જનની શિશુ સુરક્ષા યોજના ( JSSK ) વિશે સંપૂર્ણ માહિતી .

જનની શિશુ સુરક્ષા યોજના ( JSSK ) વિશે સંપૂર્ણ માહિતી .


  જનની શિશુ સુરક્ષા યોજના  (JSSK )  વિશે માહિતી. 


1. જનની શિશુ સુરક્ષા યોજના ની માહિતી .

2. જનની શિશુ સુરક્ષા યોજના ના હેતુઓ .

3. જનની શિશુ સુરક્ષા યોજના  સહાય કોને મળી શકે ?

4. જનની શિશુ સુરક્ષા યોજના માં કઈ કઈ સેવાઓ મળે છે . ? 

5. જનની શિશુ સુરક્ષા યોજના  ક્યાં અને કેવી રીતે લાભ લઇ શકાય ? 


1. જનની શિશુ સુરક્ષા યોજના ની માહિતી.

      જનની શિશુ સુરક્ષા યોજના ભારત સરકાર ની મુખ્ય યોજના છે . આ યોજના 1 લી જૂન 2011 ના રોજ શરૂ કરવા માં આવેલ છે . આ યોજના અંતર્ગત  આર્થિક વંચિત અને  છેવાડા  હાંસિયામાં ધકેલાય ગયેલા સમુદાય ની તમામ સગર્ભા માતાઓ ને અને  નવજાત શિશુ ને 1 વર્ષ સુધી ની સારવાર  તમામ સરકારી દવાખાનાઓ માં મફત કેસલેશ સારવાર આપવા માં આવે છે .   તમામ સારવાર મફત આપવા મા આવે છે .  આ યોજના કેસલેશ ધોરણે કાર્ય કરે છે . જેનો અર્થ એ છે કે લાયક લાભાર્થી ઓ એ આ યોજના હેઠળ આવરી લીધેલ સેવાઓ માં કઈ પણ ચુકવવા ની જરૂર નથી . આ યોજના માં કેશ લેસ પરિવહન . મફત પ્રસુતિ .  મફત દવાઓ . મફત નિદાન . મફત સોનોગ્રાફી .મફત રક્ત  જેવી તમામ સેવાઓ તમામ સરકારી દવાખાના ઓ માં આપવા માં આવે છે.  

2. જનની શિશુ સુરક્ષા યોજના ના હેતુઓ .

    જનની શિશુ સુરક્ષા યોજના ના મુખ્ય હેતુઓ માં હાંસિયામાં ધકેલાય ગયેલા છેવાડા ના સમુદાયો ની સગર્ભા માતાઓ અને નવજાત શિશુઓ ને મફત માતૃત્વ અને નવજાત આરોગ્ય સંભાળ સેવાઓ આપવા નો છે.  વંચિત સમુદાયો ની જરૂરિયાતમંદ  સગર્ભા માતાઓ અને નવજાત શિશુઓ ને સમયસર તબીબી સહાય અને સંભાળ પુરી પાડી ને માતા અને શિશુ મૃત્યુદર ઘટાડવા નો મુખ્ય હેતુ છે . 

3. જનની શિશુ સુરક્ષા યોજના  સહાય કોને મળી શકે ?
         
     જનની શિશુ સુરક્ષા યોજના અંતર્ગત  તમામ સગર્ભા માતાઓ ને તમામ સરકારી દવાખાના ઓ માં મફત પ્રસુતિ અને પ્રસુતિ બાદ 42 દિવસ સુધી અને નવજાત શિશુ ને 1 વર્ષ સુધી તમામ સરકારી દવાખાનાઓ માં નિઃ શુલ્ક આરોગ્ય સારવાર આપવા માં આવે છે .

4. જનની શિશુ સુરક્ષા યોજના માં કઈ કઈ સેવાઓ મળે છે . ? 

    જનની શિશુ સુરક્ષા યોજના અંતર્ગત તમામ સરકારી દવાખાનાઓ માં નીચે મુજબ ની સેવાઓ આપવા માં આવે છે. 

1. સગર્ભા માતાઓ ને મળવા પાત્ર સેવાઓ .

 મફત સંસ્થાકીય પ્રસૂતિસેવા

■  નિઃ શુલ્ક સીઝેરીયન સેવા

■  મફત દવા, સર્જીકલ અને અન્ય સામગ્રી

■  મફત લેબોરેટરી સેવાઓ - લોહીની તપાસ, પેશાબની તપાસ

■  મફત સોનોગ્રાફી તપાસ

■ હોસ્પિટલમાં રહે તે દરમ્યાન નિઃશુલ્ક ભોજન (સામાન્ય પ્રસૂતિ માટે ૩દિવસ, અને સીઝેરીયન બાદ ૭ દિવસ)

■ જરૂર પડે ત્યારે નિઃશુલ્ક રક્ત

■ મફત એમ્બ્યુલન્સ સેવા - ઘરેથી હોસ્પિટલ, હોસ્પિટલથી મોટી હોસ્પિટલ તથા ઘરે પરત

■ હોસ્પિટલની કોઈ પણપ્રકારની ફીમાંથી મુક્તિ. 




2. નવજાત શિશુ ને 1 વર્ષ સુધી મળવા પાત્ર સેવાઓ .

નિઃશુલ્ક સારવાર

● મફત દવા, સર્જીકલ અને અન્ય સામગ્રી

● આ મફત લેબોરેટરી સેવાઓ છે .

● જરૂર પડે ત્યારે નિઃશુલ્ક રક્ત

મફત એમ્બ્યુલન્સ સેવા - ઘરે થી હોસ્પિટલ, હોસ્પિટલથી મોટી હોસ્પિટલ તથા ઘરે પરત

● હોસ્પિટલની કોઈ પણ પ્રકારની ફી માંથી મુક્તિ. 


5.  જનની શિશુ સુરક્ષા યોજના  ક્યાં અને કેવી રીતે લાભ લઇ શકાય ? 

     જનની શિશુ સુરક્ષા યોજના ( jssk ) નો લાભ મેળવવા માટે  પ્રસુતિ   કોઈ પણ સરકારી દવાખાના માં જવા નું રહેશે
કોઈ પણ સરકારી દવાખાના માં પ્રસુતિ કરાવવા થી આ યોજના નો લાભ ને પાત્ર બની શકાય છે. 



Post a Comment

વધુ નવું વધુ જૂનું