Accredited Social Health Activist
અધિકૃત સામાજિક આરોગ્ય કાર્યકર્તા (આશા) એ ભારતના રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન (NRHM)ના ભાગ રૂપે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) દ્વારા નિયુક્ત કરાયેલા સમુદાય આરોગ્ય કાર્યકર છે.[1] મિશન 2005 માં શરૂ થયું હતું; સંપૂર્ણ અમલીકરણ 2012 માટે લક્ષ્યાંકિત કરવામાં આવ્યું હતું. માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર્તા (આશા) પાછળનો વિચાર હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોને આરોગ્ય સંભાળ સિસ્ટમ સાથે જોડવાનો હતો. ભારતમાં "દરેક ગામમાં એક આશા" રાખવાનું લક્ષ્ય હતું.[2] જુલાઈ 2013માં ASHAsની સંખ્યા 870,089 હોવાનું નોંધાયું હતું.[3] 2018માં આ સંખ્યા 939,978 થઈ ગઈ. ASHAs ની આદર્શ સંખ્યા 1,022,265 હતી.[4]
આશાની ભૂમિકા
પોતાના ગામ ના લોકોને સારુ આરોગ્ય પ્રાપ્ત થાય અને તેમને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે આશા તરીકે તમને જે કામગીરી સોંપવામાં આવી છે તે ખૂબ જ અગત્યની છે તેમજ સમગ્ર કાર્યક્રમના સફળ અમલીકરણમાં તમારો ફાળો ખૂબ જ મહત્વનો છે.
આશા તરીકે તમારી મુખ્ય ભૂમિકા નીચે મુજબની રહેશે ઃ
૧. ગામના લોકો અને આરોગ્ય સેવાઓ વચ્ચે સેતુરૂપ બનવું.
૨. તમારા ગામના બધા જ લોકો જાહેર આરોગ્યન તમામ કાર્યક્રમોમાં ભાગ લે તેની તકેદારી રાખવી.
3. ગામના લોકોને આરોગ્યને લગતી કોઇ પણ જરૂરીયાત ઊભી થાય ત્યારે હાજર રહેવું.
: ૪. લોકોમાં આરોગ્યને લગતી જાગૃતિ ઊભી કરવી અને સ્થાનિક આરોગ્યને લગતાં આયોજન કરવા અને ઉપલબ્ધ આરોગ્ય સેવાઓનો ઉપયોગ વધારવા લોકોને પ્રોત્સાહીત કરવા.
૫. લોકોને યોગ્ય અને સુવિધાજનક આરોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવી.
9. આરોગ્ય, પોષણ, વ્યક્તિગત અને જાહેર સ્વચ્છતા અને સાફ-સફાઇ, આરોગ્યપ્રદ આદતો જેવી આરોગ્ય પર અસર કરતી બાબતો અંગે લોકોને જાણકારી પૂરી પાડવી.
૭. મહિલાઓને ગર્ભાવસ્થાની તૈયારીઓ, સુરક્ષિત પ્રસૂતિનું મહત્ત્વ, નવજાત શિશુની સંભાળ, સ્તનપાન અને પૂરક પોષણ, રસીકરણ, ગર્ભનિરોધક સાધનો, જાતિય રોગ સામે લેવા જેવી જરૂરી કાળજી, બાળમાંદગી અને બાળ ઉછેર વગેરે અંગે સલાહ - સમજણ આપવી તથા પરામર્શ કરવું.
૮. આંગણવાડી / પેટા કેન્દ્ર / પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેવાં સ્થળ પર સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી રસીકરણ, ગર્ભસ્થ શિશુની સંભાળ, પ્રસૂતિ બાદની તપાસ, પૂરક પોષણ, સ્વચ્છતા અને અન્ય આરોગ્ય સંબંધિત સેવાઓ ઉપલબ્ધ છે કે નહિ, તેનું ધ્યાન લોકો રાખતા થાય, એટલા તેમને જાગૃત અને સજ્જ બનાવવા.
૯. મમતા દિવસનો પ્રસાર કરવો અને ગામની તમામ સગર્ભા તેમજ ધાત્રી માતાઓ તેમજ બાળકો તેનો પુરો લાભ મેળવે તે બાબતની કાળજી રાખવી.
૧૦. સરકાર દ્વારા પૂરા પાડવામાં આવતા ઓ.આર.એસ., લોહતત્ત્વ અને ફોલિક એસીડની ગોળીઓ, ડિસ્પોઝેબલ પ્રસૂતિ કિટ, ગર્ભનિરોધક ગોળીઓ, નિરોધ વગેરે તમારી પાસે રાખીને ગામ લોકોને તે આપવાનું કામ કરવાનું હોય છે.
- ૧૧. લોકોની આરોગ્ય સુધારવા અંગે જરૂરી વર્તણૂંક બદલવામાં મદદરૂપ થવું.
૧૨. જન્મ અને મૃત્યુની નોંધણી કરાવવી.
૧૩. તમારી કામગીરીના શ્રેષ્ઠ અને આગોતરા આયોજન માટે તેમજ તમારા અનુભવો અને વિચારો લખવા માટે તથા અન્ય સંદર્ભ નોંધ રાખવા માટે તમને આ ડાયરી આપવામાં આવેલ છે જે અત્યંત મદદરૂપ થશે.
આશા ના કાર્યો
અઠવાડીયાનાં ચાર થી પાંચ દિવસ, રોજના બે ક્લાક સુધી આશા પોતાના કાર્ય વિસ્તારમાં રહેતા કુટુંબોની મુલાકાત લેશે જેમાં વંચિત સમુદાયને તે પ્રાથમિકતા આપશે. લોકોનું સ્વાસ્થ્ય સારૂં રહે અને રોગોનો અટકાવ થાય તેવી સંભાળ પૂરી પાડવા માટે આશાએ ગૃહ મુલાકાત લેવાની હોય છે. આશા દ્વારા પ્રજનન, માતા, નવજાત અને બાળ સ્વાસ્થ્ય સેવાઓ ઉપરાંત બિનસંચારી રોગો, વિકલાંગતા અને માનસિક સ્વાસ્થ્ય સેવાઓ આપવા માટે ગૃહ મુલાકાત અગત્યની કામગીરી છે. જે ઘરોમાં સગર્ભા સ્ત્રી, નવજાત શિશુ, બે વર્ષથી નાની ઉંમરના બાળકો અથવા કુપોષિત બાળક હોય, તે ઘરોને ગૃહ મુલાકાત માટે આશાએ પ્રાથમિકતા આપવી જોઇએ. આશા દ્વારા દરેક ઘરની મહિનામાં એકવાર મુલાકાત લેવી જરૂરી છે. જે ઘરોમાં નવજાત શિશુ હોય ત્યાં આશા દ્વારા છ(૬) કે તેથી વધુ મુલાકાતો લેવી જરૂરી છે.
૨. મમતા દિવસ (ગામ સ્વાસ્થ્ય અને પોષણ દિવસ) માં હાજરી :
જે લોકોને આંગણવાડી અથવા નર્સ (એ.એન.એમ./સ્ત્રી આરોગ્ય કાર્યકર) ની સેવાઅની જરૂરિયાત હોય તેમને મમતા દિવસમાં હાજર રહેવા પ્રેરિત કરવા જોઇએ. પરામર્શ, સ્વાસ્થ્ય શિક્ષણ અને સેવાઓ મેળવવા માટે આશાએ લોકોને મદદ કરવી જોઇએ.
૩. સ્વાસ્થ્ય કેન્દ્રની મુલાકાત -
સગર્ભા સ્ત્રી, માંદુ બાળક કે જેમને આરોગ્ય કેન્દ્રથી સારવાર મેળવવાની જરૂર હોય, તેમની સાથે આશાએ જવાનું હોય છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં થતી માસિક બેઠકમાં આશાની હાજરી અપેક્ષિત છે.
૪. ગામની બેઠક -
ગામ સંજીવની સમિતિ (VHSNC) નાં સભ્ય કે સભ્ય સેક્રેટરી તરીકે આશાએ સમિતિની માસિક બેઠક બોલાવવામાં સહાય કરવી અને તેની કામગીરીમાં આગેવાની અને માર્ગદર્શન પુરું પાડવાનું રહેશે. લોકોને સ્વાસ્થ્ય શિક્ષણ પુરું પાડવા માટે આ બેઠકની સાથે ફળિયા બેઠકો યોજી શકાય છે.
૫. રેકોર્ડ નિભાવવા -
પોતાની કામગીરી તેમજ લોકોના આરોગ્ય માટે વધુ સારી રીતે આયોજન કરવા આશા દ્વારા જરૂરી રેકોર્ડ નિભાવવાના રહેશે. તેમજ આંગણવાડી વર્કર . Mphw / fhw ના સંકલન માં રહી ને કામગિરી કરવી જોઈએ .
ટિપ્પણી પોસ્ટ કરો