મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ( MMY ) વિશે માહિતી . ( what is MMY )
byBHADARKA BHUPEN —0
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના. ( MMY )
મુખ્ય મંત્રી માતૃ શક્તિ યોજનાનો મુખ્ય ધ્યેય સગર્ભા સ્ત્રીઓને તેમના અને તેમના અજાત બાળકની તંદુરસ્તી જાળવવા માટે પોષક આહાર પૂરો પાડવાનો છે. આ કાર્યક્રમ શરૂઆતમાં ગુજરાત રાજ્યમાં 18 જૂન, 2022 ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો, જે રાજ્યની સગર્ભા સ્ત્રીઓને સહાય પૂરી પાડવા માટે કે જેઓ કુપોષણના જોખમમાં છે.
આ યોજનાએ ગુજરાત રાજ્યના. વડોદરા જિલ્લામાં ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી હસ્તે શરૂ કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં વસ્તી મહિલાઓ. ગર્ભવતી અને સ્તનપાન કરતી હોય તે મહિલાઓની આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. ગુજરાત રાજ્યમાં આ યોજનાએ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના છે .આ યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા દર મહિને આ યોજનાના લાભાર્થીઓને 02 કીલો ચણા, 01 કિલો તુવેર દાળ અને 01 લીટર સીંગતેલ આપવામાં આવે છે. આ યોજના હેઠળ મહિલાઓને 1,000 દિવસ સુધી ગુજરાત સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા ટોટલ 811 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે જે વધીને ભવિષ્યમાં 4,000/- કરોડ સુધીની થશે. આ યોજના ની અરજી ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા https://1000d.gujarat. gov.in આ સાઇટ પર કરવામાં આવે છે.
સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના
લાભાર્થીની પાત્રતા
1. ગુજરાતના NFSA કાર્ડ ધારક
2. આરોગ્ય વિભાગના પોર્ટલ ઉપર ફરજિયાત નોંધણી
૩. આંગણવાડીમાં ફરજીયાત નોંધણી
4. આધાર ફરજીયાત
5. સગર્ભા મહિલા- સગર્ભાવસ્થાની નોંધણીથી સંભવિત પ્રસૂતિની તારીખ સુધી
6. માતાઓ- ૦ થી ૨ વર્ષના બાળકની માતા
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના
લાભાર્થીની પાત્રતા
1. આ યોજના તમામ NFSA અને નોન NFSA બનેને લાગુ પડશે
2. આરોગ્ય વિભાગના પોર્ટલ ઉપર ફરજિયાત નોંધણી
૩. આંગણવાડીમાં ફરજીયાત નોંધણી
4. આધાર ફરજીયાત
મહિલાઓ: પ્રથમ વખત
5. સગર્ભા પ્રસૂતિની તારીખ સુધી
સગર્ભાવસ્થાની નોંધણીથી સંભવિત
6. માતાઓ: પ્રથમ બાળકના જન્મથી ૨ વર્ષ સુધી
MMY યોજના વિષે
1. વર્ષ ૨૦૨૨-૨૩માં સરકારશ્રી દ્વારા “મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના” બજેટમાં રજૂ કરવામાં આવેલ છે.
2. લક્ષિત લાભાર્થી-
i. સગર્ભા મહિલાઓ: પ્રથમ વખત સગર્ભાવસ્થાની નોંધણીથી સંભવિત પ્રસૂતિની તારીખ સુધી
. માતાઓ: પ્રથમ બાળકના જન્મથી ૨ વર્ષ સુધી
૩. લાભાર્થીની લાયકાત:
લાભાર્થી આધારકાર્ડ ધરાવતી હોવી જોઈએ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના Techo સોફ્ટવેરમાં નોંધણી થયેલ હોવી જોઈએ
4. લાભાર્થીની નોંધણી
i. લાભાર્થીએ ICDS યોજના અંતર્ગત આંગણવાડી કેન્દ્રમાં નોંધણી કરાવવાની રહેશે તેમજ સેવાઓનું લાભ લેવાનું રહેશે
ii. આરોગ્ય વિભાગના સોફ્ટવેર (ટેકો)માં સગર્ભા મહિલા અને જન્મથી બે વર્ષ સુધીના બાળકની માતાની નોંધણી કરવાની રહેશે.
યોજનાની ટૂંકી માહિતી– ગુજરાત મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY)
માતાનું નબળું પોષણ સ્તર ગર્ભમાં રહેલ બાળકના વિકાસને અવરોધે છે જે આગળ જતાં બાળકના નબળા આરોગ્યમાં પરિણામે છે. સગર્ભા માતાઓમાં કુપોષણ અને પાંડુરોગ, એ બાળકના વૃદ્ધિ અને વિકાસ પર ગંભીર અસર કરે છે. માતા અને બાળકના પોષણ સ્તરમાં સુધાર લાવવા માટે મહિલા ગર્ભ ધારણ કરે તે ૨૭૭ દિવસ અને બાળકના જન્મથી ૨ વર્ષ સુધીના ૭૩૦ દિવસના સમયગાળાને ૧૦૦૦ દિવસ “First Window of Opportunity“ તરીકે ઓળખાય છે. આ બાબતના મહત્વને સમજી ભારત સરકાર દ્વારા પોષણ અભિયાનના મહત્વના ધ્યેય અને કામગીરીમાં ૧૦૦૦ દિવસ ઉપર ફોકસ કરવા જણાવેલ છે. આ તબક્કા દરમ્યાન તેમના આહારમાં અન્ન સાથે પ્રોટીન, કેટ તેમજ સુક્ષ્મ પોષકતત્ત્વો પણ ઉપલબ્ધ થાય તે ખુબ અગત્યનું છે. આ બાબતની અગત્યતાને ધ્યાને લઇ ગુજરાત સરકાર દ્વારા ૧૦૦૦ દિવસ માટે “મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના” ને મંજુર આપેલ છે.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાની ઓનલાઈન અરજીકરવાની પ્રક્રિયા – How to Apply for Matrushakti Yojana Gujarat Online Registration Process
અરજદારે https://1000d.gujarat.gov.in/ પોર્ટલ પરથી અરજી ઓનલાઇન કરવાની રહેશે છે. આ યોજનાની ઓનલાઈ અરજી ઘરે બેઠા મોબાઈલ / કમ્પ્યુટર દ્વારા પણ કરી શકો છો. તથા તમારા ગામ ની ગ્રામ પંચાયત ખાતેથી VCE (પંચાયત ઓપરેટર ) તથા CSC Center દ્વારા પણ અરજદાર ખેડૂત અરજી કરી શકે છે. આ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે ના સ્ટેપ બાય સ્ટેપમાં આપેલ છે.
સૌપ્રથમ તો મોબાઈલ / કમ્પ્યુટરના Chrome બ્રાઉઝર માં Www.Google.Co.In માં “ https://1000d.gujarat.gov.in/ ” ટાઈપ કરવાનું રહેશે.
જેમાં Google Search માં જે રીઝલ્ટ આવે તેમાંથી https://1000d.gujarat.gov.in/ પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ઓનલાઈન અરજી
વ્યક્તિગત માહિતી જેવી કે આધાર કાર્ડ નંબર લાભાર્થીનું નામ , રેશન કાર્ડ મેમ્બર આઈ.ડી ભરવાની રહેશે.
ત્યારબાદ આ ઉપરાંત લાભાર્થીના આધાર કાર્ડ, સરનામું, મોબાઈલ નંબરની વિગતો ભરવાની રહેશે.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માટે જરૂરી દસ્તાવેજો - Required Documents for Matrushakti Yojana
1. આધાર કાર્ડની ફોટોકોપી
2. મોબાઈલ નંબર
3. બાળકનું જન્મ પ્રમાણપત્ર
4. હોસ્પિટલમાં દાખલ માહિતી
Mukhyamantri Matrushakti Yojana Details
✓ યોજના નું નામ: મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2022
✓ કોણે શરૂ કરી : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી
✓ રાજ્ય: ગુજરાત
✓ લાભાર્થી : ગર્ભવતી સ્ત્રી અને તેના બાળકો
✓ યોજનાનો ઉદ્દેશ્ય : પોષણયુક્ત ખોરાક આપવો
✓ સતાવાર વેબસાઈટ : https://1000d.gujarat.gov.in
✓ હેલ્પલાઇન નંબર : 155209
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માટે વારંવાર પૂછાતા પ્રશ્નો - FAQs
પ્રશ્ન-1 : મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના કોના માટે છે?
જવાબ : ગુજરાત રાજ્ય ની સગર્ભા મહિલાઓ અને તેમના બાળક ને પોષણયુક્ત ખોરાક આપવા માટે છે.
પ્રશ્ન-2 :મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માં શું લાભ મળશે?
જવાબ : મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજના અંતર્ગત ગુજરાત સરકાર સગર્ભા મહિલાઓને દર મહિને ચણા, તેલ અને તુવેરની દાળ આપશે.
પ્રશ્ન-3 : મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના નો ઉદ્દેશ્ય શું છે?
જવાબ : જ્યારે સ્ત્રીને ગર્ભાવસ્થાનો સમય આવે ત્યારે તેને પોષણયુક્ત આહાર મળી રહે, જેથી ન તો સગર્ભા સ્ત્રી કુપોષણનો ભોગ બને અને ન તો તેના પેટમાં રહેલું બાળક કુપોષણ નો શિકાર બને…
પ્રશ્ન-4 : મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ક્યા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે ?
જવાબ : મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર
પ્રશ્ન-5 : મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માટે સતાવાર વેબસાઈટ કઈ છે?
ટિપ્પણી પોસ્ટ કરો