કોઈ પણ બાળક ની ઉંમર અને ઉંચાઈ ના પ્રમાણ માં જરૂરી વજન હોવું ખૂબ જરૂરી છે . ઉંમર મુજબ બાળક નું વજન ઓછું હોય તેવા બાળકો ની કાળજી લેવી ખૂબ જરૂરી છે . ઓછા વજન વાળા બાળકો ની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય છે . માટે બીમાર પડવા ની શક્યતા વધુ હોય છે . તેનો માનસિક વિકાસ પણ નોર્મલ વજન વાળા બાળક કરતા ઓછો રહેવા ની શકયતા છે . બાળક ના શારીરિક અને માનસિક વિકાસ માટે તેની ઉંમર મુજબ નો વજન હોવો ખૂબ જરૂરી છે . માટે ઓછા વજન બાળક ની કાળજી રાખવી ખૂબ જરૂરી છે .
ઓછા વજન વાળા બાળક ની નીચે મુજબ ની કાળજી અને ખોરાક દ્વારા તેનો વજન વધારી શકાય છે .
બાળક ના ઓછા વજન હોવા ના કારણો .
1. ગર્ભાવસ્થા દરમિયાન માતા નો પોષક યુક્ત આહાર લેવા ની કમી / અસમર્થતા .
2. જન્મ સમયે 2500 ગ્રામ કરતા ઓછું વજન સાથે જન્મ .
3. શિશુ નો જન્મ અડધા માસે ( 8. 5 મહિના પહેલા ) જન્મ થયો હોય .
4. શિશુ સ્તન ચુસવામાં અસમર્થ . ( ઓછું સ્તનપાન )
નીચે મુજબ ની કાળજી રાખવા થી બાળક નું વજન વધારી શકાય છે .
સ્તનપાન .....
■ સ્તનપાન એટલે શરૂઆતના છ મહિના એટલે કે 180 દિવસો માટે બાળકને માત્ર માતાનું દૂધ પાવું . માતાનું દૂધ બધા પોષક તત્વો પૂરા પાડે છે અને છ મહિના સુધી બાળકને પાણીની પૂરતી જરૂરિયાત ધરાવે છે; ફક્ત સ્તનપાન કરતા શિશુને બીજી કોઈ વસ્તુ આપવાની રહેતી નથી.
■ જો તમારું બાળક અધૂરા માસે જન્મ્યું છે .તો તેની સૂચવાની ગળવાની અને શ્વાસ લેવાની ક્ષમતા સંપૂર્ણ રીતે પરિપક્વ થઈ નથી અને તેથી તે ધાવણ લેવામાં અસમર્થ છે.
■ સ્તનપાન માટે ધીરજ અને કાળજી ની જરૂર છે કારણ કે બાળક થાકી જશે અને ધાવણ લેતા લેતા તે ઊંઘી જશે તેને ઓછી માત્રામાં ખવડાવવું પડશે . અને ધાવણ લેવા માટે તેને વારંવાર જગાડવાની જરૂર પડશે.
■ બાળક એક સમયે થોડી માત્રામાં જ ધાવણ લઈ શકશે કારણ કે બાળકનું પેટ ખૂબ જ નાનું હોય છે. આથી બાળકને વારંવાર દર 1 થી 2:00 કલાકે દિવસ અને રાત દરમિયાન ધાવણ કરાવવું જરૂરી છે .
■ તમારા બાળકને ધાવણ સિવાય બાળકને બીજું કંઈ પણ આપશો નહીં. સાદુ પાણી પણ નહીં. ગોળનું પાણી. કે મધ . પશુ જેમ કે બકરી કે ગાયનું દૂધ અથવા પાવડરનું દૂધ બિલકુલ આપવાનું નથી.
■ જો તમારો શિશુ ખૂબ જ નબળું હોય અને ધાવણ સૂચવવામાં અસમર્થ હોય તો તમારે તમારા હાથ દ્વારા સ્તનમાંથી દૂધ કાઢી બાળકને ચોખ્ખી વાટકી અને ચમચી વડે પીવડાવવું.
■ જેમ જેમ બાળક સ્તનપાન લેવાની પ્રારંભિક શરૂઆત કરે તેમ તેમ સ્તનમાંથી સીધું ધાવણ લેવાની ટેવ પાડવી જોઈએ.
■ જો તમે વૈકલ્પિક મૌખિક ફીડ્સ દ્વારા અથવા ચમચી અને કપના ઉપયોગ દ્વારા આપી રહ્યા હો તો ખાતરી કરો કે બાળકને આગામી ખોરાક આપતા પહેલા સ્તનમાંથી સીધું દૂધ પીવાની વારંવાર તકો આપવી જોઈએ. જ્યારે તમને લાગે કે હવે તમારુ બાળક અસરકારક રીતે સ્તનપાન કરી શકે છે. ત્યારે તમારે અન્ય પદ્ધતિઓ દ્વારા ખોરાક આપવો બંધ કરવો અને સંપૂર્ણપણે ફક્ત અને ફક્ત સ્તનપાન કરાવવું જોઈએ.
સ્તનપાન માં - ધ્યાન માં રાખવા ના મુદ્દાઓ .
બાળક ને સારી રીતે ધાવણ આપવા માટે તેના અગત્ય ના અમુક મુદ્દાઓ નું ધ્યાન રાખવું જરૂરી છે .
[ 1 ] બાળક ને સ્તનપાન લેવા ની રીત .
● બાળકના આખા શરીરને ટેકો મળવો જોઈએ.
● બાળકનું માથું ડોક. અને પેટ સીધી રેખામાં હોય.
● બાળકનું આખું શરીર માતા તરફ ફરેલું હોવું જોઈએ.
● બાળકનું પેટ માતાના પેટને સ્પર્શતું હોય.
● માતા ટેકો લઈને બેઠેલી હોય કે સુતી હોય પણ સ્વસ્થ હોવી જોઈએ.
● તેની નજર બાળકમાં પરોવાયેલી હોવી જોઈએ.
[ 2 ] બાળક ને વળગાડવા ની યોગ્ય રીત... ( લક્ષણો )
■ બાળકનું મ્હો પહોળું અને ખુલ્લુ હોવું જોઈએ.
■ નીચલો હોઠ બહારની તરફ વળેલો હોવો જોઈએ.
■ બાળકની દાઢી માતાના સ્તનને અડતી હોવી જોઈએ.
■ સ્તનની ડીંટડી ની આસપાસની કાળી ચામડી મોટાભાગે બાળકના મોં માં હોય છે.
[ 3 ] બાળક ને યોગ્ય રીતે વળગાડવા માં તકલીફ ક્યારે થાય .?
◆ બાટલી થી દૂધ અપાતા હોય તો .
◆ સ્તનપાન કરાવવામાં બીન અનુભવી માતા હોય.
◆ કોઈ આવડત વાળી વ્યક્તિનો ટેકો ન મળતો હોય.
◆ સ્તન ની ડીંટડી ખૂપેલી હોય.
[ 4 ] બાળક ને યોગ્ય રીતે વળગાડવા માં ન આવે તો ...
★ માતાને ડીટડી પર ચીરા પડે અથવા સોજો કે દુખાવો થાય.
★ સ્તન પૂરેપૂરું ખાલુ ન થવાથી તેમાં ભરાવો/ સોજો થાય
★ બાળકને પૂરતું ધાવણ ન મળવાથી તેને સંતોષ ન થાય. ભૂખ સંતોષ ન થવાથી તે વારંવાર ડીંટડી પર ચુશ્યા કરે જેથી ચીરા પડે. લોહી નીકળે. અને ખૂબ પીડા થાય.
★ ધાવણ આવવાનું ઓછું થઈ જાય બાળક રડ્યા કરે. ધાવે નહીં અને પરિણામે બાળકનું વજન બરાબર વધે નહીં.
સ્તનમાંથી દૂધ કાઢવા ની પદ્ધતિ ...
● તમારા હાથ ને સાબુ અને ગરમ પાણી થી ધોઈ . તમારું સ્તન અને ડીંટડી બરાબર સાફ કરો .
● તમે એક કપ લઈ . શાંત જગ્યાએ આરામ થી બેસો જેથી દૂધ નો સંગ્રહ તે કપ માં કરો .
● શિશુ ને સ્તનપાન કરાવવા નો પ્રયાસ કરતા રહો . પ્રયાસ કરતા રહેવા થી સ્તન માંથી દૂધ નું વહેંણ ઉત્તેજિત થશે અને શિશુ સીધું ધાવણ લેવા માં સક્ષમ થયું છે કે નહીં તેનું મૂલ્યાંકન કરવામાં મદદરૂપ થશે .
● જો સ્તન કઠણ લાગે તો સમય માટે સ્તન પર ગરમ ટુવાલ વડે શેક કરવો .આમ કરવા થી સ્તન પણ નરમ બનશે અને સ્તન માંથી દૂધ કાઢવા ની પ્રક્રિયા થોડી ઓછી પીડા દાયક બનશે .
● આંગળી ઓ વડે સ્તનની ડીંટડી ઓ ને હળવા હાથે ખેસી ને અથવા રોલ કરી ને તેને ઉત્તેજિત કરો . આ દૂધ ને નીચે ઉતારવા માં મદદ કરશે . સ્તનને જુદી જુદી રીતે માલિશ કરવાથી દૂધ સહેલાઈથી કાઢી શકાશે .
● જ્યારે સ્તન નરમ જોય છે અને સ્તન ની ડીંટડી માંથી દૂધ વહેવા લાગે ત્યારે તેનો સંગ્રહ કપમાં કરવાનો શરૂ કરવું. અંગુઠો અને આંગળી ને એરીઓલા બહાર એકબીજા ની સામે રાખો અને દૂધ ને કાઢવા ધીમે થી એરીઓલા ને દબાવો .
● અંગુઠા અને આંગળીઓની સ્થતી બદલી ને પ્રક્રિયા ને પુનરાવર્તીત કરો .સાથે જ વચ્ચે વચ્ચે સ્તન નો માલિશ કરતા રહો .
● દૂધ નો સંગ્રહ તરત ઠંડી સાફ - સુથરી અને સૂકી જગ્યાએ કરી લો . સંગ્રહ કરેલા ધાવણ ને શિશુ ને પીવડાવતા પહેલા ગરમ કરવાની જરૂર નથી .આ દૂધ નો વપરાશ 6 કલાક ની અંદર - અંદર કરી લેવો .
● હાથ થી કાઢેલ માતાના દૂધ ના સંગ્રહ અંગે માતાને સમજણ .
1. 6 કલાક સુધી ઓરડા ના તાપમાન માં બંધ પાત્ર માં રાખી શકાય છે .
2. સ્તન માંથી કાઢેલ દૂધ ને 6 કલાક ની અંદર પાવામાં ન આવે તો પછી તેનો નિકાલ કરી દેવો .
3. સામાન્ય રેફ્રિજરેટર ( 2°c થી 8°c ) ના મુખ્ય ખાના માં 24 કલાક સુધી રાખી શકાય છે.
કાંગારું મધર કેર .
● જ્યાં સુધી તમારા શિશુ નું વજન ના વધે અને જાતે જ ધાવણ લેવા સક્ષમ ન બને ત્યાં સુધી શિશુ માટે બીજી સૌથી મહત્વ ની બાબત છે કાંગારું મધર કેર ( KMC )
● કાંગારું મધર કેર યોગ્ય રીતે સ્તનપાન કરાવવા માં . તમારા બાળકને હૂંફ આપવા મા અને તમારા બાળક મા વારંવાર થતા ચેપ ને રોકવામાં મદદ કરશે .તમારી અને તમારા શિશુ વચ્ચે ના સબંધ ને મજબૂત કરવામાં પણ મદદરૂપ થશે .
કાંગારું મધર કેર . કરાવવા ની પદ્ધતિ .
◆ તમારા શિશુ ને કપડાં પહેરાવ્યા વિના ત્વચા થી ત્વચા નો સ્પર્શ થાય તે રીતે તમારી છાતી એ વળગાવો .
◆ તમારું બાળક કપડાં વગર નું હોવું જોઈએ . બાળક ને શરદી ન થાય તે માટે ટોપી અને મોજા પહેરાવી રાખો.
◆ આમ શિશુ ને છાતી એ વળગાવ્યા પછી તેની ઉપર શાલ . નરમ કપડા નો ટુકડો અથવા દુપટ્ટો ઓઢાડી શકો છો .
◆ ખાતરી કરો કે બાળક ને આરામદાયક સ્થિતિ રાખવા માં આવે જેથી તે શ્વાસ લઈ શકે અને સરળતા થી સ્તનપાન કરી શકે .
◆ તમે આ તકનીક નો ઉપયોગ બધી પરિસ્થિતિ ઓમાં કરી શકો છો - ઊંઘતી વખતે , ઉભા રહેતી વખતે અથવા કામ કરતી વખતે , વગેરે .
◆ નબળા નવજાત શિશુ ની સંભાળ રાખવા માટે તમારા પરિવાર માંથી કોઈ પણ અન્ય સભ્ય જેવા કે પિતા કે દાદી પણ
કાંગારું મધર કેર આપી શકે છે. જેથી માતા ને પૂરતો આરામ મેળવી શકે .
◆ જ્યાં સુધી તમને ફાવે ત્યાં સુધી તમે કાંગારું મધર કેર ની પ્રેક્ટિસ કરી શકો છો .બાળક યોગ્ય રીતે સ્તનપાન શરૂ કરે , અને બાળક નું વજન 2.5 કિલો ગ્રામ સુધી વધે અને એક મહિના થાય ત્યાં સુધી તો જરૂર થી બાળક ને કાંગારું મધર કેર આપવું જોઈએ .
કાંગારૂ મધર કેરના ફાયદા
- બાળકના શરીરનું ઉષ્ણતામાન યોગ્ય રીતે જળવાઈ રહે છે. બાળક ઠંડુ નથી પડતું કે, વધુ પડતું ગરમ પણ નથી થઈ જતું. બાળકને હાઈપોથર્મિયા થતા બચાવી શકાય છે.
- બાળકને અન્ય કોઈ ચેપ લાગવાની શક્યતા ઓછી રહે છે.
- માતાના બે સ્તન વચ્ચે રાખી બાળકને મળતા સતત સ્પર્શને લીધે માતાને ધાવણ વધુ આવે છે. બાળકને વારંવાર ધવડાવવાનું સહેલું પડે છે.
- કાંગારૂ મધર કેર' પદ્ધતિથી બાળકને સ્તનપાન કરવામાં ખૂબ જ સગવડ રહે છે. આ કારણે બાળકનું વજન સારી રીતે વધે છે, બાળકનો માનસિક વિકાસ પણ વધુ સારો થાય છે.
- માતાને આત્મસંતોષ તેમજ આત્મવિશ્વાસ વધે છે અને બાળસંભાળમાં સક્રિય ભાગીદારીને લીધે તે ધન્યતા અનુભવે છે. માતાની માનસિક તાણ ઓછી થાય છે.
- બાળકના શ્વાસોચ્છવાસ અને હૃદયના ધબકારાની નિયમિતતા જળવાઈ રહે છે.
- નવજાત શિશુને ઓછા દિવસ દવાખાનામાં રહેવું પડે છે. આથી દવાખાનાનો ખર્ચ ઓછો થઈ જાય છે.
ક્યા બાળકો માટે કાંગારુ મધર કેર વધુ ફાયદાકારક
૧.૮થી ૨ કિ.ગ્રા. વજનવાળા બાળકો માટે આ સર્વશ્રેષ્ઠ પદ્ધતિ છે. ૧.૮ કિ.ગ્રા. થી ઓછા વજનવાળા બાળકો જેમને સઘન સારવારની જરૂર નથી અથવા સઘન સારવાર પૂરી થયા બાદ માતાને સોંપવામાં આવ્યા હોય તેવા બાળકો માટે આ શ્રેષ્ઠ પદ્ધતિ છે. નવજાત શિશુ સાથે મુસાફરી કરતી વખતે અથવા તેમને કોઇ તકલીફને કારણે દવાખાનામાં દાખલ કરતી વખતે આ પદ્ધતિ વરદાનરૂપ સાબિત થઇ શકે છે. શરૂમાં માતાને ન ફાવે, પણ સમય જતાં માતા અને બાળક બંને અનુકૂળ થઇ જતા હોય છે. ક્યાં સુધી? ઓછા વજનવાળું બાળક ૨.૫ કિ.ગ્રા. નું થાય ત્યાં સુધી રાખી શકાય. તે પછી પણ રાખી શકાય, પરંતુ ત્યાર બાદ બાળકનું હલનચલન વધવા માંડે. આથી માતાને તકલીફ વધી જતી હોય છે. માતાને પડતી તકલીફ ઘરમાં કે સામાજિક રીતે અસહકારની સંભાવના રહે છે. બાળકને કંઇ થઇ જશે તેમ લોકો ડરાવતા હોય છે. બાળક પેશાબ- ઝાડો કરે તો થોડી તકલીફ પડે. ઉનાળામાં ગરમીને કારણે માતાને પરેશાની થઇ શકે છે.
ઓછા વજન વાળા બાળકો ની સ્વચ્છતા .
■ શિશુને હાથમાં લેતા પહેલા સાબુ અને પાણી વડે યોગ્ય રીતે હાથ ધોઈ લેવા . ધોયેલા હાથોને ચુકા થવા દેવા અથવા સાફ કપડાં વડે લૂછી લેવા જોઈએ.
■ સુવાળા સાફ કપડાની લંગોટ બનાવવી અને જ્યારે બાળક પેશાબ અથવા ઝાડો કરે ત્યારે તરત જ બદલી કાઢવી.
■ ડુંટીની નાળને સાફ અને સુકી રાખવી તેના ઉપર કંઈ પણ લગાવવું નહીં.
■ સંગ્રહ કરેલા ધાવણને સાફ ઠંડી જગ્યાએ રાખવું અને જ્યારે તેનો ઉપયોગ ન થતો હોય ત્યારે તેને ઢાંકીને રાખવું.
■ બાળકને સ્તનમાંથી કાઢેલું ધાવણ પાવા સાફ - સુથરી વાટકી અને ચમચી નો ન જ ઉપયોગ કરવો જોઈએ..
ટિપ્પણી પોસ્ટ કરો