આંખ આવવી ( કન્જકટીવાઇટીસ ) CONJUCTIVITIS .

આંખ આવવી ( કન્જકટીવાઇટીસ ) CONJUCTIVITIS .

કન્જકટીવાઇટીસ કેવી રીતે ફેલાય ? થાય તો શું કરવું અને શું ન કરવું . 


1. આંખ આવવી (કન્જકટીવાઇટીસ )  એટલે શુ ? 

2. આંખ આવવા ના  સામાન્ય લક્ષણો.

3. (કન્જકટીવાઇટીસ ) થવા ના કારણો . 

4. કન્જકટીવાઇટીસ થાય તો શું કરવું . 

5.કન્જકટીવાઇટીસ માં શુ કરવું નહીં . 




1. આંખ આવવી (કન્જકટીવાઇટીસ )  એટલે શુ ? 

      કન્જકટીવાઇટીસ   એ એક આંખ નો ચેપી રોગ છે . જે વાયરસ અને બેક્ટેરિયા થી થતો આંખ નો ચેપી રોગ છે . જેમાં આંખો લાલ થવી . આંખ માં ખંજવાળ અથવા બળતરા થવી . આંખ માં દુઃખાવો થવો . આંખ સોજી જવી . આંખ માંથી ચીપડા અથવા પાણી નીકળવું જેવા લક્ષણો જોવા મળે તેને આંખ આવી ( કન્જકટીવાઇટીસ ) કહી શકાય છે.  

2. આંખ આવવા ના  સામાન્ય લક્ષણો. 

આંખ લાલ થઈ જવી. 

● આંખ માં ખંજવાળ અથવા બળતરા થવી . 

આંખ માં ચળ આવવી અને સતત પાણી પડવું .
 
 આંખ માં દુઃખાવો થવો . 

પ્રકાશ સામે સંવેદના થવી.  

આંખ ના પોપચાં ચોંટી જવા . 

ઘણી વાર આંખ માંથી ચીપડા ( પરું ) પણ નીકળી શકે છે .

●  કાન આગળ ના ભાગ માં ગાંઠ જેવું નિકળી શકે છે. 


3. (કન્જકટીવાઇટીસ ) થવા ના કારણો . 

આંખ આવવા માટે બે પ્રકાર ના ચેપ જવાબદાર છે.  


1. વાયરલ અને બેક્ટેરિયલ કન્જકટીવાઇટીસ. 

2. એલર્જી થી થતો કન્જકટીવાઇટીસ . 

1. વાયરલ અને બેક્ટેરિયલ કન્જકટીવાઇ. 


છીંક / ખાંસી ખાતા ચેપ લાગે છે. 

સીધા સંપર્ક દ્વારા ફેલાય છે.  

માખી ઓ દ્વારા ફેલાય છે.  

2. એલર્જી થી થતો કન્જકટીવાઇટીસ . 

◆ પાલતુ પ્રાણીઓ ના ખોડા થી ફેલાય .

◆ ધૂળ - રજકણ કચરા દ્વારા ફેલાય.

◆ ફળ - ફૂલ ના પરાગરજ થી થાય છે. 

◆ વરસાદ ના પાણી થી . પરસેવો આંખ માં ઉતરવો .


4.  કન્જકટીવાઇટીસ થાય તો શું કરવું . 

આંખ આવેલ વ્યક્તિ એ ચશ્મા પહેરવા . ( જેથી પવન પણ ન ભરાય અને બીજા ને ચેપ પણ ઓછો લાગશે . 

આંખ આવેલ દર્દીએ આંખ લુછવા માટે નું પાતળુ કપડું વાપરવું . અને બીજા કરતા જુદું રાખવું . 

આંખ સાફ કર્યા પહેલા અને પછી ધોઈ નાખો .

વાપરેલ કપડું કે ટિશયું બીજા ના સંપર્ક માં ન આવે એ રીતે નિકાલ કરવો . 

સંક્રમિત વ્યક્તિ એ વારંવાર હાથ ધોવા . 

માંટલા ના પાણી થી દિવસ માં 3 - 4 વાર આંખો ધોવી .

ટીપાં નાખતા કે મલમ લગાવતા પહેલા હાથ અને પાણી થી ધોઈ ને ચોખ્ખા કરવા જોઈએ .આંખ ના નીચે ના પોપચાં ને નીચે ની તરફ ખેંચી ને મલમ કે ટીપાં લગાવવા જોઈએ . 

ડોકટર દ્વારા આપેલ ટીપાં દર 4 કલાકે આંખ ના ટીપાં નાખવા .અથવા 3 વખત મલમ આંજવો .

મલમ ઠંડક વાળી જગ્યાએ રાખવો .

વધુ દુઃખાવો થાય તો પેરાસીટામોલ ગોળી લેવી .




ક્યારે ડોકટર નો સંપર્ક કરવો .

 જો પીળા અથવા લીલા રંગ નો સ્ત્રાવ થાય. 
 
■ આંખ ની પાંપણો એકબીજા સાથે ચોંટી જાય .

■ અતિશય તાવ આવે . ઠંડી લાગે .  

■ પ્રકાશ સામે વધારે સંવેદના થાય . 

■ દ્રષ્ટિ માં તકલીફ થાય .

5.કન્જકટીવાઇટીસ માં શુ કરવું નહીં .

ઘરગથ્થુ દવા કરવી નહીં .

હાથ આંખ ને અડાડવો નહિ .કે આંખ ને ચોળવી નહિ .

★ સંક્રમિત વ્યક્તિ સાથે હાથ મિલાવવો નહિ કે તેણે અડેલી વસ્તુ ને અડવું નહિ . 

★ સંક્રમિત વ્યક્તિ એ ઉપયોગ કરેલ વસ્તુ નો ઉપયોગ ટાળવો. 

જાતે એન્ટીબાયોટિક કે સ્ટીરોઇડ ના ટીપાં નાખવા નહિ .

★  સંક્રમિત બાળક સાથે રમવા નું ટાળવું .



 નોંધ . જેને આંખ આવી હોય તેમની  આંખ મા જોવા થી આપણ ને ચેપ લાગતો નથી .









Post a Comment

વધુ નવું વધુ જૂનું