મફત તબીબી સહાય યોજના ( ગંભીર રોગો માં મળતી સહાય ) વિશે સંપૂર્ણ માહિતી .

મફત તબીબી સહાય યોજના ( ગંભીર રોગો માં મળતી સહાય ) વિશે સંપૂર્ણ માહિતી .


વિવિધ ગંભીર રોગો માં મળતી મફત તબીબી સહાય ની સંપૂર્ણ  માહિતી . 


1. મફત તબીબી યોજના શુ છે . ?

2. મફત તબીબી યોજના ના હેતુઓ . 

3.  મફત તબીબી સહાય કોને મળવા માત્ર છે. ?

4.  ક્યાં ક્યાં રોગો માં કેટલી કેટલી તબીબી સહાય મળે છે . ?  અને જરૂરી ડોક્યુમેન્ટો ( દસ્તાવેજો ) ? 

5.  મફત તબીબી સહાય ક્યાં થી અને કેવી રીતે મેળવી શકાય છે ? 




1. મફત તબીબી યોજના શુ છે . ?

      મફત તબીબી સહાય યોજના  એ ગુજરાત સરકાર ની  ગંભીર રોગો થી પીડાતા ગરીબ મધ્યમ વર્ગ ના લોકો માટે એક વરદાન રૂપ છે . આ એક એવી યોજના છે . કે જેમાં  ગંભીર રોગો જેવા કે  ટી.બી .કેન્સર. લેપ્રસી . Hiv ( ઍઈડ્સ ) .   . અતિ કુપોષિત બાળકો . એનિમિક માતા . અને  ડેન્ગ્યુ  જેવા  ગંભીર રોગો થી પીડાતા ગરીબ અને મધ્યમ વર્ગ ના  દર્દીઓ ને સરકાર દ્વારા ગંભીર રોગો ની  દવાઓ પણ મફત આપવા માં આવે છે તેની સાથે દવાઓ શરૂ હોય ત્યાં સુધી તેના પોષણ માટે  આર્થિક સહાય પણ   આપવા માં આવે છે . તેને મફત તબીબી સહાય  યોજના કહેવામાં આવે છે . 

2. મફત તબીબી યોજના ના હેતુઓ . 
     
     મફત તબીબી યોજના ના મુખ્ય હેતુ એ છે કે ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકો ને જો ટી.બી .કેન્સર. લેપ્રસી . Hiv ( ઍઈડ્સ ) . અતિ કુપોષિત બાળકો . એનિમિક માતા . અને  ડેન્ગ્યુ જેવી ગંભીર બીમારીઓ લાગુ પડે તો  તેના પરિવાર ઉપર ઘણી બધી મુશ્કેલી ઓ નો સામનો કરવો પડે. અને આવી બીમાંરી ઓ માંથી  જલ્દી બહાર નીકળવા માટે દર્દી એ સમયસર દવાઓ ની સાથે પોષણ યુક્ત આહાર ની પણ ખૂબ જરૂરિયાત હોય છે . આમ દર્દી પોષણ યુક્ત આહાર મેળવી શકે અને ગંભીર બીમારી માંથી જલ્દી સાજા થઈ શકે  એ હેતુ થી આ તમામ બીમારીઓ માં સરકાર દ્વારા મફત તબીબી સહાય દર માસે આપવા માં આવે છે . 

3. મફત તબીબી સહાય કોને મળવા માત્ર છે. ?
      
     ગ્રામ્ય અને શહેરી વિસ્તાર ના ગરીબ અને મધ્ય8મ વર્ગ ના તમામ એવા દર્દી કે જેઓ ની  નીચે મુજબ ની ગંભીર બીમારીઓ ની દવાઓ શરૂ હોય . ટી.બી .કેન્સર. લેપ્રસી . Hiv ( ઍઈડ્સ ) અતિ કુપોષિત બાળકો . એનિમિક માતા . અને  ડેન્ગ્યુ. ઉપરોક્ત તમામ દર્દીઓ ની જેમની  સરકારી દવાખાના માંથી સારવાર ( દવાઓ ) શરૂ હોય તેવા તમામ દર્દીઓ ને મફત તબીબી સહાય યોજના નો લાભ  દર મહીને અથવા એક વાર સહાય મળવા ને પાત્ર છે .


     
4 .  ક્યાં ક્યાં રોગો માં કેટલી કેટલી તબીબી સહાય મળે છે . ?  અને જરૂરી ડોક્યુમેન્ટો ( દસ્તાવેજો ) ? 


 (1) ટી.બી ...

      કોઈ પણ સરકારી હોસ્પિટલમાં ટી.બી નો રિપોર્ટ પોઝીટીવ તેમને સારવાર પર મુકાતા   તમામ દર્દીઓ ને જ્યાં સુધી સારવાર શરૂ રહે ત્યાં સુધી દર માસે  રૂ. 1000 લેખે દર્દી ના બેન્ક ખાતા માં સહાય આપવા માં આવે છે . 

 ટી.બી ની મફત તબીબી સહાય ની સહાય લેવા માટે નીચે મુજબ ના તમામ જરૂરી ડોક્યુમેન્ટો તમારા ગામ ના આરોગ્ય કર્મચારી mphw / fhw ને આપવા જરૂરી છે . જે તેમનું મફત તબીબી સહાય નું ફોર્મ ભરી ને લાગુ પડતું phc ( પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ) માં જમા કરાવશે phc તાલુકા હેલ્થ ઓફીસ માં ફોર્મ જમા કરાવશે . ત્યાર બાદ થી દર્દી ને દર મહિને ઉપરોક્ત 1000 ની  સહાય તેમના બેન્ક ખાતા માં મળે છે .

 જરૂરી ડોક્યુમેન્ટો ( દસ્તાવેજો )

મફત તબીબી સહાય નું ફોર્મ .
◆આધાર કાર્ડ ની ઝેરોક્ષ .
◆ રેશન કાર્ડ ની ઝેરોક્ષ
◆ જાતિ નો દાખલો . 
◆ આવક નો દાખલો .
◆ બેન્ક પાસ બુક ની  ઝેરોક્ષ
◆ ટી.બી નું ટ્રીટમેન્ટ કાર્ડ ની ઝેરોક્ષ
◆ 2 પાસપોર્ટ ફોટા . 

( 2 ) કેન્સર ... 

    કોઈ પણ પ્રકાર ના કેન્સર ની સારવાર શરૂ હોય તેવા તમામ દર્દીઓ ને દર માસે મફત તબીબી સહાય યોજના અંતર્ગત દવા શરૂ હોય ત્યાં સુધી દર માસે  રૂ .1000  અંકે હજાર ની સહાય દર્દી ના બેન્ક ખાતા માં  આપવા માં આવે છે . 
 
કેન્સર ની મફત તબીબી સહાય ની સહાય લેવા માટે નીચે મુજબ ના તમામ જરૂરી ડોક્યુમેન્ટો તમારા ગામ ના આરોગ્ય કર્મચારી mphw / fhw ને આપવા જરૂરી છે . જે તેમનું મફત તબીબી સહાય નું ફોર્મ ભરી ને લાગુ પડતું phc ( પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ) માં જમા કરાવશે phc એ તમામ ફોર્મ તાલુકા હેલ્થ ઓફીસ માં જમા કરાવશે   ત્યાર બાદ થી દર્દી ને દર મહિને ઉપરોક્ત  1000 ની સહાય તેમના બેન્ક ખાતા માં મળે છે .

જરૂરી ડોક્યુમેન્ટો ( દસ્તાવેજો )

◆ મફત તબીબી સહાય નું ફોર્મ .
◆આધાર કાર્ડ ની ઝેરોક્ષ .
◆ રેશન કાર્ડ ની ઝેરોક્ષ
◆ જાતિ નો દાખલો . 
◆ આવક નો દાખલો .
◆ બેન્ક પાસ બુક ની ઝેરોક્ષ
◆ 2 પાસપોર્ટ ફોટા . 
◆ કેન્સર નું ટ્રીટમેન્ટ કાર્ડ ની  ઝેરોક્ષ. 

( 3 ) લેપ્રસી...  
   
        કોઈ પણ સરકારી હોસ્પિટલમાં લેપ્રસી નો રિપોર્ટ પોઝીટીવ આવતા  તેમને સારવાર પર મુકાતા   તમામ દર્દીઓ ને જ્યાં સુધી સારવાર શરૂ રહે ત્યાં સુધી દર માસે  રૂ. 800 લેખે 11 મહિના સુધી  દર્દી ના બેન્ક ખાતા માં સહાય આપવા માં આવે છે .  

લેપ્રસિ ની  મફત તબીબી સહાય ની સહાય લેવા માટે નીચે મુજબ ના તમામ જરૂરી ડોક્યુમેન્ટો તમારા ગામ ના આરોગ્ય કર્મચારી mphw / fhw ને આપવા જરૂરી છે . જે તેમનું મફત તબીબી સહાય નું ફોર્મ ભરી ને લાગુ પડતું phc ( પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ) માં જમા કરાવશે . અને phc એ તમામ ફોર્મ તાલુકા હેલ્થ ઓફીસ માં જમા કરાવશે .  ત્યાર બાદ થી દર્દી ને દર મહિને  800 ની રકમ  સહાય તેમના બેન્ક ખાતા માં મળે છે .

જરૂરી ડોક્યુમેન્ટો ( દસ્તાવેજો )

◆ મફત તબીબી સહાય નું ફોર્મ .
◆આધાર કાર્ડ ની ઝેરોક્ષ .
◆ રેશન કાર્ડ ની ઝેરોક્ષ
◆ જાતિ નો દાખલો . 
◆ આવક નો દાખલો .
◆ બેન્ક પાસ બુક ની ઝેરોક્ષ
◆ 2 પાસપોર્ટ ફોટા . 
◆ લેપ્રસિ  નું ટ્રીટમેન્ટ કાર્ડ ની  ઝેરોક્ષ. 

( 4 )  HIV ( ઍઈડ્સ ) ... 

        કોઈ પણ સરકારી હોસ્પિટલમાં Hiv ( ઍઈડ્સ ) નો રિપોર્ટ પોઝીટીવ આવતા  તેમને સારવાર પર મુકાતા   તમામ દર્દીઓ ને જ્યાં સુધી સારવાર શરૂ રહે ત્યાં સુધી દર માસે  રૂ500  લેખે દર મહિને   દર્દી ના બેન્ક ખાતા માં સહાય આપવા માં આવે છે .  
Hiv ( ઍઈડ્સ )  ની  મફત તબીબી સહાય ની સહાય લેવા માટે નીચે મુજબ ના તમામ જરૂરી ડોક્યુમેન્ટો તમારા ગામ ની નજીક ના દરેક  chc ( સામુહિક આરોગ્ય કેન્દ્ર ) ART સેન્ટર પર થી  hiv કાઉન્સલર ની મુલાકાત કરવા થી ત્યાં થી  તેમનું મફત તબીબી સહાય નું ફોર્મ ભરી ને લાગુ પડતા જીલા  માં જમા કરાવશે  ત્યાર બાદ થી દર્દી ને દર મહિને  500 ની રકમ  સહાય તેમના બેન્ક ખાતા માં મળે છે. 


HIV પોઝીટીવ દર્દી ને મળતા અન્ય લાભો .

કોઈ પણ વ્યક્તિ  hiv પોઝીટીવ આવતા તેમને bpl કાર્ડ કાઢી આપવા માં આવે છે.  ( વધુ માહિતી માટે chc ના hiv કાઉન્સલર  ની મુલાકાત કરવી . ) 

● જે સ્ત્રી ના પતિ નું મૃત્યુ થયેલ હોય તેવી hiv પોઝીટીવ  સ્ત્રી  ને અંત્યોદય કાર્ડ નીકળી શકે છે . ( વધુ માહિતી માટે chc ના hiv કાઉન્સલર  ની મુલાકાત કરવી . ) 

●  hiv પોઝીટીવ દર્દી ઓ ને સમયાંતરે મામલતદાર કચેરી માંથી  સહાય કીટ નું વિતરણ પણ કરવા મા આવે છે . ( વધુ માહિતી માટે chc ના hiv કાઉન્સલર  ની મુલાકાત કરવી . ) 

જરૂરી ડોક્યુમેન્ટો ( દસ્તાવેજો )

◆ મફત તબીબી સહાય નું ફોર્મ .
◆આધાર કાર્ડ ની ઝેરોક્ષ .
◆ રેશન કાર્ડ ની ઝેરોક્ષ
◆ જાતિ નો દાખલો . 
◆ આવક નો દાખલો .
◆ બેન્ક પાસ બુક ની ઝેરોક્ષ
◆ 2 પાસપોર્ટ ફોટા . 
◆ HIV ( ઍઈડ્સ )  નું ટ્રીટમેન્ટ કાર્ડ ની  ઝેરોક્ષ. 




( 5 )  એનિમિક  સગર્ભામાતા .....

     એનિમિક સગર્ભામાતા ( 7 % કરતા ઓછું hb ) ધરાવતી એનિમિક સગર્ભામાતા ને મફત તબીબી સહાય યોજના અંતર્ગત 150 ની સહાય આપવા માં આવે છે . 

આ યોજના નો લાભ માટે આરોગ્ય કર્મચારી ( mphw ) પાસે મફત તબીબી સહાય નું ફોર્મ ભરી ને કર્મચારી જે તે phc ( પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ) માં જમા કરાવશે phc તાલુકા હેલ્થ ઓફીસ માં ફોર્મ જમા કરાવશે . ત્યાર બાદ થી લાભાર્થી ને એક જ વખત ઉપરોક્ત રૂ 150 ની  સહાય લાભાર્થી ના બેન્ક ખાતા માં મળે છે .

જરૂરી ડોક્યુમેન્ટ ....

◆ મફત તબીબી સહાય નું ફોર્મ .
◆આધાર કાર્ડ ની ઝેરોક્ષ .
◆ રેશન કાર્ડ ની ઝેરોક્ષ
◆ જાતિ નો દાખલો . 
◆ આવક નો દાખલો .
◆ બેન્ક પાસ બુક ની  ઝેરોક્ષ
◆ મમતા કાર્ડ  ની ઝેરોક્ષ
◆ 2 પાસપોર્ટ ફોટા . 




∆    અન્ય આરોગ્ય લગત સહાય    ∆


{ 1 }  CMTC ( Child Malnutrition Treatment Centre )  માં અતિ કુપોષિત બાળકો ને સહાય .
 
 ગતિશીલ ગુજરાત અંતર્ગત રાજ્ય ના તમામ chc ( સામુહિક આરોગ્ય કેન્દ્ર ) પર બાલ સેવા કેન્દ્ર ( CMTC ) શરૂ છે . જે માં અતિ કુપોષિત બાળકો ને 14 દિવસ દાખલ કરી ને પોષણ યુક્ત આહાર અને  સારવાર કરવા મા આવે છે.  જે બાળક ને cmtc માં 14 દિવસ દાખલ કરવા માં આવે છે . તે બાળક ને 14 દિવસ ના  દરરોજ ના 100 લેખે 1400 તેમજ આવવા જવા ના ભાડાં રૂપે  કુલ 200 મળી ને રૂ. 1600 ની સહાય આપવા માં આવે છે . તેમજ 14 દિવસ cmtc સારવાર બાદ 3 વાર ના ફોલોપ તપાસ કરાવવા આવવા જવા ના 3  તપાસ  ના  દરેક તપાસ ના 300 મળી ને કુલ મળી ને રૂ. 900  આપવા માં આવે છે . એટલે કે 14 દિવસ ની સારવાર  ના 1600 અને કુલ 3 તપાસ  ના 900  મળી ને  કુલ . રૂ.  2500 ( બે હજાર પાંચસો  ) ની સહાય આપવા આ આવે છે . 

જરૂરી ડોક્યુમેન્ટ ....

1. મમતા કાર્ડ ની ઝેરોક્ષ 
2. સંદર્ભ કાર્ડ ની ઝેરોક્ષ. ( rbsk ટીમ આપશે ) 
3. chc કેસ પેપર 
4. ડીચાર્જ કાર્ડ ( cmtc કર્મચારી આપશે .) 
લાભાર્થી ના બેન્ક પાસ બુક ની ઝેરોક્ષ . 

નોંધ....Cmtc ની સહાય મેળવવા માટે cmtc ના કર્મચારી નો સંપર્ક કરવો .

{ 2 }  જોખમી સગર્ભા માતા ... 

       તમામ જોખમી સગર્ભા માતાઓ ને પોષણ યુક્ત ખોરાક લેવો અંત્યત જરૂરી છે . માતા ના પોષણ યુક્ત આહાર   ની સીધી અસર તેના આવનાર બાળક પર પણ પડે છે .  માટે સગર્ભા માતા ઓ ને તમામ ગામ ની આગણવાડી કેન્દ્ર પર થી પોષણયુક્ત આહાર ના રૂપ માં માતૃશક્તિ ના પેકેટ પણ મફત માં  આપવા માં આવે છે . 

આ સાથે જે સગર્ભા માતા જો જોખમી  છે .તો  તેમને રાજ્ય સરકાર દ્વારા  કોઈ પણ સરકારી હોસ્પિટલ માં Pmsm  ( પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન ) કેમ્પ અંતર્ગત સરકારી દવાખાને જઈ ને  સગર્ભાવસ્થા દરમિયાન કુલ 3 તપાસ કરાવવા   માટે જાય તો આવવા જવા ના વાહન ભાડાં પેટે  તેને દરેક તપાસ ના 100 લેખે કુલ . 300 ની સહાય લાગુ પડતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર થી લાભાર્થી ના બેન્ક ખાતા માં નાખવા માં આવે છે . જોખમી સગર્ભા માતા ની તપાસ બાદ આ યોજના નો લાભ મેળવવા માટે તમારા ગામ ના આરોગ્ય કર્મચારી ( fhw ) નર્સ બહેન અને તમારા ગામ ના આશા બહેન  નો સંપર્ક કરવો .  

જરૂરી ડોક્યુમેન્ટ ....

1. મમતા કાર્ડ ની ઝેરોક્ષ 
2. લાભાર્થી ના બેન્ક પાસ બુક ની ઝેરોક્ષ . 


{ 3 }   ડેન્ગ્યુ પોઝીટીવ 

         કોઈ પણ સરકારી હોસ્પિટલમાં ડેન્ગ્યુ પોઝીટીવ  નો રિપોર્ટ  આવતા .  ફક્ત એક વાર માટે  ડેન્ગ્યુ પોઝીટીવ દર્દી ના બેન્ક ખાતા માં   રૂ600   ની સહાય   દર્દી ના બેન્ક ખાતા માં સહાય આપવા માં આવે છે .  

ડેન્ગ્યુ પોઝીટીવ ની સહાય  લેવા માટે નીચે મુજબ ના તમામ જરૂરી ડોક્યુમેન્ટો તમારા ગામ ના આરોગ્ય કર્મચારી mphw  ને આપવા જરૂરી છે . એ તમામ  ડોક્યુમેન્ટો  mphw દ્વારા લાગુ પડતું phc ( પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ) માં જમા કરાવશે . અને phc એ તમામ ડોક્યુમેન્ટ તાલુકા હેલ્થ ઓફીસ માં જમા કરાવશે .  ત્યાર બાદ  દર્દી ને એક વખત  600 ની સહાય તેમના બેન્ક ખાતા માં જમા કરવા માં આવે છે . 

જરૂરી ડોક્યુમેન્ટો ( દસ્તાવેજો )

ડેન્ગ્યુ પોઝીટીવ નો રિપોર્ટ ની નકલ 

દર્દી ના આધાર કાર્ડ ની નકલ 

દર્દી ના બેન્ક પાસ બુક ની ઝેરોક્ષ 





∆  કુટુંબ કલ્યાણ ના લાભાર્થી ને મળતી સહાય . ∆

【 1 】સ્ત્રી નસબંધી . ( T. L ) 

      કુટુંબ કલ્યાણ યોજના અંતર્ગત  ગ્રામ્ય અને શહેરી તમામ સ્ત્રી ઓને  કાયમી સ્ત્રી નસબંધી કરાવવા થી નીચે મુજબ ની સહાય લાગુ પડતા phc ( પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ) પર થી લાભાર્થી ના બેન્ક ખાતા માં આપવા માં આવે છે . 

★ કોઈ પર સરકારી હોસ્પિટલ માં સ્ત્રી નસબંધી ( t.l ) કરાવવા થી ઓપરેશન કરાવેલ લાભાર્થી ને 1400 ની સહાય આપવા માં આવે છે . 

★ કોઈ પર સરકારી હોસ્પિટલ માં  પ્રસુતિ ના 7 દિવસ ની અંદર સ્ત્રી નસબંધી ( t.l ) કરાવવા થી ઓપરેશન કરાવેલ લાભાર્થી ને 2200 ની સહાય આપવા માં આવે છે . 


★  પોતાના ગામ ના આરોગ્ય કર્મચારી  ( mphw / fhw / આશા ) સાથે  જઈ ને માન્ય  સરકાર માન્ય પ્રાઇવેટ હોસ્પિટલ માં પણ જો સ્ત્રી નસબંધી ( t.l ) કરાવવા થી ઓપરેશન કરાવેલ લાભાર્થી ને 1000 ની સહાય આપવા માં આવે છે . 

જરૂરી ડોક્યુમેન્ટો ( દસ્તાવેજો ) 

સ્ત્રી નસબંધી નું ફોર્મ . 

સ્ત્રી નસબંધી કરાવનાર લાભાર્થી નું અને પતિ નું આધાર કાર્ડ . 

પ્રસુતિ ના 7 માં સ્ત્રી નસબંધી કરાવનાર લાભાર્થી ના બાળક ના જન્મ તારીખ ના દાખલા ની નકલ .

●  લાભાર્થી ના બેન્ક પાસ બુક ની ઝેરોક્ષ. 


@          કોઈ કારણ સર વ્યંધીકરણ  (નસબંધી ) બાદ દવાખાના માં મરણ ( કુટુંબ નિયોજન  ઓપરેશન શસ્ત્રક્રિયા દરમિયાન મૃત્યુ થયેલ હોય તો ) અથવા ઓપરેશન દવાખાના માં થી રજા  બાદ 7 દિવસ ની અંદર મૃત્યુ થાય તો . 200000 બે લાખ NHM બજેટ માંથી અને 200000 બે લાખ રાજ્ય સરકાર  ના બજેટ માંથી કુલ મળી ને 400000 ચાર લાખ ની સહાય આપવા માં આવે છે . 

@          નસબંધી ઓપરેશન બાદ દવાખાના માંથી રજા આપ્યા બાદ 8 દિવસ થી 30 દિવસ ની અંદર વ્યંધીકરણ ના કારણે મૃત્યુ થયેલ હોય તો લાભાર્થી ને 50000 પચાસ હજાર NHM બજેટ માંથી અને 50000 પચાસ હજાર રાજ્ય સરકાર ના બજેટ માંથી મળી ને કુલ 100000 એક લાખ ની સહાય આપવા મા આવે છે . 

@           કોઈ કારણસર સ્ત્રી નસબંધી ( વ્યંધીકરણ ) ઓપરેશન માં નિષ્ફળતા ના કેસ માં લાભાર્થી ને  30000 ત્રીસ હજાર NHM બજેટ માંથી અને 30000 ત્રીસ હજાર રાજ્ય સરકાર ના બજેટ માંથી કુલ મળી લાભાર્થી  ને 60000  છાઈઠ હજાર ની સહાય આપવા માં આવે છે . 

નોંધ... ઉપરોક્ત કુટુંબ કલ્યાણ ઓપરેશન ની સહાય મેળવવા માટે  પોતાના ગામ ના આરોગ્ય કર્મચારી  ( mphw / fhw ( નર્સ બહેન) / આશા ) નો સંપર્ક કરવો . 

【 2 】પુરુષ નસબંધી .. 
      
         કુટુંબ કલ્યાણ યોજના અંતર્ગત  ગ્રામ્ય અને શહેરી તમામ પુરુષો ને  પુરુષ નસબંધી  કરાવવા થી નીચે મુજબ ની સહાય લાગુ પડતા phc ( પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ) પર થી લાભાર્થી ના બેન્ક ખાતા માં આપવા માં આવે છે . 
         
★ કોઈ પર સરકારી હોસ્પિટલ માં  પુરુષ નસબંધી નું. ઓપરેશન કરાવવા થી  લાભાર્થી ને 2000 ની સહાય આપવા માં આવે છે . 


જરૂરી ડોક્યુમેન્ટો ( દસ્તાવેજો ) 

●  પુરુષ નસબંધી નું ફોર્મ . 

● પુરુષ નસબંધી  કરાવનાર લાભાર્થી નું આધાર કાર્ડ .

●  લાભાર્થી ના બેન્ક પાસ બુક ની ઝેરોક્ષ .

નોંધ... ઉપરોક્ત કુટુંબ કલ્યાણ ઓપરેશન ની સહાય મેળવવા માટે  પોતાના ગામ ના આરોગ્ય કર્મચારી  ( mphw / fhw ( નર્સ બહેન) / આશા ) નો સંપર્ક કરવો . 



【 3 】 PPIUCD ( આકડી )  કોપર - ટી 

       કુટુંબ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત કોઈ પણ મહિલા બે બાળકો વચ્ચે અંતર રાખવા  બિન કાયમી પદ્ધતિ  તરીકે ડિલિવરી થયા ના 48 કલાક માં જો કોપર - ટી  ( ppiucd ) મુકવા માં આવે  તો  જે સ્થળ પર કોપર - ટી મુકાવે તે phc ( પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ) અથવા chc ( સામુહિક આરોગ્ય કેન્દ્ર ) પર    થી લાભાર્થી ને રૂ 300  ની સહાય તેમના બેન્ક ખાતા માં નાખવા માં આવે છે.  આ સહાય નો લાભ જે phc અથવા chc માં કોપર - ટી મુકવા માં આવેલ હોય ત્યાં નીચે મુજબ ના ડોક્યુમેન્ટ જમા કરાવવા . 

જરૂરી ડોક્યુમેન્ટો ( દસ્તાવેજો ) 

1.  કોપર - ટી મુક્યાં નું ફોર્મ ( મુકનાર સ્ટાફ ભરશે ) 
2. બેન્ક પાસ બુક ની નકલ . 

 【 4 】 અંતરા ( ઇન્જેક્શન )   ......          

        કુટુંબ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત કોઈ પણ મહિલા  બિન કાયમી પદ્ધતિ  કોઈ પણ phc ( પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ) અથવા chc ( સામુહિક આરોગ્ય કેન્દ્ર ) કે સબ સેન્ટર પર બે બાળકો વચ્ચે અંતર રાખવા માટે અંતરા ઇન્જેક્શન લેવા માં આવે છે . આ ઇન્જેક્શન દર 3 થી 4 માસ ના અંતરે લેવા માં આવે છે.  તો દર અંતરા ઇન્જેક્શન વખતે લાભાર્થી ને  રૂ 100 
ની સહાય લાગુ પડતા  પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા સામુહિક આરોગ્ય કેન્દ્ર પર થી લાભાર્થી ના બેન્ક ખાતા માં આપવા માં આવે છે . આ સહાય નો લાભ જે phc અથવા chc માં અંતરા ઇન્જેક્શન મુકવા માં આવેલ હોય ત્યાં નીચે મુજબ ના ડોક્યુમેન્ટ જમા કરાવવા . 

જરૂરી ડોક્યુમેન્ટો ( દસ્તાવેજો ) 

1.  અંતરા ઇન્જેક્શન  પત્રક (ફોર્મ ) ( ઇન્જેક્શન આપનાર  સ્ટાફ ભરશે ) 
2. બેન્ક પાસ બુક ની નકલ . 




Post a Comment

વધુ નવું વધુ જૂનું