સ્તનપાનના ફાયદાઓ
ધાવણ પોષણના કોઇપણ સ્ત્રોત કરતાં શ્રેષ્ઠ છે, તે માતા અને બાળકના સ્વાસ્થ્યને પ્રોત્સાહિત કરે છે:
- તમારા બાળક/બાળકીને તેની જિંદગીના પહેલા ૬ મહિના ફક્ત સ્તનપાન પર રાખવું અત્યંત જરૂરી છે, કારણ કે તે તેને જઠરાગ્નિ સમસ્યાઓ સામે રક્ષણ આપે છે - તે પાચનમાં સહેલું છે અને તેનાથી કબજિયાત નથી થતી. તે બાળકની જઠરાગ્નિ રોગ-પ્રતિકારક શક્તિ વધારે છે.
- સ્તનપાન દમના રોગ અને કાનના ચેપ સામે રક્ષણ આપે છે - કારણ કે તે બાળકના નાક અને ગળાના પટલમાં એક રક્ષણાત્મક સ્તર બનાવે છે.
- ગાયનું દૂધ કોઈ બાળકોમાં ગંભીર ઍલર્જીનું કારણ બને છે. સ્તનપાન તેના સામે ૧૦૦% સુરક્ષિત છે.
- સંશોધન બતાવે છે કે જે શિશુ જેને સ્તનપાન કરાવેલ છે તે આગળ ચાલીને સ્થૂળતાનો શિકાર નથી થતા. આનું કારણ તે હોઈ શકે છે કે જ્યાં સુધી તેમને ભૂખ હોય ત્યાં સુધી તે ધાવણ લઈ શકે છે અને શરૂઆતથી તે વજન વધવાની પ્રકૃતિ નથી ધરાવતા.
- બાળપણમાં લ્યુકેમિયા, મોટા થઈને ટાઇપ ૧ ડાયાબીટીસ અને ઉચ્ચ રક્ત ચાપના અટકાવથી સ્તનપાનને જોડવામાં આવે છે.
- સ્તનપાન બાળકની બુદ્ધિમાં વધારો કરે છે એવું માનવામાં આવે છે કારણ કે એક બાજુ માતા અને બાળક વચ્ચેના ભાવનાત્મક જોડાણ અને બાળકના મગજના વિકાસ માટે જરૂરી ઘણા ફેટી એસિડ્સ ધરાવે છે.
- નવી માતા જે સ્તનપાન કરાવે છે, જે સ્તનપાન નથી કરાવતી તેના કરતા સુવાવડ બાદ વજન જલ્દી ઉતારે છે. તે તણાવ અને પ્રસૂતિ બાદના રક્તસ્રાવને ઘટાડવા મદદ કરે છે.
- જો સ્તનપાન કરવામાં આવે તો સ્તન અને અંડાશયના કેન્સરનું જોખમ ઓછુ થાય છે -- સમયગાળો જેટલો વધારે જોખમ તેટલું ઓછુ.
- સ્તનપાન અનુકૂળ, કિંમત મુક્ત છે, (બજારમાં મળેલ બાળક માટેના ખોરાક, દુધની બોટલ અને અન્ય વસ્તુઓ જે બાળકને ઉપરનો ખોરાક આપવામાં વપરાય) અને સૌથી શ્રેષ્ઠ છે કે તે માતા અને બાળકને ભાવાત્મક રીતે બાંધવામાં મદદ કરે છે. શારીરિક સંપર્કે પણ શિશુ માટે આરામદાયક સ્ત્રોત છે.
- તે યોગ્ય પ્રમાણ માં તમામ જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે.
- તે એલર્જી, માંદગી, અને સ્થૂળતા સામે રક્ષણ આપે છે.
- તે ડાયાબિટીસ અને કેન્સર જેવા રોગો સામે રક્ષણ આપે છે.
- તે ચેપ સામે રક્ષણ આપે છે.
- તે સરળતાથી પચાવી શકાય છે - કોઈ કબજિયાત, અતિસાર થતું નથી.
- તેઓ વધવા તરીકે શિશુઓ તંદુરસ્ત વજન હોય છે.
- તે તમારા બાળક ને જ્યારે જરૂર પડે ત્યાંરે ઉપલબ્ધ હોય છે.
- તે યોગ્ય તાપમાને હંમેશા સ્વચ્છ અને મફત છે. ટુંક્મા માતાનું દૂધ તમારા બાળક માટે સંપૂર્ણ ખોરાક છે.
સ્તનપાનના માતાઓ માટે ફાયદાઓ-
સંશોધનનો દ્વરા સ્પષ્ટ થયુ છે કે સ્તનપાનથી માતાને નોંધપાત્ર આરોગ્યપ્રદ લાભો થાય છે જેવા કે,
- સ્તનપાન સ્ત્રીઓને બાળકના જન્મ પછી વજન ગુમાવી(ધટાડ્વા માં) મદદ કરી શકે છે.
- અંડાશયના કેન્સર અને સ્તન કેન્સરનું જોખમ ઘટાડે છે.
- ઓસ્ટીયોપોરોસિસ જોખમ ઘટાડે છે.
- બાળજન્મ પછી પુનઃપ્રાપ્તિ સમય ઘટાડે છે. સ્તનની ડીંટડીની બળતરા દ્વારા ઓક્સીટોસીનના વધારાના ભાગોનું પ્રકાશન ગર્ભાશયની સંક્રમણને ઉતાવળ કરવામાં મદદ કરે છે. આ પોસ્ટપાર્ટમ હેમરેજનું જોખમ ઘટાડે છે.
- લાંબા સમય સુધી સ્તનપાન જોખમ ઘટાડે છે સ્તન કેન્સર અને અંડાશય. એક વર્ષથી વધુ સમયથી સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે આ ખાસ કરીને સ્પષ્ટ છે. તેમને હાઈપરટેન્શન અને ડાયાબિટીસનું જોખમ ઓછું હોય છે.
- સ્તનપાન પોસ્ટપાર્ટમ ડિપ્રેશનની શક્યતા ઘટાડે છે. તમારા બાળક સાથે રહેવાથી અને તેની કાળજી લેવાથી તમારો મૂડ સુધરે છે, તમારી ભાવનાત્મક સ્થિતિ વધે છે અને હતાશ મૂડનો સામનો કરવામાં મદદ મળે છે.
- આહારમાં સુધારો કરવો અને સંભવિત બિનઆરોગ્યપ્રદ ખોરાકને આહારમાંથી દૂર કરવાથી ધીમે ધીમે સ્વસ્થ જીવનશૈલીના સિદ્ધાંતોને અપનાવવામાં મદદ મળે છે. સ્તનપાન વધારાની કેલરીનો વપરાશ કરે છે, જે સ્ત્રીઓને ડિલિવરી પછી વધુ ઝડપથી વજન ઘટાડવાની મંજૂરી આપે છે.
સ્તનપાન સિવાય અન્ય ખોરાક – દૂધ વગેરે વા૫૨વાથી થતું નુકશાન
શિશુને થતું નુકશાન
- અન્ય દૂધ કે ખોરાક શિશુને યોગ્ય પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ, ફેટ, પ્રોટીન આપી શકતા નથી. તેથી શારીરીક – માનસિક વિકાસ ધીમો ૫ડે છે.
- અન્ય દૂધ કે ખોરાક શિશુને ચે૫ લાગવાનું જોખમ વધારે છે. વળી તેમાં કોઈ રોગપ્રતિકા૨ક તત્વો હોતા નથી.
- અન્ય દૂધ કે ખોરાક શિશુને માટે એલર્જીજન્ય કે અપાચ્ય હોઈ શકે છે.
- અન્ય દૂધ કે ખોરાક શિશુના માનસિક ઘડત૨ અને મગજશકિતના વિકાસમાં સ્તનપાન જેટલા મદદરૂ૫ નથી.
- અન્ય દૂધ કે ખોરાક એ અત્યંત મોંઘો વિકલ્પ સાબિત થશે.
- અન્ય દૂધ કે ખોરાક શિશુને પાતળા ઝાડાનું કા૨ણ બની શકે છે.
- અન્ય દૂધ કે ખોરાક લાંબા ગાળે કેટલાંક અન્ય રોગો જેમ કે ડાયાબિટીસ, દમ, ખ૨જવું વિગેરે અટકાવવામાં સ્તનપાન જેટલા સફળ નથી.
માતાને નુક્શાન
- લાંબાગાળે અંડાશય અને સ્તન કેન્સ૨નું જોખમ વધે છે.
- પ્રસૂતિ ૫છી પાંડુરોગની સંભાવના વધે છે.
- જલ્દી-જલ્દી બીજીવા૨ સગર્ભા બનવાનું જોખમ વધે છે.
બાળકને ક્યારે સ્તનપાન શરૂ કરવું જોઈએ?
સ્તનપાન બાળકના જન્મના તરત બાદ કરવું જોઈએ. નગ્ન બાળકને માતાએ ત્વચા-થી-ત્વચાના સંપર્ક માટે તેના સ્તનના એકદમ નજીક પકડવું જોઈએ. તે દૂધના સરળ પ્રવાહને ઉત્તેજિત કરે છે અને બાળકને ગરમ રાખે છે. તે માતા અને બાળક વચ્ચે ભાવનાત્મક બંધન બનાવવા મદદ કરે છે.
સ્તનપાન શા માટે વહેલું શરૂ કરવું જોઈએ?
તેના ચાર પ્રાથમિક કારણો છે:
- બાળક પહેલા ૩૦થી ૬૦ મિનિટમાં સૌથી સક્રિય હોય છે.
- બાળકની ધાવણ લેવાની પ્રતિક્રિયા તે સમયે સૌથી વધુ સક્રિય છે.
- વહેલી શરૂઆત ખાતરી આપે છે કે સ્તનપાન સફળ રહેશે. કોલેસ્ટૉર્મ, સ્તનમાંથી આવતું પહેલું પીળું સ્ત્રાવ, તેમાં એવા પદાર્થો છે જે બાળક ને ચેપથી બચાવે છે; તે લગભગ રસી જેવું છે.
- તે સ્તનમાં થતા સોજાને દુખાવાને અટકાવે છે અને સુવાવડ પછીનો રક્તસ્રાવ ઘટાડે છે.
સીઝેરીયન થયેલ મહિલાઓ પોતાના બાળકને સ્તનપાન કરાવી શકે છે?
આ ઑપરેશન બાળકને સફળતાપૂર્વક સ્તનપાન કરવાની ક્ષમતા પર કોઈ અસર કરતું નથી.
- ઑપરેશનના ૪ કલાક પછી સ્તનપાન શરૂ કરી શકાય છે અથવા નિશ્ચેતનાના અસરમાંથી તમે બહાર આવો ત્યારે
- તમે તમારું શરીર એક બજુ નમાવી (સુતેલી સ્થિતિમાં) અને ધાવણ આપવાનું ચાલુ કરી શકો છો, અથવા તમે બાળકને તમારા પેટ પર સુવડાવીને ધવડાવી શકો છો
- બધી માતા જેમનું બાળક સીઝેરીયન દ્વારા જન્મેલ છે તે પહેલા થોડા દિવસની મદદ પછી તેમના બાળકને ધવડાવામાં સફળ રહે છે
શું બીમારીમાં પણ મહિલા સ્તનપાન કરવી શકે છે?
હા. મોટાભાગના રોગો બાળકને અસર નથી કરતા. ટાઈફોઈડ, મેલેરિયા, ક્ષય, કમળો, અથવા રક્તપિત્તના કારણે સ્તનપાન બંધ કરવાની જરૂર નથી.
ગેરમાન્યતા અને હકીકત:
માન્યતા: પહેલું પીળું દૂધ ના પીવડાવું જાઈએ.
હકીકત: પહેલું દૂધ, કોલોસ્ટ્રમ (Colostrum) બાળક માટે ખુબ જ જરૂરી છે. જેમાં પ્રોટીન ખુબ જ વધારે પ્રમાણમાં હોય છે.
માન્યતા: મા ને નબળાઈ હોય ત્યારે સ્તનપાન ના કરાવવું જાઈએ.
હકીકત: ભારતમાં મોટા ભાગે મહિલાઓ ને ૪૦૦-૬૦૦ ml દૂધ પહેલા વર્ષમાં આવે છે. સ્તનપાન કરાવવું જ જાઈએ અને પૌષ્ટિક આહાર જેમકે દાળ, લીલા શાકભાજી, સુપ જેવો ખોરાક દર ત્રણથી છઃ કલાક પર લેવો જાઈએ. જે માસાહારી હોય તેમણે ઈંડા અને માંસ ખાવામાં કોઈ વાંધો નથી.
માન્યતા: જે મહિલાઓ સ્તનપાન કરાવે છે તેઓ ગર્ભનિરોધક બની જાય છે..
હકીકત: ફક્ત ૫૦% મહિલાઓ ને સ્તનપાન દરમિયાનના ૬-૮ મહિનાઓ સુધી માસિક આવતું નથી જેના કારણે તેઓ ગર્ભનિરોધક ઉપાયો નો પ્રયોગ કરતી નથી. પરતું માસિક આવવના સમય કાળ દરમિયાન પ્રેગનેન્સી રહી શકે છે. માટે જ આના વિકલ્પ રૂપે ડોક્ટરની યોગ્ય સલાહ લેવી.
માન્યતા: ડબ્બા નું દૂધ / બોટલનું દૂધ વધુ પૌષ્ટિક હોય છે.
હકીકત: મા ના ૧૦૦ ml દૂધમાં ૧ gm Protien અને 70 Kcal હોય છે.આ શિશુના વિકાસ માટે પર્યાપ્ત છે.
માન્યતા: દૂધ પિવડાવવાથી શરીર જાડું થાય છે.
હકીકત: સ્તનપાન કરાવવના સમયકાળ વખતે વધુ ઘી-તેલ વાળી વસ્તુઓ ખાવાથી અને કસરત ના કરવાથી ચરબી જમા થાય છે અને મેદસ્વીપણું આવે છે.
માન્યતા: નાના આકારના સ્તનમાં દૂધનું ઉત્પાદન ઓછું થાય છે..
હકીકત: સ્તનના આકારની અસર દૂધના ઉત્પાદન પર થતી નથી સારો ખોરાક લેવાથી અને નિયમિત સ્તનપાન કરાવવાથી બાળકની જરૂરિયાત અનુસાર દૂધ બને છે.
માન્યતા: સ્તનપાનના સમય ગાળા દરમિયાન માતાએ ઠંડો ખોરાક જ ખાવો જાઈએ. ફળ, શાકભાજી, રોટલી ના ખાવું જાઈએ, તેનાથી બાળક ને પાચન માં તકલીફ પડે છે.
હકીકત: સેવન કરેલા ખોરાક ના પાચન પછી જ દૂધ બને છે. હંમેશા માતા એ પૌષ્ટીક અને સંતુલિત આહાર લેવો જાઈએ માતાનું દૂધ બાળક માટે હંમેશા સુપાચ્ય જ હોય છે.
માન્યતા: દર બે કલાકે દૂધ પિવડાવવું જાઈએ નહીંતર બાળક નબળું પડી જાય છે.
હકીકત: બાળકને જ્યારે જ્યારે ભૂખ લાગે ત્યારે તેને સ્તનપાન કરાવવું જાઈએ (Demand feeding)આના થી બાળકનું વજન પણ વધે છે. બાળકનું વજન અને તેની જરૂરીયાત અનુસાર ૧-૫ કલાકમાં તેને ભૂખ લાગતી હોય છે. બાળક જો દિવસમાં ૬-૮ વખત પેશાબ કરે તો તે પર્યાપ્ત સ્તનપાન કરે છે જન્મ ના પહેલા સપ્તાહમાં દરેક બાળકનું ૧૦% વજન ઓછું થાય છે. બાળક તેના જન્મ ના બીજા સપ્તાહની સમપ્તિ સુધીમાં બરાબર વજનનું થઈ જાય છે. 20gm/day વજન વધારો સામાન્ય છે.
માન્યતા: માતાએ કામનું પુનઃ પ્રારંભ કરતા પહેલા મા નું દૂધ છોડાવી દેવું જાઈએ.
હકીકત: માં નું દૂધ સાફ વાસણમાં કાઢીને બાળકને આપવું જાઈએ. આ વાતને એક્સપ્રેસ્ડ મીલ્ક (expressed milk) માં સમજાવી છે.
માન્યતા: વધુ સ્તનપાન કરાવવાથી બાળક હંમેશા માં પર આધિન રહેશે..
હકીકત: સંશોધન પ્રમાણે સ્તનપાન ભાવનાત્મક સેતુ બાંધવામાં મદદ કરે છે. અને આવા બાળક વધારે સંતુલિત લાગણીઓ વાળા અને સ્વતંત્ર બને છે.
માન્યતા: એક વર્ષ સુધી સ્તનપાન કરાવવાથી બાળક ને મા ના દૂધની ટેવ પડી જાય છે.
હકીકત: મોટા ભાગે બાળકો પોતાના સ્વાદનુસાર નવી વસ્તુઓ જમે છે. ઘણા બાળકો પોતાની રીતે જ દૂધ છોડી દે છે અને ઘણા બાળકો વધારે સમય લગાવે છે. પરંતુ આ બીકથી દૂધ પિવડાવવાનું છોડવું જાઈએ નહી.
માન્યતા: બીમાર થવા પર દૂધ પિવડાવવાનું બંધ કરી દેવું જાઈએ.
હકીકત: જો તમે બિમાર છો, તો તમારું બાળક એ બિમારી ના ક્ષેત્રમાં આવી જ ગયું છે. સ્તનપાન થી તેને રક્ષણાત્મક એન્ટીબોડી (Antibodies) મળશે ડોકરની સલાહ બાદ જ દવાઓ લેવી. તમારા ડોક્ટર તમને યોગ્ય દવા આપી શકશે જેનાથી માં ના દૂધ માં તેનો સ્ત્રાવ ના થાય અને બાળક ને નુકશાન ના પહોંચે.
માન્યતા: કસરત કરવાથી દૂધ ખાટુ થઈ જાય છે અને બાળક દૂધ પિતું નથી..
હકીકત: સંશોધન અનુસાર કસરતથી માં ના દૂધમાં કંઈ જ ફેર પડતો નથી. પરસેવો અથવા પરસેવાની દૂર્ગંધ ના લીધે બાળક દૂધ નથી પીતું એટલા માટે ચોખ્ખાઈનું ધ્યાન રાખવું.
માન્યતા: માસિક દરમિયાન અથવા બીજી પ્રેગ્નેન્સી રહી જવા બાદ બાળક ને દૂધ ના પીવડાવું જાઈએ.
હકીકત: આ પરિબળોનું સ્તનપાન કે દૂધ ના ઉત્પાદન પર કોઈ અસર થતી નથી
ટિપ્પણી પોસ્ટ કરો