ગ્રામ્ય કક્ષાએ ફરજ બજાવતાં આશા જેવાં સ્વયંસેવકોની વાહક જન્ય રોગો માં ફરજો નીચે મુજબ છે.
આશા દ્વારા વાહક જન્ય રોગો ના નીયંત્રણ ના પગલાં આવશ્યક છે. ભારત માં દર વર્ષે ઘણા બધા લોકો ને વાજક જન્ય રોગો જેવા કે મેલેરિયા ,ડેન્ગ્યુ, ચિકનગુનિયા,હાથી પગો , જેવા રોગો ના નીયંત્રણ માટે પગલાં ભરવા આવશ્યક છે . લોકો ને વાહક જન્ય રોગો વિશે સમજણ આપવા થી લોકો આવા રોગો થી બચી શકે છે .
👉 પોતાના 1000 હજાર ની વસ્તીમાં તમામ વિસ્તાર માં અઠવાડિયા માં 1 વાર મંગળવારે એબેટ પોરા નાશક કામગીરી કરવી .
👉 અઠવાડિયા માં એક દિવસ પોતાના વિસ્તાર માં ડ્રાય ડે ની ઉજવણી કરાવવી .
👉 તમામ પાત્રો માં એબેટ નાખવું . અને પોઝીટીવ પાત્રો ખાલી કરાવવા અથવા એબેટ નાખવું .
👉 વહેલું નિદાન સંપૂર્ણ અને અસરકારક સારવાર. સ્વયંસેવક પાસે આવતાં તમામ તાવનાં કેસોનાં લોહીનાં નમુના એકત્ર કરવા અથવા રેપિડ ડાયાગ્નોસ્ટીક કીટથી તપાસ કરવી.
👉 - રેપિડ ડાયાગ્નોસ્ટીક કીટથી પોઝીટીવ જણાય તો ઔષધસૂચિમાં દર્શાવ્યા મુજબ સારવાર આપાવવી .
👉 - રેપિડ ડાયાગ્નોસ્ટીક ટેસ્ટમાં નેગેટીવ જણાવેલ દર્દીનાં લોહીનાં નમુના એમ–૧ ફોર્મ સાથે લેબોરેટરીમાં મોકલવો.
👉 - લેબોરેટરી પરીક્ષણમાં મેલેરિયા માલુમ પડે તો તે કયાં પ્રકારનાં મેલેરિયા છે તે ખાતરી કરવી.
👉 - પોઝીટીવ જણાયેલ લોહીનાં નમુનાનાં કિસ્સામાં ઔષધસૂચિ મુજબ સારવાર અપાવવી.
👉 - કોઈપણ દર્દીને ગંભીર પ્રકારનાં મેલેરિયાનાં ચિન્હો જણાય તો નજીકની હોસ્પિટલ કે જયાં સારવારની સુવિધા ઉપલબ્ધ હોય તો ત્યાં રીફર કરવું.
👉 - કોઈપણ સગર્ભા બહેનોને તાવ આવે તો તેમનું લોહી રેપિડ ડાયાગ્નોસ્ટીક કીટથી પરીક્ષણ કર્યા બાદ નજીકનાં આરોગ્ય કેન્દ્રમાં રીફર કરવા.
👉 - ગામમાં તાવનાં કેસોમાં અસાધારણ વધારો નોંધાય તો મલ્ટીપરપઝ હેલ્થ વર્કર અને તબીબી અધિકારીશ્રીને તેની જાણ કરવી.
👉 મેલેરિયા કે ડેન્ગ્યુ કેસ ની મુલાકાત લેવી .અને આરોગ્ય શિક્ષણ આપવું.
👉 મેલેરિયા પોઝીટીવ કેસ ના તમામ કોન્ટેક્ટ પર્સન ની સ્લાઈડ કે રેપીડ કરાવવી .
👉 પોતાના વિસ્તાર માં કોઈ પણ મેલેરિયા કે ડેન્ગ્યુ પોઝીટીવ કેસ આવતા પ્રા.આ. કેન્દ્ર માં જાણ કરી ને ફોગીગ કામગીરી કરાવવી .
👉 મેલેરિયા પોઝીટીવ કેસ માં દર્દી ને નિયમિત 14 દિવસ આર .ટી ( RT ) ગળાવવી .
👉 ડેન્ગ્યુ પોઝીટીવ કેસ માં પોઝીટીવ દર્દી ને ડેંગ્યુ કેસ મેનેજમેન્ટ ના 600 ની સહાય અપાવવી .
👉 અગાવ પોઝીટીવ આવેલ મેલેરિયા કેસ ની સમયાંતરે ફરી રેપિડ ડાયાગ્નોસ્ટીક કીટથી અથવા સ્લાઈડ લેવી.
👉 તાવનાં દર્દીનાં લોહીનાં નમુના લેતી વખતે સલામતી માટે સુચવેલ તમામ બાબતો ઘ્યાનમાં રાખવી.
વાહકજન્ય રોગ નિયંત્રણ કામગીરીથી વિસ્તાર ના લોકો ને મચ્છર જન્ય રોગો થી બચાવી શકાય છે . અને લોકો ને મચ્છર નીયંત્રણ માટે જાગૃત કરવા જરૂરી છે .
ટિપ્પણી પોસ્ટ કરો