મચ્છર વિશે માહિતી .

મચ્છર વિશે માહિતી .

મચ્છરો વિશે જાણવા જેવી માહિતી . 



■ વિશ્વ માં મચ્છરો ની 37 જિનસ 3200 પીસીસ ( જાતિઓ ) જોવા મળે છે . 

■  ભારત માં 14 જિનસ અને 255 પીસીસ ( જાતિઓ ) જોવા મળે છે. 

■  એનો ફિલિસ ની ભારત માં 58 પીસીસ ( જાતિઓ ) જોવા મળે છે .  જેમાંથી 9 પીસીસ જ મેલેરિયા ફેલાવે છે . 

■  1897 માં આંધ્ર પ્રદેશ ના રોનાલ્ડ રોસ નામ ના વૈજ્ઞાનિકે મેલેરિયા મચ્છર થી ફેલાય એ સાબિત કર્યું હતું . 

■  1818 માં meigen  ( મૈંજેંન ) નામ નામ વૈજ્ઞાનિકે એનો ફિલિસ મચ્છર ની ઓળખ કરી હતી.  

■  મચ્છર વધુ માં વધુ  20 થી 25 દિવસ જીવે છે .  સામાન્ય રીતે જીવન કાળ 3 થી 4 અઠવાડિયા નો છે. ( વાતાવરણ તાપમાન ના કારણે એમા વધુ ઓછી હોઈ શકે ) 

■  મચ્છર સમુદ્રથી 3,530 મીટર ઊંચાઈ સુધી જોવા  મળે  છે. 

■ મચ્છરને 92 થી 1000 મીટરની ઊંડાઈ સુધી જોવા મળે છે. 

■  મચ્છર 1 થી 3 કિ.મી સુધી ઉડી શકે છે . પણ એડિસ ની ઉડવા ની ક્ષમતા મર્યાદિત હોય છે . એડિસ 100 મીટર સુધી ઉડી શકે છે . વધુ માં વધુ 400 મીટર સુધી ઉડી શકે છે . 

■ મચ્છર 28℃  થી 30 ℃ તાપમાન માં તેનો વિકાસ વધુ થાય છે . 

■ પાણી માં પોરા ના વિકાસ માટે 22 ℃ થી 28℃  તાપમાન માં વિકાસ સારી રીતે થાય છે . 

■ મચ્છર એક વખત માં 40 થી 400 ઈંડા મૂકી શકે છે . પરંતુ એ પાણી ની માત્રા અને તાપમાન પર આધાર રાખે છે . પણ સરેરાશ મચ્છર 100 થી 150 ઈંડા મૂકે છે .

■ એક વાર મચ્છર સંવનન ( મેટિગ ) કર્યા પછી મેઈલ મચ્છર નું મૃત્યુ થઈ જાય છે . એક વાર સંવનન બાદ માદા મચ્છર જીવન કાળ દરમિયાન બીજી વાર સંવનન ની જરૂર પડતી નથી . તે જીવે ત્યાં સુધી દર 3 દિવસે ઈંડા મૂકે છે . 


■ મચ્છર લોહી પીધા પછી 2 દિવસ બાદ ઈંડા મુકે છે.  

■ 2 દિવસ બાદ ઈંડા માંથી પુરા ( લાર્વા ) બને છે. 

■  2 થી 3 દિવસ પુરા ના રૂપ માં રહે છે . 

■  પૂરા 3 દિવસ  બાદ પ્યુપા માં રૂપાતરીત થાય છે . 

■ પ્યુપા ના રૂપ માં 2 દિવસ રહે છે. ત્યાર બાદ મચ્છર બની ને ઉડી જાય છે . 

■ મચ્છર ના ઈંડા માંથી મચ્છર બનવા માટે 7 થી 10 દિવસ નો સમય લાગે છે . 

■ મચ્છર દ્વારા મેલેરિયા, ડેન્ગ્યુ , ચિકનગુનિયા, યલો ફીવર , ઝીકા અને વેસ્ટનાઇલ વાયરસ ના વાહક છે . 

■ મચ્છર લોકો ના શ્વાસ પણ સુંધી શકે છે .જે 75 ફૂટ દૂર થી જ માણસ નો કાર્બન ડાયોકસાઈડ  સુંધી શકે છે .

■ મચ્છર પ્રતિ સેકન્ડ 2 ફૂટ ની સ્પીડ થી  ઉડી શકે છે .

■  ફક્ત માદા મચ્છરો જ લોહી પીવે છે . નર મચ્છરો તો શાકાહારી હોય છે એ  વનસ્પતિ ના રસ અને ફૂલો ના રસ ફળો ના રસ  પીવે છે . 

■  મચ્છર ની પાંખ એક સેકન્ડ માં આશરે 500 વાર ફફડે છે .

■ મચ્છર તેના વજન થી 3 ગણું લોહી પી શકે છે. 

■ 0 બ્લડ ગ્રુપ ના લોકો ને વધારે મચ્છર કરડે છે .

■ આયર્લેન્ડ દેશ માં મચ્છર લગભગ નથી હોતા .

■ મચ્છર ને કાળો અને વાદળી રંગ વધુ આકર્ષિત કરે છે .

■ મચ્છર ને ઘણી બધી આંખો નો સમૂહ હોય છે . જેને કમ્પાઉન્ડ આંખ કહે છે.  

■ મચ્છર ને બે જોડી પાંખો હોય છે.  બીજી જોડી પાંખો ને હલ્ટર કહેવામાં આવે છે.  જે મચ્છર ને સંતુલન બનાવી રાખવા માં મદદ કરે છે . 

■ મચ્છર ને 3 જોડી માં થોરેક્ષ ( ધડ )  માંથી  કુલ 6 પગ હોય છે . 

■ મચ્છર ના એબ્ડોમીન ( પેટ ) 10 સેગમેન્ટ થી બનેલું છે .

■ મચ્છર તેના પ્રોબોસિસ અવયવ દ્વારા લોહી ચૂસે છે . 



【 કરડવા ની વર્તણુંક 】 

■ anthropophagic ( એથ્રોપોફેજીક ) = માણસ ને કરડનાર મચ્છર ને એથ્રોફેજીક કહેવાય છે .

■ zoophagic / zoophilic ( ઝુફિલિક ) =પ્રાણીઓ ને કરડનાર મચ્છર ને ઝુફિલિક કહેવાય છે .

■ endophagic ( એન્ડો ફેજીક )= ઘર ની અંદર કરડનાર મચ્છર ને એન્ડો ફેજીક મચ્છર કહેવાય છે.  

■ exophagic ( એકસો ફેજીક )= ઘર ની બહાર કરડનાર મચ્છર ને એકસો ફેજીક મચ્છર કહેવાય છે.  

【 આરામ  ની વર્તણુંક 】 

■ endo philic ( ઇન્ડો ફિલિક ) = ઘર ની અંદર આરામ કરનાર મચ્છર ને ઇન્ડો ફિલિક કહેવાય છે. 

■ exo philic ( ઇકસો ફિલિક ) = ઘર ની બહાર આરામ કરનાર મચ્છર ને ઇકસો ફિલિક કહેવાય છે. 




(૧) એનોફિલિસ  મચ્છ૨ 

● પાંખ પર કાળા ટપકાં હોય છે.

● દિવાલ પર આરામ કરતી વખતે ૪૫॰નો ખૂણો બનાવે છે.

● ચોખ્ખા પાણીમાં ઉત્પન્ન થાય છે.

● એનોફિલિસ ના ઈંડા માં ( float ) હોય છે . 

● એનો ફિલિસ ના ઈંડા છુટાછવાયા  મૂકે છે.  અને float ના કારણે પાણી ની સપાટી પર તરે છે . 

● એનો ફિલિસ ના પોરા પાણી ની સમાંતર તરે છે . 

● મેલેરિયાનો ફેલાવો કરે છે.

● માદા મચ્છ૨ દ૨ ત્રીજા દિવસે માણસને કરડે કારણ કે, તેનાં ઈંડાનાં વિકાસ માટે તે જરૂરી છે. માદા એનોફિલીસ મચ્છર મેલેરિયાનાં દર્દીને કરડે છે ત્યારે તે લોહી સાથે મેલેરિયાનો પરોપજીવી જંતુ (ગેમેટોસાઈટ) લે છે.

● મચ્છરનાં શરીરમાં મેલેરિયા પરોપજીવીનાં વિકાસ માટે ૧૦–૧૪ દિવસનો સમય લે છે.

● આ સમયગાળા પછી મચ્છર લોહી લેવા માટે જયારે પણ માણસને કરડે ત્યારે ચેપ લગાડવા માટે સક્ષમ હોય છે.

● જયારે પણ ચેપી મચ્છર માણસને કરડે ત્યારે લાળ સાથે તંદુરસ્ત વ્યકિતનાં શરીરમાં  મેલેરિયાનાં પરોપજીવી દાખલ કરે છે.

● મેલેરિયા પરોપજીવીથી ચેપી બનેલાં મચ્છર માણસને કરડયા બાદ ૭–૧૨ દિવસની અંદર તે વ્યકિતમાં મેલેરિયા રોગનાં ચિન્હો જોવા મળે છે.


(૨) કયુલેક્ષ મચ્છ૨ :

● ત્રાસદાયક મચ્છર 

● કાન પાસે ગણગણાંટ કરતું મચ્છર 

● ગંદા પાણીમાં ઉત્પન્ન થાય છે.

● પાંખ પર કાળા ટપકાં હોતાં નથી.

● ખૂંધ કાઢીને બેસે છે.

● ક્યુલેક્સ પાણી ની સપાટી પર તરાપા આકારે એક સાથે ઈંડા મૂકે છે .

● ક્યુલેક્સ ના પોરા પાણી માં ઉંધા લટકતા જોવા મળે છે .

● હાથીપગો અને મગજનો તાવ ફેલાવે છે.

(૩) એડિસ મચ્છર :

 ● કાળા અને સુંદર મચ્છર કે જેનાં શરીર પર સફેદ ટપકાં જોવા મળે

● ચોખ્ખા પાણીનાં પાત્રોમાં ઉત્પન્ન થાય છે.

● દિવસ દરમિયાન કરડે છે.

● કરડવાનું વધુ પીડાદાયક હોય છે.

● એડિસ ના ઈંડા કન્ટેનર ની દીવાલ પર ચોંટેલા હોય છે . જે ગંદકી જેવા દેખાય છે . 

● એડિસ ના ઈંડા કન્ટેનર ની દીવાલ પર પાણી વિના 8 મહિના સુધી પણ જીવી શકે છે . 

● સંક્રમિત  માદા એડિસ ના ઈંડા પણ સંક્રમિત હોય છે .

● એડિસ ના પોરા પાણી માં સેન્સિટિવ વધુ હોય છે . એ પાણી ની સહેજ પણ હલન ચલણ કરતા અથવા પાણી  માં ટોર્ચ કરતા તુરંત સર્પાકારે નીચે જતા રહે છે .

●  વાયરસથી થતાં રોગો ફેલાવે છે. (ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા યલો ફીવર )











Post a Comment

વધુ નવું વધુ જૂનું