મમતા દિવસ ( શેસન ) ( mamata day ) વિશે સંપૂર્ણ માહિતી .

મમતા દિવસ ( શેસન ) ( mamata day ) વિશે સંપૂર્ણ માહિતી .


      મમતા દિવસ વિશે સંપૂર્ણ જાણકારી . 

1. મમતા દિવસ શુ છે ? 

2.. મમતા દિવસ માં આપવા માં આવતી સેવાઓ . 

3. મમતા દિવસ ના હેતુઓ . 

4. મમતા દિવસ માં મળતા અન્ય લાભો . 

5. મમતા દિવસ ના મહત્વ ના સંદેશાઓ . 


1. મમતા દિવસ શુ છે ? 

મમતા દિવસ એટલે   અઠવાડિયા ના દર બુધવારે ઉજવવા માં આવતો એક એવો દિવસ કે તે દિવસે તમામ 0 થી 5 વર્ષ ના તમામ બાળકો ની તપાસ વજન અને રસીકરણ સેવાઓ . તેમજ તમામ સગર્ભા માતા ની તપાસ .  ધાત્રી માતા . અને કિશોર અને કિશોરીઓ ની તપાસ અને સારવાર આપવા નો દિવસ  એટલે મમતા દિવસ . 

માતા . અને બાળક ને આરોગ્ય ની તમામ સેવાઓ મળી રહે એ માટે સરકાર દ્વારા દર બુધવારે મમતા દિવસ ની ઉજવણી કરવા માં આવે છે . જે મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ( phc )  અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ( chc ) પર દર સોમવારે અને સબ સેન્ટર અને અન્ય ગામડાઓ માં નક્કી કરેલ સ્થળ અને સમયે બુધવાર ના દિવસે  આરોગ્ય સ્ટાફ . Fhw ( નર્સ બહેન ) mphw . Cho . આશા બહેન . આંગણવાડી વર્કર . હેલ્પર દ્વારા મમતા દિવસ માં નીચે મુજબ ની વિવિધ સેવાઓ આપવા આ આવે છે .




2. મમતા દિવસ માં આપવા માં આવતી સેવાઓ . 

[ 1 ]  સગર્ભામાતાઓ અને ધાત્રી માતાઓ ને અપાતી સેવાઓ.

[ 2 ] 0 થી 5 વર્ષ ના બાળકો ને અપાતી સેવાઓ .

[ 3 ]  કિશોર કિશોરીઓ ને અપાતી સેવાઓ . 


【 1 】સગર્ભામાતાઓ અને ધાત્રી માતાઓ ને અપાતી સેવાઓ.

સરકાર દ્વારા રાજ્ય ના તમામ શહેર અને ગામડાઓ માં દર બુધવારે  પોતાના  જ ગામ ની આંગણવાડી કેન્દ્ર અથવા સબ સેન્ટર પર બુધવારે  આરોગ્ય કર્મચારીઓ ( fhw / mphw / આશા. Cho . આંગણવાડી વર્કર .હેલ્પર ) ની ટીમ  દ્વારા મમતા દિવસ(  શેસન ) નું આયોજન કરવા માં આવે છે .  જેમાં દરેક સગર્ભા સ્ત્રી ને નીચે મુજબ ની તમામ સેવાઓ  નિઃ શુલ્ક ( મફત ) માં આપવા માં આવે છે . 


◆ મમતા દિવસ માં  દરેક સગર્ભા માતા ને મમતા કાર્ડ આપવા માં આવે છે . 

◆ મમતા દિવસ માં   દરેક સગર્ભા માતા નું  દર મહિને વજન . ઉંચાઈ કરવા માં આવે છે . 

◆  મમતા દિવસ માં  દરેક સગર્ભા માતા ને ગર્ભાવસ્થા ના શરૂઆત માં  TD  1લો ડોજ અને 1લો ડોજ  આપ્યા ના 4 અઠવાડિયા પછી TD 2જો   બુસ્ટર ડોજ  આપવા માં આવે છે.  

◆ મમતા દિવસ માં  દરેક સગર્ભા માતા ની  પેશાબ ના રિપોર્ટ યુરિન આલ્બયુમીન . યુરિન સુગર .  મફત તપાસ કરવા માં આવે છે . 

◆ મમતા દિવસ માં  દરેક સગર્ભા માતા ના લોહી ની તપાસ  જેવી  કે  નું rbs ( ડાયાબીટીસ ) નો રિપોર્ટ .  hb  હિમોગ્લોબીન ( લોહી ના ટકા ) નો રિપોર્ટ . Hiv નો રિપોર્ટ . બ્લડ ગ્રુપ નો રિપોર્ટ . VDRL વગેરે . ઉપર મુજબ ના તમામ રિપોર્ટ મફત કરવા માં આવે છે . 

◆ મમતા દિવસ માં  દરેક સગર્ભા માતા નું  BP ( બ્લડ પ્રેશર ) દર મહીને માપી દેવા માં આવે છે . 

◆  મમતા દિવસ માં  દરેક સગર્ભા માતા ના પેટ ની તપાસ ( fhw ) નર્સબહેન દ્વારા કરવા માં આવે છે . 

◆  તેમજ સગર્ભાવસ્થા દરમિયાન જરૂરી ફોલિક એસિડ . કૃમિ નાશક ( આલ્બેડાઝોલ ) .  કેલ્શિયમ . અને લોહ તત્વ ( આયર્ન )  જરૂર ની તમામ દવાઓ મફત માં આપવા માં આવે છે . 

■  તેમન ધાત્રી માતાઓ ને આયર્ન ( લોહ તત્વ ) ની અને કેલ્શિયમ ની ગોળીઓ આપવા માં આવે છે . તેમજ પ્રાથમિક તપાસ અને સારવાર આપવા માં આવે છે . 





【 2 】0 થી 5 વર્ષ ના બાળકો ને અપાતી સેવાઓ .

સરકાર દ્વારા રાજ્ય ના તમામ શહેર અને ગામડાઓ માં દર બુધવારે  પોતાના  જ ગામ ની આંગણવાડી કેન્દ્ર અથવા સબ સેન્ટર પર બુધવારે  આરોગ્ય કર્મચારીઓ ( fhw / mphw / આશા. Cho . આંગણવાડી વર્કર .હેલ્પર ) ની ટીમ  દ્વારા મમતા દિવસ(  શેસન ) નું આયોજન કરવા માં આવે છે .  જેમાં તમામ 0 થી 5 વર્ષ ના બાળકો  ને નીચે મુજબ ની તમામ સેવાઓ  નિઃ શુલ્ક ( મફત ) માં આપવા માં આવે છે . 



● 0 થી 5 વર્ષ ના તમામ બાળકો ના મમતા દિવસ માં વજન કરવા માં આવે છે . 

●  જન્મ સમયે બાળક ને opv ( પોલિયો ) નો 0 ડોજ . તેમજ હિપેટાઈટીસ બી અને બી.સી.જી . ની રસી આપવા માં આવે છે.  ( જન્મ સમયે બી.સી.જી રસી ના મુકેલ હોય તો 1 મહિના સુધી માં મુકાવી દેવી  . ) 

1.5 માસ ( 6ઠ્ઠા અઠવાડિયે )   ના બાળક ને મમતા દિવસ માં   .ઓ.પી.વી 1લો ડોજ   .  આર.વી.વી. 1લો ડોજ. (   એફ.આઈ.પી.વી.1લો  ડોજ . પેન્ટાવેલન્ટ  1લો ડોજ . પી.સી.વી 1લો ડોજ  ની રસીઓ તદ્દન મફત માં આપવા માં આવે છે . 

2.5 માસ ( 10માં અઠવાડિયે ) ના બાળક ને મમતા દિવસ માં  ઓ.પી.વી 2જો ડોજ  . આર.વી.વી. 2જો ડોજ . પેન્ટાવેલન્ટ 2જો ડોજ . ની તમામ રસીઓ મફત આપવા માં આવે છે . 

3.5 માસ ( 14માં અઠવાડિયે ) ઓ.પી.વી 3જો ડોજ  . આર.વી.વી. 3જો ડોજ  એફ.આઈ.પી.વી.2જો  ડોજ . પેન્ટાવેલન્ટ  3લો ડોજ . પી.સી.વી 2જો ડોજ  ની  આ તમામ રસીઓ તદ્દન મફત માં આપવા માં આવે છે . 

9 માસ ના બાળકો ને એમ.આર.1લો ડોજ . અને વિટામીન એ . 1લો ડોજ પી.સી.વી બુસ્ટર ડોજ. એફ.આઈ.પી.વી 3જો ડોજ ની રસીઓ આપવા માં આવે છે . 

16 થી 24 મહિના ના બાળકો ને ( opv ) ઓ.પી.બી બુસ્ટર ડોજ. એમ.આર.2જો ડોજ. ડી.પી.ટી. બુસ્ટર ડોજ આપવા માં આવે છે. 

5 થી 6 વર્ષે ના બાળક ને ડી.પી.ટી બુસ્ટર ડોજ આપવા માં આવે છે . 

10 વર્ષે ની કિશોરી ને ( T.D ) ટી.ડી 10 વર્ષ નો 1લો ડોજ આપવા માં આવે છે . 

  16 વર્ષે ની કિશોરી ને ( T.D ) ટી.ડી 16 વર્ષ નો 2જો ડોજ આપવા માં આવે છે . 





વેકસીન ના ફૂલ ફોર્મ ( રસીઓ ના પુરા નામ ) 

 દરેક રસીઓ ( વેકસીન )  ને ટુકા નામ થી બોલાવવા માં આવે છે . પરંતુ દરેક રસીઓ ક્યાં ક્યાં રોગ સામે રક્ષણ આપે છે . તેના પુરા નામ નીચે આપવા માં આવેલ . 


1. Opv (ઓ.પી.વી )  =  oral polio vaccine ( ઓરલ                                               પોલિયો વેકસીન ) 

2. Bcg .( બી.સી.જી )    =  bacille Calmette-Guerin(                                               બેસીલસ કોલમેટ ગયુરેન ) ટી.બી .

3. Rvv .(આર.વી.વી.)  rotavirus vaccine (રોટા                                                    ( વાઇરસ) 

4. Fipv.( એફ.આઈ. પી.વી ) =  fractional inactivated                                                   poliovirus vaccine.                                                        ( ઇન્જેકટેબલ પોલિયો વેકસીન)

5.  Pentavalent ( પેન્ટાવેલન્ટ ) =

1. Diphtheria, ( ડીપથેરિયા )
2. Pertussis, ( પરટુસિસ ) 
3. Tetanus,    ( ટેટનસ ધનુર ) 
4. Hepatitis B and  ( હિપેટાઇટિસ બી ) (ઝેરી કમળો )
5. Hib (Haemophilus influenzae type b) ( હિમોફીલસ એંન્ફલ્યુંએન્ઝા ટાઈપ બી.) ( બેક્ટેરિયલ મેનિન્જાઇટીસ , ન્યુમોનિયા અને અન્ય રોગો . 

6. PCV . ( પી.સી.વી.) =  Pneumococcal conjugate                                              vaccine. ( ન્યુમોકોકલ કન્જયુગેટ                                             વેકસીન ) 

7. MR. ( એમ .આર)  =       measles and rubella (                                                   (  ઓરી  & રુબેલા ) 

8.  T.D .( ટી.ડી ) =  tetanus and diphtheria 
                               ( ટેટનસ ( ધનુર ) ડીપથેરિયા ) 

નોંધ... બાળક ને 9 મહિના ની ઉંમરે વિટામીન એ નો 1લો ડોજ આપવા માં આવે છે . ત્યારબાદ દર 6 મહિના ના અંતરે 5 વર્ષ સુધી વિટામિન એ નું પૂરક પોષણ ના ડોજ આપવા માં આવે છે.


【 3 】કિશોર કિશોરીઓ ને અપાતી સેવાઓ . 


સરકાર દ્વારા રાજ્ય ના તમામ શહેર અને ગામડાઓ માં દર બુધવારે  પોતાના  જ ગામ ની આંગણવાડી કેન્દ્ર અથવા સબ સેન્ટર પર બુધવારે  આરોગ્ય કર્મચારીઓ ( fhw / mphw / આશા. Cho . આંગણવાડી વર્કર .હેલ્પર ) ની ટીમ  દ્વારા મમતા દિવસ(  શેસન ) નું આયોજન કરવા માં આવે છે .  જેમાં 10 થી 19 વર્ષ ની તમામ કિશોર અને કિશોરીઓ  ને નીચે મુજબ ની તમામ સેવાઓ  નિઃ શુલ્ક ( મફત ) માં આપવા માં આવે છે . 

★ તમામ કિશોર કિશોરીઓ ને મમતા દિવસ માં આયર્ન  ( લોહ તત્વ )ની  ગોળીઓ આપવા માં આવે છે .

★ કિશોર કિશોરીઓ ને hb( હિમોગ્લોબીન )  લોહી ના ટકા નો રિપોર્ટ પણ કરી આપવા માં આવે છે . 

★ 10 વર્ષે ની કિશોરી ને ટી.ડી 10 વર્ષ નો 1લો ડોજ આપવા માં આવે છે . 

★ 16 વર્ષે ની કિશોરી ને ટી.ડી 16 વર્ષ નો 2જો ડોજ આપવા માં આવે છે . 

★ તમામ કિશોર કિશોરીઓ ને મમતા દિવસ માં આરોગ્ય શિક્ષણ આપવા માં આવે છે . 




3. મમતા દિવસ ના હેતુઓ . 


મમતા દિવસ ના માધ્યમ થી ગામડાઓ અને શહેરી વિસ્તાર ના છેવાડા ના લોકો સુધી માતા. અને બાળક ની આરોગ્ય લક્ષી સેવાઓ દ્વારા બાળ મરણ . અને માતા મરણ અટકાવવો છે . મમતા દિવસ માં તમામ માતાઓ અને 0 થી 5 વર્ષ સુધી ના તમામ બાળકો ને આરોગ્ય લક્ષી તમામ પ્રાથમિક તપાસ અને રસીકરણ . એનિમિયા મુક્ત સેવાઓ. અને સગર્ભા માતા અને ધાત્રી માતાઓ ને  પ્રાથમિક  સારવાર . અને તપાસ અને રીફર સેવાઓ સાથે  છેવાડા ના લોકો સુધી આરોગ્ય ની સેવાઓ આપવી . ગ્રામ્ય કક્ષા એ આરોગ્ય અને  પોષણ ને લગતી અટકાયતી અને પ્રોત્સાહન સેવાઓ ઉપલબ્ધ કરાવવી .. icds અને આરોગ્ય વિભાગ ના સંકલન થી પોષણ અને એનિમિયા અટકાવ ની કામગીરીઓ કરવી . . 



4. મમતા દિવસ માં મળતા અન્ય લાભો . 

મમતા દિવસ એ આરોગ્ય સેવાઓ નો એક અગત્ય નો દિવસ છે . જેમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં માં રહેતા છેવાડા  ના અને મધ્યમ અને ગરીબ લોકો માટે ખૂબ જ અગત્ય ની સેવાઓ છે .  જે સેવાઓ લેવા માટે લોકો ને દૂર દૂર શહેરો માં હજારો રૂપિયા ના ખર્ચ કરી ને લેવા જવું પડે છે . ત્યારે એ જ બધી સેવાઓ . સગર્ભા માતાઓ અને બાળકો નું તમામ રસીકરણ ની સેવાઓ તદ્દન મફત આપવા માં આવે છે . અને લોકો ના હજારો ની રકમ બચી જાય છે . એ રકમ નો ઉપયોગ એ પોષણ અને બાળકો ના શિક્ષણ પાછળ કરી શકે છે . અને આંગણવાડી કેન્દ્ર પર થી જરૂરી પોષણ યુક્ત આહાર ના બાળકો માટે  બાળ શક્તિ .  માતાઓ માટે માતૃશક્તિ . અને   કિશોરીઓ માટે  પૂર્ણાં શક્તિ  જેવા આહાર . આયોડિન યુક્ત મીઠું પણ મફત  આપવા માં આવે છે .  તેમજ મમતા દિવસ ની સેવાઓ લેતા લાભાર્થીઓ ને બીજી યોજના ઓ ( jsy )  જનની સુરક્ષા યોજના  ( kpsy ) કસ્તુરબા પોષણ સહાય યોજના . ( jssk ) જનની શિશુ સુરક્ષા યોજના . ( pmmvy ) પ્રધાનમંત્રી માતૃવંદના યોજના . વગેરે  યોજનાઓ દ્વારા નાણાંકીય સહાય પણ આપવા માં આવે છે .  તેમજ છેવાડા ના  તમામ લોકો માટે પ્રાથમિક સારવાર અને  આરોગ્ય શિક્ષણ પણ આપવા માં આવે છે . માટે મમતા દિવસ એ તમામ લોકો માટે ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ લાભદાયક છે . 


 5. મમતા દિવસ ના મહત્વ ના સંદેશાઓ . 


[ 1 ] કઈ રસી આપવા માં આવી છે અને તેનાથી ક્યાં ક્યાં રોગો સામે રક્ષણ મળે છે. તે જણાવો . 

[ 2 ] આપવા માં આવેલ રસી ની સામાન્ય આડઅસરો શુ હોઈ શકે અને તેના ઉપાય શુ કરવા તે જણાંવવા. 

[ 3 ]  હવે પછી ની મુલાકાત માટે ક્યારે અને ક્યાં સ્થળે આવવા નું છે તે જણાવો . 

[ 4 ] મમતા કાર્ડ સાચવીને રાખવું.  અને બીજી વખત આવો ત્યારે ભૂલ્યા વગર સાથે લાવવા જણાવો . 












Post a Comment

વધુ નવું વધુ જૂનું