Whats is Kangaroo Mother Care ?
મધર કેરમાં બાળક અને માતાની ત્વચાને સંપર્કમાં રાખવામાં આવે છે. બાળકને માતાની ત્વચાની નજીક રાખવાથી બાળકના શરીરમાં ગરમી બની રહે છે અને માતાને સારી રીતે સાંભળી શકે છે, સૂંઘી શકે છે અને મહેસૂસ પણ કરી શકે છે. આ રીતે બાળક બધી જ ઈન્દ્રીયોથી માતાનો પ્રેમ મેળવે છે અને બાળકનું વજન જલ્દીથી વધે છે. કાંગારું મધર કેર માત્ર મા જ આપી શકે એ જરૂરી નથી. પિતા, નાની, દાદી પણ કાંગારુ મધર કેર આપી શકે છે. બાળકને સારી રીતે સંભાળતા શીખ્યા હોય તે વ્યક્તિ કાંગારુ મધર કેર આપી શકે છે. કાંગારુ મધર કેરની જાણકારી અને જાગૃતિથી બાળકોના મૃત્યુ દરને ઓછો કરી શકાય છે. સામાન્ય રીતે કાંગારુ કેરમાં બાળકોને માત્ર એક ડાયપર પહેરાવવામાં આવે છે અને બાળકને માતાની છાતી વચ્ચે રાખવામાં આવે છે. જેથી બાળકની ત્વચા માતાની ત્વચા સાથે સંપર્કમાં રહે છે.’
કાંગારૂ મધર કેર' પદ્ધતિથી બાળકને સ્તનપાન કરવામાં ખૂબ જ સગવડ રહે છે. આ કારણે બાળકનું વજન સારી રીતે વધે છે, બાળકનો માનસિક વિકાસ પણ વધુ સારો થાય છે. માતાને આત્મસંતોષ તેમજ આત્મવિશ્વાસ વધે છે અને બાળસંભાળમાં સક્રિય ભાગીદારીને લીધે તે ધન્યતા અનુભવે છે. માતાની માનસિક તાણ ઓછી થાય છે.
ઓછા વજન વાળા બાળકો ની સંભાળ અને ખોરાક ની માહિતી માટે અહીં ક્લિક કરો .
કાંગારૂ મધર કેરના ફાયદા
- બાળકના શરીરનું ઉષ્ણતામાન યોગ્ય રીતે જળવાઈ રહે છે. બાળક ઠંડુ નથી પડતું કે, વધુ પડતું ગરમ પણ નથી થઈ જતું. બાળકને હાઈપોથર્મિયા થતા બચાવી શકાય છે.
- બાળકને અન્ય કોઈ ચેપ લાગવાની શક્યતા ઓછી રહે છે.
- માતાના બે સ્તન વચ્ચે રાખી બાળકને મળતા સતત સ્પર્શને લીધે માતાને ધાવણ વધુ આવે છે. બાળકને વારંવાર ધવડાવવાનું સહેલું પડે છે.
- કાંગારૂ મધર કેર' પદ્ધતિથી બાળકને સ્તનપાન કરવામાં ખૂબ જ સગવડ રહે છે. આ કારણે બાળકનું વજન સારી રીતે વધે છે, બાળકનો માનસિક વિકાસ પણ વધુ સારો થાય છે.
- માતાને આત્મસંતોષ તેમજ આત્મવિશ્વાસ વધે છે અને બાળસંભાળમાં સક્રિય ભાગીદારીને લીધે તે ધન્યતા અનુભવે છે. માતાની માનસિક તાણ ઓછી થાય છે.
- બાળકના શ્વાસોચ્છવાસ અને હૃદયના ધબકારાની નિયમિતતા જળવાઈ રહે છે.
- નવજાત શિશુને ઓછા દિવસ દવાખાનામાં રહેવું પડે છે. આથી દવાખાનાનો ખર્ચ ઓછો થઈ જાય છે.
‘કાંગારૂ મધર કેર’ થેરાપી ઓછા વજનવાળા બાળકો માટે જીવનરક્ષક સાબિત થઈ રહી છે,
માતાનું દૂધ બાળક માટે અમૃત સમાન
- બાળકના રિકવરી માટે માતાનું દૂધ ઉપયોગી હોવાથી તે અમૃત કરતા ઓછું નથી. માતાને શરૂઆતના દિવસોમાં આવતું ધાવણ જાડુ-પીળુ દૂધ, પોષક તત્વોથી અને રોગ પ્રતિકારક શક્તિથી ભરપૂર હોય છે.
- વૈશ્વિક રિસર્ચ થયા મુજબ જે બાળકો માતાના દૂધથી મોટા થયા હોય તેમના IQ (બુદ્ધી) પ્રાણીજન્ય દૂધ પીને મોટા થયેલા બાળકોની સરખામણીમાં ખૂબ જ વધારે હોય છે.
- માતાનું દૂધ પચવામાં સરળ અને કુદરતી રીતે યોગ્ય તાપમાને મળતું હોવાથી આદર્શ આહાર છે.
- માતાના દૂધમાં જરૂરી વિટામિન્સ અને પોષકતત્વો અને ઉત્તમ પ્રકારના રોગપ્રતિકારક તત્વો ભરપૂર માત્રામાં રહેલા છે.
- માતાના દૂધમાં રહેલા ખાસ તત્વો બાળકને ન્યૂમોનિયા, ઝાડા-ઉલટી અને અન્ય ગંભીર બીમારી સામે રક્ષણ પુરૂ પાડે છે.
- માતાના દૂધથી બાળકને ભવિષ્યમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હૃદયરોગ થવાની શક્યતા ઘટી જાય છે.
ટિપ્પણી પોસ્ટ કરો