જન્મ થી 2 વર્ષ ના બાળકો માટે પોષણ નું મહત્વ.
નવજાત શિશુ ના જન્મ બાદ તેના શારીરિક અને માનસિક વિકાસ માટે પોષણ ખૂબ અગત્ય ની ભૂમિકા છે . નવજાત શિશુ ને તંદુરસ્ત રાખવા માટે તેના પોષણ ખોરાક ની ખૂબ કાળજી રાખવી આવશ્યક છે . સ્વસ્થ બાળક નો આધાર તેના ખોરાક ( પોષણ ) પર છે . માટે આપણે હવે જન્મ થી લઈ ને 2 વર્ષ ના બાળક ને કયો અને કેવા પ્રકાર નો અને કેટલો ખોરાક આપવો જોઈએ તે વિગતવાર જાણીશું .
જન્મ થી 6 માસ સુધી ફક્ત ને ફક્ત સ્તનપાન જ .
● નવજાત શિશુ ના જન્મ થી 6 માસ સુધી બાળક ને માતા ના ધાવણ સિવાય કંઈ પણ બહારી આહાર ( ખોરાક ) ની જરૂર નથી . પાણી પણ નહીં .
● માં ના ધાવણમાંથી શિશુના સર્વાંગી વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી બધા જ પોષક તત્ત્વો મળી રહે છે, માતાનું દૂધ શિશુ માટે સંપૂર્ણ આહાર છે.
● શું તમને ખબર છે કે દરેક માતાનું દૂધ તેના શિશુની જરૂરિયાત મુજબ તૈયાર થાય છે. શિશુના વિકાસ માટે જરૂરી બધા જ પોષક તત્ત્વો માતાના દૂધમાં સમાયેલા છે. એટલું જ નહિ, માતાના ધાવણમાં દરેક પોષક તત્ત્વોની માત્રા પણ શિશુની જરૂરિયાત પ્રમાણે જ હોય છે.
● શું પશુ, મનુષ્યનું દૂધ તેના શિશુને પીવડાવે છે? નહિ ને, કારણ કે તેની જરૂરિયાત મનુષ્ય કરતાં અલગ હોય છે તો પછી શા માટે મનુષ્યએ પોતાના શિશુને પશુનું દૂધ પીવડાવવું જોઈએ?
● જન્મથી લઈને પહેલાં ૬ મહિના સુધી શિશુને ફક્ત ને ફક્ત માતા નું જ ધાવણ આપવું જોઈએ.
● સાદું અથવા ઉકાળેલું પાણી, અથવા જન્મ ઘુટ્ટી જેમ કે – ઘસારો, મધ, ગોળનું પાણી, ફળનો રસ, બકરી અથવા ગાયનું દૂધ, પાવડરનું દૂધ, ગ્રાઈપ વોટર, બિસ્કિટ વગેરે આપવાથી શિશુ બીમાર થઈ શકે છે જેના કારણે શિશુનો વિકાસ અટકે છે. આ સમય દરમિયાન શિશુની રોગ પ્રતિકારક શક્તિ પણ નબળી હોય છે, આથી ધાવણ સિવાય બીજું કંઈ આપવાથી રોગ અને બીમારીની સંભાવના રહે છે જેના કારણે શિશુનું મૃત્યુ પણ થઈ શકે છે.
● ફક્ત ને ફક્ત માતાનું ધાવણ આપવાથી લાંબા સમયે બાળક તેજસ્વી બનશે અને તે ભણવામાં પ્રગતિ કરશે.
● માતાના દૂધ સિવાય શિશુને ઉપરથી પાણી પણ આપવું નહિ. પાણીમાં રહેલા સૂક્ષ્મ જીવાણુ શિશુ માટે હાનિકારક હોય છે જેના કારણે શિશુને ઝાડા અથવા અન્ય બીમારી થઈ શકે છે.
● ગરમીની ઋતુમાં પણ ફક્ત ને ફક્ત માતાનું દૂધ જ આપવું, ધાવણ શિશુની પ્રવાહીની જરૂરિયાત પણ પૂર્ણ કરે છે. તેને ઉપરથી પાણી પીવડાવવાની જરૂરિયાત નથી, કારણ કે ધાવણમાંથી યોગ્ય માત્રામાં પાણી મળી રહે છે.
૮ થી ૧૨ વખત સ્તનપાન કરાવવું જરૂરી છે
◆ ૬ માસની ઉંમર સુધી શિશુ માટે માતાનું દૂધ જ સંપૂર્ણ આહારનું કામ કરે છે. પહેલા ૬ માસ શિશુની બધી જ પોષકીય જરૂરિયાત માતાના ધાવણમાંથી સંતોષાય છે. દિવસ અને રાત દરમિયાન ૮ થી ૧૨ વખત યોગ્ય રીતે ધાવણ કરાવશો ત્યારે જ શિશુની જરૂરિયાત પૂર્ણ થશે અથવા શિશુને અપૂર્ણ પોષણ મળશે અને શિશુ કુપોષિત બનશે.
◆ ધ્યાનમાં રાખો કે તમે જેટલું વધારે ધાવણ કરાવશો તેટલું જ માતાના દૂધનું ઉત્પાદન વધશે અને શિશુની ભૂખ સંતોષાશે અને શિશુનો સર્વાંગી વિકાસ થશે. આથી ૮ થી ૧૨ વખત શિશુનું પેટ ભરાવવું ખૂબ જ આવશ્યક છે.
સ્તનપાન કરાવવાની સાચી રીત (નીચે મુજબ સમજો )
★ સ્તનપાન કરાવતી વખતે બેસવા અથવા સૂવા માટે ઓશિકા/તક્રિયાનો ટેકો લેવો.
★ ધ્યાન રાખો કે શિશુનું માથું અને શરીર એક સીધા સ્તરમાં હોય અને માથું અથવા ડોક વળે નહીં.
★ શિશુનું મોઢું માતાના સ્તનની સામે હોવું જોઈએ અને શિશુના હોઠ નિપ્પલ સામે હોવા જોઈએ.
★ જેટલું બને એટલું શિશુને માતાની સમીપ રાખવું અને ધ્યાન રાખવું કે શિશુનો હાથ માતાના સ્તન અને શિશુના મોઢા વચ્ચે
ન આવે.
★ જરૂર લાગે તો શિશુની નીચે નાનું ઓશીકું મૂકી શિશુને ટેકો (સપોર્ટ) આપવો અથવા માતાના હાથ વડે પણ શિશુને ટેકો
(સપોર્ટ) આપી શકાય.
★ નિપ્પલને શિશુના હોઠ પાસે હળવાશથી લઈ જાવ અને તેનું મોં ખુલે ત્યાં સુધી રાહ જુઓ. નિપ્પલ અને સ્તનનો આખો કાળો ભાગ શિશુના મોઢામાં હોવો જોઈએ. શિશુનું માથું થોડું નમેલું હોવું જોઈએ જેથી નિપ્પલ શિશુના તાળવાને સ્પર્શ થાય,
★ ધાવણ શરૂ કરાવતી વખતે તમે તમારા સ્તનને અંગૂઠા અને આંગળીઓ વડે પકડી શકો છો, જેમાં અંગૂઠો ઉપર હોય અને ચાર આંગળીઓ નીચે હોય. સ્તન સાથે શિશુનું જોડાણ થઈ જાય અને શિશુ ધાવણ લેવાનું શરૂ કરે પછી તમે તમારો હાથ
સ્તન પરથી ખસેડી શકો છો.
★ ધાવણ કરાવતા કોઈ તકલીફ અનુભવો ત્યારે, શિશુના મોઢાના ખૂણામાંથી માતાએ તેની ટચલી આંગળી નાખી તેનું સ્તન
★ શિશુના મોઢામાંથી કાઢી લેવું અને થોડા સમય પછી ફરી સ્તનપાન કરાવવાનો પ્રયાસ કરવો.
★ એક સ્તનમાંથી દૂધ આવતું બંધ થાય ત્યારે જ શિશુને બીજા સ્તન વડે ધાવણ કરાવવું.
મમતા દિવસ વિશે સંપૂર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો .
જરૂરી અગત્યની સૂચના
● બાળકને સ્તનપાન કરાવતા પહેલા તમારે ૧ ગ્લાસ પાણી પીવું.
● શિશુને સ્તનપાન કરાવતા પહેલા હાથ યોગ્ય રીતે પાણી અને સાબુ વડે ધોવા જરૂરી છે.
● જ્યારે ધાવણ કરાવો ત્યારે એક સ્તનમાથી દૂધ ખાલી થાય ત્યાર પછી જ બીજા સ્તન વડે સ્તનપાન કરાવવું.
● દર મહિને શિશુની લંબાઈ અને વજનની માપણી કરાવો. જન્મથી ૨ માસ સુધી દર મહિને શિશુના વજનમાં ૮૦૦ ગ્રામનો વધારો થવો જોઈએ. ૩ થી ૪ માસ સુધી દર મહીને શિશુના વજનમાં ૬૦૦ ગ્રામનો વધારો થવો જોઈએ અને ૫ થી ૬ માસ સુધી દર મહિને ૪૦૦ ગ્રામનો વધારો થવો જોઈએ.
● મમતા કાર્ડમાં સૂચવેલ અનુસાર શિશુને અચૂક રસીકરણ કરાવવું.
ઓછા વજન વાળા બાળકો ની સંભાળ અને ખોરાક ની માહિતી માટે અહીં ક્લિક કરો .
૬ માસની ઉંમરથી શિશુને ઉપરી આહાર શરૂ કરવો ખૂબ જ આવશ્યક છે (ચોથા થી પાંચમા મહિનાના શિશુની માતાઓને સલાહ )
■ શિશુની જરૂરિયાત ૬ માસની ઉંમર બાદ વધે છે જે ફક્ત માતાનું ધાવણ સંતોષી શકતું નથી. તેથી શિશુ જેવું ૬ માસનું થાય એટલે માતાના ધાવણ સાથે ઉપરી આહાર શરૂ કરવો ખૂબ જ આવશ્યક છે.
■ જો છટ્ઠ માસથી શિશુને અર્ધ ઘટ્ટ ખોરાક આપવાનું શરૂ ના કરીએ તો શિશુનો વિકાસ અટકશે, શિશુ નબળું થશે અને વારંવાર બીમાર થશે.
■ આથી જ્યારે તમારા શિશુના ૬ મહિના (૧૮૦ દિવસ) પૂર્ણ થાય એટલે દાળ, શીરો, રાબ વગેરે જેવો અથવા અન્ય અનાજથી બનેલો અર્ધ ઘટ્ટ ખોરાક આપવાનું શરૂ કરવું ખૂબ જ જરૂરી છે.
■ અને યાદ રાખો, આ ખોરાક સાથે તમારા શિશુની માંગ મુજબ ધાવણ તો આપતાં જ રહેવું...
6 થી 8 માસ ના શિશુ ને ઉપરી આહાર .
છઠ્ઠા માસથી શિશુને ઉપરી આહાર આપવો શા માટે જરૂરી છે?
હવે તમારા શિશુનો છઠ્ઠો માસ પૂરો થઈ ગયો છે. શું તમને ખબર છે કે હવે શિશુને વધુ પ્રમાણમાં પોષણની એટલે કે વધુ ખોરાકની જરૂરિયાત હોય છે અને તે ફક્ત માતાના ધાવણથી સંતોષાતી નથી. શિશુના પોષણની જરૂરિયાત વધવાનું કારણ તેનો ઝડપથી થતો વિકાસ અને વૃદ્ધિ છે. જો આપણે ઉપરી આહાર દ્વારા શિશુની પોષણની જરૂરિયાતને પૂરી નહિ કરીએ તો શિશુનો વિકાસ અને વૃદ્ધિ અટકશે અને શિશુનું વજન વધવાનું બંધ થઈ જશે, શિશુ ઠીંગણું રહી જશે, તેના માનસિક વિકાસની ગતિ પણ ધીમી પડશે, કમજોર અને વારંવાર બીમાર રહેવા લાગશે.
૬ થી ૮ માસના શિશુને કેવો અને કયો ખોરાક આપી શકો છો?
શિશુને કયો ખોરાક આપી શકાય ? શિશુને તમે ઘઉંની રાબ, દાળ, બાળ શક્તિ માંથી બનાવેલી રાબ, જુવારના લોટની રાબ, પાતળી ખીચડી, ખીર, નરમ શીરો, બરાબર મસળેલા દાળ-ભાત, બાફેલું ઈંડું, મસળેલું પનીર; ફળમાં કેળા, સફરજન, ચીકુ અને શાકભાજીમાં બાફીને મસળેલા બટાકા, શક્કરીયા, ગાજર અને લીલા પાનવાળા શાકભાજી જેમ કે પાલક, મેથીની ભાજી અથવા અન્ય ભાજીઓ આપી શકો છો.
યાદ રાખો કે ૬ મહિનાની ઉંમરથી શિશુ આ બધા ખોરાકનું પાચન કરવા માટે સક્ષમ હોય છે એટલે એને ઉપરી આહાર આપતા અચકાશો નહિ. અને જો તમે તમારા શિશુને અત્યારથી દૂધ સિવાય બીજા ખોરાકની ટેવ નહિ પાડશો તો આગળ જતા શિશુ અન્ય ખોરાક ખાવા ખૂબ આનાકાની કરશે. આ જ સમય છે જ્યારે શિશુને ખોરાક ખાવાની ટેવ પાડવી ખૂબ જરૂરી છે.
૬ થી 8 માસના શિશુને દરરોજ કેટલી માત્રામાં અને કેટલી વખત ઉપરી આહાર આપવો ?
૬ થી 8 મહિનાની ઉંમર દરમિયાન શિશુને રોજની ૨ વાટકી ખોરાકની (૧૦૦ ગ્રામની વાટકી બતાવો) જરૂર હોય છે. તમારે શિશુને ૨ થી ૩ ચમચા, ૩ થી ૪ વખત આખા દિવસ દરમિયાન ખવડાવવાથી શરૂઆત કરવી. ત્યાર બાદ ધીરે ધીરે માત્રા વધારતા સુનિશ્ચિત કરવું કે બાળક આખા દિવસમાં ૨૦૦ ગ્રામ ખોરાક ગ્રહણ કરે છે. ભૂલશો નહિ કે આ ખોરાકમાં તમારે ઘી અથવા તેલ ઉમેરવાનું છે. જો શિશુ આખા દિવસમાં આટલો આહાર લેશે તો તેની પોષણની જરૂરિયાત પૂરી પડશે અને તેનો ઝડપી વિકાસ પણ થશે.
શિશુના ઉપરી આહારમાં તેલ, ઘી અથવા બટર ઉમેરવાનો શું ફાયદો છે?
દરેક ઉપરી આહાર તૈયાર કરતા અડધી ચમચી ઘી અથવા તેલ જરૂર ઉમેરો. ચરબી એ ઊર્જાનો સંતૃપ્ત સ્રોત છે. શિશુના ઉપરી આહારમાં તેલ, ઘી અથવા બટર ઉમેરવાથી તેનું વજન ઝડપથી વધશે અને તેની ઊર્જાની જરૂરિયાત પૂર્ણ થશે.
શિશુનું પેટ નાનકડું હોય છે એટલે તે એકવારમાં વધુ ખોરાક લઈ શકતું નથી, ચરબી યુક્ત આહારની ઓછી માત્રામાં પણ ઊર્જાની ઘનતા વધુ હોય છે અને તે શિશુના વિકાસ અને વૃદ્ધિમાં મદદરૂપ થાય છે.

આંખ આવવી ( કન્જકટીવાઇટીસ ) વિશે માહિતી મેળવવા અહીં ક્લિક કરો .
જરૂરી અગત્યની સુચના
■ઉપરી આહાર સાથે શિશુની માંગ મુજબ સ્તનપાન કરાવવું જરૂરી છે. સવારે ઉઠતા જ ઉપરી આહાર આપો અને ત્યાર બાદ એકાંતરે ધાવણ અને ઉપરી આહાર વૈકલ્પિત રીતે આપવું. રાતના સમયે તમારે તમારા શિશુની માંગ અનુસાર ધાવણ આપવું. ધ્યાન રાખો કે આખા દિવસમાં શિશુ કુલ ૨ વાટકી ઉપરી આહાર ગ્રહણ કરે.
■ શિશુને અપાતા ખોરાકની ઘનતા અર્ધ ઘટ્ટ હોવી જોઈએ, એટલે કે એવો ખોરાક જે ચમચીમાંથી લોન્દાની જેમ નીચે પડે. જે ખોરાક પ્રવાહી એટલે પાણી જેવો હશે તે ખોરાક શિશુના પોષણની જરૂરિયાતને પૂરી કરી શકતો નથી.
■ ૬ થી ૮ માસ દરમિયાન છોકરા અને છોકરીની જરૂરીયાત એક સમાન હોય છે આથી તેઓને સરખા જ પ્રમાણમાં ખોરાક આપવો. તેઓમાં ભેદભાવ કરવો નહિ.
■ ભોજન કરતી વખતે તમારા શિશુને તમારા સહયોગની જરૂર પડશે. આથી તમારે તેની સાથે બેસી તેને ખોરાક ખવડાવવો.
■ અઠવાડિયામાં ૨ વખત આયર્ન સીરપ પીવડાવો.
■ શિશુને ઉપરી આહાર આપવા માટે અલગ વાટકી અને ચમચી રાખો જે સાફસુથરી હોય.
■ શિશુની દર મહીને નિયમિતપણે વજન અને ઊંચાઈની માપણી કરાવવી. શિશુ ૬ માસનું થાય એટલે તેનું વજન જન્મ સમયે જે વજન હશે તેનાથી બમણું થવું જોઈએ. ૬ માસના શિશુના વજનમાં મહિને ૪૦૦ ગ્રામનો વધારો થવો જોઈએ અને સાતમાં માસથી તેના વજનમાં દર મહિને ૨૦૦ ગ્રામનો વધારો થવો જોઈએ.
■ જમવાનું બનાવતા પહેલા અને શિશુને જમાડતા પહેલા તથા શૌચક્રિયા કર્યા બાદ તમારા હાથ સાબુથી ધોવાનું ભુલશો નહીં. તેમજ જમવા માટેના વાસણને પણ સારી રીતે સાફ કર્યા પછી જ ઉપયોગમાં લેવા.
■ મમતા કાર્ડમાં જણાવ્યા મુજબ સમયસર રસીકરણ કરાવવું.
■ એટલું ધ્યાનમાં રાખજો કે, ધીમે ધીમે પ્રયત્ન કરવાથી શિશુ ખાવા માંડશે. શિશુને બળજબરીથી ખવડાવવું નહિ.
♦ખાસ બિસ્કીટ, વેફર કે પડીકામાં મળતી વસ્તુઓ કે ઠંડા પીણાં . આઈસ્ક્રીમ .કોલેટી . જેવી વસ્તુઓ શિશુને ખવડાવવા નહિ. આવી બહાર ની વસ્તુઓ ખવડાવવાથી શિશુ વારંવાર બીમાર પડ્યા કરશે . અને બાળક ની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે .
9 થી 11 માસ ના શિશુ ને ઉપરી આહાર .
શિશુને ઉપરી આહાર આપવો શા માટે જરૂરી છે ?
જન્મથી લઈને ૨ વર્ષ સુધી શિશુનો શારીરિક અને માનસિક વિકાસ થતો હોય છે. તેથી છઠ્ઠ માસથી જ શિશુને ધાવણની સાથે સાથે ઉપરી આહાર આપવો ખૂબ જ જરૂરી છે. માત્ર સ્તનપાનથી જ શિશુની જરૂરિયાત પૂરી થઈ શકતી નથી. શું તમને ખબર છે કે હવે શિશુને વધુ પ્રમાણમાં પોષણની એટલે વધુ ખોરાકની જરૂરિયાત હોય છે અને તે ફક્ત માતાના ધાવણથી સંતોષાતી નથી. શિશુના પોષણની જરૂરિયાત વધવાનું કારણ તેનો ઝડપથી થતો વિકાસ અને વૃદ્ધિ છે. જો આપણે ઉપરી આહાર દ્વારા શિશુની પોષણની જરૂરિયાતને પૂરી નહિ કરીએ તો શિશુનો વિકાસ અને વૃદ્ધિ અટકશે અને શિશુનું વજન વધવાનું બંધ થઈ જશે, શિશુ ઠીંગણું રહી જશે, તેના માનસિક વિકાસની ગતિ પણ ધીરી પડશે, કમજોર અને વારંવાર બીમાર રહેવા લાગશે. જો આ ઉંમરે ઉપરી આહાર પૂરતા પ્રમાણમાં શરૂ નહિ કરો તો શિશુ કુપોષિત રહેશે, તેની રોગ સામે લડવાની ક્ષમતા એટલે કે રોગપ્રતિકારક શક્તિ નબળી થશે અને બિમારીમાં કદાચ તેનું મૃત્યુ પણ થઈ શકે છે.
૯ થી ૧૧ માસના શિશુને કયો અને કેવો ખોરાક આપી શકો છો અને તે ખોરાકની માત્રા કેટલી હોવી જોઈએ?
શિશુને કયો ખોરાક આપી શકાય ? શિશુને ઘઉંની ઘટ્ટ રાબ, જુવારના લોટની રાબ, નરમ ખીચડી, ખીર, શીરો, બરાબર મસળેલા દાળ-ભાત, દાળ-ઢોકળી, છુંદેલા લીલા પાંદડાવાળાં શાકભાજી, બીજા શાકમાં બાફીને મસળેલા બટાકા, શક્કરીયા, ગાજર, બાફેલું ઈંડું, મસળેલું પનીર, મોસંબી, કેળા, નારંગી, કેરી, પાકેલું પપૈયું જેવાં ફળો, તેમજ આંગણવાડીમાંથી ઉપરી આહાર (બાળ શક્તિ) વગેરે આપવું.
યાદ રાખો કે ૬ મહિનાની ઉંમરથી શિશુ આ બધા ખોરાકનું પાચન કરવા માટે સક્ષમ હોય છે એટલે એને ઉપરી આહાર આપતા અચકાશો નહિ. અને જો તમે તમારા શિશુને અત્યારથી દૂધ સિવાય બીજા ખોરાકની ટેવ નહિ પાડશો તો આગળ જતા શિશુ અન્ય ખોરાક ખાવા ખૂબ આનાકાની કરશે. આ જ સમય છે જ્યારે શિશુને ખોરાક ખાવાની ટેવ પાડવી ખૂબ જરૂરી છે.
૯ થી ૧૧ માસના શિશુને દરરોજ કેટલી માત્રામાં અને કેટલી વખત ઉપરી આહાર આપવો ?
૯ થી ૧૧ માસની ઉંમરે શિશુનું પેટ નાના સંતરા જેટલું હોય છે, તેથી તેને દિવસમાં ૩ થી ૪ વખત નાની વાટકી (આશરે ૧૦૦ ગ્રામ) જેટલો સારી રીતે રાંધેલો ખોરાક આપવો જોઈએ. તમારે એને ૩ થી ૪ વખત આખા દિવસ દરમિયાન ખવડાવવું જોઈએ. ભૂલશો નહિ કે આ ખોરાકમાં તમારે ઘી અથવા તેલ ઉમેરવાનું છે. જો શિશુ આખા દિવસમાં આટલો આહાર લેશે તો તેની પોષણની જરૂરિયાત પૂરી પડશે અને તેનો ઝડપી વિકાસ થશે.
શિશુના ઉપરી આહારમાં તેલ, ઘી અથવા બટર ઉમેરવાનો શું ફાયદો છે?
દરેક ઉપરી આહાર તૈયાર કરતા અડધી ચમચી ઘી અથવા તેલ જરૂર ઉમેરો. ચરબી એ ઊર્જાનો સંતૃપ્ત સ્રોત છે. શિશુના ઉપરી આહારમાં તેલ, ઘી અથવા બટર ઉમેરવાથી તેનું વજન ઝડપથી વધશે અને તેની ઊર્જાની જરૂરિયાત પૂર્ણ થશે.
શિશુનું પેટ નાનકડું હોય છે આથી તે એકવારમાં વધુ ખોરાક લઈ શકતું નથી, ચરબી યુક્ત આહારની ઓછી માત્રામાં પણ ઊર્જાની ઘનતા વધુ હોય છે અને તે શિશુના વિકાસ અને વૃદ્ધિમાં મદદરૂપ થાય છે.
જરૂરી અગત્યની સૂચના
● ઉપરી આહાર સાથે શિશુની માંગ મુજબ સ્તનપાન કરાવવું જરૂરી છે. સવારે ઉઠતાની સાથે જ ઉપરી આહાર આપો અને ત્યાર બાદ એકાંતરે સ્તનપાન અને ધાવણ વૈકલ્પિત રીતે આપવું. રાતના સમયે તમારે તમારા શિશુની માંગ અનુસાર ધાવણ આપવું. ધ્યાન રાખો કે આખા દિવસમાં શિશુ કુલ ૨ વાટકી ઉપરી આહાર ગ્રહણ કરે.
● શિશુને અપાતા ખોરાક ઘટ્ટ હોવા જોઈએ, એટલે કે એવો ખોરાક જે ચમચીમાંથી લોન્દાની જેમ નીચે પડે.
● જે ખોરાક પ્રવાહી એટલે પાણી જેવો હશે તે ખોરાક શિશુની પોષણની જરૂરિયાતને પૂરી કરી શકતો નથી. ૯ થી ૧૧ માસ દરમિયાન છોકરા અને છોકરીની જરૂરિયાત એકસમાન હોય છે. આથી તેઓને સરખા જ પ્રમાણમાં ખોરાક આપવો. તેઓમાં ભેદભાવ કરવો નહિ.
● ભોજન કરતી વખતે તમારા શિશુને તમારા સહયોગની જરૂર પડશે આથી તમારે તેની સાથે બેસી તેને ખોરાક ખવડાવવો.
● અઠવાડિયામાં ૨ વખત આયર્ન સીરપ પીવડાવો.
● શિશુને ઉપરી આહાર આપવા માટે અલગ વાટકી અને ચમચી રાખો જે સાફસુથરી હોય.
● શિશુની દર મહિને નિયમિતપણે વજન અને ઊંચાઈની માપણી કરાવવી. ૯ થી ૧૧ માસથી ઉંમરમાં તેના વજનમાં દર મહિને ૨૦૦ ગ્રામનો વધારો થવો જોઈએ. જ્યારે શિશુ ૧ વર્ષનું થાય છે ત્યારે તેનું વજન લગભગ ૭.૫ થી ૧૧.૫ કિલોગ્રામ જેટલું હોવું જોઈએ. બાળકનું વજન બાળકી કરતા વધુ હોય છે.
● જમવાનું બનાવતા પહેલા અને શિશુને જમાડતા પહેલા તથા શૌચક્રિયા કર્યા બાદ તમારા હાથ સાબુથી ધોવાનું ભુલશો નહીં. તેમજ જમવા માટેના વાસણને પણ સારી રીતે સાફ કર્યા પછી જ ઉપયોગમાં લેવા.
● મમતા કાર્ડમાં જણાવ્યા મુજબ સમયસર રસીકરણ કરાવવું.
● એટલું ધ્યાનમાં રાખજો કે, ધીમે ધીમે પ્રયત્નથી શિશુ ખાવા માંડશે. શિશુને બળજબરીથી ખવડાવવું નહિ.

12 થી 23 માસ ના શિશુ ને ઉપરી આહાર .
બાળકની પોષકીય જરૂરિયાત.
જન્મથી લઈને ૨ વર્ષ સુધી બાળકનો શારીરિક અને માનસિક વિકાસ થતો હોય છે. તેથી છઠ્ઠા માસથી જ બાળકને ધાવણની સાથે સાથે ઉપરી આહાર આપવો ખૂબ જ જરૂરી છે.
બાળક જ્યારે ૧ વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે સ્તનપાનથી માત્રા તેની એક તૃતીયાંશ ભાગની જરૂરિયાત સંતોષાય છે અને તે બે તૃતીયાંશ ભાગની જરૂરિયાત માટે પુરક આહાર ઉપર આધાર રાખે છે. તેની આટલી વધુ જરૂરિયાત ૨ થી ૩ વખત સમગ્ર કૌટુંબિક ભોજન આપવાથી જ પૂરી થશે. આમ ન કરવાથી બાળકનું પોષણ અધૂરું રહી જશે, બાળકનો વિકાસ અને વૃદ્ધિ અટકશે અને બાળકનું વજન વધવાનું બંધ થઈ જશે, બાળક ઠીંગણું રહી જશે, તેના માનસિક વિકાસની ગતિ પણ ધીમી પડશે, કમજોર, મગજથી નબળું, ભણવામાં નબળું અને વારંવાર બીમાર રહેવા લાગશે. જો આ ઉંમરે પૂરક આહાર નિર્દેશ અનુસાર પ્રમાણમાં નહિ આપો તો બાળક કુપોષિત રહેશે, તેની રોગ સામે લડવાની ક્ષમતા એટલે રોગપ્રતિકારક શક્તિ નબળી થશે.
આહારની વૈવિધ્યતા શા માટે જરૂરી છે?
જેમ શ્રેષ્ઠ દૂધની ઓળખ વધુ ચરબીના પ્રમાણથી થાય છે, શ્રેષ્ઠ ઉપજની ઓળખ વધુ પાકથી થાય છે, શ્રેષ્ઠ નોકરીની ઓળખ વધુ પગારથી થાય છે તેમજ શ્રેષ્ઠ આહારની ઓળખ તેમાં સમાયેલા વધુમાં વધુ ખાધ જૂથોથી થાય છે...!!!
બાળકની સંપૂર્ણ વૃદ્ધિ અને વિકાસ માટે તેને જુદા-જુદા પોષક તત્ત્વોની આવશ્યકતા હોય છે. કોઈક ખોરાકમાંથી ઊર્જા મળે છે તો અમુક ખાદ્ય પદાર્થમાંથી પ્રોટીન મળે છે જે બાળકના વિકાસ માટે જરૂરી છે, કોઈક ખાદ્ય પદાર્થોમાંથી કેલ્શિયમ મળે છે જેનાથી હાડકા મજબૂત થાય છે. તો અમુક ખોરાકમાંથી લોહતત્ત્વ મળે છે જેનાથી લોહીનું ઉત્પાદન થાય છે. કોઈ પણ એક ખાધ પદાર્થમાં દરેક પોષક તત્ત્વો સમાયેલા નથી. જો બાળકનો સંપૂર્ણ અને સર્વાંગી વિકાસ ઈચ્છતા હોવ તો બાળકને સંપૂર્ણ પોષણ આપવું જરૂરી છે. તેના દરરોજના ભોજનમાં હું તમને ૭ ખાદ્ય જુથ જણાવું તેમાંથી ઓછામાં ઓછા ૪ ખાધ જૂથનો સમાવેશ થવો ખૂબ જ જરૂરી છે.
7 ખાદ્ય જેમાંથી ઓછામાં ઓછા ૪ ખાદ્ય જૂથ આપવા જરૂરી .
૧) ધાન્ય જેમાં રોટલો, રોટલી, ભાખરી, થેપલા, ભાત, આદિનો સમાવેશ થાય છે અને કંદમૂળ જેમ કે બટાકા, સુરણ, વગેરે ૨) દાળ, કઠોળ અથવા સુકો મેવો જેમ કે શીંગ, બદામ, કાજુ, વગેરે
૩) દૂધ અને દુધની બનાવટો જેમ કે ધાવણ સિવાયનું દૂધ, દહીં, પનીર, ચીઝ, વગેરે
૪) માંસ, મટન અથવા માછલી ( માંસાહારી હોવ તો )
૫) ઇંડા ( માંસાહારી હોવ તો )
૬) લાલ, નારંગી અથવા પીળા ફળ અને શાકભાજી જેમાં ગાજર, કોળું, ટામેટા, પપૈયું, શક્કરીયા, કેરી, શક્કરટેટી, વગેરે.
૭) અન્ય ફળ અને શાકભાજી જેમાં લીલા પાંદડાવાળા શાક, દાણાવાળા શાક – વાલોડ, વટાણા, વગેરે અને અન્ય બધા જ શાકોનો સમાવેશ થાય છે.
યાદ રાખો કે ૬ મહિનાની ઉંમરથી બાળક આ બધા ખોરાકનું પાચન કરવા માટે સક્ષમ હોય છે એટલે એને કોઈ પણ ખોરાક આપતા અચકાશો નહિ, અને જો તમે તમારા બાળકને જુદા-જુદા ખાધ જૂથો નહિ ખવડાવો તો બાળકનું પોષણ અધૂરું રહેશે અને તે કુપોષણનો શિકાર થશે.
બાળકને કેવો ખોરાક આપવો ?
બાળકને અપાતા ભોજનમાં વિવિધતા હોવી જોઈએ જેથી તેને ભોજનમાંથી જરૂરી બધા જ પોષક તત્ત્વો મળી રહે. બાળકના જમવામાં રોટલી, બધા જ પ્રકારનાં શાક (લીલાં પાંદડાવાળા) ભાત, બધા જ પ્રકારની દાળ, ખીચડી, દહીં, દૂધ, છાશ વગેરેનો સમાવેશ થયેલો હોવો જોઈએ.
નાસ્તામાં રવાનો ઉપમા, દલિયા, પૌંઆ, મુઠીયા, ઢોકળા, શીરો, ખીર, દાળના ચિલ્લા (પુડલા) જેવી ઘરમાં બનાવેલી વસ્તુઓ આપવી જોઈએ. આંગણવાડીમાંથી મળતો પૂરક આહાર – બાળ શક્તિ પણ ખવડાવી શકાય.
રાંધવામાં આયોડિનયુક્ત મીઠાનો જ ઉપયોગ કરવો જોઈએ.
બાળકના ઉપરી આહારમાં તેલ, ઘી અથવા બટર ઉમેરવાનો શું ફાયદો છે?
દરેક ઉપરી આહાર તૈયાર કરતા અડધી ચમચી ઘી અથવા તેલ જરૂર ઉમેરો. ચરબી એ ઊર્જાનો સંતૃપ્ત સ્રોત છે. બાળકના ઉપરી આહારમાં તેલ, ઘી અથવા બટર ઉમેરવાથી તેનું વજન ઝડપથી વધશે અને તેની ઊર્જાની જરૂરિયાત પૂર્ણ થશે. બાળકનું પેટ નાનકડું હોય છે આથી તે એકવારમાં વધુ ખોરાક લઈ શકતું નથી, ચરબી યુક્ત આહારની ઓછી માત્રામાં પણ ઊર્જાની ઘનતા વધુ હોય છે અને તે બાળકના વિકાસ અને વૃદ્ધિમાં મદદરૂપ નીવડે છે.
જરૂરી અગત્યની સૂચના
◆ ઉપરી આહાર સાથે બાળકની માંગ મુજબ સ્તનપાન કરાવવાનું ચાલુ રાખવું.
◆ બાળકને દર ૬ મહિનામાં કૃમિનાશકની દવા આપો જે તમને આંગણવાડી કેન્દ્ર અથવા ઉપ આરોગ્ય કેન્દ્રમાંથી મળશે.
◆ નિયમિતપણે રસીકરણ કરાવાથી અને તેના બૂસ્ટર ડોઝ આપવાથી બાળક નીરોગી રહેશે અને તેનો યોગ્ય વૃદ્ધિ અને વિકાસ થશે.
◆ નિયમિતપણે આંગણવાડી કેન્દ્ર પર જઈ બાળકનું વજન અને તેની લંબાઈની માપણી કરાવો. ૧૨ થી ૨૩ માસની ઉંમરમાં તેના વજનમાં દર મહિને ૨૦૦ ગ્રામનો વધારો થવો જોઈએ. જો બાળકનું વજન વધતું ન હોય તો તબીબને મળો. અઠવાડિયામાં ૨ વાર આયર્ન સીરપ પીવડાવો.
◆ બાળકને ઉપરી આહાર અલગ થાળી, વાટકી અને ચમચી વડે ખવડાવો, જેથી તે જાતે ખોરાક ખાતા શીખે.
◆ જમવાનું બનાવતા પહેલા અને બાળકને જમાડતા પહેલા તથા શૌચક્રિયા કર્યા બાદ તમારા હાથ સાબુથી ધોવાનું ભુલશો નહીં. તેમજ જમવા માટેના વાસણને પણ સારી રીતે સાફ કર્યા પછી જ ઉપયોગમાં લેવા.
જો માંસાહારી હોવ તો જ બાફેલાં – મસળેલા ઈંડા, માંસ તેમજ માછલીનો ઉમેરો કરી શકાય .
♦ ખાસ બિસ્કીટ, વેફર કે પડીકામાં મળતી વસ્તુઓ કે ઠંડા પીણાં . આઈસ્ક્રીમ .કોલેટી . જેવી વસ્તુઓ શિશુને ખવડાવવા નહિ. આવી બહાર ની વસ્તુઓ ખવડાવવાથી શિશુ વારંવાર બીમાર પડ્યા કરશે . અને બાળક ની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે .
6 થી 23 માસ ના બાળક માટે માંદગી દરમીયાન અને માંદગી બાદ આહાર ની જરૂરિયાત .
બાળક ની માંદગી નું કારણ .
ઘણી વાર સ્વચ્છતા ના અભાવે બાળક વારંવાર બીમાર પડે છે. અને તે કારણે કુપોષિત થવા ની સંભાવના ખૂબ વધી જાય છે . જમવા નું બનાવતા પહેલા અને બાળક ને જમાડતા પહેલા તથા શૌચક્રિયા કર્યા બાદ તમારા હાથ સાબુથી ધોવા નું ભૂલશો નહિ . તેમજ જમવા માટે ના વાસણ પણ સારી રીતે સાફ કર્યા પછી જ ઉપયોગ કરવા ની ટેવ રાખવી જોઈએ .
બાળક ની માંદગી માં શુ ખોરાક આપવો જોઈએ .?
6 મહિના થી 2 વર્ષ સુધી ના બાળકો ને વારંવાર ઝાડા .ઓરી. શરદી . ઉધરસ.વગેરે જેવા ચેપ થી પીડાય છે . જો એનો આહાર પૂરતો અને પોષણ યુક્ત હોત તો તેમના લક્ષણો સામાન્ય રીતે કુપોષિત બાળક કરતા ઓછા ગંભીર હોત . બીમાર બાળક ને વધુ પોષણ ની જરૂર હોય છે . તે તેના શરીર ના પોષક તત્વો નો ઉપયોગ કર્યા વિના ચેપ સામે લડી શકે . જો કે બીમાર બાળક ભૂખ ગુમાવી શકે છે . અને ખાવા નો ઇનકાર કરી શકે છે . પરંતુ બાળક ને માંદગી માંથી સારા થવા માટે પૂરતો પોષણ યુક્ત આહાર ની જરૂર હોય છે .
બીમારી દરમિયાન પોષક તત્વો ની ઉણપ ને ટાળવા માટે યોગ્ય ખોરાક આપો . જો બાળક ને પોષણ યુક્ત ખોરાક આપવા માં આવે તો ચેપ અને કુપોષણ ના ચક્ર ને તોડી શકાય છે. સ્તનપાન કરતા બાળક ને બીમારી ની શકયતા ઓછી હોય છે . કારણ કે સ્તનપાન કરતા બાળક ને માતા ની રોગ પ્રતિકાર શક્તિ મળે છે . માટે સ્તનપાન કરનાર બાળક ને માંદગી દરમીયાન વધુ વાર સ્તનપાન કરાવવું જોઈએ .. 6 મહિના થી મોટા બાળકો ને સ્તનપાન અને ઉપરી આહાર બન્ને શરૂ રાખવું જોઇએ.
6 થી 8 મહિના ના બાળકો ને બીમારી દરમિયાન દાળ - ભાત .રાબ. ઢીલી ખીચડી દિવસ માં થોડી થોડી વારે આપતા રહેવું જોઈએ. ખોરાક ને વધારે પડતો પાતળો કરી ને ન આપવો . કારણ કે તેના થી પેટ તો ભરાશે પણ પોષણ નહિ મળે .
9 થી 11 મહિના ના બાળકો ને થોડો ઘટ્ટ .એટલે કે દાળ -ભાત . દાળ- રોટલી . દાળ - ઢોકળી .ખીચડી જેવો ખોરાક દિવસ માં થોડી - થોડી વખતે આપવો જોઈએ .

12 મહિના થી મોટા બાળક ને ઘર માં બનતી બધી જ રસોઈ જેમાં અનાજ શાકભાજી .ફળો .બાફેલા બટેટા . વગેરે થોડી થોડી વખતે આપવા .
આ સમયે પણ બાળક ના ખોરાક માં એક ચમચી ઘી અથવા તેલ નાખવા નું ભુલાય નહિ .
બાળક ને કેવી રીતે ખોરાક ખવડાવવો ?
બાળકને ખાવામાં દબાણ કરવું નહીં. બીમારીમાં બાળક ચીડિયું થઈ જાય છે એટલે તે ખાવાની ના પાડે છે. પરંતુ થોડું થોડું ખાવાનું આપી તેને કુપોષિત થતો અટકાવી શકાય છે અને મૃત્યુનું જોખમ પણ ટાળી શકાય છે.
બીમારી દરમ્યાન ખોરાક આપવાનો બંધ કરવો નહીં અને ખોરાકને પાતળો પણ કરવો જોઈએ નહીં .બીમાર બાળકને પૂરતો ખોરાક ખવડાવવામાં સમય આપવો જોઈએ અને કાળજી લેવી ખૂબ જરૂરી છે.
બાળકને ઓછી માત્રામાં પણ વધુ વખત અને બાળકને ખાવાનો ગમતું હોય તેવો ખોરાક આપવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ.
સ્વચ્છતા રાખવી
કેટલીક વાર સ્વચ્છતાના અભાવે બાળક વારંવાર બીમાર પડે છે અને તેની કુપોષિત થવાની સંભાવના પણ ખૂબ વધી જાય છે. બાળકને ખવડાવતા પહેલા અને રસોઈ બનાવતા પહેલા હાથ બરાબર સાબુથી ધોવા જોઈએ તથા રસોઈ બનાવવાના અને જમવાના વાસણોને સ્વચ્છ પાણીથી ધોઈને જ ઉપયોગ કરવો જોઈએ શૌચ કર્યા બાદ સાબુથી હાથ ધોવા જોઈએ.
જરૂરી અગત્ય ના સૂચનો .
■ બીમારી દરમિયાન બાળકને પોષણની જરૂરિયાત ખૂબ વધી જાય છે. આથી બાળકને સ્તનપાન સાથે પૌષ્ટિક આહાર આપો. સ્તનપાન અને પૌષ્ટિક આહાર બાળકને બીમારી સામે લડવાની શક્તિ આપશે અને તે જલ્દી સાજો થવા માં મદદ મળશે .

■ ખાવા માટે બળજબરી કરવી જોઈએ નહીં. બાળકને ધીમે - ધીમે અને પ્રેમથી તેને ભાવતો ખોરાક ખવડાવો જોઈએ. જેથી તેનું ખાવા તરફ વલણ વધે છે અને ખવડાવનાર તરફ પ્રેમ પણ જન્મે છે.
■ તંદુરસ્ત હોવા છતાં, બાળકને સ્તનપાનની સાથે પૌષ્ટિક આહાર આપો જે રોગને કારણે થતા પોષક તત્વોની ઉણપને દૂર કરવામાં મદદરૂપ છે.
■ સ્તનપાન અને પૌષ્ટિક આહાર બાળકનું બીમારીના લીધે ઘટેલું વજન વધારવામાં પણ મદદ કરશે.
■ નિયમિતપણે રસીકરણ કરાવવાથી બાળક નિરોગી રહેશે અને તેની રોગ પ્રતિકાર શક્તિ પણ વધશે.
■ નિયમિતપણે આંગણવાડી કેન્દ્ર ઉપર જઈને બાળકનું વજન અને તેની ઊંચાઈની માપણી કરાવતા રહેવું જેથી ગટેલું વજન વધે છે કે નહીં તેની નોંધ લઈ શકાય છે.
■ અઠવાડિયામાં બે વાર આયર્ન ચીરપ પીવડાવો.
■ ખાસ બિસ્કીટ, વેફર કે પડીકામાં મળતી વસ્તુઓ કે ઠંડા પીણાં . આઈસ્ક્રીમ .કોલેટી . જેવી વસ્તુઓ શિશુને ખવડાવવા નહિ. આવી બહાર ની વસ્તુઓ ખવડાવવાથી શિશુ વારંવાર બીમાર પડ્યા કરશે . અને બાળક ની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે .
ટિપ્પણી પોસ્ટ કરો