આયુષમાન ભારત કાર્ડ ની સંપૂર્ણ માહિતી .PMJAY KARD ( પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના )

આયુષમાન ભારત કાર્ડ ની સંપૂર્ણ માહિતી .PMJAY KARD ( પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના )

 આયુષમાન ભારત કાર્ડ ની સંપૂર્ણ માહિતી  2023.

1. આયુષમાન ભારત યોજના શુ છે ?

2.આયુષમાન ભારત યોજના ( pmjay ) નો ઉદ્દેશ .

3. આયુષમાન ભારત યોજના ની માહિતી .

4. આયુષમાન કાર્ડ કોણ કોણ લાભ લઇ શકે છે ?

5.આયુષમાન કાર્ડ ના ફાયદાઓ .

6. આયુષમાન કાર્ડ કઢાવવા માટે ના જરૂરી ડોક્યુમેટ.

7.આયુષમાન કાર્ડ કઢાવતા પહેલા ધ્યાન માં રાખવા ની મહત્વ ની બાબતો . 

8.આયુષમાન કાર્ડ ક્યાં અને કેવી રીતે કઢાવવું . 


1. આયુષમાન ભારત યોજના શુ છે ? 

આયુષમાન ભારત યોજના પહેલા ગુજરાત માં ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો માટે "મુખ્યમંત્રી અમૃતમ માં યોજના" 4/9/12 થી અમલ માં મુકેલ હતી.  ત્યારબાદ અમૃતમ મા યોજના નો વ્યાપ વધારી ને મધ્યમ વર્ગ ના પરિવારો ને પણ લાભ આપવા માટે તેની આવરી લઈ ને 15/8/14 માં ગુજરાત મા  "માં વાત્સલ્ય" યોજના અમલ માં આવેલ . 
                       પરંતુ હાલ માં " મુખ્યમંત્રી અમૃતમ માં યોજના "અને "માં વાત્સલ્ય " યોજના ને મર્જ કરી ને કેન્દ્ર સરકાર દ્વારા તમામ ગરીબ પરિવાર અને મધ્યમ વર્ગ ના પરિવારો ને સામાન્ય બીમારી થી લઈ ને ગંભીર બીમારી માં લોકો ને મફત સારવાર મળી રહે એ માટે એક વિશેષ યોજના જાહેર કરવા માં આવી છે. આ યોજના ના અમલ પછી   જેનું નામ "પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના "( PMJAY ) આ યોજના ની જાહેરાત 1 ફેબ્રુઆરી 2018 માં કરવા મા આવેલ હતી . અને  4 એપ્રિલ 2018 ના રોજ આંબેડકર જયંતિ ના દિવસે છત્તીસગઢ થી શરૂ કરવા મા આવેલ છે . 

જેમની પાસે અમૃતમ કાર્ડ અને માં વાત્સલ્ય કાર્ય છે. તે તમામ ને  નવા આવક ના દાખલા દ્વારા રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરેલ એજન્સી ના ઓપરેટરો પાસે થઈ ને આયુષમાન કાર્ડ ( pmjay ) ના કાર્ડ માં કનવર્ટ કરવું . 


2. આયુષમાન ભારત યોજના ( pmjay )  નો ઉદ્દેશ ( હેતુ ) 

આયુષમાન ભારત યોજના નો હેતુ માત્ર એટલો જ છે કે ગરીબ અને મધ્યમ વર્ગ ના પરિવાર ના કોઈ પણ સભ્ય ને આકસ્મિક કોઈ ગંભીર બીમારી આવી પડે તો તે ગરીબ કે મધ્યમ વર્ગ ના  પરિવાર પડી ભાંગે છે અને પૈસા ના અભાવ ના કારણે હોસ્પિલ માં સારવાર માટે જઇ શકતા નથી . અને ઘરે જ વેદના થી મૃત્યુ પણ થઈ જતું હોય છે . આવા પરિવાર ના દરેક સભ્ય ને આયુષમાન ભારત યોજના ( pmjay ) અંતર્ગત પરિવાર ના દરેક સભ્યો ને વ્યક્તિ દીઠ આયુષમાન કાર્ડ કાઢી આપવા માં આવે છે . જે  આયુષમાન કાર્ડ માં સામાન્ય થી લઈ ને ગંભીર બીમારી ની સરકારી અને સરકાર માન્ય પ્રાઇવેટ  ( ખાનગી ) હોસ્પિટલો માં વાર્ષિક ધોરણે પરિવાર ના દરેક સભ્ય ના  આયુષમાન કાર્ડ ના માધ્યમ દ્વારા 10 લાખ ( 1000000 ) ની કેશલેસ આરોગ્ય ની સુવિધા પુરી પાડવામાં આવે છે . ગુજરાત માં ટુક સમય 12 જુલાઈ 2023  થી આ કેશલેશ સુવિધા  10 લાખ સુધી વધારવા માં આવી છે . 

3. આયુષમાન ભારત યોજના ની માહિતી . 

આયુષ્માન ભારત યોજના એ ભારત સરકાર દ્વારા દેશના સૌથી ગરીબ નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને સુધારવા માટે શરૂ કરવામાં આવેલ એક હેલ્થકેર પ્રોજેક્ટ છે. 


4. આયુષમાન કાર્ડ ના લાભાર્થીઓ ( આયુષમાન કાર્ડ નો લાભ કોણ લઈ શકે છે ? 

1.  મા યોજના ના ગીરીબી રેખા નીચે જીવતા પરિવારો .

2. મા વાત્સલ્ય યોજના ના લાભાર્થીઓ .

3. વાર્ષિક 400000 લાખ કે તેના થી ઓછી  આવક ધરાવતા મધ્યમ વર્ગ ના પરિવારો . 

4. વાર્ષિક 6 લાખ કે તેના થી ઓછી આવક ધરાવતા કુટુંબો ના સિનિયર સિટિજનો ( વૃદ્ધો ) 

5. ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તાર ની તમામ આશા બહેનો .

6. માન્ય પત્રકારો .

7. રાજય સરકાર ના  વર્ગ 3 અને વર્ગ 4 ના તમામ સવર્ગોપર ની  જગ્યાઓ ઉપર સીધી ભરતી થી નિમણૂક આપેલ ફિક્સ પગાર ના કર્મચારીઓ.

8.  યુ - વિન કાર્ડ ધારકો . 

9. રાજ્ય સરકાર  ના જુદા જુદા જાહેર સાહસો ના બિન સરકારી અધ્યક્ષશ્રી ઓ તેમજ ઉપાઅધ્યક્ષશ્રીઓ 

10. સામાજિક રીતે વંચિત જૂથો ( વૃધ્ધા શ્રમ ના વૃદ્ધો . અનાથાશ્રમ ના બાળકો . વિધવાશ્રમ ની વિધવા બહેનો . અને ત્યકતાઓ . સાત્વિક જીવન જીવતા સાધુ - સંતો માનસિક રોગીઓ . તેમજ નિઃ સહાય લોકો ) 

11. પીડિતો નું ગ્રુપ . ( અસર ગ્રસ્ત લોકો . રેપવિકટીમ . એસિડ વિકટીમ . જાતીય હિંસા ના ગુનાઓ જેવા બનાવો ના  અસરગ્રસ્તો .)  

12. કોરોના વોરયર્સ ના કુટુંબો.( પોલીસ . સફાઇકામદાર . આરોગ્ય કર્મચારીઓ .) 

13. “PMJAY-MA યોજના” હેઠળ ૦ થી ૨૧વર્ષ સુધીની વય જૂથના બાળકો જે કોરોનાના સમયગાળા દરમિયાન અનાથ બનેલ હોય તેવા બાળકોનો સમાવેશ અને ૦ થી ૧૮ વર્ષ સુધીના બાળકોના માતા કે પિતા બે માંથી કોઇ પણ એક વાલીનું કોરોનાના સમયગાળા દરમિયાન અવસાન પામેલ હોય તેવા બાળકોનો સમાવેશ કરવામાં આવે છે.

આયુષ્માનભારત - પ્રધાનમંત્રીજનઆરોગ્યયોજના: -

સામજિક, આર્થિક અને જાતિ આધારિત સર્વેક્ષણ ૨૦૧૧ અંતર્ગત નોંધાયેલ ગ્રામ્ય અને શહેરી વિભાગના કુલ ૪૪.૮૫ લાખ પરિવારો (૨.૨૫ કરોડ વ્યક્તિ)નો સમાવેશ.

5. આયુષમાન કાર્ડ ના ફાયદાઓ . 

1. ગરીબ અને મધ્યમ ના તમામ પરિવાર ના દરેક સભ્ય ના કાર્ડ દીઠ પ્રતિ વર્ષ 10 લાખ ની વિના મૂલ્યે સરકારી તેમજ સરકાર માન્ય પ્રાઇવેટ ( ખાનગી ) હોસ્પિટલો માં 10 લાખ સુધી ની  વિનામૂલ્યે કેશલેશ  સારવાર  હતી જે હવે 12 જુલાઈ 2023 થી  10 લાખ ની વિનામૂલ્યે સારવાર કરવા માં આવી છે  . 

2. આયુષમાન કાર્ડ માં પ્રાથમિક . સેકન્ડરી અને ગંભીર બીમારીઓ નો સમાવેશ . 

3. માન્ય હોસ્પિટલો માં રજિસ્ટ્રેશન કન્સલ્ટેશન . નિદાન માટે ની લેબોરેટરી રિપોર્ટ . સર્જરી . સર્જરી બાદ ની અનુવૃત્તિઓ . દવાઓ . દાખલ ચાર્જ . દર્દી ને ખોરાક . ફોલો- અપ . મુસાફરી ખર્ચ . વગેરે નો સમાવેશ કરેલ છે . 

4. આયુષમાન યોજન હેઠળ લાભાર્થીઓ ને  હોસ્પિટલ ખાતે સારવાર હેતુ આવવા જવા ના ભાડાં પેટે 300 ની સહાય . 

5.  આયુષમાન કાર્ડ અંતર્ગત જનરલ મેડિસિન . પીડિયાટ્રિક મેડિકલ મેનેજમેન્ટ . મેન્ટલડીસ ઓર્ડર . હાડકા ના રોગો.. નવજાત શિશુ ની બીમારીઓ ના તમામ લાભ  માન્ય ખાનગી હોસ્પિટલોમાં પણ મળવાપાત્ર થશે . 

6. 1/7/21 ના રોજ થી pmjay યોજના અંતર્ગત રાજ્ય સરકાર ની "બાલ સખા" અને " ચીરંજીવી " યોજના નો પણ સમાવેશ કરેલ છે . 
7. Pmjay યોજના ના તમામ લાભાર્થીઓ ની નોર્મલ ડિલિવરી ની પ્રોસીજરો નો લાભ આપવા માં આવે છે . 

8.  આ યોજના માં પેપરલેસ અને કેસલેશ સારવાર છે .  . કોઈ અરજી ફોર્મ ભરવા  ની જરૂર નથી . તેમજ આયુષમાન કાર્ડ મેળવવા કોઈ ચાર્જ પણ દેવો પડતો નથી .  તેમજ દેશ માં કોઈ પણ જગ્યાએ જઇ ને સરકાર માન્ય કોઈ પણ ખાનગી હોસ્પિટલ માં પણ સારવાર કરાવવા ફક્ત તમારું આયુષમાન કાર્ડ જ જરૂરી છે. 

9. જો તમે ભારતના નાગરિક છો અને તમારી સ્થિતિ યોગ્ય નથી, તો તમારે આયુષ્માન ભારત કાર્ડ બનાવવું આવશ્યક છે. જેમાં નીચે મુજબ ની વિવિધ સારવાર આપવા માં આવે છે . 
  • માનસિક બીમારીની સારવાર
  • વૃદ્ધ દર્દીઓ માટે કટોકટીની સંભાળ અને સુવિધાઓ
  • ડિલિવરી દરમિયાન મહિલાઓ માટે તમામ સુવિધાઓ અને સારવાર
  • દાંતની સંભાળ
  • જો કોઈ વ્યક્તિને કેન્સર હોય તો તેની સારવાર 50,000 રૂપિયા સુધી થઈ શકે છે.
  • સંપૂર્ણ બાળ આરોગ્ય સંભાળ
  • વૃદ્ધો, બાળકો, મહિલાઓના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું
  • ડિલિવરી દરમિયાન મહિલાઓને 9,000 રૂપિયા સુધીની છૂટ
આયુષમાન માં કાર્ડ ધારક બાયપાસ સર્જરી . હદય ની સર્જરીઓ .  મોતિયો . આંખ ની સર્જરીઓ .  કોરનીયલ ગ્રફટિંગ . ઓર્થોપ્લાસ્ટી .છાતીમાં ફ્રેક્સર . યુરો લોજીકલ સર્જરી . સિઝરીયન ડિલિવરી . ડાયાલીસીસ . સ્પાઇન સર્જરી . બ્રેઇન ટ્યુમર સર્જરી . હાડકા ને લગતા રોગો .  કેન્સર . જેવી  નાના મોટી થઈ ને  કુલ 2681 પ્રકાર ની સર્જરી પ્રોસીજરો નો લાભ મેળવી શકાશે . 

10. સમગ્ર ભારત માં 8000 હજાર કરતા વધુ  અને હાલ ગુજરાત માં આયુષમાન ભારત યોજના હેઠળ કુલ 2482 હોસ્પિટલો નો સમાવેશ કરેલ છે. જેમાં 1872 સરકારી હોસ્પિટલો અને 610 પ્રાઇવેટ ( ખાનગી ) હોસ્પિટલો માં આયુષમાન કાર્ડ નો લાભ મેળવી શકાય છે . 








6. આયુષમાન કાર્ડ કઢાવવા માટે ના જરૂરી ડોક્યુમેન્ટ 

1. આવક નો દાખલો . 

 આવક નો દાખલો  આયુષમાન કાર્ડ કઢાવતા પહેલા નો 24 કલાક પહેલા કઢાવેલ હોવો જરૂરી છે . 
હાલ આવક નો દાખલો તમે મામલતદાર અથવા તમારા ગામ ની ગ્રામ પંચાયત ના તલાટી મંત્રી નો પણ કઢાવી શકો છો . 
આવક મર્યાદા 4 લાખ કે તેના થી ઓછી. તેમજ સિનિયર સીટીઝન માટે 6 લાખ અથવા તેના થી ઓછી આવક . 

2. રેશન કાર્ડ . 

અપડેટેડ રેશન કાર્ડ હોવું જરૂરી છે .  રેશન કાર્ડ  અને આધાર કાર્ડ માં બન્ને માં સમાન નામ હોવા જરૂરી છે . તેમાં ભૂલ હોય તો પહેલા સુધારી ને પછી જ આયુષમાન કાર્ડ કઢાવવુ . 

3. આધાર કાર્ડ . 

આધાર કાર્ડ માં મોબાઈલ નંબર લિંક હશે તો આસાન થી આયુષમાન કાર્ડ otp ના માધ્યમ થી પણ ઝડપથી કાર્ડ નીકળી શકશે .  આધારકાર્ડ અને રેશન કાર્ડ માં નામ સરખા હોવા જરૂરી . રેશન કાર્ડ નામ મુજબ ના તમામ ના આધાર કાર્ડ જરૂરી.

4.  મોબાઈલ નંબર . 

આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હશે તો  otp ના માધ્યમ થી  કદાસ  ફિંગર  આવે નહી તો  ફિંગર  આપ્યા વિના પણ આયુષમાન કાર્ડ નીકળી શકશે.  માટે મોબાઈલ નંબર સાથે રાખવો જરૂરી

7. આયુષમાન કાર્ડ કાર્ડ કઢાવતા પહેલા ધ્યાન માં રાખવા   ની મહત્વ ની  બાબતો . 

1. આવક નો દાખલો આયુષમાન કાર્ડ કઢાવતા પહેલા  24 કલાક પહેલા નો જરૂરી છે . માટે શક્ય હોય ત્યાં સુધી આવક નો દાખલો અગાવ કઢાવી ને રાખો . 

2. આવક ના દાખલા ની આવક મર્યાદા 4 લાખ થી વધુ ન હોવી જોઈએ . સિનિયર સીટીઝન માટે 6 લાખ થી વધુ ન હોવી જોઇએ .

3. રેશનકાર્ડ માં પરિવાર ના તમામ સાચા નામ આધારકાર્ડ મુજબ અપડેટ હોવા જરૂરી છે.  ભૂલ હોય તો સુધારી ને પછી જ આયુષમાન કાર્ડ કઢાવવું . 

4. આધાર કાર્ડ માં અને રેશન કાર્ડ માં સરખા નામ હોવા જરૂરી. અગાવ થી જ   આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરાવી ને રાખો. જેથી otp દ્વારા પણ કાર્ડ કઢાવી શકાય .

5. અગાવ થી જ રેશન કાર્ડ ના નામ મુજબ ના ઘર ના મુખ્ય વ્યક્તિ નું આયુષમાન કાર્ડ કઢાવી ને રાખો . તે  મુખ્ય નામ મુજબ થી પછી થી પરિવાર ના તમામ સભ્યો નું એક પછી એક આયુષમાન કાર્ડ કઢાવી શકાય . 

6. આયુષમાન કાર્ડ કાઢતા સેન્ટરો માં 2 પ્રકાર ના id હોય છે . 1. હોસ્પિટલ લાઇજેસન id   2. નોન હોસ્પિટલ લાઇજેસન id .  તેમાં જો કોઈ દર્દી હોસ્પિટલ માં દાખલ હોય અને તેને આયુષમાન કાર્ડ ની ઇનર્જન્સી જરૂર હોય તો શક્ય હોય ત્યાં સુધી હોસ્પિટલ લાઇજેસન id માંથી જ આયુષમાન કાર્ડ કાઢવા નો આગ્રહ રાખવો . જેથી ઝડપથી કાર્ડ નું એપૃવ આવી શકે છે . 

7. આયુષમાન કાર્ડ ની ઇમરજન્સી  જરૂરિયાત ઉભી થાય એ પહેલાં થી જ આયુષમાન કાર્ડ કઢાવી ને રાખો .  કારણ કે આયુષમાન કાર્ડ ની પ્રોસેસ કર્યા ના તુરંત કાર્ડ હાથ માં આવશે નહિ . આયુષમાન ની પ્રોસેસ કર્યા પછી  પણ  તેને એપૃવ થવા ની પ્રોસેસ માંથી પસાર થવું પડશે. કાર્ડ કઢાવ્યા પછી કાર્ડ એપૃવ થવા આરોગ્ય વિભાગ માં જશે .  જેમાં 1 કલાક થી લઈ ને 48 કલાક કે તેના થી વધુ નો સમય લાગી શકે છે . માટે આયુષમાન અગાવ થી કઢાવી ને રાખવું હિતાવહ છે . 


8. આયુષમાન કાર્ડ ક્યાં અને કેવી રીતે કઢાવવું .

આયુષમાન નો વ્યાપ ખૂબ વધી ગયેલ છે . આયુષમાન કાર્ડ કઢાવવા માટે નીચે મુજબ ના સ્થળ ની મુલાકાત લઈ શકો છો .

1.  ગુજરાત ના મોટા ભાગ ની તમામ ગામ ની ગ્રામપંચાયતો પર ના ઇ - ગ્રામ  ના VCE ( Village Computer Entrepreneur ) દ્વારા આયુષમાન કાર્ડ કાઢવા માં આવે છે .  

2. NFSA ( જેમને રેશન કાર્ડ માં રાશન મળે છે . ) તેવા લાભાર્થીઓ ને તમારા ગામ ના આરોગ્ય કર્મચારી મોબાઈલ એપ દ્વારા આયુષમાંન કાર્ડ ની પ્રોસેસ કરી શકે છે . 

3. તમાંમ આયુષમાન સંલગ્ન હોસ્પિટલમાં માં પણ જરૂરી ડોક્યુમેંન્ટ સાથે આયુષમાન કાર્ડ કાઢી આપવા માં આવશે . 

4. તમામ chc અને phc સેન્ટરો પર ના એકાઉન્ટન્ટ પણ ઇમરજન્સી આયુષમાન કાર્ડ કાઢવા ની પ્રોસેસ કરી શકે છે .

5. હાલ માં પ્લે સ્ટોર માંથી આયુષમાન એપ ડાઉનલોડ કરી ને NFSA ( જેમને રેશન કાર્ડ માં રાશન મળે છે . )  ની યાદી માં જેમનું નામ છે એ તમામ વ્યક્તિ તેમની જાતે જ આ એપ દ્વારા આયુષમાન કાર્ડ કાઢી શકે છે . 
 
                         આયુષમાન કાર્ડ કઢાવવા માટે કોઈ પણ ઓનલાઇન અરજી કે ફોર્મ ભરવા ની જરૂર નથી . આયુષમાન કાર્ડ કઢાવવા માટે સરકાર માન્ય સેન્ટર પર થી ફ્રી માં કાર્ડ કાઢી આપવા માં આવે છે . કાર્ડ કઢાવવા માટે ફક્ત આવક નો દાખલો . રેશન કાર્ડ ની ઝેરોક્ષ . જેમનું કાર્ડ કઢાવવા નું છે તેનું આધાર કાર્ડ . અને વ્યક્તિ પોતે હાજર હોવુ જરૂરી છે . આયુષમાન ની પ્રોસેસ કર્યા બાદ કાર્ડ હાર્ડ કોપી માં કે તેની ઝેરોક્સ પણ માન્ય છે . 

13/10/23 ના નવા નિયમ મુજબ હવે થી દરેક ( NFSA ) યાદી વાળા વ્યક્તિ જાતે જ આયુષમાન કાર્ડ બનાવી શકે છે. જેમની લિંક નીચે આપેલ છે . 

ખાસ નોંધ .. આયુષમાન કાર્ડ ને દર ત્રણ વર્ષ રેન્યુ કરાવવું જરૂરી . રીન્યુ માટે ફરી નવો આવક નો દાખલો આપવો જરૂરી  છે.આયુષમાન કાર્ડ ની ઇમરજન્સી માં જરૂરિયાત ના સમય માં  ઘણા પ્રાઇવેટ કાર્ડ કાઢતા સેન્ટરો વધારે પડતા પૈસા લેતા હોય છે . એ મુશ્કેલી થી બચવા માટે તમારું અને તમારા પરિવાર નું આયુષમાન કાર્ડ અગાવ થી કાઢી ને રાખવું ખૂબ જ હિતાવહ છે.  




*BIS 2.0*


Mobile App & Web Portal પર લાભાર્થીના 

આયુષ્યમાન કાર્ડ બનશે.
હાલ જેવોના આયુષ્યમાન કાર્ડ બનેલા છે તેઓના Add Member અને નવા કાર્ડ BIS 2.0 થી જ બનાવી શકાશે. 

SECC 2011 ના પરિવારના અન્ય સદસ્યોને પણ હવે આ પોર્ટલના માધ્યમથી Add કરી શકાશે.

NFSA પરિવારના તમામ ના આયુષમાન કાર્ડ જાતે જ એપ થી કાઢી શકે છે. 

*નોંધ : BIS Portal 1.0 12/10/23 થી ભારત સરકાર દ્વારા બંધ કરવામાં આવેલ છે*

*હાલ આવકના દાખલા ને આધારે નવા BIS 2.0 Portal પર કાર્ડ બનશે નહીં તેમજ કાર્ડ રીન્યુઅલ પ્રક્રિયા થશે નહીં*



આપ સૌને જાણ કરવામાં આવે છે કે ભારત સરકારે આયુષ્માન એપ લોન્ચ કરી છે, જેમાં હવે રાજ્યનો કોઈપણ નાગરિક પ્લે સ્ટોર પરથી આયુષ્માન એપ ડાઉનલોડ કરીને સરળતાથી પોતાના અને પોતાના પરિવાર માટે કાર્ડ બનાવી શકે છે.

આયુષ્માન એપ લિંક https://play.google.com/store/apps/details?id=com.beneficiaryapp



આ સાથે સામેલ પી.એમ.જે.એ.વાય-મા યોજના/આયુષ્માન ભારત કાર્ડ BIS 2.0  એપ્લિકેશન માં ENROLLMENT કામગીરી કઈ રીતે કરી શકાય તેનું વર્કફ્લો બતાવેલ છે.                                                                                          0. જેમાં સૌ પ્રથમ આપના મોબાઈલ નંબર દ્વારા https://beneficiary.nha.gov.in/ પર લોગીન કરવું .                                                                                  1. ત્યારબાદ રાશન લેતા એન.એફ.એસ.એના કુટુમ્બનો રાશનકાર્ડનો નબર ફેમિલી આ.ડી મા નાખતા કુટુંબના તમામ સભ્યોની વિગતો દેખાશે જેમાં બાકી રહેલા સભ્યો ની સામે CLICK કરવુ.   
                                                                                 2. આધાર કાર્ડ ઓટીપી થી વેરીફાઈ કરવુ.                                                                                                                                              
  3. આધાર કાર્ડમા આવેલા ફોટાની સામે લાઇવ ફોટો અપલોડ કરવાનો થાય છે.                                                                         
4. ફેમીલીના કોઈપણ સભ્યનો મોબાઇલ નંબર નાખી ઓટીપી થી વેરીફાઈ કરવો તથા આધાર કાર્ડ મુજબ પીંનકોડ, ગામ, તાલુકા ,જીલ્લા,ની વિગતો ભરવી.                                                                                                                                                
  5. ત્યારબાદ સબમીટ કરતા ENROLLMENT ની પ્રોસેસ પૂર્ણ થાય છે.                                                                                     

 6. DOWNLOAD પર ક્લિક કરી આયુષ્માન ભારત કાર્ડની PDF લાભાર્થી ને આપવી. 














70 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્માન કાર્ડ મેળવવા માટેની માર્ગદર્શિકા

👉 ગુગલ પ્લે સ્ટોર પરથી "આયુષ્માન" એપ ડાઉનલોડ કરો અને ઓપન કરો 
👉 લોગીન પર ક્લિક કરો 
👉 "લાભાર્થી" પસંદ કરો
👉 આધાર મુજબ મોબાઈલ નંબર એન્ટર કરો અને વેરીફાઈ પર ક્લિક કરો 
👉 OTP દાખલ કરો 
👉 લોગિન સ્ક્રીન ખુલશે, અંત સુધી નીચે સ્ક્રોલ કરો. તમને 70 થી ઉપરના લોકો માટે નોંધણી માટે એક બટન મળશે
👉 બટન પર ક્લિક કરો 
👉 આધાર કાર્ડ નંબર દાખલ કરો અને વેરીફાઈ પર ક્લિક કરો 
👉 બે અલગ અલગ OTP- એક આધાર માટે અને એક મોબાઈલ નંબર માટે આવશે 
👉 બંને OTP કાળજીપૂર્વક દાખલ કરો 
👉 તમે નીચે આધારની વિગતો અને તેની બાજુમાં એક કેમેરા બટન જોશો. 
👉 વરિષ્ઠ નાગરિકનો ફોટો લેવા અને સબમિટ કરવા માટે કેમેરા બટન પર ક્લિક કરો 
👉 આયુષ્માન કાર્ડ "નોંધાયેલ" સ્ટેટસ અને મેસેજ સાથે દેખાશે - આયુષ્માન કાર્ડ પછીથી ડાઉનલોડ કરો

મને આશા છે કે આ માર્ગદર્શિકા મદદરૂપ થશે.🙏



Post a Comment

વધુ નવું વધુ જૂનું