાર્ડને સમગ્ર રાજ્યમાં વિતરણ કરવા માટે મંજૂર કરવામાં આવ્યા છે જેથી પરિવારોને વિવિધ પ્રકારની સેવાઓ વિશે જાણવામાં મદદ મળી શકે જે ગુજરાત ના તમામ પરિવાર ને આરોગ્ય અને સુખાકારી માટે જરૂરી છે. આ કાર્ડ પરિવારોને આરોગ્ય અને પોષણની સ્થિતિ સુધારવા અને નાના બાળકોના વિકાસ માટે સતત નિર્ણયો લેવાની શક્તિ આપે છે. ગુજરાત ના તમામ પરિવાર ને આ મમતા કાર્ડ દ્વારા આરોગ્ય ની સ્થતી તેમજ બાળ ઉછેર ની માહિતી મળી રહે છે . મમતા કાર્ડ દ્વારા રસીકરણ ની સંપૂર્ણ માહિતી છેવાડા ના લાભાર્થી સુધી સરળતા થી મળી રહે છે .મમતા કાર્ડ ને રસીકરણ કાર્ડ તરીકે પણ ઓળખાય છે . આ કાર્ડ માં સગર્ભા સમયે અને પ્રસુતિ બાદ માતા ની અને બાળક ને કઈ રસી આપવી જોઈએ અને ક્યાં સમયે કેટલા ડોજ આપવા ના છે તેની સંપૂર્ણ જાણકારી મમતા કાર્ડ માં આપવા માં આવી છે.

તેમજ આ સાથે મમતા કાર્ડ ની તમામ સેવા લીધા બાદ તેમાં 6000 હજાર રૂપિયા ની સહાય પણ આપવા માં આવે છે .


મમતા કાર્ડ કોણ મેળવી શકે. 


જે લાભાર્થી ગુજરાત ના વતની હોય . 18 વર્ષે થી વધુ ઉંમર હોય . તેવા તમામ લાભર્થીઓ ને આરોગ્ય કર્મચારી દ્વારા મમતા કાર્ડ આપવામાં આવે છે.
મમતા કાર્ડ નો હેતુ ગુજરાત ની તમામ સગર્ભા સ્ત્રીઓ, 0-6 વર્ષની વય જૂથના તમામ બાળકો અને કિશોરોની નોંધણી કરવાનો છે અને તેમની સંપૂર્ણ વિગતો સાથે એન્ટ નેટલ કેર (ANC), બાળ જન્મ, પોસ્ટ નેટલ કેર (PNC), રસીકરણ, પોષણ અને કિશોરાવસ્થાની સેવાઓ મેળવતા લાભાર્થીઓ ને મમતા કાર્ડ માં સેવા ઓ આપી શકાય છે.


મમતા કાર્ડ ના ફાયદા . 



◆ સગર્ભાવસ્થા પ્રસુતિ પહેલા ના સમયે માતા ની આરોગ્ય કર્મચારી દ્વારા સારી રીતે દેખભાળ લેવા માં આવે છે .

◆ સમયસર જરૂરી તમામ રસીઓ આપવા માં આવે છે .

◆ પ્રસુતિ બાદ બાળક ની અને માતા ની જરૂરી સારસંભાળ રાખવા માટે સમજ આપવામાં આવે છે .

◆ બાળક ને જરૂરી તમામ રસીઓ આપવા માં આવે છે .

◆બાળ ઉછેર અને બાળક ને પોષણ સંબધી જરૂરી સમજ આપવા માં આવે છે .

◆ સોનોગ્રાફી કરાવવા માં પણ મમતા કાર્ડ જરૂરી છે.

◆ સગર્ભા માતા ના અને બાળક ના રસીકરણ ટાઇમટેબલ. જાણવા માટે મમતા કાર્ડ જરૂરી.

◆મમતા કાર્ડ ની સેવાઓ લીધા પછી સહાય આપવા માં. આવે છે 6000 હજાર સહાય આપવામાં આવે છે .





મમતા કાર્ડ ક્યાંથી મેળવી શકાય .
 
મમતા કાર્ડ દરેક ગામ માં ચાલતા આંગણવાડી કેન્દ્ર પર બુધવાર ના દિવસે ચાલતા મમતા દિવસ પર થી ફિમેલ હેલ્થ. વર્કર ( આરોગ્ય કર્મચારી ) પાસે થી મેળવી શકાય છે. મમતા કાર્ડ મેળવવા માટે તમારા ગામ ની આશા બહેન અને આંગણવાડી વર્કર હેલ્પર બહેન નો સંપર્ક કરવો .


મમતા દિવસ વિશે સંપૂર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો .


મમતા કાર્ડ 6000 હજાર ની સહાય ના ડોક્યુમેન્ટ. 


મમતા કાર્ડ ની સેવા અંતર્ગત તમામ સેવા લીધા પછી માત્ર પ્રથમ પ્રસુતિ માં ગુજરાત સરકાર ની પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના ( pmmvy ) અંતર્ગત ત્રણ હપ્તામાં થઈ ને કુલ 6000 હજાર ની સહાય. આપવા માં આવે છે .


1. પેલો હપ્તો .... સગર્ભાવસ્થા ની વહેલી નોંધણી મમતા કાર્ડ માં કરાવ્યા બાદ bpl લાભાર્થી ના kpsy ના 1000 હજાર અને માતૃવંદના ના 1000 મળી ને કુલ 2000 હજાર ની સહાય આપવા માં આવે છે.

 
2. બીજો હપ્તો. પૂર્વ પ્રસુતિ ની મમતા કાર્ડ માં તપાસ અને. સંસ્થાકીય સુવાવડ માં બીજા હપ્તા માં પણ 2000 હજાર ની સહાય આપવા માં આવે છે .

 
3. ત્રીજો હપ્તો . બાળ જન્મ ની નોંધણી કરાવ્યા બાદ બાળક ની તમામ રસીઓ લીધા બાદ નો ત્રીજા હપ્તા ના પણ 2000 હજાર ની સહાય આપવા માં આવે છે .


તેમ મમતા કાર્ડ ની તમામ સેવાઓ લીધા બાદ કુલ ત્રણ હપ્તાના 6000 હજાર ની સહાય આપવા માં આવે છે . પ્રધાન મંત્રી. માતૃવંદના ના લાભ માટે નીચે મુજબ ના તમામ દસ્તાવેજો રાખવા .





 
1. એપ્લિકેશન ફોર્મ એ .બી.સી
 
2. મમતા કાર્ડ
 
3. ઓળખકાર્ડ
 
4. માતા નું આધાર કાર્ડ
 
5. પતિનું આધાર કાર્ડ
 
6. રેશન કાર્ડ ની ક્ષેરોક્ષ
 
7. બાળક ના જન્મ નો દાખલો .
 
8 . માતા ના બેન્ક પાસ બુક ની ક્ષેરોક્ષ
 
9 .. Bpl નો દાખલો . ( 0 થી 20 નો સ્કોર ). 


મમતા કાર્ડ ખોવાય જાય તો શું કરવું. 

પહેલા તો તમારું મમતા કાર્ડ હંમેશા સાચવી ને જ રાખો.  મમતા કાર્ડ  ની ક્ષેરોક્સ કોપી કરાવી ને રાખો .જો મમતા કાર્ડ ખોવાય જાય તો  તમે જે જગ્યાએ થી મમતા કાર્ડ નવું કઢાવેલ હતું ત્યાં ના આરોગ્ય સ્ટાફ ને મળી ને ત્યાં થી ડુબલીકેટ મમતા કાર્ડ મેળવી શકો છો. 




 











Post a Comment

વધુ નવું વધુ જૂનું