1. જનની સુરક્ષા યોજના વિશે માહિતી .
2. આ યોજના નો લાભ કોણ મેળવી શકે .
3. મળવા પાત્ર સહાય .
4. યોજના મેળવવા માટેના આધાર પુરાવા .
5. યોજના મેળવવા માટે ની અરજી ક્યાં કરવી .?
1. જનની સુરક્ષા યોજના વિશે માહિતી .
જનની સુરક્ષા યોજના ગુજરાત સરકાર ની એક મહત્વ ની યોજના છે . આ યોજના ગરીબ બી.પી.એલ. કુટુંબ માટે ની છે . જેમાં 2 જીવિત બાળકો ના જન્મ સુધી જ લાગુ પડશે . આ યોજના નો હેતુ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ ની અન્ય તમામ ગરીબી રેખા ની નીચે જીવતા તમામ કુંટુંબ ની પ્રસૂતા માતાઓ ને પ્રસુતિ દરમિયાન માતા મરણ અને બાળ મરણ અટકાવવા અને દવા સારવાર અને ખોરાક માટે સહાય આપવા માં આવે છે .
2. આ યોજના નો લાભ કોણ મેળવી શકે .
આ યોજના માં ગરીબી રેખા હેઠળ ની બી.પી.એલ. ( BPL) કાર્ડ ધરાવતી કુટુંબ ની પ્રસૂતા ( અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ ) કુટુંબો ની તમામ પ્રસૂતા બહેનો ને જનની સુરક્ષા યોજના નો લાભ આપવા માં આવે છે. આદિ વાસી વિસ્તાર માં દરેક સગર્ભા બહેનો ને તેનો લાભ મળી શકે છે .
જે લાભાર્થી પાસે બી.પી.એલ. કાર્ડ ઉપલબ્ધ ના હોય તેઓએ તેમના વિસ્તાર ના તલાટી કંમ મંત્રી / સરપંચ / મામલતદાર પાસે થી આવક નું પ્રમાણ પત્ર મેળવવા નું રહશે .
આ યોજના ની શરતો નીચે મુજબ છે .
● સગર્ભા ની ઉપર 19 કે તેથી વધુ હોવી જોઈએ.
● બે જીવિત બાળકો સુધી જ આ લાભ મેળવી શકશે.
● કુટુંબ ગરીબી રેખા હેઠળ આવતું હોવું જોઈએ .
● યોજના ના લાભ માટે ના જરૂરી આધાર પુરાવા નર્સ બહેન ( fhw ) ને આપેલ હોવા જોઈએ .
3. મળવા પાત્ર સહાય .
જનની સુરક્ષા યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળ ની સગર્ભા મહિલા જો દવાખાના માં પ્રસુતિ કરાવે તો તેને 500 ૱ ની સહાય આપવા માં આવે છે .
1. ગ્રામ્ય વિસ્તાર ની ગરીબી રેખા હેઠળ ની મહિલા દવાખાના માં પ્રસુતિ કરાવે તો તેને અંકે .500 ૱ પાંચસો તથા દવાખાના સુધી આવવા તથા જવા ના ભાડાં પેટે રૂ 200 ની સહાય સાથે કુલ 700 ૱ ની સહાય આપવા માં આવે છે .
2. શહેરી વિસ્તાર ની ગરીબી રેખા હેઠળ ની મહિલા દવાખાના માં પ્રસુતિ કરાવે તો તેને અંકે રૂ . 500 ૱ પાંચસો તથા દવાખાના સુધી આવવા તથા જવા ના ભાડાં પેટે રૂ 100 ની સહાય સાથે કુલ 600 ૱ ની સહાય આપવા માં આવે છે .
4. યોજના મેળવવા માટેના આધાર પુરાવા .
જનની સુરક્ષા યોજના ના લાભ મેળવવા માટે નીચે મુજબ ના આધાર પુરાવા તમારા ગામ ના આરોગ્ય કર્મચારી નર્સ બેન ને આપવા .
1. બી.પી.એલ કાર્ડ ની નકલ
2. મમતા કાર્ડ ની નકલ
3. પરણિત હોવા અંગે નો પુરાવો . રાશન કાર્ડ ની નકલ
4. આવક નો દાખલો .
5. બેન્ક ખાતા ની પાસ બુક ની નકલ
5. યોજના મેળવવા માટે ની અરજી ક્યાં કરવી .?
ગીરીબી રેખા હેઠળ ની સગર્ભા મહિલા એ પ્રથમ બે પ્રસુતિ સુધી તેના ગામ ની આરોગ્ય કર્મચારી ( fhw ) નર્સ બહેન ને
ઉપર મુજબ ના આધાર પુરાવા આપવા . તેનું ઓફલાઇન ફોર્મ પણ નર્સ બહેન ભરી ને લાગુ પડતું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં આપશે . જ્યાં થી જે તે phc ના મેડિકલ ઓફિસર દ્વારા લાભાર્થી ના બેન્ક ખાતા માં જ સહાય ની રકમ જમા કરાવવા માં આવશે .
નોંધ . આ યોજના નો લાભ મેળવવા ક્યાંય ઓનલાઈન અરજી ની જરૂર નથી . ફક્ત નર્સ બહેન ને જરૂરી આધાર પુરાવા આપવા .
ટિપ્પણી પોસ્ટ કરો