આશા તરીકે ની એનિમિયા અટકાવ અને કુટુંબ કલ્યાણ સેવાઓ .

આશા તરીકે ની એનિમિયા અટકાવ અને કુટુંબ કલ્યાણ સેવાઓ .





આશા બહેન ની એનિમિયા અટકાવ સેવાઓ & કુટુંબ કલ્યાણ સેવાઓ . 



આશા તરીકેની બાળકો/માતા/કિશોરીઓમાં એનિમિયા અંગે સારસંભાળ


એનીમિયા અટકાવવા માટેની સચોટ રીતઃ


1. બાળકો૬ મહિનાથી ૫ વર્ષ સુધીની ઉંમરનાં તમામ બાળકોને ૧ મીલી. સીરપ અઠવાડીયામાં બે વખત * અવશ્ય પીવડાવો.

૨.. કિશોરીઓ : અઠવાડીયે એક વાર લોહતત્ત્વની ગોળીઓ નજીકના આંગણવાડી કેન્દ્ર ઉપરથી અથવા આંગણવાડી કાર્યકર અથવા શાળામાં શિક્ષકો દ્વારા અપાવવી.

૩. સગર્ભા મહિલા : આર્યનની ગોળી ચાલું કરતાં પહેલા ૪૦૦ એમ.જી. ની આલ્બેડાઝોનની ૧ ગોળી આપવી. એક ગોળી દરરોજ. ૧૮૦ દિવસ સુધી સગર્ભા મહિલાઓને આશા/એફ એચ ડબ્લ્યૂ દ્વારા પુરી પાડવામાં આવે છે. મહિલા આરોગ્ય કાર્યકર દ્વારા કોર્ષ પુરો કરાવવો જોઇએ.

૪. લોહતત્ત્વ અને પ્રોટીનથી ભરપૂર હોય તેવો ખોરાક આપવા અંગે અને પૂરતા પ્રમાણમાં પોષણ જાળવવા અંગે સલાહ આપો. (ગોળ, દૂધ, કઠોળ, લીલા પાંદડાવાળા શાકભાજી, જામફળ, સફરજન વિગેરે)

૫. લોહતત્ત્વની ગોળીની આડઅસર થતી અટકાવવા માટેલોહતત્ત્વની ગોળી / સિરપ ક્યારેય ભૂખ્યા પેટેલેવું નહીં.

૬. જો બાળક અતિકુપોષિત હોય તો તેને લોહતત્ત્વનું સિરપ પીવડાવવું નહી. બાળકને વધારે તાવ હોય તો પણ લોહતત્ત્વનું સિરપ પીવડાવવું નહીં.

૭..લોહતત્ત્વની ગોળી પહેલીવાર લેવાથી કાળા રંગનો ઝાડો થાય / ઝાડાની સંખ્યામાં વધારો અથવા ઘટાડો થઇ શકે છે / ઉબકા આવવા કે છાતી માં બળતરા થવી તે બિલકુલ સામાન્ય છે. તે વિશે જાણકારી આપો.






આશા તરીકેની કુટુંબ કલ્યાણની સેવાઓ

૧..કુટુંબોને પરિવાર નિયોજનની પધ્ધતિ તરીકે નિરોધનો ઉપયોગ કરવાની સલાહ આપો. અને ખાસ સમજણ આપો કે નિરોધ જાતીય રીતે પ્રસરતા ચેપને અટકાવે છે. 

૨.નિરોધના ઉપયોગની ઇચ્છા ધરાવતા હોય તે બધાને  નિરોધ મળે તે કરો.

3. જો સંજોગો અનુકૂળ હોય તો દંપતિને નિરોધને ઉપયોગ કેવી રીતે કરવો તે બતાવવું. તે માટે ફ્લીપ ચાર્ટ અને એક નિરોધનો ઉપયોગ કરો. ક્યારેક તમારે મહિલાને બતાવવાની જરૂર પડશે અને તેના પતિ આ માટે હિસ્સેદાર બનશે.

૪. કેટલીક નિરોધ વિશેની ગેરસમજણ કે મોટી માન્યતાનું નિરાકરણ કરો.

૫. જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ન આવે તો તે તૂટી (ફાટી) જાય છે. મહિલાઓને આવા સંજોગોમાં તત્કાલીન ગર્ભનિરોધકની ગોળીના ઉપયોગની સલાહ આપો.

૬. તમે ગર્ભનિરોધક ગોળીઓ (માલા-એન) ના વિતરણ માટેના ડેપો હોલ્ડર છો.- (ચેકલીસ્ટ) ભરવું 

૭..તમે કાયમી અને બિનકાયમી બધી પધ્ધતિઓ વિશે મહિલાઓને સમજાવશો અનેતમે તેની પસંદગીમાં મદદ કરશો.

૮. એ.એન.એમ. અથવા ડૉક્ટર દ્વારા તપાસ થયા બાદ જો મહિલા ગોળીઓ માટે યોગ્ય હોય તો માલા-એનની ગોળીઓ શરૂ કરો.

૯. તમે તેની આડ-અસરો વિશે સમજાવો અને જ્યારેજરૂર પડે તો ક્યા સેવા કેન્દ્રની મુલાકાત લેવી તે જણાવશો. 

૧૦.તમે આ ગોળીઓ (ઓ.સી.પી.) વિશે સમજાવશો. અને ક્યાં તે મળે છે તેની માહિતી આપશો.

૧૧..કોપર - ટી અને અન્ય કુટુંબ નિયોજનની પધ્ધતિઓ વિશે સંપરામર્શ કરો.

૧૨.  કોપર-ટી કોણ મુકી શકે અને કેટલા સમય માટે ગર્ભધાન અટકાવી શકાય છે તે સમજાવો.

૧૩. નજીકના સેવા કેન્દ્ર પર કોપર-ટી મુકાવવા માટે તેની સાથે જાવ.

૧૪. મહિલાઓને યોગ્ય સ્વચ્છતા વિશે સમજાવો.

૧૫. મહિલાઓને કુદરતી પધ્ધતિઓ વિશે સમજાવો.

૧૬. જો કુટુંબ નિયોજન કેન્દ્ર પર ટાંકા વગરની પુરૂષ નસબંધી (એન.એસ.વી.) કે સ્ત્રી વ્યંધિકરણ ઓપરેશનની સગવડતા હોય તો તે શોધી કાઢો. જે પુરૂષ કે મહિલાની વ્યંધિકરણ ઓપરેશનની ઇચ્છા હોય તેની સાથે સેવા કેન્દ્ર પર જાઓ.

૧૭. કોપર-ટી મુકાવવા માટે તૈયાર થયેલ મહિલાની મુલાકાત લેવા માટે નર્સબેનને મદદ કરો.

૧૮. કુટુંબ નિયોજનમાં પુરૂષોની ભાગીદારીમાં વધારો થાય તેવા પ્રયત્નો કરો. 









Post a Comment

વધુ નવું વધુ જૂનું