આશા તરીકે કિશોર - કિશોરી શારીરિક ફેરફાર જાણકારી . ઝાડા અંગે સંભાળ . સેવાઓ .

આશા તરીકે કિશોર - કિશોરી શારીરિક ફેરફાર જાણકારી . ઝાડા અંગે સંભાળ . સેવાઓ .



આશા તરીકેની કિશોર-કિશોરીઓમાં થતા શારીરિક ફેરફાર અંગે જાણકારી

૧. યુવાનોને તેના શરીર, જાતી અને જાતીય ફેરફારો વિશે ઘણા પ્રશ્નો હોય છે, અને કેવી રીતે તંદુરસ્ત રહેવું તેના પણ પ્રશ્નો હોય છે. જાતીય ફેરફારો (સેક્સ્યુઆલીટી) એટલે જાતીય લાગણીઓ અનુભવવી. વિજાતીય આકર્ષણ જોવા મળે છે. તેમને જાણકારી અને સેવાઓની જરૂરીયાત હોય છે.

૨..તમે તેઓને નજીકની હોસ્પિટલમાં સેવાઓ જેવી કે આરોગ્ય સંભાળ, સગર્ભાવસ્થા દરમ્યાનની સેવાઓ, સંસ્થાકીય સુવાવડ, ગર્ભનિરોધક મેળવવા બાબત, પ્રજનન માર્ગના ચેપો, જાતીય ચેપો, જાતીય રીતે પ્રસરતા ચેપોની સેવાઓ તથા માસિકને લગતી સમસ્યાઓ મેળવવામાં મદદ કરશો.

૩. પુરૂષોને પણ જાણકારી અને સેવાની જરૂરીયાત હોય છે.

૪.. તમારે શાળાની મુલાકાત લેવાની થાય છે. અને છોકરા - છોકરીઓ સાથે આ બાબતે વાતચીત કરવી જોઇએ. 

૫..અથવા તો આ બાબતોની વાતચીત માટે નર્સબેન સાથે મળીને શાળાની મુલાકાતનું આયોજન ગોઠવવું.

૬.જો તમારા ગામમાં યુવક મંડળ હોય તો તમે સમયાંતરે તેમને મળવાનું ગોઠવો. તમે આરોગ્યના મુદ્દાઓ વિશેની જાણકારી પુરી પાડો અને તેમનો સહકાર મેળવીને આપણા આરોગ્યના કાર્યક્રમમાં તેનો સાથ લો. જરૂર પડે ત્યારે તમે તેઓની સાથે પી.એચ.સી. કે સબ સેન્ટરની મુલાકાત માટે સાથે જાઓ.

૭. તરૂણોને સમુદાયમાં સહયોગની જરૂર હોય છે. તમે પંચાયતના સભ્યો, શિક્ષકો, વાલીઓ, સ્થાનિક નેતાઓ અને એસ.એચ.જી. ના સભ્યોની સાથે આ વિષય પરની જાણકારી બાબતની ચર્ચા કરી શકો.

૮.તમારે કિશોરીઓના કાર્યક્રમ અંતર્ગતની આંગણવાડી કેન્દ્ર પર અપાતી સેવાઓની જાણકારી માટે જરૂરીયાત છે. સેવાઓ જેવી કે કિશોરી શક્તિ યોજના, તરૂણીઓને આ કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવે છે. પૂરક મુલાકાત પોષણ આપવામાં આવે છે .

૬. તરૂણો સાથે નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન (એન.વાય.કે.એસ.) યુવતિ મંડળ અને બીજા યુવા જૂથોની મીટીંગમાં આરોગ્યની જાળવણી અને રોગની અટકાયત વિશે ચર્ચા કરો.

માસિક દરમ્યાન તરૂણ છોકરીઓને મદદગાર થવું (સલાહ આપો).....

૧. મીઠું (નમક) ઓછું લે. મીઠું લેવાથી શરીરમાં વધારાના પાણીનો ભરાવો કરે છે અને તેને કારણે પેડુંમાં ભાર - દુઃખાવો થાય છે.

૨...કેફીન હોય તેવા ખાદ્ય પદાર્થોથી દૂર રહો. (કોફી, ચા અને કોકોકોલા જેવા અમુક પીણામાં કેફીન હોય છે) 

3. આખા ધાનમાંથી બનાવેલ ખાદ્યસામગ્રી, દાળિયા (ચણા), સોયાબીન, વટાણા, તાજી માછલી, માંસ, દૂધ અને બીજા પ્રોટીનયુક્ત પદાર્થો લો. જ્યારે શરીર આવા પદાર્થોને ઉપયોગ કરે છે ત્યારે વધારાનું પાણી વપરાય છે અને તેથી પેટમાં હળવાશ અનુભવાય છે.



આશા તરીકેની કલોરીનેશન અને ઝાડા અંગે સંભાળ

૧. પૂરની પરિસ્થિતિમાં કુટુંબોમાં ક્લોરીનેશન કરાયેલા પાણીનો ઉપયોગ કરવા સલાહ આપો.

 ૨. ગંભીર લક્ષણો દેખાય તો રીફર કરો.

૩. જો બાળકમાં નીચે મુજબનાં ગંભીર લક્ષણો/ચિન્હો દેખાય તો તાત્કાલિક પ્રથમ સ્તરીય સંદર્ભ સેવા કેન્દ્ર પર બાળકને લઇ જવા તમે કુટુંબીજનોને સલાહ આપો.

* જો બાળક ઢીલું દેખાય.

* જો બાળક પ્રવાહી પી ન શકે અથવા સ્તનપાન કરી ન શકે.

* ઝાડામાં લોહી દેખાય.

* આઠ કલાકથી પેશાબ થયો ન હોય.

૪. તમારે પ્રથમ સ્તરીય સંદર્ભ સેવા કેન્દ્રનું સ્થળ જાણી લેવું જોઇએ જેથી તમે બાળકોને પ્રથમ સ્તરીય સંદર્ભ સેવા કેન્દ્ર પર મોકલવા માટે માતાઓ/કુટુંબીજનોને સલાહ આપી શકો.

૫. માતાને ઓ.આર.એસ. આપવા માટે સલાહ આપો. ઓ.આર.એસ.ના ડેપો હોલ્ડર તરીકે તમારી પાસે ઓ.આર.એસ.નો પૂરતો જથ્થો હોવો જોઇએ. ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમ્યાન અને ઝાડાનાં રોગચાળા દરમ્યાન પૂરતો જથ્થો રાખવો જરૂરી છે.


ઝાડા અટકાવી શકાય છે. જો

૧. જન્મથી છ મહિનાની ઉંમર સુધી ફક્ત સ્તનપાન કરાવવામાં આવે.

૨. બાળકને ખોરાક આપતા પહેલા, ખોરાક રાંધતા પહેલા હાથ બરાબર રીતે ધોવાથી.

૩. રાંધવા માટેના વાસણો અને બાળકને ખોરાક આપવા માટેનાવાસણો સારી રીતે ચોખ્ખા રાખવાથી.

૪. ખોરાક ઢાંકીને રાધવાથી.

૫. એક કલાકમાં જ તાજો બનાવીને ખોરાક ખાવાથી.

૬. ઘર અને ઘરની આજુબાજુનો વિસ્તાર ચોખ્ખો રાખવાથી અને કચરાનો બરાબર રીતે નિકાલ કરવાથી માખીનો ઉપદ્રવ થતો નથી.

૭. ઘરમાં સંડાસ બંધાવીને તેનો ઉપયોગ કરવા માટે કુટુંબોને સલાહ આપો.

Post a Comment

વધુ નવું વધુ જૂનું