પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના શુ છે ?
1. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના વિશે સંપૂર્ણ માહિતી.
2. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના ના હેતુઓ .
3. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના માં ક્યાં ક્યાં લાભાર્થી ને લાભ મળશે .
4. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના કેટલો લાભ મળે છે ?અને જરૂરી દસ્તાવેજો ( ડોક્યુમેન્ટો )
5. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના નો લાભ ક્યાં થી અને કઈ રીતે મેળવી શકાય ?
1. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના વિશે સંપૂર્ણ માહિતી.
આપણા દેશ ભારત માં ઘણી બધી મહિલાઓ ને જરૂર મુજબ નો પૌષ્ટીક આહાર મળતો નથી . માતા જો પોતેજ કુપોષિત હશે તો તેના બાળક ને પણ પોષણ મળશે નહીં . જેના કારણે નબળાં શરીર વાળા બાળક નો જન્મ આપે છે . અપૂરતા પોષણ ના કારણે ગર્ભ માં વિકસતા શિશુ ને પણ જરૂરી પોષણ માતા તરફ થી મળતું નથી . તેના પરિણામે બાળક નો જોઈએ તેવો શારીરિક વિકાસ થઈ શકતો નથી. અને સુધારી ન શકાય તેવી ખામીઓ સાથે બાળક ના જન્મ ની શક્યતાઓ રહેલી છે. અને જન્મ સમયે જ બાળક નું વજન ઓછું રહે છે. પરિવાર ની ગરીબ પરિસ્થિતિ ના કારણે ઘણી બધી મહિલા ઓ ને પ્રસુતિ ના સમય સુધી સતત કામ કરતી રહે છે. જેના કારણે સગર્ભા મહિલા પોતે જરૂરી પોષણ મેળવી શક્તિ નથી. જેથી તેના ગર્ભ ના શિશુ ને પણ પૂરતા પોષણ નો અભાવ રહી જાય છે. જેથી માતા અને શિશુ બન્ને ખૂબ નબળા ( કુપોષિત ) રહી જાય છે . અને અનેક બીમારી થવા ની શક્તયા રહે છે .
આના ઉપાય તરીકે સરકાર દ્વારા ગર્ભવતી મહિલાઓ તેમજ નવજાત શિશુઓના સ્વાસ્થ્ય ની ચિંતા કરી ને વર્ષ 2013 માં રાષ્ટ્રીય ખાદ્ય સલામતી ધારા અન્વયે ભારત સરકારે પ્રધાન મંત્રી માતૃ વંદના યોજના ( PMMVY ) શરૂ કરી .
● નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ 2013 ની જોગવાઈ મુજબ 1/1/17 થી સમગ્ર દેશ માં મેટરનીટી બેનિફિટ પ્રોગ્રામ અમલીકરણ કરવામાં આવેલ .
● આ યોજના નું નામ પ્રધાનમંત્રી માતૃવંદના યોજના ( PMMVY ) છે.
● આ યોજના હેઠળ પ્રથમ વખત ગર્ભ ધારણ કરતી સગર્ભા અને ધાત્રી માતા ના ખાતા માં પ્રથમ જીવિત બાળજન્મ સમયે રૂ. 5000 પાંચ હજાર ની સહાય ત્રણ હપ્તાઓ માં સહાય નિયત કરેલ શરતો પૂર્ણ કર્યે થી ચૂકવવા માં આવશે .
પ્રથમ હપ્તો 1000 બીજો હપ્તો .2000 હજાર ત્રીજો હપ્તો 2000 હજાર મળવા પાત્ર થશે . પરંતુ
● જો લાભાર્થી BPL હશે તો તેને વધારા ના પ્રથમ હપ્તા સાથે વધુ એક યોજના ( kpsy ) અંતર્ગત સ્થાકીય સુવાવડ કરાવવા થી રૂ.1000 રૂપિયા પ્રથમ હપ્તા સાથે આપવા થી પ્રથમ હપ્તા માં પણ 2000 હજાર મળવા પાત્ર થશે જેથી લાભાર્થી ને કુલ 6000 છ હજાર ની સહાય મેળવી શકશે .
2. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના ના હેતુઓ .
1. પ્રથમ બાળક નો જન્મ આપનારી માતા ને ગર્ભાવસ્થા દરમિયાન અને બાળક ના જન્મ પછી ના સમયગાળા માં એ કામ પર ન જાય તે મુખ્ય હેતુ છે .
2. જરૂરી આરામ કરે એ હેતુસર એને મળનાર મજૂરી ની રકમ જેટલા નાણાં સરકાર તરફથી વળતર રૂપે રોકડ માં આપવા .
3. ગર્ભાવસ્થા અને ધાત્રી માતાઓ ને મજૂરી જેટલા નાણાં મળી રહે અને જરૂરી આરામ મળી રહે .અને એ નાણાં માંથી જરૂરી પોષણ મેળવી શકે . પરિણામે પોતાનો અને શિશુ ના શારિરીક વિકાસ થઈ શકે .
4. પ્રથમ સગર્ભાવસ્થા અને જીવિત બાળજન્મ સમયે લાભાર્થી મહિલા પ્રસુતિ પૂર્વે અને પ્રસુતિ બાદ પૂરતા પ્રમાણ માં આરામ અને પોતાના સ્વાસ્થ્ય ની કાળજી લઈ શકે તે માટે તેની રોજગારી ના નુકશાન નું રોકડ સહાય ના સ્વરૂપે અંશતઃ વળતર આપવાનો છે. આ રોકડ સહાય થી સગર્ભા/ ધાત્રી મહિલાઓના આરોગ્ય ના સ્તર માં સુધારો થશે.
3. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના માં ક્યાં ક્યાં લાભાર્થી ને લાભ મળશે .
■ 2017 ના જાન્યુઆરી ની પહેલી તારીખ પછી પરિવાર માં પહેલા બાળક ને જન્મ આપનાર તમામ સગર્ભા મહિલાઓ અને ધાવણ ઘવડાવતી ( ધાત્રી ) માતાઓ ઓ ને આ યોજનાનો લાભ અપાશે .
■ અને કેન્દ્ર કે રાજ્ય સરકાર ના અથવા જાહેર સાહસો ના કર્મચારીઓ છે. તેમને આ યોજના નો લાભ મળવા પાત્ર નથી .
■ પરંતુ AWW ( આંગણવાડી વર્કર ) AWH ( આંગણવાડી હેલ્પર ) આશા કાર્યકર બહેનો .જો બીજી બધી રીતે લાભાર્થી બનવા યોગ્ય હશે તો તેઓ ને આ યોજના નો લાભ મળી શકશે.
■ જો સ્ટીલ બર્થ ( મૃત બાળક જન્મ ) થાય તો લાભાર્થી બાકી ના હપ્તાઓ ની સહાય ભવિષ્ય ની ગર્ભાવસ્થા વખતે બાકી રહેતા હપ્તા મેળવવા લાયક ગણાશે .
■ જો કોઈ લાભાર્થી ને પ્રથમ હપ્તો મળ્યા બાદ જો કસુવાવડ થઈ હશે . તો તે ભવિષ્ય ની સગર્ભાવસ્થા સમયે પેલો હપ્તો બાદ કરી ને બાકી ના બીજો અને ત્રીજો હપ્તો મેળવી શકશે .
■ આવી જ રીતે જો લાભાર્થી ને પ્રથમ અને બીજો હપ્તો મળ્યો હોય અને કસુવાવડ કે બાળ મૃત જન્મે થાય તો ભવિષ્ય ની સગર્ભાવસ્થા દરમિયાન બાકી રહેતો ત્રીજો હપ્તો મેળવી શકશે . પણ તે માટે ની શરતો પૂર્ણ કરેલી હોવી જરૂરી છે .
■ અને જો કોઈ કિસ્સા માં નવજાત શિશુ નું મૃત્યુ થાય અને લાભાર્થી એ યોજના અંતર્ગત તમામ હપ્તાઓ ની સહાય મેળવેલ હોય તો તેવા લાભાર્થી ને ફરીથી આ યોજના નો લાભ મળવાપાત્ર નથી .
■ એટલ કે આ યોજના અંતર્ગત ફક્ત પ્રથમ સગર્ભાવસ્થા દરમિયાન એક જ વખત લાભ મેળવી શકાશે. બીજી પ્રેગ્નસી માં આ pmmvy યોજના નો લાભ લઇ શકાશે નહીં .
4. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના કેટલો લાભ મળે છે ?અને જરૂરી દસ્તાવેજો ( ડોક્યુમેન્ટો )
PMMVY ( પ્રધાનમંત્રી માતૃવંદના યોજના ) હેઠળ ફક્ત પ્રથમ વખત ની સગર્ભાવસ્થા દરમિયાન કુલ ત્રણ હપ્તાઓ પ્રથમ હપ્તો 1000 બીજો હપ્તો 2000 હજાર અને ત્રીજો હપ્તો 2000 એમ કુલ મળી ને 5000 પાંચ હજાર ની સહાય આપવા માં આવે છે . પરંતુ જો સગર્ભા BPL ના લાભાર્થી હોય તો વધુ એક યોજના ( kpsy ) અંતર્ગત વધુ એક 1000 હજાર આપવા માં આવે છે તો કુલ 6000 હજાર ની સહાય આપી શકાય છે .
4.1 પ્રથમ હપ્તો
આરોગ્ય કર્મચારી પાસે સગર્ભાવસ્થા ની વહેલી નોંધણી કરાવ્યા બાદ પેલા હપ્તા ની રકમ 1000 હજાર ની સહાય આપવા માં આવે છે . ( વહેલી નોંધણી બાદ 150 દિવસ ) માં હપ્તો આપવા માં આવે છે.
પરંતુ જો સગર્ભા BPL ના લાભાર્થી હોય તો વધુ એક યોજના ( kpsy ) અંતર્ગત વધુ એક 1000 હજાર આપવા માં આવે છે . તો કુલ પ્રથમ હપ્તા માં પણ 2000 હજાર ની સહાય મળે છે .
પ્રથમ હપ્તો મેળવવા માટે ના જરૂરી દસ્તાવેજો ( ડોક્યુમેન્ટો )
1. એપ્લિકેશન ફોર્મ 1A
2. મમતા કાર્ડ ની ખરી નકલ
3. પતિ પત્ની ના આધારકાર્ડ ની ક્ષેરોક્ષ
4. બેન્ક અથવા પોસ્ટ ઓફીસ ખાતા ની પાસબુક ની ઝેરોક્ષ
5. મોબાઈલ નંબર
6. BPL લાભાર્થી ને bpl નો તલાટી નો દાખલો . ( શહેરી વિસ્તાર માટે મહાનગરપાલિકા માંથી bpl નો દાખલો રજૂ કરવો )
4.2 બીજો હપ્તો
ઓછા માં ઓછી એક આરોગ્ય કર્મચારી પાસે પૂર્વ પ્રસુતિ ની તપાસ કરાવ્યા બાદ સગર્ભાવસ્થા ના છ મહિના બાદ બીજો હપ્તો મળવા પાત્ર છે .
બીજા હપ્તા ના રૂપે લાભાર્થી ને 2000 બે હજાર ની સહાય આપવા માં આવે છે .
બીજો હપ્તો મેળવવા માટે ના જરૂરી દસ્તાવેજો ( ડોક્યુમેન્ટો )
1. એપ્લિકેશન ફોર્મ 1B
2. મમતા કાર્ડ ( anc ની વિગત ) ની નકલ આપવી જરૂરી .
4.3 ત્રીજો હપ્તો
બાળક ના જન્મ નોંધણી કરાવ્યા બાદ આરોગ્ય કર્મચારી પાસે BCG.DPT. PENTA .OPV. હેપીટાઇટીસ બી. ની પ્રથમ સાયકલ ( 14 અઠવાડિયા સુધી ની રસીઓ ) પૂર્ણ કર્યા બાદ ત્રીજો હપ્તા ના રૂપે પણ 2000 હજાર નો લાભ મળવા પાત્ર થાય છે .
ત્રીજો હપ્તો મેળવવા માટે ના જરૂરી દસ્તાવેજો ( ડોક્યુમેન્ટો )
1.એપ્લિકેશન ફોર્મ 1C
2. બાળક ના મમતા કાર્ડ ( બાળક ના રસીકરણ ની વિગત ) જમા કરાવવી જરૂરી .
4. પતિ પત્ની નું આધાર કાર્ડ ની ક્ષેરોક્સ
5. બાળક નું જન્મ નું પ્રમાણ પત્ર ની ક્ષેરોક્ષ
5. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના નો લાભ ક્યાં થી અને કઈ રીતે મેળવી શકાય ?
પ્રધાનમંત્રી માતૃવંદના યોજના ના લાભ મેળવવા પાત્ર પ્રથમ સગર્ભાવસ્થા દરમીયાન પોતાના જ ગામ ના આરોગ્ય કર્મચારી ( fhw ફિમેલ હેલ્થ વર્કર ) નો સંપર્ક કરી ને ઉપર મુજબ જરૂરી દસ્તાવેજો તેમને જમા કરાવવા થી તમારા ગામ ને લાગુ પડતું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ( phc ) દ્વારા જે તે લાભાર્થી ના જ ખાતા માં સહાય જમા કરવા માં આવે છે .
યોજના નો લાભ મેળવવા માટે લાભાર્થી એ પોતાના ગામ ના આશા બહેન કે આગણવાડી વર્કર / હેલ્પર mphw( આરોગ્ય કર્મચારી ) નો પણ સંપર્ક કરી શકો છો .
તમારા નજીક ની આંગણવાડી કેન્દ્ર કે નજીક ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લઈ ને માહિતી મેળવી શકો છો .
ખાસ નોંધ.
■ આ યોજના નો લાભ મેળવવા માટે લાભાર્થી એ આરોગ્ય કર્મચારી પાસે નોંધણી કરાવવી જરૂરી છે .
■ નોંધણી માટે લાભાર્થી એ નિયત નમૂના માં ફોર્મ 1A સંપૂર્ણ વિગતો સાથે ભરી ને જરૂરી તમામ ડોક્યુમેન્ટ સાથે પોતાના ગામના આરોગ્ય કર્મચારી ને આપવું જરૂરી છે .
■ નિયત નમૂના ના ફોર્મ 1A / 1B / 1C પોતાના ગામના આરોગ્ય કર્મચારી કે આશા વર્કર બહેન પાસે થી મળી રહેશે .
■ બીજો હપ્તો મેળવવા માટે ફોર્મ 1B સાથે મમતા કાર્ડ ની ( anc ની વિગત ) નકલ આપવી જરૂરી છે .
■ ત્રીજો હપ્તો મેળવવા માટે ફોર્મ 1C સાથે બાળજન્મ ની નોંધણી અને મમતા કાર્ડ ( બાળક ના રસીકરણ ની વિગત ) ની કોપી જમા કરાવવી જરૂરી છે .
■ જો લાભાર્થી એ નક્કી કરેલ શરતો નિયત સમયમર્યાદા માં પૂર્ણ કરી હશે .પણ હપ્તો મેળવવા માટે ફોર્મ અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે રજૂ કરેલ નહિ હોય તો સગર્ભાવસ્થા ના 730 દિવસ બાદ તેમનો ક્લેઇમ સ્વીકારવામાં આવશે નહિ .
■ સહાય ની રકમ લાભાર્થી ના વ્યક્તિગત ખાતા માં ડાયરેક જમા કરાવવા માં આવશે . લાભાર્થી ના પતિ કે કુટુંબ ના અન્ય સભ્ય સાથેના સંયુક્ત એકાઉન્ટમાં સહાય જમા થઈ શકશે નહીં.
■ MMMVY ( પ્રધાનમંત્રી માતૃવંદના યોજના ) નો લાભ લેવા માટે તમારા ગામ ના fhw / mphw ( આરોગ્ય કર્મચારી ) કે આશા બહેન કે આંગણવાડી વર્કર / તેડાગર ( હેલ્પર ) નો સંપર્ક કરી શકો છો . નજીક ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર / અર્બન આરોગ્ય કેન્દ્ર પર જઈ ને માહિતી મેળવી શકો છો .
ટિપ્પણી પોસ્ટ કરો