મેલેરિયા વિશે સંપૂર્ણ માહિતી .
1. મેલેરિયા વિશે સામાન્ય માહિતી .
2. મેલેરિયા ના પરોપજીવી જંતુ .
3. માનવીય મલેરિયા ના પરોપજીવી નું જીવન ચક્ર .
1. મેલેરિયા વિશે સામાન્ય માહિતી .
મેલેરિયા રોગ મચ્છરો દ્વારા ફેલાય છે એ સૌવ પ્રથમ રોનાલ્ડ રોસ નામ ના વૈજ્ઞાનિકે સાબિત કર્યું હતું . અને મેલેરિયા એ એનો ફિલિસ માદા મચ્છર દ્વારા ફેલાય છે . એ એનો ફિલિસ મચ્છર ની ઓળખ 1818 માં મૈંજેન નામ ના વૈજ્ઞાનિકે શોધ્યું હતું .
મલેરિયા માણસો ને ૫૦,૦૦૦ વર્ષોથી પ્રભાવિત કરતો રહ્યો છે. એવું માણવા માં આવે છે કે મેલેરિયા પરોપજીવી ચિમ્પાનઝી માંથી માનવ માં આવેલ છે . જ્યારથી ઇતિહાસ લખાયો છે ત્યાર મલેરિયા ના વર્ણન જોવે મળે છે. સૌથી પુરાણા વર્ણન ચીનથી ૨૭૦૦ ઇસ પૂર્વના મળે છે. મલેરિયા શબ્દ ની ઉત્પત્તિ મધ્યકાલીન ઇટાલિયન ભાષા ના શબ્દો માલા એરિયાથી થઈ છે જેનો અર્થ છે 'ખરાબ હવા'. આને 'કાદવી તાવ' (અંગ્રેજી: marsh fever, માર્શ ફ઼ીવર) કે 'એગ' (અંગ્રેજી: ague) પણ કહેવાતો હતો કેમ કે આ કળણ ક્ષેત્રોમાં વ્યાપક રૂપે ફેલાતો હતો.
મલેરિયા પર પહેલુ ગંભીર વૈજ્ઞાનિક અધ્યયન ૧૮૮૦ માં કરવા માં આવ્યું હતું . જ્યારે એક ફ઼્રાંસીસી સૈન્ય ચિકિત્સક ચાર્લ્સ લુઈ અલ્ફોંસ લેવેરન એ અલ્જીરિયામાં કામ કરતા પહેલી વખત લાલ રક્ત કોશિકા ( rbc ) ની અંદર પરજીવી ને જોયા હતાં. ત્યારે તેણે એમ પ્રસ્તાવિત કર્યું કે મલેરિયા રોગ નું કારણ આ પ્રોટોઝોઆ પરજીવી છે. આ તથા અન્ય શોધો હેતુ તેમને ૧૯૦૭ નું ચિકિત્સા નોબેલ પુરસ્કાર પણ આપવા માં આવ્યું હતું .
આ પ્રોટોઝોઆ નું નામ પ્લાઝ્મોડિયમ એ ઇટાલિયન વૈજ્ઞાનિકો એત્તોરે માર્ચિયાફાવા તથા આંજેલો સેલી એ રાખ્યું હતું. આના એક વર્ષ બાદ ક્યુબાઈ ચિકિત્સક કાર્લોસ ફિનલે એ પીત્ત તાવ નો ઇલાજ કરતા પહેલી વાર એ દાવો કર્યો કે મચ્છર રોગ ને એક મનુષ્યથી બીજા મનુષ્ય સુધી ફેલાવે છે. પરંતુ આને સંશોધન રૂપે પ્રમાણિત કરવાનું કાર્ય બ્રિટેન ના સર રોનાલ્ડ રૉસ એ સિકંદરાબાદમાં કામ કરતા ૧૮૯૮માં કર્યું. તેમણે મચ્છરો ની વિશેષ જાતિઓથી પક્ષિઓ ને ડંખ મરાવી તે મચ્છરોની લાળ ગ્રંથિઓથી પરજીવી અલગ કરી બતાવ્યા જેમને તેમણે સંક્રમિત પક્ષીઓમાં પાળ્યા હતા. આ કાર્ય માટે તેમને ૧૯૦૨ નો ચિકિત્સા નોબેલ મળ્યો. પછી ભારતીય ચિકિત્સા સેવાથી ત્યાગપત્ર આપી રૉસ એ નવસ્થાપિત લિવરપૂલ સ્કૂલ ઑફ઼ ટ્રૉપિકલ મેડિસિનમાં કાર્ય કર્યું તથા ઈજીપ્ત, પનામા, યૂનાન તથા મોરિશિયસ જેવા ઘણાં દેશોમાં મલેરિયા નિયંત્રણ કાર્યોમાં યોગદાન આપ્યું.
મલેરિયા કે વિરૂદ્ધ પહેલો પ્રભાવી ઉપચાર સિંકોના વૃક્ષની છાલથી કરાયો હતો જેમાં કુનેન નામ ની દવા મળી આવે છે. આ વૃક્ષ પેરુ દેશમાં એંડીઝ પર્વતો ના ઢાળ પર ઉગે છે. આ છાલ નો પ્રયોગ સ્થાનીય લોકો લાંબા સમયથી મલેરિયા વિરૂદ્ધ કરતાં રહ્યાં હતાં. જીસુઇટ પાદરિઓ એ લગભગ ૧૬૪૦ ઇસ્વીમાં આ ઇલાજ યૂરોપ પહોંચાડ્યો, જ્યાં આ બહુ લોકપ્રિય થયો હતો . પરંતુ છાલથી કુનેન ને ૧૮૨૦ સુધી અલગ ન કરી શકાયો.
હાલ ના સમય માં તો ઘણા બધા સંશોધનો બાદ કારગત દવાઓ મળી આવી છે . જેમાં થી હાલ મેલેરિયા.પ્લાઝમોડિયમ વાયવેક્ષ ( p.v ) માં ક્લોરોકવિન દવા આપવા મા આવે છે. અને ફરી ઉથલો મારવા માં ન આવે એ માટે પ્રિમાકવીન દવા 14 દિવસ ના કોર્સ માં આપવા માં આવે છે . અને પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ ( p.f ) માં ACT ( આર્ટીસ્યુનેટ કોમ્બિનેશન થેરાપી ) અને પ્રિમાકવીન દવા દ્વારા સારવાર કરવા માં આવે છે.
ભારતમાં ૧૯૫૩માં ૭૫૦ લાખ મેલેરિયાનાં દર્દીઓ હોવાનું અને ૮ લાખ મૃત્યુ થતા હોવાનો અંદાજ હતો. આ વર્ષે ભારત સરકારે રાષ્ટ્રીય મેલેરિયા નિયત્રણ કાર્યકર મેલેરિયાને નિયંત્રણમાં લાવવા અમલમાં મૂક્યો. આ કાર્યક્રમ ખૂબજ અસરકારક નીવડયો અને ફકત પાંચ જ વર્ષમાં વાર્ષિક ધોરણે ૨૦ લાખ મેલેરિયાનાં કેસોમાં ઘટાડો થયો. કાર્યક્રમ ની સફળતાથી પ્રેરણા લઈ ૧૯૫૮માં રાષ્ટ્રીય મેલેરિયા નાબૂદી કાર્યક્રમ અમલમાં મૂક્યો. જેનાં પરિણામ સ્વરૂપે ૧૯૬૧માં મેલેરિયાનાં ફકત ૫૦,૦૦૦ કેસો નોંધાયા. ત્યારબાદ કાર્યક્રમ નાં અમલીકરણમાં પીછે હઠ થઈ અને કેસોની સંખ્યા વધવા માંડી. ૧૯૯૫માં મેલેરિયા એકશન પ્રોગ્રામ વધુ જોખમી વિસ્તારમાં અમલમાં મૂકયો. જ્યારે ૧૯માં રાષ્ટ્રીય મેલેરિયા વિરોધી કાર્યક્રમ તરીકે નવો ઓપ આપ્યો. ૨૦૦૪માં તમામ વાહકજન્ય રોગોને એક છત્ર ન નીચે લાવી રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ તરીકે અમલમાં મૂકયો.
2. મેલેરિયા ના પરોપજીવી જંતુ .
મલેરિયા સૌથી પ્રચલિત સંક્રામક ( ચેપી ) રોગોમાં નો એક છે તથા સાર્વત્રિક જન સ્વાસ્થ્ય સમસ્યા છે. આ રોગ પ્લાઝમોડિયમ પ્રકાર ના પ્રોટોઝોઆ પરજીવી ના માધ્યમ થી ફેલાય છે. કેવળ ચાર પ્રકાર ના પ્લાઝ્મોડિયમ (Plasmodium) પરજીવી મનુષ્ય ને પ્રભાવિત કરે છે જેમાં સૌથી ખતરનાક પ્લાઝ્મોડિયમ ફેલ્સીપેરમ (Plasmodium falciparum) તથા પ્લાઝ્મોડિયમ વિવેક્સ (Plasmodium vivax) માનાય છે, તેમજ સાથે જ પ્લાઝ્મોડિયમ ઓવેલ (Plasmodium ovale) તથા પ્લાઝ્મોડિયમ મલેરિયે (Plasmodium malariae) પણ માનવ ને પ્રભાવિત કરે છે. આ તમામ સમૂહ ને 'મલેરિયા પરજીવી' કહે છે.
મલેરિયા ના પરજીવી ના વાહક માદા એનોફ઼િલીસ (Anopheles) મચ્છર છે. આ માદા એનો ફિલિસ ડંખ મારતા મલેરિયા ના પરજીવી લાલ રક્ત કોશિકાઓમાં પ્રવેશ કરીને તેમાં (વૃદ્ધિ પામે) છે જેથી રક્તહીનતા (એનીમિયા) લોહ તત્વ ની કમી ના લક્ષણ દેખાય છે (ચક્કર આવવા, શ્વાસ ફૂલાવો, આના સિવાય અવિશિષ્ટ લક્ષણ જેમ કે ઠંડી સાથે તાવ, સર્દી, ઉબકા, અને શરદી જેવી અનુભૂતિ પણ દેખાય છે. ગંભીર મામલામાં દર્દી મૂર્ચ્છા પણ પામે છે .અને અમુક કિસ્સા માં દર્દી નું મૃત્યુ પણ થઈ શકે છે.
મલેરિયા ના ફેલાવ ને રોકવા માટે ઘણા ઉપાય કરી શકાય છે. મચ્છરદાની અને મચ્છર ભગાવવા વાળી દવાઓ મચ્છર ના ડંખથી બચાવે છે, તો કીટનાશક દવા ના છંટકાવ તથા સ્થિર જળ (જેના પર મચ્છર ઈંડા દે છે) ની નિકાસી થી મચ્છરો નું નિયંત્રણ કરી શકાય છે. મચ્છર ના પોરા ના નાશક એબેટ દ્વારા પોરા નો નાશ કરવા માં આવે છે . મલેરિયા ની રોકથામ માટે યદ્યપિ ટીકા/વેક્સિન પર શોધ જારી છે, પણ હજી સુધી કોઈ શોધાઇ નથી. મલેરિયાથી બચવા માટે નિ દવાઓ લામ્બા સમય સુધી લેવી પડે છે . અને એટલી મોંઘી હોય છે પરંતુ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં નિઃશુલ્ક આપવા માં આવે છે . મલેરિયા પ્રભાવી ક્ષેત્રો ના મોટાભાગના વયસ્ક લોકો માં વારંવાર મલેરિયા થવાની પ્રવૃત્તિ થતી હોય છે સાથે જ તેમનામાં આની વિરૂદ્ધ આંશિક પ્રતિરોધક ક્ષમતા પણ આવી જાય છે, પણ આ પ્રતિરોધક ક્ષમતા તે સમયે ઓછી થઈ જાય છે જ્યારે તેઓ એવા ક્ષેત્ર માં ચાલ્યા જાય છે જે મલેરિયાથી પ્રભાવિત નથી હોય. જો તે પ્રભાવિત ક્ષેત્ર માં પાછા ફરે છે તો તેમને ફરીથી પૂર્ણ સાવધાની વરતવી જોઇએ. મલેરિયા સંક્રમણ નો ઇલાજ ક્લોરોકવિન જેવી મલેરિયારોધી દવાઓથી કરાય છે યદ્યપિ દવા પ્રતિરોધકતા ના મામલા તેજીથી સામાન્ય થતા જાય છે. મેલેરિયા ની દવા દ્વારા મેલેરિયા ને અટકાવી શકાય છે . મેલેરિયા ને ફરી થી થતા રોકવા માટે પ્રિમાકવિન નામ ની દવા આપવા માં આવે છે. જે તમામ સામુહિક આરોગ્ય કેન્દ્રો . અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં આપવા માં આવે છે.
મેલેરિયા રોગ માટે જવાબદાર પરોપજીવી જંતુ પ્લાઝમોડિયમ છે. ભારતમાં થતાં મોટાભાગનાં કેસો પ્લાઝમોડિયમ વાયવેક્ષ ( p.v ) અને પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ ( p.f ) થી થાય છે. મેલેરિયાથી થતાં મૃત્યુનાં કિસ્સાઓ પ્રમાણમાં નહિવત છે. પરંતુ તેના લીધે ગંભીર માંદગી થઈ શકે.
મેલેરિયા પરોપજીવી જંતુ મચ્છર અને માણસનાં શરીરમાં વિકાસ પામે છે. આ પરોપજીવી જંતુનું જીવનચક્ર જયારે ચેપી એનોફિલીસ માદા મચ્છર તંદુરસ્ત વ્યકિતને કરડી પરોપજીવી જંતુ માણસનાં શરીરમાં દાખલ કરે ત્યારથી શરૂ થાય છે. માદા એનોફિલીસ મચ્છર જ પરોપજીવી જંતુનું વહન કરી શકે. જેથી તે જ માણસને ચેપ લગાડી શકે. નર એનોફિલીસ મચ્છર ને લોહી ની જરૂર પડતી નથી .તે ઝાડ-પાનનાં રસ પીને જીવે છે . અને તે મેલેરિયાનો ફેલાવો કરતાં નથી.
માનવ માં જોવા મળતા મલેરિયા પરોપજીવી ના પ્રકાર .
1. પ્લાઝમોડિયમ વાયવેક્ષ ( p.v )
2. પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ ( p.f )
3.પ્લાઝમોડિયમ મલેરી . ( P.m )
4.પ્લાઝમોડિયમ ઓવેલ ( p.o )
3. માનવીય મલેરિયા ના પરોપજીવી નું જીવન ચક્ર .
મેલેરિયા પરોપજીવી નું જીવનચક્ર બે ભાગ માં જોવા મળે છે .
1. માનવીઓ માં અલૈગીક ( અજાતીય ) જીવનચક્ર .
2. મચ્છરો માં લૈગીક ( જાતીય ) જીવનચક્ર.
1. માનવીઓ માં અલૈગીક ( અજાતીય ) જીવનચક્ર .
મેલેરિયા પરોપજીવી ની માનવી માં જે સાયકલ ચાલે છે તેને સ્પોરોગોની સાયકલ અથવા સેક્સ્યુઅલ સાયકલ પણ કહેવા માં આવે છે . આ સ્પોરોગોની સાયકલ માનવી માં પૂર્ણ થતાં સામાન્ય રીતે 8 થી 10 દિવસ નો સમય લાગે છે .
માનવપેશીમાં વિકાસનો તબક્કો –
મલેરીયા પરોપજીવીનો માનવમાં પણ વિકાસ બે તબક્કામાં થાય છે.
1.યકૃત માં પ્રથમ ચરણ.
2. રક્ત કોશિકા ( RBC ) માં દ્રિતીય ચરણ.
ચેપી માદા એનોફિલીસ મચ્છર તંદુરસ્ત વ્યક્તીને કરડે છે ત્યારે મોટા પ્રમાણમાં સ્પોરોઝોઇટ(Sporozoites) લોહીમાં ભેળવે છે. જે ૩૦ મિનિટ સુધી લોહી માં ભ્રમણ કર્યા બાદ યકૃત ની પેશીમાં પ્રવેશે છે જ્યાં પુખ્ત પરોપજીવીની વૃધ્ધી અને વિકાસ માટેનો સમય શરૂ થાય છે. જે પ્રક્રિયાને પૂર્વ રક્તકોશીકા તબક્કો સાયઝોગોની (Schizogony) તરીકે ઓળખાય છે.આ પ્રક્રિયા મલેરીયા પરોપજીવીના પ્રકાર મુજબ ૬ થી ૧૫ દિવસના સમયગાળામાં પૂર્ણ થાય છે. જે પૂર્ણ કર્યા બાદ નાના પરોપજીવી યકૃતની માંસપેશીમાંથી છુટા પડી રક્ત પરિભ્રમણમાં આવે છે.તેને મેરોઝોઇટ(Merozoites)તરીકે ઓળખવામા આવે છે.જે પરિભ્રમણ દરમ્યાન રક્તકોશિકામાં પ્રવેશે છે ત્યારે માનવ શરીરમાં પરોપજીવીનું બીજા તબક્કાનું અલૈંગીક જીવનચક્ર શરૂ થાય છે.
2. પૂર્વ રક્તકોશીકાના જીવનચક્રનો સમયગાળો(Pre Erythrocytic Cycle)
• પ્લાઝમોડિયમ વાયવેક્ષ- ૮ દિવસ
• પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ-૫.૫ થી ૬ દિવસ
• પ્લાઝમોડિયમ મલેરી-૧૧ થી ૧૨ દિવસ
ઉપરોક્ત ક્રમ અનુસાર જોવા મળે છે.જેમાં યકૃત માસપેશીમાંથી Pv 10000(મેરોઝોઇટસ), Pm & Po 15000 અને Pf 30000 થી વધુ મેરોઝોઇટસ ઉત્પન્ન થતા હોય છે. પ્લાઝમોડીયમ વાયવેક્ષ અને પ્લાઝમોડીયમ ઓવેલમાં અમુક મેરોઝોઇટસ (Merozoites) યકૃત ને સંક્રમિત કરી માંસપેશીમાં નિષ્કિયરૂપમાં રહી જાય છે. આ ૬ થી ૧૨ માસ દરમ્યાન અચાનક મેરોઝોઇટસનાં રૂપમાં ઉત્પન્ન થઇ જાય છે.જે રક્ત કોશીકામાં પ્રવેશ કરી ફરીથી પોતાના વિભાજીત કરતા રહે છે .જેને બાહ્ય રક્તકોશિકા સાઈઝોગોની તરીકે ઓળખવા માં આવે છે . પ્લાઝમોડિયમ વાયવેક્સ ( p.v ) તથા પ્લાઝમોડિયમ ઓવેલ ના દર્દી માં ફરીથી રોગ નું પ્રસારણ ( ચેપ ) લગાવા માટે હિપ્નોઝોઇટ જવાબદાર છે .
રક્તકોશિકાના તબક્કા (રીંગ આકારનો તબક્કો):-
પરોપજીવીનું જીવનચક્ર રક્તકણમાં ખુબ જ સુક્ષ્મ આકારથી શરૂઆત થાય છે.જેને રોગ સ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે, જે રક્તકોશિકામાં કૉમેટીન સાથે રીંગ (વીંટી) આકારમાં જોવા મળે છે.
ટ્રોફોઝોઇટસ(Tropozoites) તબક્કો:-
રોગ આકારમાંથી પરજીવી વૃધ્ધી કરી ક્રોમેટિન નું વિભાજીત થતા પ્લાઝમોડિયમ વાયવેક્સ મા ટ્રોફોઝોઇટસ બને છે. સામાન્ય રીતે પરોપજીવીનું પ્રિ - સાઈઝોઇન્ટ તરીકેનું વલણ સક્રિયશીલ જોવા મળે છે.સાઇઝોગોની દરમ્યાન ક્રોમોટીનનું વિભાજીત થઇ પુખ્ત અવસ્થામાં પહોંચે ત્યાં સુધી સતત નવસર્જનની પ્રક્યિા ચાલુ રહે છે. આ વિભાજીત થયેલ સુક્ષ્મ ગોળાકાર ભાગને મેરોઝોઇટસ(Merozoites) તરીકે ઓળખવામાં આવે છે.
સાઇઝોન્ટ એ મેરોઝોઇટસ ધ્વારા જુદા જુદા ભાગોમાંથી બનાવેલા ગુલાબના ફુલ જેવી કુદરતી રચના જોવા મળે છે. આ સાઇઝોન્ટ પુખ્ત થતા રક્તકોશિકા તોડી બહારના પરીભ્રમણમાં અન્ય રક્તકોશિકાના સંર્પકમાં આવે છે. અને તેમાં પ્રવેશી એક સંલગ્ન પ્રજનન ચક્ર શરૂ કરે છે. આ પ્રકિયા માનવ શરીરમાં ઘણા લાંબા સમય સુધી જોવા મળે છે.
ગેમેટોસાઇટસ (જનનાણું) તબક્કો:-
(લૈંગિક પ્રજનન વખતે એકબીજા કોષમાં ભળનારા પરિપક્વ બીજ કોષ)
સાઇઝોન્ટસમાંથી છુટા પડેલા તમામ મીરોઝોઇટ્સ એ રક્તકણમાં બીજી સંલગ્ન પ્રજનન પ્રક્રિયા માટે પ્રવેશતા નથી.કુદરતી રીતે કેટલાક સંલગ્ન કોષ રક્તકણમાં રહી લીંગી પ્રજનન કરી શકે તેવા ગેમેટોસાઇટસમાં પરિવર્તન પામે છે.જેમાં પુરુષ ગેમેટીસાઇટસ છે તે( માઇક્રો ) સુક્ષ્મ ગેમેટોસાઇટસ તરીકે અને સ્ત્રી ગેમેટોસાઇટસને ( મેક્રો) વિશાળ ગેમેટોસાઇટસ તરીકે ઓળખવામાં આવે છે.ગેમેટોસાઇટસ પરોપજીવી માદા એનોફિલીસ મચ્છરનાં શરીરમાં જ લીંગી પ્રજનન ધ્વારા વધ્ધિ કરી શકે છે.જે દર્દીના શરીરમાં રોગના લક્ષણ ઉદભવવામાં તેનો કોઇ પ્રભાવ નથી પરંતુ રક્ત વાહિનીમાં ક્યારેક અવરોધ ઉત્પન્ન કરી શકે છે.અને રક્તકણના વિભાજન થવાથી દર્દીને નુકશાન પહોચાડી શકે છે.
ટુક માં સમજીએ તો સંક્રમિત માદા એનો ફિલિસ મચ્છર જ્યારે માણસ ને લોહી ના ભોજન માટે ડંખ મારે ત્યારે છે ત્યારે મોટા પ્રમાણ માં માણસ ના લોહી માં સ્પોરોઝોઈટ ભેળવે છે . જે 30 મિનિટ સુધી લોહી માં ભ્રમણ બાદ યકૃત ની પેશી માં પ્રવેશ કરી ને ત્યાં વિકાસ થાય છે. તેને એકસો ઇરીથ્રોસાયકલ કહે છે . જેનો સમય 6 થી 8 દિવસ હોય છે .યકૃત માંથી પરિપક્વ થઈ ને બહાર આવે તેને સાયઝોટ કહેવાય છે . અને લોહી માં ભલે છે. યકૃત માંથી બહાર આવી ને લોહી માં સાયઝોટ તૂટે છે તેમાંથી મીરોઝોઈટ બને છે . જે p.v માં 2 થી 15 હજાર અને p.f ના કેસ માં 15 થી 40 હજાર મીરોઝોઈટ બને છે . જેમાંથી અમુક મીરોઝોઈટ ફરી યકૃત ( લિવર ) માં જ પડ્યા રહે છે .તેને હિપ્નોઝોઈટ કહે છે . જે p.v કેસ માં જ બને છે . અમુક સમયે ફરી થી 6 થી 12 માસ ના સમયે મીરોઝોઈટ ના રૂપ માં બહાર આવી ને ફરી થી p.v કરી શકે છે . હિપ્નોઝોઈટ ને ખતમ કરવા માટે જ પ્રિમાકવીન 14 દિવસ આપવા માં આવે છે . હવે જે મીરોઝોઈટ લોહી માં ભ્રમણ કરે છે . તે લોહી માં રક્તકોશિકા ( rbc ) પર એટેક કરી ને તેની અંદર ચાલ્યા જાય છે . જ્યાં ઇરોથ્રોસાયકલ rbc માં શરૂ થાય છે. જે રોગ સ્ટેજ તરીકે ઓળખાય છે. જે rbc માં રિંગ આકાર માં જોવા મળે છે. Rbc માં ઇરોથ્રોસાયકલ પૂર્ણ કર્યા બાદ ટ્રોફોઝોઈટ ના રૂપ માં બહાર આવે છે. જે પહેલા અર્લી ટ્રોફોઝોઈટ અને પછી અર્લી સાયઝોટ બને છે . સાયઝોટ પુખ્ત થતા રક્ત કોશિકા તોડી ને બહાર લોહી માં પરીભ્રમણ કરે છે . અને અન્ય રક્ત કોશિકાઓ (rbc ) સંપર્ક માં આવે છે અને તેને પણ સંકર્મીત કરે છે . સાયઝોટ સ્ટેજ માં રહેલા પરોપજીવી ને ખતમ કરવા માટે ક્લોરોકવીન દવા આપવા માં આવે છે .જે rbc માં રહેલા અર્લી સાયઝોટ ને ખતમ કરે છે . માટે ક્લોરોકવીન ને સાયઝોટોસિડલ ડ્રગ્સ કહેવામાં આવે છે. અર્લી સાયઝોટ ને જો ખતમ કરવા માં ના આવે તો હવે એ સાયઝોટ માંથી ગેમેટોસાઈડ માં પરીવર્તન થઈ જાય છે . જે ગેમેટોસાઈડ જ્યારે કોઈ માદા એનો ફિલિસ મચ્છર લોહી નો ખોરાક ગ્રહણ કરશે ત્યારે લોહી ની સાથે સાથે મચ્છર ગેમેટોસાઈડ પણ ગ્રહણ કરશે અને માદા એનો ફિલિસ સંકર્મીત થઈ ને હવે ગેમેટોસાઈડ ની સાયકલ મચ્છર માં શરૂ થશે.
2. મચ્છરો માં લૈગીક ( જાતીય પ્રજનન ) જીવનચક્ર.
મેલેરિયા પરોપજીવી ની માદા મચ્છર માં જે સાયકલ ચાલે છે તેને સાયઝોગોની સાયકલ અથવા એ સેક્સ્યુઅલ સાયકલ પણ કહેવા માં આવે છે .
સંવેદનશીલ પુખ્ત એનોફિલીસ મચ્છર માનવને ડંખ મારી લોહી ગ્રહણ કરે ત્યારે સંક્રમીત માણસ માં રહેલ પુખ્ત ગેમેટોસાઇટસ મચ્છરના શરીરમાં પ્રવેશે છે. જે માદા મચ્છરના શરીરમાં ઝડપથી વિકસીત થઇ જાય છે.10 થી 15 મીનીટમાં વાતવરણયુક્ત ગેમેટમાં પરિવર્તન પામે છે.માઇક્રોગેમેટ અને મેક્રોગેમેટનું સંયોજન થઇ ગર્ભધાનની પ્રક્યિા માટે સજ્જ થાય છે.આ પ્રક્રિયા પૂર્ણ થતાં તે અવસ્થા ઝાયગોટ બનાવે છે.જે ગતિશીલ બને છે.આ કોષને ઉકાઇનેટ તરીકે ઓળખાય છે.
ઉકાઇનેટ જઠર(સ્ટમક)માં પ્રવેશીને ઉસીસ્ટ બનાવે છે.જે લેમીનાની નીચે વિકાસ પામે છે. અને ( જઠર(સ્ટમક)નાં ઉપરના ભાગમાં વિકાસ પામે છે.ઉસીસ્ટની પરીપક્વતા જુદા જુદા સમયદરથી વિકસે છે.જેનો આધાર તાપમાન પરોપજીવીની પ્રજાતી તથા વ્યક્તિગત મચ્છરની જાતી ૫૨ આધારીત છે.જુદી પ્રજાતિમાં વિકાસ માટે દશ દિવસથી ત્રણ અઠવાડીયા સુધીનો સમય ઉસીસ્ટ પરીપક્વતા માટે લાગે છે.ખુબ જ સુક્ષ્મ શરીરમાંથી ઉસીસ્ટ ૫૦ થી ૬૦ (માઇક્રોન) સુધી વિકાસ પામે છે.જે સમયે 1000 નાના સુક્ષ્મ ક્રોમેટિન ઉત્તપ્ન થાય ત્યાં સુધી વારંવાર વહેચાય છે.ત્યારબાદ દરેક ક્રોમેટીનને સાઇટોપ્લાઝમનો હિસ્સો વહેંચાય છે. ક્રોમેટીનના દરેક ડંખ માટે પ્રર્યાપ્ત છે ? આ રીતે એક ત્રાક આકારના સ્પોરોઝોઇટસ ખૂબ જ મોટી સંખ્યામાં નિર્મિત થાય છે. ઉસીસ્ટ તુટતા તેમાંના અસંખ્ય સ્પોરોઝોઇટસ મચ્છરના શરીરમાં મુક્ત થાય છે. જેમાંથી તેઓ આખરે લાળગ્રંથીઓ સુધી પહોંચે છે. જ્યારે મચ્છર લોહી લેવા માટે ડંખ મારે ત્યારે તેઓ માણસ ના લોહીમાં ભળે છે. આ રીતે મચ્છર ધ્વારા એક જાતીય ચક્ર પૂર્ણ કરવા માટે એક માદા એનોફિલિસ દ્વારા લોહી નો ખોરાક બાદ ૧૦-૧૪ દિવસ ના સમય લાગે છે .જે તાપમાન તેમજ મચ્છર ની પ્રજાતી પર આધાર રાખીને પૂર્ણ કરે છે.
જ્યારે કોઈ મેલેરિયા સંકર્મીત માણસ ને માદા એનો ફિલિસ ડંખ દ્વારા લોહી નો ખોરાક મેળવે ત્યારે તેની સાથે સાથે મચ્છર લોહી માંથી ગેમેટોસાઈડ પણ સૂચે છે . જે માઈક્રોગેમેટ ( મેઈલ ) અને મેક્રોગેમેટ ( ફિમેલ ) લે છે . આ માઈક્રો ગેમેટ અને મેક્રો ગેમેટ મળી ને ઝાયગોટ બને છે. ઝાયગોટ ગતિ શીલ બની ને ઉકાઈનેટ માં પરીવર્તન પામે છે. ઉકાઈનેટ મચ્છર ના જઠર માં જઇ ને ઉસીસ્ટ બની ને તેના પેટ ના ઉપર ના ભાગ માં આવી જાય છે . અને ત્યાં વિકાસ પામે છે . સામાન્ય રીતે તે 8 થી 10 દિવસ થી 3 અઠવાડિયા નો સમય લાગે છે . જેનો આધાર તાપમાન પરોપજીવી ની પ્રજાતી તથા મચ્છરો ની જાતિ પર આધારિત હોય છે . 16°થી ઓછું અને 33° થી વધારે તાપમાન માં મચ્છર ની આ સાયકલ અટકી જાય છે .10 થી 3 વિક બાદ આ ઉસીસ્ટ તૂટતા તેમાંથી મોટા પ્રમાણમાં સ્પોરોઝોઇટસ મચ્છર ના શરીર માં મુક્ત થાય છે . અને આખરે એ મચ્છર ની લાળગ્રંથી સુધી પહોશી જાય છે . અને મચ્છર જ્યારે લોહી નું ભોજન લેવા કોઈ માનવ ને ડંખ મારે છે ત્યારે એ સ્પોરોઝોઈટ માનવ ના લોહી માં ભળી જાય છે .અને 10 થી 14 દિવસ માં મેલેરિયા ના લક્ષણો આવી શકે છે .
ટિપ્પણી પોસ્ટ કરો