સગર્ભાવસ્થા માં સંભાળ અને ખોરાક નું મહત્વ .

સગર્ભાવસ્થા માં સંભાળ અને ખોરાક નું મહત્વ .


સગર્ભાવસ્થા દરમિયાન માં સંભાળ અને ખોરાક નું મહત્વ. 


              સગર્ભાવસ્થા દરેક સ્ત્રી માટે એ સ્વપ્ન હોય છે . જ્યારે પુરુષ ના શુક્રાણુ અને સ્ત્રી ના અંડકોષ બીજ ભેગા થઈ ને ફલન થાય છે ત્યારે ગર્ભ ની અંદર ગર્ભ નો ઉછેર થવા લાગે છે ત્યારે સગર્ભાવસ્થા ની શરૂઆત થાય છે .જેમાંથી માતાના ગર્ભાશયમાંથી બાળક નો જન્મ થાય છે .તેનો સમય ગાળો દરેક સ્ત્રી માં નવ મહિના નો હોય છે . દરેક સગર્ભા માતાઓ માટે આ 9 માસ આવનાર બાળક માટે ખૂબ અગત્ય ના હોય છે . માટે આ સમયગાળા દરમ્યાન ખૂબ સંભાળ રાખવાની આવશ્યકતા હોય છે . 


ગર્ભાવસ્થા ના ચિહ્નનો ....
     
        ગર્ભાવસ્થાનું પ્રથમ ચિહ્ન રક્તસ્ત્રાવ  ( માસિક ) ન થવો જેનાથી તમે ઘરે જ ગર્ભાવસ્થા જાણી શકો છો. પ્રેગનન્સી કીટ ( upt કીટ )  અથવા તેની પટ્ટીમાં પેશાબના ટીપા દ્વારા તેમાં હ્યુમન કોરીયોનીક ગોનેડ્રોટ્રોફિન અંતઃસ્ત્રાવની હાજરી જાણી શકાય છે, ડોક્ટર સોનોગ્રાફી દ્વારા ગર્ભાવસ્થાના ચોક્કસ ધા૨ણને જાણી શકે છે.

આ ઉપરાંત બાળકના ધબકારાના અવાજ દ્વારા અને બાળકના હલનચલનની પ્રક્રિયા દ્વારા જાણી શકાય છે, આખો સમયગાળો રક્તસ્ત્રાવના છેલ્લા દિવસથી શરૂઆત કરીને ૨૮૦ દિવસ સુધીનો હોય છે.

ગર્ભાવસ્થા દરમ્યાન ગર્ભાશયના આકાર તથા સાઈઝમાં ફેરફાર થતો જોવા મળે છે. વધારે વખત પેશાબ માટે જવું, સ્તનમાં ko ફેરફાર, ચામડીમાં ફેરફાર, ઉપરાંત પેટના નીચેના ભાગમાં અને આંખની નીચેના ભાગમાં ફે૨ફા૨ જોવા મળે છે. બાળકનું હલનચલન પછીથી ખ્યાલમાં આવે છે.
      

સગર્ભાવસ્થા ની શરૂઆત ... 

            સગર્ભાવસ્થાની શરૂઆત ફલનની પ્રક્રિયાથી થાય છે જેમાં બીજ તે શુક્રાણુ દ્વારા ફલિત થાય છે. અંડપતનની ક્રિયા પછી ૨૪ કલાકની અંદર ફેલોપિયન ટ્યુબમાં ફલન થતું જોવા મળે છે. ફલિત બીજ ઝાયગોટના નામે ઓળખાય છે અને એક બીજમાંથી બીજા બે બીજમાં વહેંચાય છે, પરંતુ ક્યારેક બે બીજમાંથી બે જુદા જુદા બીજમાં વહેંચાય છે. ત્યારે બે ઝુડવા બાળકો નો જન્મ થાય છે.  

દરેક કોષની આ વહેંચણીને મોરુલા અથવા મલબેરીના નામે ઓળખાય છે. તે અંડવાહિનીમાંથી ગર્ભાશય તરફ પ્રયાણ કરે છે. ત્યારપછી દરેક કોષનું ક્ષેમુખ બ્લાસ્ટોસીસ્ટના નામે ઓળખાય છે. સાતથી આઠ દિવસના ફલન બાદ ગર્ભાશયની અંદરની દિવાલ બનાવે છે. આ પ્રકરણને સ્થાપના પ્રકરણ તરીકે ઓળખાય છે.

ગર્ભનો વિકાસ થઈને બાળકમાં પરિણમે ત્યાં સુધી તે ગર્ભાશયમાં રહે છે. ગર્ભની બહારના ગર્ભના રક્ષણ માટે અને પોષણ પૂરું પાડવા માટે દિવાલની રચના થાય છે. ગર્ભની આજુબાજુ પાણીની ભરેલી કોથળી જેવી રચના હોય છે. જેનાથી બાળકને બહારના ઝાટકા સામે રક્ષણ મળે છે. જ્યારે ત્રીજો મહિનો ગર્ભાવસ્થાનો હોય ત્યારે પ્લાસેન્ટા બને છે જેનાથી કંઈ પણ વસ્તુની આપ-લે માતા અને બાળક વચ્ચે થઈ શકે છે. ખોરાક અને ઓક્સિજન બંને માતાના લોહીમાંથી થઈને બાળક સુધી આ પ્લાસેન્ટા દ્વારા પહોંચે છે. બાળક જે જોડાણ દ્વારા પ્લેસેન્ટા સાથે જોડાય છે તેને ગર્ભનાળ કહે છે.

ગર્ભાવસ્થા દરમ્યાન બાળક નો વિકાસ ....

 ■    ગર્ભાવસ્થા ના 2 મહિના પછી ગર્ભ 2.5 સે.મી જેટલો થાય છે . અને હાથ . પગ. માથું હલાવી શકે છે . 

■   ગર્ભધારણ ના 5 મહિના પછી માતા પોતે બાળક ને મહેસુસ કરી શકે છે . 

■  6 મહિના પછી બાળક 30 સે.મી લાંબુ થાય છે . અને વજન 0.5 થી 0.7 કિલોગ્રામ હોય છે . 

■   ગર્ભાવસ્થા ના છેલ્લા 3 મહિનામાં માતાના લોહી માંથી બાળક ને અલગ પ્રકાર ના રક્ષણ કરતા ઘટકો મળે છે . જેના થી બાળક ને વિવિધ પ્રકારના રોગો સામે રક્ષણ મળે છે . 

■  37 અઠવાડિયા ના અંત સુધી માં બાળક નો પૂરેપૂરો વિકાસ જોવા મળે છે . 


ગર્ભાવસ્થા માં થતા ફેરફારો ....


       જેમ ગર્ભાવસ્થા આગળ વધે છે તેમ શારીરિક ફેરફારો જોવા મળે છે, વજનમાં વધારો થવો, સ્તન મોટા થવા, કમરના ભાગમાં દુઃખાવો થવો તે બધું વજન વધારાના કારણે જોવા મળે છે, સામાન્ય રીતે ૧૦થી ૧૨ કિલો વજન વધે છે પરંતુ ક્યારેક ઊલટી-ઊબકાને કારણે વજન ઓછું થતું જોવા મળે છે.
વધારે ભુખ લાગે છે અને કેટલાક પ્રકારના ખોરાક ખાવા માટેની વધારે ઇચ્છા થાય છે, છાતીમાં બળતરા થવી, કબજિયાત, પેશાબને રોકી ન શકાય અને વધારે વખત જવું પડે તે ગર્ભાવસ્થાની સામાન્ય સમસ્યાઓ છે. 
      જેમ ગર્ભ મોટું થાય છે તેમ પેટ પર થતું ખેંચાણ જોઈ શકાય છે . તમે પાંચમા થી બાળક નું હલનચલન જાણી શકો છો .તમારા ડોકટર આઠમા મહિના ની ગર્ભાવસ્થા દરમિયાન સોનોગ્રાફી કરવાની સલાહ આપે છે .દરેક સ્ત્રી ઓ પોતાના આવનાર બાળક ની અપેક્ષાઓ ગર્ભાવસ્થા ને ખૂબ જ સરળતા થી કરી શકે છે . 

ગર્ભાવસ્થા ની મમતા દિવસ  ( શેસન ) માં તપાસ ...

  
      સરકાર દ્વારા રાજ્ય ના તમામ શહેર અને ગામડાઓ માં દર બુધવારે  પોતાના  જ ગામ ની આંગણવાડી કેન્દ્ર અથવા સબ સેન્ટર પર બુધવારે  આરોગ્ય કર્મચારીઓ ( fhw / mphw / આશા. Cho . આંગણવાડી વર્કર .હેલ્પર ) ની ટીમ  દ્વારા મમતા દિવસ(  શેસન ) નું આયોજન કરવા માં આવે છે .  જેમાં દરેક સગર્ભા સ્ત્રી ને નીચે મુજબ ની તમામ સેવાઓ  નિઃ શુલ્ક ( મફત ) માં આપવા માં આવે છે . 

       મમતા દિવસ માં સગર્ભા માતા ને મળતી સેવાઓ .

મમતા દિવસ માં  દરેક સગર્ભા માતા ને મમતા કાર્ડ આપવા માં આવે છે . 

◆ મમતા દિવસ માં   દરેક સગર્ભા માતા નું  દર મહિને વજન . ઉંચાઈ કરવા માં આવે છે . 

◆  મમતા દિવસ માં  દરેક સગર્ભા માતા ને TD વેકસીન આપવા માં આવે છે.  

◆ મમતા દિવસ માં  દરેક સગર્ભા માતા ની  પેશાબ ના રિપોર્ટ યુરિન આલ્બયુમીન . યુરિન સુગર .  મફત તપાસ કરવા માં આવે છે . 

◆ મમતા દિવસ માં  દરેક સગર્ભા માતા ના લોહી ની તપાસ  જેવી  કે  નું rbs ( ડાયાબીટીસ ) નો રિપોર્ટ .  hb  હિમોગ્લોબીન ( લોહી ના ટકા ) નો રિપોર્ટ . Hiv નો રિપોર્ટ . બ્લડ ગ્રુપ નો રિપોર્ટ . VDRL વગેરે . ઉપર મુજબ ના તમામ રિપોર્ટ મફત કરવા માં આવે છે . 

◆ મમતા દિવસ માં  દરેક સગર્ભા માતા નું  BP ( બ્લડ પ્રેશર ) દર મહીને માપી દેવા માં આવે છે . 

◆  મમતા દિવસ માં  દરેક સગર્ભા માતા ના પેટ ની તપાસ નર્સબહેન દ્વારા કરવા માં આવે છે . 

◆  તેમજ સગર્ભાવસ્થા દરમિયાન જરૂરી ફોલિક એસિડ . કૃમિ નાશક ( આલ્બેડાઝોલ ) .  કેલ્શિયમ . અને લોહ તત્વ ( આયર્ન )  ની તમામ દવાઓ મફત માં આપવા માં આવે છે . 



ગર્ભાવસ્થા દરમ્યાન ની વધારા ની તપાસ ...

       જો પતિ પત્ની કોઈ ને પણ વંશ પરંપરાગત ખામી હોય અથવા માતાની ઉંમર ૩૫ વર્ષ કરતાં વધારે હોય તો બાળક ગર્ભાવશયમાં બરોબર છે કે નહી તે જાણવું જરૂરી બને છે. હાલમાં બાળકના જન્મ થતા પહેલા કેટલીક આવી તપાસો ઉપલબ્ધછે, જેવી કે તપાસમાં એમ્નીઓસિન્ટેસીસ, કોરીયોનીક વિલાયનું સેમ્પલ, આલ્ફા ફિટો પ્રોટીન ટેસ્ટ વગેરે. આ અંગેની સાચી સલાહ તમને તમારા ડોક્ટર અને જીનેટીક સલાહકાર આપી શકે છે. 

1 થી 6 માસ ની સગર્ભા સ્ત્રી માટે અગત્ય ના સૂચનો . 

લોહીના ટકાની તપાસ.... 

સગર્ભાવસ્થામાં લોહીના ટકા ઓછા થવા સામાન્ય છે પરંતુ લોહીની ગોળી અને પોષણ યુક્ત - લોહતત્ત્વ યુક્ત આહાર લઈ તેને વધારી શકાય છે. સગર્ભાવસ્થા દરમિયાન, જો શરીરને યોગ્ય પોષણ અથવા આયર્ન યુક્ત આહાર પૂરતા પ્રમાણમાં ન મળે તો લોહીની ઉણપ થઈ શકે છે, જેને એનિમિયા કહેવાય છે.

જો લોહીના ટકા ઓછા હશે તો તે તમારા ગર્ભમાં રહેલા બાળક માટે અને તમારા માટે જીવલેણ બની શકે છે.

તમને શ્વાસ ચડવો, કમજોરી લાગવી, ચક્કર આવવા, વારે ઘડીએ બીમાર પડવું, ચીડિયો સ્વભાવ, થોડું કામ કરતાં થાક લાગવો, આ બધા લોહીની કમીના લક્ષણ છે. લોહીની તપાસ કરાવવી અને લોહીની ટકાવારી મુજબ તેની સારવાર કરવી ખૂબ જ આવશ્યક છે.

આરોગ્ય કેન્દ્ર પર જઈ ડૉક્ટરની સલાહ લઈને તમારે લોહીની તપાસ કરાવી લેવી જોઈએ. આ તપાસ વિનામૂલ્યે થાય છે. સગર્ભાવસ્થા દરમિયાન એનિમિયા એ એક ખતરનાક સ્થિતિ છે, તે માતા અને ગર્ભમાં રહેલ બાળકને અસર કરે છે.

લોહતત્ત્વની ગોળીનું મહત્ત્વ..... 


સગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ મહિના ફોલીક એસિડની ગોળી લેવી ખૂબ જ આવશ્યક છે અને ચોથા મહિનાથી આયર્ન ફોલીક એસિડની ગોળી ખાવાથી લોહીની ઉણપ અને અન્ય જોખમો ઘટાડી શકાય છે. લોહીમાં આયર્ન ઓછું હોય તો સમય કરતાં વહેલી ડિલિવરી, ઓછા વજનનું બાળક, શારીરિક અને માનસિક રીતે નબળું બાળક કે પ્રસુતિ સમયે માતાને વધારે રક્તસ્ત્રાવ જેવી તકલીફો થઈ શકે છે.

ડૉક્ટરની સલાહ મુજબ લોહતત્ત્વની ગોળી (આઈ.એફ.એ.) લો. ગોળીનો ડોઝ તમારા લોહીની ટકાવારી મુજબ હોય છે, જો સામાન્ય લોહીની ટકાવારી કરતા (૧૧%) ઓછી હોય તો દરરોજ ૨ આઈ.એફ.એ.(  લોહ તત્વ  ) ની ગોળી ઓ લેવી જરૂરી છે અને જો ટકાવારી સામાન્ય હશે તો લોહીની ઉણપ ન સર્જાય તે માટે દરરોજ ૧ આઈ.એફ.એ. ( લોહ તત્વ ) ની ગોળી લેવી જરૂરી છે.

જો ભૂખ્યા પેટે ગોળી લેવાથી ઉબકા કે ઉલટી જેવું થાય તો જમીને ૧ કલાક પછી ગોળી લેવી. તે સિવાય જો ગોળી લેવાથી કબજિયાત જેવું લાગે તો પાણી વધારે પીવું અને રેશાવાળા લીલા શાકભાજી, ખીરા-કાકડી, ગાજર, ટામેટા વગેરેનો સલાડ અને ફણગાવેલા કઠોળ ખાવા. આમ કરવાથી કબજિયાત દૂર થશે. ગોળી લેવાથી સંડાસ પણ કાળું આવી શકે છે પણ તેની ચિંતા કરવી નહિ.

ગોળીને લીંબુપાણી, નારંગી, મોસંબી, આમળા, પપૈયા વગેરે સાથે લેવાથી તેનું અવશોષણ વધુ થશે, આ ઉપરાંત ધ્યાન રાખવું કે ગોળી લીધા પહેલા અને પછી ૨ કલાક સુધી દૂધ, ચા કે કૉફી અથવા કેલ્શિયમની ગોળી લેવી નહીં.

સગર્ભાવસ્થાના ચોથા મહિનાથી તમારે દરરોજ કેલ્શિયમની ૨ ગોળીઓ લેવી જોઈએ. કેલ્શિયમની ગોળીઓ સગર્ભાવસ્થા અને ડિલિવરી દરમિયાન હાઈ બ્લડ પ્રેશર, ચક્કર આવવા વગેરેના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. અને ધ્યાન રાખજો કે આઈ.એફ.એ. ( લોહ તત્વ )  અને કેલ્શિયમની ગોળી વચ્ચે ૨ કલાકનું અંતર હોવું જોઈએ. સાથે સાથે બીજા ટ્રાઈમેસ્ટરમાં પેટમાં કરમીયા (કૃમિ ) મારવાની દવા (૪૦૦ મિ.લિ. ગ્રામ એલ્બેન્ડાઝોલ (૧ ગોળી) જરૂરથી લેવી. પેટમાં કરમીયા (કૃમિ ) હોવાના કારણે લોહી ઓછું બને છે અને શરીરમાં પોષકતત્ત્વોનું શોષણ થવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. જેના કારણે એનેમિયાની સમસ્યા યથાવત્ રહે છે.

 આઈ.એફ.એ.  ( લોહ તત્વ ) ની ગોળી  તમામ આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી કાર્યકર, આશા અને એ.એન.એમ. ( નર્સ બહેન )  પાસેથી વિનામૂલ્યે ( મફત )  મળે છે. 



સગર્ભાવસ્થા દરમિયાન ખોરાક ..... 

શરીરને જરૂરી બધા જ પોષકતત્ત્વો મળી રહે તેવો ખોરાક લો. તમારાં રોજિંદા ખોરાકમાં ઘઉં/બાજરી/મકાઈ|જુવારની ૩ થી ૪ રોટલી, ૧ મોટી વાટકી ભાત, દાળ અને શાક  અને ગોળ હોવા જોઈએ. દાળમાં મગ, મસુર, તુવેર, ચણા, વગેરે લેવા. દૂધ, દહીં, છાશ પણ દરરોજના ખાવામાં હોવા જોઈએ. નાસ્તામાં ઉપમા, પૌંઆ, દલિયા, ખીચડી, ચિલ્લા (પુડલા), આંગણવાડીમાંથી મળતા પૂરક આહાર (માતૃશક્તિ) માંથી થેપલા, સુખડી, મુઠીયા વગેરે બનાવી શકાય.

જો તમે માંસાહારી હો, તો રોજિંદા ખોરાકમાં ૨ બાફેલાં ઈંડા અથવા માંસ કે માછલીને ખોરાકમાં સામેલ કરી શકો છો.

દરેક ભોજનમાં એક ચમચી ઘી કે તેલ ઉમેરો તેનાથી તમને તાકાત મળશે.

રાંધવામાં આયોડિનયુક્ત મીઠાનો જ ઉપયોગ કરવો.

પોષણયુક્ત આહારથી તમારું અને તમારાં બાળકનું વજન બરાબર રીતે વધશે અને તમે સ્વસ્થ તેમજ તંદુરસ્ત બાળકને જન્મ આપી શકશો.


આયર્ન (લોહતત્વ) યુક્ત આહાર .....

તમારા રોજનાં ભોજનમાં આયર્ન (લોહતત્ત્વ) મળી રહે તેવો ખોરાક સામેલ કરો. લોહતત્ત્વના સ્ત્રોત જેમ કે : 

◆ લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે : પાલક, તાંદળજાની ભાજી, મેથીની ભાજી અને અન્ય ભાજીઓ

◆ વાલોડ, પાપડી, સરગવો અને બીટ

◆ બાજરી, જુવાર, રાગી, સોયાબીન

◆ તમામ પ્રકારની દાળ અને કઠોળ

◆ ખજૂર, સૂકી-સોનેરી રંગની દ્રાક્ષ, અળસીના બીજ, કાળા તલ અને ગોળ 

◆  માંસાહારી –મરઘી અને બકરીનું યકૃત (લીવર) અને મરઘીનું ઈંડું (જરદી – પીળા રંગનો ભાગ)

◆  શાકાહારી ખોરાકમાંથી લોહતત્ત્વ (આયર્ન) પૂરતા પ્રમાણમાં મેળવવા માટે વિટામીન-સી ના સ્ત્રોતવાળો ખોરાક લેવો જેથી લોહતત્ત્વનું શ્રેષ્ઠ અવશોષણ થાય. લીંબુ, સંતરા, મોસંબી, આમળા, સરગવાના પાંદડા, જામફળ, લીલા મરચા, લીલા અને લાલ કેપ્સિકમ (સિમલા મિર્ચ), ટામેટાં, વગેરે વિટામિન-સી યુક્ત આહાર છે

જરૂરી અગત્યની સૂચના.....

મમતા કાર્ડ મુજબ નિયમિત પ્રસૂતિ પહેલાની તપાસ કરાવો અને ટી.ટી. ની રસી માટે આંગણવાડી કેન્દ્ર અથવા ઉપ-સ્વાસ્થ્ય કેન્દ્રની મુલાકાત લો.

■ રાત્રે ૮ કલાકની ઊંઘ લો અને દિવસમાં ઓછામાં ઓછા ૨ કલાક આરામ કરો. આમ કરવાથી તમને શારીરિક અને માનસિક આરામ થશે જે તમારા અને બાળક બન્ને માટે ફાયદાકારક રહેશે.

■ સગર્ભાવસ્થા દરમિયાન, શૌચાલયનો ઉપયોગ કર્યા પછી, ખોરાક બનાવતા પહેલા અને જમતા પહેલાં દરેક વખતે પાણી અને સાબુ વડે હાથ ધોવા. 


7 થી 9 માસ ની સગર્ભા સ્ત્રી માટે અગત્ય ના સૂચનો . 

 હવે તમે ગર્ભાવસ્થાના ત્રીજા ટ્રાઇમેસ્ટરમાં આવી ગયા છો. આ સમય દરમિયાન તમે સ્વસ્થ રહો અને તંદુરસ્ત બાળકને જન્મ આપી શકો તે માટે હું તમને કેટલીક વાતો સમજાવીશ. તેનું પાલન તમારે કરવું પડશે. કરશો ને?

આયર્નની IFA (લોહતત્ત્વની) ગોળીનું નિયમિત સેવન તેમજ અગત્યની માહિતી

ડૉક્ટરની સલાહ મુજબ લોહતત્ત્વની ગોળી (આઈ.એફ.એ.) લો. ગોળીનો ડોઝ તમારા લોહીની ટકાવારી મુજબ હોય છે, જો સામાન્ય લોહીની ટકાવારી કરતા (૧૧%) ઓછી હોય તો દરરોજ ૨ આઈ.એફ.એ. લેવી જરૂરી છે અને જો ટકાવારી સામાન્ય હશે તો લોહીની ઉણપ ન સર્જાય તે માટે દરરોજ ૧ આઇ.એફ.એ. ( લોહ તત્વ ) ની ગોળી  લેવી જરૂરી છે.

જો ગોળી લેવાથી ઉબકા કે ઉલટી જેવું થાય તો જમીને પછી ગોળી લેવી. તે સિવાય જો ગોળી લેવાથી કબજિયાત જેવું લાગે તો પાણી વધારે પીવું અને રેશાવાળા લીલા શાકભાજી, ખીરા-કાકડી, ગાજર, ટામેટા વગેરેનો સલાડ અને ફણગાવેલા કઠોળ ખાવા. આમ કરવાથી કબજિયાત દૂર થશે. ગોળી લેવાથી સંડાસ પણ કાળું આવી શકે છે પણ તેની ચિંતા કરવી નહિ.

ગોળીને લીંબુપાણી, નારંગી, મોસંબી, આમળા, પપૈયા, વગેરે સાથે લેવાથી તેનું અવશોષણ વધુ થશે. આ ઉપરાંત ધ્યાન રાખવું કે ગોળી લીધાના પહેલા અને પછીના એક કલાક દરમિયાન દૂધ, ચા કે કોફી અથવા સફેદ કેલ્શિમની ગોળી લેવી નહીં.

તમને આયર્નની IFA (લોહતત્ત્વ) ગોળી લેવા છતાં શ્વાસ ચડવો, કમજોરી, ચક્કર આવવા, વારે ઘડીએ બીમાર પડવું, ચીડિયો સ્વભાવ, થોડું કામ કરતાં થાક લાગવો, આમાંથી કોઈ પણ લક્ષણ છે? જો, હા તો તમારે તાત્કાલિક ઉપ-સ્વાસ્થય કેન્દ્ર કે સિવિલ હોસ્પિટલમાં જઈ ડૉક્ટરને બતાવવું જોઈએ, તે તમને જરૂરી સારવાર આપશે જેથી સુવાવડ વખતે તમને અને બાળકને કોઈ તકલીફ ન થાય.

તમને યાદ તો છે ને કે સગર્ભાવસ્થાના ચોથા મહિનાથી જ તમારે દરરોજ કેલ્શિયમની ૨ ગોળીઓ લેવાની છે અને

બાળકના જન્મ પછી પણ ૬ મહિના સુધી દરરોજ કેલ્શિયમની ૨ ગોળીઓ લેવાની છે.

અને ધ્યાન રાખજો કે આઈ.એફ.એ. અને કેલ્શિયમની ગોળી વચ્ચે ૨ કલાકનું અંતર હોવું જોઈએ. 


સગર્ભાવસ્થા દરમિયાન ખોરાક......

શરીરને જરૂરી બધા જ પોષકતત્ત્વો મળી રહે તેવો ખોરાક લો. તમારાં રોજિંદા ખોરાકમાં ઘઉં/બાજરી/મકાઈ/જુવારની ૩ થી ૪ રોટલી, ૧ મોટી વાટકી ભાત, દાળ અને શાક હોવા જોઈએ. દાળમાં મગ, મસુર, તુવેર, ચણા તેમ ફરતી-ફરતી રોજ બનાવી શકો છો. દૂધ, દહીં, છાશ પણ દરરોજના ખાવામાં હોવા જોઈએ. નાસ્તામાં ઉપમા, પૌંઆ, દલિયા, ખીચડી, ચિલ્લા (પુડલા), આંગણવાડીમાંથી મળતો પૂરક આહાર (માતૃશક્તિ)માંથી થેપલા, સુખડી, મુઠીયા વગેરે બનાવી શકાય.

જો તમે માંસાહારી હો, તો રોજિંદા ખોરાકમાં ૨ બાફેલાં ઈંડા અથવા માંસ કે માછલીને ખોરાકમાં સામેલ કરી શકો છો. દરેક ભોજનમાં એક ચમચી ઘી કે તેલ ઉમેરો તેનાથી તમને તાકાત મળશે.

રાંધવામાં આયોડિનવાળા મીઠાનો જ ઉપયોગ કરવો.

પોષણયુક્ત આહારથી તમારું અને તમારાં બાળકનું વજન બરાબર રીતે વધશે અને તમે સ્વસ્થ તેમજ તંદુરસ્ત બાળકને જન્મ આપી શકશો.

આયર્ન (લોહતત્ત્વ) યુક્ત આહાર......

તમારા રોજનાં ભોજનમાં આયર્ન (લોહતત્ત્વ) મળી રહે તેવો ખોરાક સામેલ કરો. લોહતત્ત્વના સ્ત્રોત જેમ કે : લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે:

◆ લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે : પાલક, તાંદળજાની ભાજી, મેથીની ભાજી અને અન્ય ભાજીઓ

◆ વાલોડ, પાપડી, સરગવો અને બીટ

◆ બાજરી, જુવાર, રાગી, સોયાબીન

◆ તમામ પ્રકારની દાળ અને કઠોળ

◆ ખજૂર, સૂકી-સોનેરી રંગની દ્રાક્ષ, અળસીના બીજ, કાળા તલ

◆  માંસાહારી –મરઘી અને બકરીનું યકૃત (લીવર) અને મરઘીનું ઈંડું (જરદી – પીળા રંગનો ભાગ)

◆  શાકાહારી ખોરાકમાંથી લોહતત્ત્વ (આયર્ન) પૂરતા પ્રમાણમાં મેળવવા માટે વિટામીન-સી ના સ્ત્રોતવાળો ખોરાક લેવો જેથી લોહતત્ત્વનું શ્રેષ્ઠ અવશોષણ થાય. લીંબુ, સંતરા, મોસંબી, આમળા, સરગવાના પાંદડા, જામફળ, લીલા મરચા, લીલા અને લાલ કેપ્સિકમ (સિમલા મિર્ચ), ટામેટાં, વગેરે વિટામિન-સી યુક્ત આહાર છે

આ ટ્રાઈમેસ્ટરમાં ઓછામાં ઓછું ૨ વખત એન્ટીનેટલ ચેકઅપ (ANC) કરાવવું.....

આ સમય દરમિયાન તમારે આરોગ્ય કેન્દ્ર કે ઉપ-સ્વાસ્થ્ય કેન્દ્રની મુલાકાત લઈને બાકી રહેતાં ૨ એન્ટી નેટલ ચેકઅપ (ANC) કરાવી લેવાં જોઈએ. આ તપાસમાં તમારું હિમોગ્લોબીન, બ્લડપ્રેશર, વજન, પેશાબ અને પેટની તપાસ કરવામાં આવે છે. જેમાં તમને અથવા બાળકને જો કોઈ તકલીફ હશે તો તેનો સમયસર ઉપાય કરી શકાશે.

જરૂર લાગે તો તમારે આંગણવાડી કાર્યકર/આશા કાર્યકર/એ.એન.એમ. ( નર્સ બહેન )  કાર્યકરની મદદ લેવી જોઈએ.


પ્રસુતિના એક કલાકની અંદર જ સ્તનપાન (૮-૯ મહિનાની સગર્ભા સ્ત્રી માટે) ........ 

હવે કોઈ પણ સમયે તમારે હોસ્પિટલ જવું પડશે. તમારી સાથે હોસ્પિટલ કોણ આવશે? (જે સંગાથે હોસ્પિટલ જવાના હોય તેમને પણ સાથે રાખી સ્તનપાનની શરૂઆત વિષે સમજાવવું)

તમારી ડિલિવરી સામાન્ય (નોર્મલ) અથવા ઓપ્રેશન (સીઝેરિયન) દ્વારા થશે. જો ડિલિવરી સામાન્ય થશે તો તમે જાતે જ નર્સ બહેનની મદદ દ્વારા તમારા બાળકને સ્તનપાનની શરૂઆત કરાવી શકશો. પરંતુ જો ઓપરેશન (સીઝેરિયન) દ્વારા ડિલિવરી થશે તો તમે બેહોશ હશો અને તમારા સાસુ/નણંદ/બહેન/માતા (જે સાથે આવ્યા હોય) તેમણે સુનિશ્ચિત કરવું પડશે કે તમારા બાળકને તમારી છાતીએ મૂકી પ્રસુતિના ૧ કલાકની અંદર અંદર સ્તનપાનની શરૂઆત કરાવે.

પ્રસુતિના એક કલાકની અંદર જ બાળકને સ્તનપાન શરૂ કરાવવું જોઈએ. માતાનું પ્રથમ પીળું, ઘટ્ટ, કોલોસ્ટ્રમવાળું દૂધ બાળક માટે કુદરતી રસીનું કામ કરે છે અને તેને ચેપ કે રોગથી રક્ષણ આપે છે.

પહેલા ૨૪-૪૮ કલાકમાં આવતું ગાઢું, ચીકણું, પીળું પ્રવાહી બાળક માટે પહેલી રસીનું કામ કરે છે, તે બાળકને રોગપ્રતિકારક શક્તિ આપે છે અને તેમાં રહેલા વૃદ્ધિ-વિકાસ કરાવનાર પરિબળો બાળકની વૃદ્ધિને વધારે છે.

પહેલા કલાકમાં સ્તનપાન કરાવવાથી બાળમૃત્યુ પણ ટાળી શકાય છે.

સ્તનપાન કરાવવાથી ગર્ભાશય સંકોચાય છે અને પ્રસુતિમાં રક્તસ્ત્રાવની માત્રા ઘટાડી શકાય છે.

જરૂરી અગત્યની સૂચના....

જો તમને સીકલ સેલ એનેમિયા હોય તો તમારે આયર્ન ફોલીક એસિડની ગોળી લેવાની નથી.

મમતા કાર્ડ મુજબ નિયમિત પ્રસૂતિ પહેલાની તપાસ કરાવો અને ટી.ડી  ની રસી માટે આંગણવાડી કેન્દ્ર અથવા પ્રાથમિક આરોગ્ય  કેન્દ્રની મુલાકાત લો.

. રાત્રે ૮ કલાકની ઊંઘ લો અને દિવસમાં ઓછામાં ઓછા ૨ કલાક આરામ કરો. આમ કરવાથી તમને શારીરિક અને માનસિક આરામ થશે જે તમારા અને બાળક બન્ને માટે ફાયદાકારક રહેશે.

સગર્ભાવસ્થા દરમિયાન, શૌચાલયનો ઉપયોગ કર્યા પછી, ખોરાક બનાવતા પહેલા અને જમતા પહેલા દરેક વખતે પાણી અને સાબુ વડે હાથ ધોવા. 

જોખમી સગર્ભાવસ્થા કોને કહેવાય ? 

Anexure - A: મુજબ નીચે મુજબ અતિ જોખમી પ્રસુતિનાં ચિન્હો ધરાવતી સગર્ભા માતા તરીકે ઓળખાશે.


1. બે વખતની ANC તપાસમાં હિમોગ્લોબીન ૬.પ ગ્રામ કે તેથી ઓછું હોય.

2. લોહીનું દબાણ ૧૮૦/૧૧૦ mm of Hg કે તેથી વધુ (૩ વખતે) હોય અને પગે સોજા આવવા અથવા પેશાબની તપાસમાં પ્રોટીન આવવુ (પ્રોટીનયુરીયા)

3.ANC તપાસમાં કોઇપણ તબક્કે Body Mass Index ૧૭ કરતા ઓછો હોય.

4. ૬(છ) માસના સગર્ભાવસ્થા બાદ ૪ર કિલોથી ઓછુ વજન ધરાવતા સગર્ભા માતાઓ.

5. ડિલેવરી સમયે Placenta Previa ધરાવતા સગર્ભા બહેનો.

6. સીકલ સેલ રોગ/ થેલેસેમીયા/ હિમોફીલીયાની બિમારી ધરાવતી સગર્ભા બહેનો.

7. ક્ષયથી પીડીત સગર્ભા માતાઓ કે જેને પ્રથમ હરોળની સારવાર અસરકારક ન હોય (known case of chronic tuberculosis with multi drug resistance).

8. ગર્ભમાં ત્રણ અથવા ત્રણથી વધુ બાળકો ધરાવતી સગર્ભા બહેનો.

9. અગાઉ ૨(બે) પ્રસુતિ દરમિયાન સિજેરીયન કરાવેલ હોય,

10. જે સગર્ભા બહેનોને Chronic Kidney Disease (CKD Grade 2 અથવા વધારેની) હોય.

11. Previous History Of Heart Valve Replacement or Valve Repair (Balloon Valvotomy).

12. Current Diagnosed Case Of Severe Mitral Valve Stenosis or Mitral Regurgitation With Pulmonary.  Hypertension ની બીમારી ધરાવતી સગર્ભા બહેનો.



માતા  નું મૃત્યુ થતું  અટકાવવા આટલા નિયમો નું પાલન કરો . 


1. ગર્ભાવસ્થા દરમ્યાન ઓછામાં ઓછી ૪ વાર નિયમિત તબીબી તપાસ કરાવો.

 2. સગર્ભાવસ્થા દરમ્યાન એકસ-રે જેવા રેડીએશનનો સંપર્ક ટાળો

૩. સગર્ભાવસ્થા દરમ્યાન ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન સર્વદા વિહિત છે.

4. સગર્ભા મહિલાઓએ ફોલિક એસીડથી ભરપૂર લીલા પાંદડાવાળા શાકભાજી, કલેજી અને કઠોળ લેવા ફાયદાકારક છે.

5. ગર્ભાવસ્થાની જાણ થતા જ માતાની નોંધણી નજીકના આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી અને પ્રસૂતિગૃહમાં કરાવો તથા આશા બહેનોના સંપર્ક માં રહો.

6. ફિમેલ હેલ્થ વર્કર અથવા ડૉકટર દ્વારા આપેલ દવાઓ સિવાય અન્ય બિન જરૂરી દવાઓલેવાનું ટાળો.

7. પ્રસૂતિ હંમેશા પ્રસૂતિ ગૃહમાં જ ડોકટર ની દેખરેખ હેઠળ થાય તેની ખાસ તકેદારી રાખો.

 8. ગર્ભાવસ્થા દરમ્યાન ડૉકટર દ્વારા સૂચવવામાં આવેલ ધનુરની બે રસી તેમજ અન્ય ગંભીર રોગો જેવાં કે હિપેટાઇટીસ, રુબેલા વગેરેની રસી અચૂક મૂકાવો.

9. ગર્ભાવસ્થા દરમ્યાન લોહીનું પ્રમાણ ઓછુ જણાય તો અચૂક પણે લોહી વધવાની ગોળીઓ ડૉકટરની સલાહ મુજબ લો. 

10. ગર્ભાવસ્થા દરમ્યાન કરવામાં આવતી HIV, હિપોટાઇટીસ જેવા રોગોની તપાસ માટે ડૉકટરને સહકાર આપો.

11. જોખમી પ્રસૂતિ ધરાવતી સગર્ભા મહિલાઓની ખાસ તકેદારી રાખવાની જવાબદારી તેના કુટુંબીજનોની બને છે તે જવાબદારી અચૂક નિભાવો. 

12. વારંવાર સુવાવડ આવે, માતાને અકાળે વૃધ્ધ બનાવે.

13. ૨૨ વર્ષની વય પછી જ ખોળો ખૂંદે પહેલુ બાળ, કાચી વયે જન્મે તો જોખમભરી જંજાળ.

14. બે સુવાવડ વચ્ચે ટૂંકો ગાળો, માતા અને બાળક બન્ને માટે જોખમી છે. 

15. પ્રસૂતિની સલામત માતૃત્વ માટે યોગ્ય દવાખાને લઇ જવા.

16. મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવું જોખમ કયારેય ન વહોરવું સુવાવડ બાદ બે રાત હોસ્પિટલમાં જરૂર વીતાવજો.

17. પ્રસૂતિ પહેલાં ચાર તપાસ કરાવવી છે જરૂરી મા-બાળક તંદુરસ્થતી તો સુખની ઇચ્છા થશે પુરી 

18. કસ્તુરબા પોષણ સહાય યોજના આવી માતા અને બાળકનું સુખમય જીવન લાવી.

 19, દવાખાનમાં પ્રસૂતિ થાય તે છે જરૂરી બાળકને અપાવો રસી, તો ખુશી પૂરેપૂરી .

20 . દવાખાના માં કરાવીએ સુવાવડ તો રહે શિશુ અને જનની સલામત . 

21. સગર્ભા ટાણે પોષક આહાર માતા બાળ સદા બહાર.






સગર્ભાવસ્થા દરમિયાન ધ્યાન . યોગ . હળવી કસરત ... 

ઊંડા શ્વાસ લેવા, ધ્યાન, પ્રાણાયમ વગેરે કરી શકાય છે.

છેલ્લા દિવસો દરમ્યાન તમારા પગમાં સોજા આવવાનું કારણ વજન સહન ક૨વાને કારણે જ છે. જ્યારે સુવો છો ત્યારે પગને ઓશિકાના સહારાથી ઊંચો કરવો જોઈએ. તાજા શાકભાજી અને ફળો તથા વધારે પડતું પાણી પીવું જોઈએ પોષણયુક્ત આહાર લેવો અને ઉપવાસ તથા ડાયટિંગથી દૂર રહેવું જોઈએ.

આયર્નની ખામી અથવા પાંડુરોગ સગર્ભાવસ્થા દરમ્યાન સામાન્ય છે. છેલ્લા ૩ મહિનાની ગર્ભાવસ્થા દરમ્યાન આયર્ન અને ફોલિક એસિડયુક્ત આહારો લેવા જોઈએ. સંગીત સાંભળવું, આરામ કરવો, સારી ચોપડીઓ વાંચવી વગેરે દ્વારા તમને અને તમારા બાળકને શાંતિ પહોંચે છે.

તમારી જાતને બાળકના જન્મ માટે તૈયાર કરો ગર્ભાવસ્થા દરમ્યાન ઊંડા શ્વાસ લેવાની કસરત કરવી. આજના યુગમાં શ્વાચ્છોશ્વાસનીની કસરત બાળકના કુદરતી જન્મ માટે ખુબ જ ઉપયોગી છે. 






Post a Comment

વધુ નવું વધુ જૂનું