છ મહિના સુધી ફક્ત સ્તનપાન શા માટે ?
બાળક જન્મે તેની સાથે જ સ્તનપાનની શરૂઆત કરી દેવી જોઈએ. ૬ મહિના સુધી માતાનું ધાવણ એ સંપૂર્ણ આહાર છે. સફળતાપૂર્વક સ્તનપાન કરવા માટે માતાને યોગ્ય માર્ગદર્શન, આત્મવિશ્વાસ તથા કોઈપણ પ્રકારની અન્ય શારીરિક તકલીફનું નિવારણ અને પૌષ્ટિક આહાર તથા પુષ્કળ પ્રમાણમાં પાણી જરૂરી છે.
યોગ્ય પોઝિશન પણ સ્તનપાન માટે જરૂરી છે. આ ઉપરાંત બાળકને એકતરફ વળગાડીને સંપૂર્ણ ખાલી ન થાય ત્યાં સુધી સાઈડ બદલવી નહિ. આ વખતે જમણી બાજુ પહેલા ધાવણ આપ્યું હોય તો બીજી વાર ડાબી બાજુ પહેલા ધાવણ આપવું જેથી Foremilk & Hindmilk એમ બન્નેનો ફાયદો મળે.
ધાવણ આપતી માતાએ ઘરનો રાંધેલો પૌષ્ટિક આહાર લેવો. કઠોળ, દાળ, અંકુરિત અનાજ, એ પ્રોટીનનો Source છે. દૂધ તથા દૂધની બનાવટો અને કેળા, કેલ્શિયમ પુરું પાડે છે તથા લીલા શાકભાજી, ખજૂર, ગોળ, બીટ, અંજીર વગેરે લોહતત્વ પૂરું પાડે છે. આ ઉપરાંત ફળફળાદી તથા વિવિધ શાકભાજી લેવા. ધાવણ એ બાળકના આહારનું Customized solution છે. માતાનો વૈવિધ્યપુર્ણ આહાર બાળકની સ્વાદ અને સુગંધની ગ્રંથિ પર અસર પાડે છે, તે બાળકને વિવિધ પ્રકારના સ્વાદ પરિચિત કરાવે છે. જયારે બાળકને આહાર આપીએ ત્યારે આ પરિચિતતા એ છ મહિના પછી બાળકને નવા નવા પ્રકારના ખોરાક સરળતાથી સ્વીકાર કરવામાં મદદ કરે છે.
સ્તનપાનથી મહત્તમ પોષણ મળે છે. તેમાં આયર્ન, ફોલિક એસિડ ઉપરાંત અનેક રક્ષણાત્મક ઘટકો હોય છે, જે બાળકના ખૂબ ઝડપી વિકાસમાં મદદરૂપ બને છે.
6 માસ બાદ પૂરક આહાર કેવી રીતે શરૂ કરવો?
આ માટેના કેટલાક સોનેરી નિયમો છે, જે પાળવા જોઈએ ઃ
1. નાની નાની માત્રામાં આપવો - બહુ ઉત્સાહમાં ન આવી જવું, બાળકને વધુ પડતો ખોરાક ન ખવડાવી દેવો.
2. એક સમયે એક જ પદાર્થ - આમ કરવાથી જો બાળકને કોઈ ખાદ્ય પદાર્થની એલર્જી હોય તો જાણી શકાય છે.
3. બાળકને કોઈ ચેપ ન લાગે તે માટે સ્વચ્છતા ચુસ્તપણે જાળવવી જોઈએ.
પૂરક આહાર માટે સ્થિતિ :
બાળક 45 ડિગ્રીએ ટેકો દઈને બેઠેલું હોવું જોઈએ અથવા માતાની સામે મોઢું રાખીને બેઠેલું હોવું જોઈએ. પરિવારના અન્ય સભ્યો સાથે ટેબલ ઉપર તેને ભોજન ખવડાવો.
6 મહિને
સ્તનપાનચાલુ રાખો છ મહિના પૂર્ણ થતાં બાળકને દિવસમા બેથી ત્રણ ચમચી અર્ધપ્રવાહી યુવાહી યુકત ખોરાક અથવા હાથથી મસળેલો ખોરાક બે ત્રણ વખત આપવો.
એક વખતે એક જ પ્રકારના ખોરાકથી શરૂઆત કરો પછી ધીમે ધીમે ઓછી માત્રામાં શાકભાજી, ફળફળાદી, દાળ અને કઠોળ આપવા.
ધીમે ધીમે ખોરાકની માત્રા વધારવી શારીરિક અને માનસિક વિકાસ માટે તેમજ લોહતત્વની ઉણપને પહોચી વળવા આયર્ન નાં ટીપા શિરપ આપવા.
ઓછા વજન વાળા બાળકો ની સંભાળ અને ખોરાક વિશે માહિતી માટે અહીં ક્લિક કરો .
6થી 9 મહિનાના બાળક માટે.
સ્તનપાનચાલુ રાખો
દિવસમાં ૩-૪ વખત થોડો ઘટ્ટ ખોરાક આપવાનું શરુ કરો
૨ થી ૩ વખત જમવાનું અને ૧ થી ૨ વખત નાસ્તો આપો.
ખોરાકની વિભીન્નતા અને જથ્થામાં વધારો કરતાં જાઓ.
એકાદ નવા ખોરાકની શરૂઆત કરો જેવા કે ખીચડી, દલિયો
ઓછા માં ઓછા ચાર પ્રકારના ખોરાક જુથનો શમાવેલ કરવો ૧) કઠોળ ૨)લીલાશાકભાજી અને ફળો ૩) તેલ, ધી ૪) હાથથી મસળેલી દાળ/માછલી / ઈંડા (ફકત બાફેલા)આયર્ન નાં ટીપા / શિરપ આપવા
માતાના દૂધ સાથે ઘરે તાજો રાંધેલો લુગ્દી જેવો તેમજ નક્કર ખોરાક આપવો જોઈએ.બાળકને બેથી ત્રણવાર ભોજન +માગે ત્યારે એક અથવા બે વાર નાસ્તો આપવો જોઈએ.
9થી 12 મહિનાના બાળક માટે
સ્તનપાન ચાલુ રાખો.
૯ મહિના પછી બાળકને ઓછામાં ઓછી વાટકી ખોરાક દિવસમાં ૩ થી ૪ વખત જમવા આપો.
૧૨ મહિના પછી બાળકને ઘરમા ખવાતો ખોરાક ૩/૪ વાટકી ત્રણ થી ચાર વખત તથા ૧ થી ૨ વખત નાસ્તો આપો
છેવટે બાળકને પોતાના હાથ થી પકડીને ખાઈ શકે તેવો ખોરાક આપો મસળેલો ખોરાક હોય તો પણ બાળકને પોતાના હોથે ખાય તેવી રીતે આપો.
હવે ધીમે ધીમે ભોજનની સંખ્યા વધારવી જોઈએ. ત્રણથી ચાર જેટલા મુખ્ય ભોજન ઉપરાંત એકથી બે વધારાના ભોજન (નાસ્તા) આપવા જોઈએ.
12થી 24 મહિનાના બાળક માટે
ત્રણથી ચાર મુખ્ય ભોજન આપો. ઉપરાંત બેવાર નાસ્તા આપો. માત્રા વધારો.
ઓછામાં ઓછાં બે વર્ષ સુધી માતાનું દૂધ - સ્તનપાન ચાલુ રાખો. તે પછી જો માતાની ઈચ્છા હોય તો તે બાળકને સાત વર્ષની વય સુધી સ્તનપાન કરાવવાનું ચાલુ રાખી શકે છે
પૂરક આહાર માટે માતા/સંભાળકર્તા માટે મહત્વના સંદેશા,
• દાળ અને મગ, ચણા વગેરેનું ધાન્ય અને કઠોળ સાથે સંયોજન આપવું જોઇએ. ઉદાહરણ- દાળ સાથે ભાત અથવા દાળ સાથે ફાડા ઘઉં, દાળમાં પલાળેલી ચપાટી/રોટલી, દાળ સાથે બાજરાની ખીચડી વગેરે. આહાર સ્થાનિકે મળતી દાળ અને ધાન્ય/અનાજ હોવું જોઇએ.
.તેલ/ ઘી/ માખણ, ખાંડ/ ગોળ, શેકલી, ખાંડેલી, દળેલી મગફળી (જો બાળકને એલર્જી ન હોય તો) વગેરેને સમૃદ્ધ, સ્વાદિષ્ટ અને ગળવામાં સરળ બનાવવા માટે નાખી શકાય.બાળકના આહારમાં મસાલા નાખવા નહિ.
.સ્થાનિકે મળતા, તાજા અને મોસમી ફળો, શાકભાજી બાળકને આપવા જોઇએ. ધોયેલા, રાંધેલા ફ્ળો અને શાકભાજી ખોરાકમાં લઇ શકાય.
.રસોઇ માટે પલાળેલા, ફ્ળગાવેલા, શેકેલા અને દળેલા અનાજ/ ધાન્ય અને કઠોળ સરળતાથી પાચન થતું હોવાથી આપી શકાય.
.જ્યાં પણ સાંસ્કૃતિક રીતે સ્વીકાર્ય હોય ત્યાં બાળકને પ્રાણીજન્ય/બિન શાકાહારી આહાર (માંસ, યકૃત, માછલી, ઈંડા (બાફેલા) વગેરે શક્ય તેટલું વહેલું અને વારંવાર શરૂ કરી શકાય.
. મુખ્ય ભોજનોની વચ્ચે એકથી બે આરોગ્યપ્રદ નાસ્તાનું આયોજન કરવું. નાના ભોજન જેવો નાસ્તો મુખ્ય ભોજનોની વચ્ચે આપી શકાય છે. તે ભોજનના બદલે ન જ હોવો જોઇએ. છીણેલા કેળાં, પપૈયા, કેરી, ચીકુ અને બીજા પોચા ફ્ળો; બાફેલા અને છીણેલા બટાટા, છીણેલા શાકભાજી, બાફેલા ઈંડા, દહીં, પંજરી, લાડુ, હલવો, ઉપમા, ઇડલી, ટૂકડા/છીણેલી મગફળી સાથે પૌઆ (બાળકને એલર્જી હોય તો મગફળી ન નાખવી) વગેરે નાસ્તામાં આપી શકાય તેવા કેટલાક ઉદાહરણો છે.
• એક વખત એક જ આહાર આપવો, એક પછી એક નવો આહાર ઉમેરીને વિવિધતા લાવી શકાય.
• બાળકને જરુર પૂરતો આહાર લેવા પ્રોત્સાહિત કરવા માટે રસ દાખવો, સ્મિત કરવું અથવા રમતો રમો,
.બીમારીમાં પણ પૂરક આહાર આપવાનું ચાલું રાખવું અને સાજા થવાના સમયે માત્રા વધારવી.
. બાળકને અલગ કપ, વાટકી/ થાળીમાં પીરસો કારણ કે બાળકે કેટલું ખાધું છે તે માતા/ સંભાળ રાખનારને સમજવામાં મદદ કરશે.
. જો બાળકને કોઇ ચોક્કસ ખોરાક ન ગમે તો થોડા સમય માટે તે ન આપો અને થોડા સમય પછી ફરીથી આપો.
.પૂરક આહાર ઓરગ્યપ્રદ વાતાવરણમાં તૈયાર કરવો જોઇએ. માતા/ સંભાળ રાખનારે આહાર તૈયાર કરતા પેલા અને બાળકને જમાડતા પહેલા તેમના હાથ અચૂક જોઇએ. બાળકના હાથ પણ ધોવા જોઇએ. બાળકનો ખોરાક તૈયાર કરવા સ્વચ્છ વાસણોનો ઉપયોગ કરવો જોઇએ. ોવા
.છોકરીઓ અને છોકરાંને વૃદ્ધિ અને વિકાસ માટે એક સરખા પોષક તત્વોની જરૂર હોય છે. તેથી બંનેને એક સરખી માત્રામાં અને એક સરખો ખોરાક આપવો જોઇએ.
૨. પૂરતા પ્રમાણમાં આપવા :
બાળકની વૃદ્ધિ માટે જરૂરી એવા જુદા જુદા ધાન્ય જૂથોમાંથી શક્તિ, વિટામીન અને ખનીજ પૂરતા પ્રમાણમાં પોષક તત્વો આપવા જોઇએ- જેવા કે ઘઉં, ઘઉંનો લોટ (લોટ/મેંદો), ચોખા, ચોખાના પાપડ (શીરો), મકાઇ/ધાણી, જવ, સોજી, સૈવયા, ફૂલાવેલા ભાત વગેરે અને બાજરો, રાગી, જુવાર વગેરે જેવા જાડા ધાન્યો અને કઠોળ (દાળ) અને દાણાદાળ, બેસન, મગદાળ, અડદદાળ, તુવેરદાળ, સફેદ/કાળા/લીલા ચણા, વટાણા વગેરે, શાકભાજી (લીલા પાંદડાવાળા અને બીજા રંગના શાક) અને ફળો; ધ અને દહીં, પનીર વગેરે જેવી દૂધની બનાવટો; પ્રાણીજન્ય બનાવટો/બિન શાકાહારી દૂધ ચ ખોરાકો (માંસ, યકૃત, માછલી, ઈંડા (સારી રીતે રાંધેલા) વગેરે; અને ઘી/ માખણ/ રસોઇનું તેલ અને ખાંડ/ ગોળ અને સૂકો મેવો, શેકલી, દળેલી અને પાવડ કરેલી/ફાડા કરેલી મગફળીને ખોરાકમાં ઉમેરી શકાય (જો બાળકને એલર્જીન હોય તો)
૩. યોગ્ય રીતે આપો :
બળજબરીથી વધારે ખવડાવવા કરતા સક્રિય રીતે ખાવાની પદ્ધતિ માટે પ્રોત્સાહિત કરવો. બાળકોનું જઠર નાનું હોય છે તેથી થોડી થોડી વારે ખવડાવો. ભલામણ કરેલ અંતરાલે જુદા કપ, વાટકી, થાળીમાં બાળકને ખાવા આપો.
૪. સુરક્ષિત ખોરાક આપો :
ખોરાક આરોગ્યપ્રદ રીતે તૈયાર કરેલો અને સંગ્રહેલો હોવો જોઇએ. માતા/ સંભાળ પ્રદાતાઓએ રાંધતા પહેલા અને જમાડતા પહેલા તેમના હાથ સાબુ અને પાણીથી ધોવા જોઇએ બાળકના હાથ પણ ધોવા જોઇએ.
સામાન્ય સુચનાઓ
જમવાનું બનાવતાં પહેલા અને બાળકને જમવાનું આપતા પહેલા સાબુ થી હાથ ધોવા.
જો ઈંડું આપતાં હોય તો બરાબર બફાયેલ છે કે નહિ તેની ખાતરી કરવી. કયા શાકભાજી અને ફળફળાદી ને છુટ્ટા પાણીમાં રીતે ધોઈને પછી ઉપયોમાં લેવા યોગ્ય રીતે ખોરાક રાંધવો તેમજ બાળકની થાળી માંથી એઠવાડનો યોગ્ય નિકાલ કરી દેવો. ફરી ઉપયોગ માટે સંગ્રહ કરવો નહિ. રાંધવા માટે ફક્ત આયોડીન યુકત મીઠાનો ઉપયોગ કરવો, કેમકે આયોડીન થી બુદ્ધિ આંક માં વૃધ્ધિ થાય છે. આયર્ન નાં ટીપાં અથવા સિ૨૫ આપવા.
આયુષમાન ભારત કાર્ડ વિશે સંપૂર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો .
બાળકનું વજન વધે નહીં તેની કાળજી રાખો
બાળકને વિટામિન-ડી તથા Iron ડોક્ટરની સલાહ મુજબ આપી શકાય. ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ નો ઉપયોગ ટાળવો. ચિપ્સ, તળેલી વસ્તુઓ, બેકરીની આઈટમ, ચોકલેટ, આઈસક્રીમ, ઠંડા પીણાં તથા મેંદાનો ખોરાક ટાળવો. બાળકનું વધારે પડતું વજન કે મેદસ્વીપણું એ પણ એક કુપોષણનો પ્રકાર છે. જેને ટાળવા નીચેના સૂચનનો ઉપયોગ કરી શકાય.
- ટીવી જોતા જોતા જમવું નહિ
- સમય લઈને ખોરાક ચાવીને ખાવો
- લીલા શાકભાજી તથા ફળફળાદીનો ઉપયોગ પ્રચુર માત્રામાં કરવો
- ટીવી, મોબાઈલ આઇપેડનો ઉપયોગ દિવસમાં ૧ કલાકથી વધારે ન કરવો
- રમતગમત (શારીરિક વ્યાયામ મળે તેવી) માટે દિવસમાં ૧ કલાકથી વધુ સમય આપવો
- દર અઠવાડિયે વજન કરીને તેનો રેકોર્ડ રાખવો
- સંતુલિત આહાર લેવા.
બાળકનો વિકાસ એ બાળકનું જેનેટિક બંધારણ, માતા પિતાનો બાંધો ને કદ-કાઠી બાળકનું જન્મ સમયનું વજન તથા પરિપક્વતા (Maturity) અને બાળકના સંતુલિક પૌષ્ટિક આહાર ઉપર નિર્ભર કરે છે.
આથી ક્યારેય આપણા બાળકની તુલના બીજા બાળકની સાથે કરવી નહિ. બાળકનો વિકાસ અને આહાર બરાબર છે કે નહિ તે માટે આપના બાળરોગ નિષ્ણાતનો અભિપ્રાય લેવો. જેમ તમે બીમારી કે રસીકરણ માટે સલાહ લો છો તેમ તેમાં આડોશી-પાડોશી કે સગાવ્હાલાની સલાહ કોઈવાર માતાની ચિંતામાં ઉમેરો કરી શકે છે.
આભા કાર્ડ વિશે સંપૂર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો
જન્મ થી 2 વર્ષ ના બાળક ના પોષણ ની માહિતી માટે અહીં ક્લિક કરો .
ટિપ્પણી પોસ્ટ કરો