આશા તરીકે સગર્ભા માતાની સારસંભાળ
૧. પ્રસૂતિ બાદનાં બે અઠવાડીયામાં ઓછામાં ઓછી એક વખત માતાની તપાસ અંગે તેણીને સલાહ આપો.
૨. સામાન્ય તકલીફો જેવી કે ડીટડી પર ચીરા, સ્તનમાં સોજો, યોનિમાર્ગેથી દુર્ગંધયુક્ત સ્ત્રાવ, પગમાં દુઃખાવો વિગેરે માટે માતાને સ્ત્રી આરોગ્ય કર્મચારીની મુલાકાત લેવા માતાને સલાહ આપો.
3. સ્ત્રી આરોગ્ય કર્મચારીને પ્રસૂતિ બાદની પરિસ્થિતિમાં ક્લીનીકનું સંચાલન કરવામાં મદદ કરો અને ગંભીર ચિહ્નોવાળા બાળકો અને માતાઓને અલગ તારવો.
૪. જન્મ નોંધણી અંગે સલાહ આપો.
૫. નવજાત શિશુ માટે ફક્ત સ્તનપાન અંગે સંપરામર્શ કરો કે જેનાં દ્વારા
* ગર્ભાશયનાં સંકોચનની પ્રક્રિયામાં સારી રીતે મદદરૂપ થઇ શકે છે.
* સ્તનપાન આપતી માતાને માસિક ધર્મ થોડા સમય સુધી બંધ થઇ જાય છે એ આ રીતે કુદરતી ગર્ભનિરોધક તરીકે મદદરૂપ થાય છે.
* ગર્ભનિરોધક પધ્ધતિઓ (કાયમી / બિન કાયમી) અંગે સંપરમાર્શ કરો અને માતાને /
કુટુંબીજનોને તે મેળવવા માટે મદદ કરો.
જો નીચેમાંથી કોઇપણ પરિસ્થિતિ ઉદ્ભવે તો માતાને જાણ કરવા જણાવોઃ
૧. યોનિમાર્ગેથી વધુ પ્રમાણમાં રક્તસ્ત્રાવ
૨. બેભાન થઇ જવું
3. શ્વાસોચ્છવાસની તકલીફ અથવા ઝડપી શ્વાસોચ્છવાસ
૪. તાવ
૫. પેટમાં અતિશય દુઃખાવો થાય.
આશા તરીકેની નવજાત શિશુની સારસંભાળ
૧. જન્મ પછી તરત જ બાળકને નવડાવવું જોઇએ નહીં.
૨. નીચે દર્શાવેલ લક્ષણોમાંથી કોઇપણ એક જો બાળકમાં જોવા મળે તો તાત્કાલિક બાળકને પ્રથમ સ્તરીય સંદર્ભ સેવા કેન્દ્ર પર લઇ જવા માટે કુટુંબીજનોને સમજાવો.
સ્તન અસરકારક રીતે ચૂસતું ન હોય.
માંદુ જણાય. તાવ આવે.
ઝડપી શ્વાસોચ્છવાસ અને શ્વાસમાં તકલીફ જણાય.
ઝાડામાં લોહી પડે.
હથેળી / પગનાં તળિયાં ફિક્કા / ભૂરાં થઇ જાય. - અસામાન્ય હલનચલન (ખેંચ આવવી)
બાળક સતત ઉંધ્યા કરતું હોય તેવું જણાય અથવા
સતત રડ્યા કરતું હોય. હથેળી / પગનાં તળિયાં પર પીળાશ પડતાં ડાઘ ઉત્પન્ન થતાં હોય. .
અડવાથી અથવા સ્પર્શથી બાળક ઠંડુ કે ગરમ જણાય. કોઇપણ જગ્યાએથી રક્તસ્ત્રાવ થાય.
પેટ મોટું થઇ જાય.
જન્મ પછીનાં ૨૪ કલાકમાં એક પણ વખત મળ પ્રવૃત્તિ ન થાય. ૪૮ કલાકમાં એક પણ વખત પેશાબ ન થાય.
૩. જો નવજાત શિશુનું વજન કરી લીધું હોય તો તમે જાણી લો જો વજનકાંટાનાં પીળા અથવા લીલા રંગનાં ભાગમાં શિશુનું વજન આવતું હોય તો તેને માતા સાથે રાખો.
૪. પ્રસૂતિ પછી પરત જ, પહેલા જ કલાકમાં સ્તનપાન શરૂ કરવા માટે સલાહ આપો.
૫. પ્રથમ ધાવણ (કોલોસ્ટ્રોમ) અવશ્ય આપવું જોઇએ જેથી શિશુને ચેપથી બચાવી શકાય છે.
*. છ મહિના સુધી નવજાત શિશુને ફક્ત માતાનું ધાવણ જ આપવું જોઇએ.
૭. તમારે સગર્ભા સ્ત્રી અને તેનાં કુટુંબીજનોને સંસ્થાકીય પ્રસૂતિ શક્ય ન હોય તો, ઘરે નવજાત શિશુને નીચે મુજબ સંભાળ આપવી જોઇએ.
૮. સ્ત્રીને જન્મ સહાયક કૌશલ્યવાળી વ્યક્તિ પાસે પ્રસૂતિ કરાવવા માટે સલાહ આપો.
9.શિશુને હંફાળુ અને કોરૂ રાખવા માટે માતાને સલાહ આપો. નવજાત શિશુના શરીર પરથી સફેદ છારીને ઘસી ધસીને લૂછી નાંખવી નહિં, તેમ કરવાથી બાળક પોતાનું ઉષ્ણતામાન ગુમાવી દે છે (ઠંડુ પડી જાય છે.)
૧૦. શિશુને માતા સાથે ખુબ નજીક રાખેલ છે તેની ખાત્રી કરો. (ચામડીથી ચામડીનાં સ્પર્શ દ્વારા) જેટલું શક્ય હોય ત્યાં સુધી દિવસ અને રાત્રે ચામડીથી ચામડીનાં સ્પર્શ દ્વારા હુક આપો. જો માતા હાજર ન હોય તો, પિતા / કુટુંબની અન્ય પુખ્ત વયની વ્યક્તિ પણ ચામડીથી ચામડીનાં સ્પર્શ દ્વારા હુંફ આપી શકે છે.
૧૧. દરેક નવજાત શિશુઓને સંભાળની જરૂર છે તેની અગત્યતા સમજાવો.
૧૨. યોગ્ય સંસ્થાના જન્મની નોંધણી કરાવવા માટે માતા- પિતાને તમારે મદદ કરવી જોઇએ.
૧૩. છ મહિના સુધી ફક્ત સ્તનપાન આપવા માટે માતાને મદદ કરો.
૧૪. કુટુંબીજનોને પૂરક પોષણ વિષે શિક્ષણ આપો, પૂરક પોષણ તૈયાર કરવા માટે નિદર્શન કરો.
૧૫. બાળકને વજન કરવા માટે આંગણવાડી કેન્દ્ર પર લઇ જવા માટે માતાઓ સાથે સંપરામર્શ કરો અને અપૂરતા વજનવાળા બાળકોની સંભાળ માટે પણ જણાવો.
૧૬. દીકરીનાં પોષણની અવગણના ન કરવા માટે માતાઓ સાથે સંપરામર્શ કરો.
૧૭. આંગણવાડી કેન્દ્ર પરથી ઉપલબ્ધ થતા પૂરક ખોરાકો માટે માતાઓને તમે સલાહ આપો અને દરેક લક્ષિત બાળકો આંગણવાડી કાર્યકર પાસેથી તે મેળવે છે તેની તમે ખાત્રી કરો.
૧૮. અપૂરતા પોષણવાળા બાળકોને શોધી કાઢો અને તેઓને નિયમિત રીતે પૂરક પોષણ મળી રહે છે તેની ખાત્રી કરો. નિયમિત સમયાંતરે આવા બાળકોનું વજનની તપાસ થાય અને બાળકોનું વજન વધે છે તેની ખાત્રી કરો.
૧૯. માંદગી દરમ્યાન પણ ખોરાક ચાલુ રાખવા તમે માતાઓને સલાહ આપો.
૨૦. ખોરાકનું પ્રમાણ ઓછું થઇ શકે પરંતુ વારંવાર આપવો જોઇએ.
૨૧. સહેલાઇથી પચી જાય તેવો સાદો ઘરે બનાવેલો ખોરાક આપવો જોઇએ.
૨૨. માંદગીમાં હુમલા બાદ થોડા દિવસો સુધી માતાને વારંવાર સ્તનપાન કરાવવા માટે સલાહ આપો.
૨૩. માતાઓને સલાહ આપો, બાળકને આપવામાં આવતી દાળ અથવા અન્ય ખોરાક પાતળા બનાવવા ન જોઇએ. બાળક માટેનો ખોરાક અલગ કાઢી લો પછી તેમાં અન્ય સભ્યો માટે મસાલા અને મરચું ઉમેરો. બાળકનાં ખોરાકમાં એક ચમચી માખણ / ઘી તેલ ઉમેરો.
ટિપ્પણી પોસ્ટ કરો