મચ્છર એક એવું કિટક છે. કે જેના થી ઘણા રોગો નું વાહક નું કામ કરે છે. મચ્છર દ્વારા મેલેરિયા, ડેન્ગ્યુ , ચિકનગુનિયા , ઝીકા , ફાઇલેરિયા ( હાથી પગો ) જાપાની એન્સેફીલાયટીસ . જેવા રોગો નું વાહક નું કામ કરે છે . એક વાર મેટિગ ( સંવનન ) કર્યા પછી મચ્છર જીવે ત્યાં સુધી દર 3 દિવસે ઈંડા મૂકે છે. જે 40 થી 400 ઈંડા મૂકી શકે છે. જે વાતાવરણ અને પાણી ની માત્રા ઉપર આધાર રાખે છે. પણ એવરેજ 100 થી 150 ઈંડા એક માદા મચ્છર મૂકે છે . માટે મચ્છર જન્ય રોગો ના નિયંત્રણ માટે મચ્છર નું જીવનચક્ર જાણવું સમજવું ખૂબ જરુંરી છે.
તમામ મચ્છર ના જીવનચક્ર ચાર અલગ અલગ તબક્કાઓ છે.
1. ઈંડા
2. પોરા ( લાર્વા )
3. પ્યુપા ( કોશેટો )
4. મચ્છર
ઈંડા :- દરેક માદા મચ્છર એના જીવનકાળ દરમ્યાન માત્ર એક જ વખત સંવનન કરે છે ત્યાર બાદ એમને બીજી વાર સંવનન કરવા ની જરૂર રહેતી નથી . અને પછી તેને ઇંડાના વિકાસ માટે સામાન્ય રીતે લોહીનુ ભોજન જરૂરી છે. ઈંડા આપવાની ગોઠવણી કરે તે પહેલા દરેક વખતે બે થી ત્રણ દિવસ પહેલા લોહીનો ખોરાક લેવામાં આવે છે. ઈંડા મુકવાના સમયે લગભગ ૧૦૦ થી ૧૫૦ ઈંડા પાણીની સપાટી પર તરાપા(ક્યલેક્ષ) આકારમાં મૂકે છે.ઈંડા મુકવાના સ્થાનો જાનવરના પગની ખરીના નિશાનમાં ભરાયેલ પાણી વરસાદી નાળા ખાડા, ખાબોચીયા, નહેર,નદી-તળાવો અને ચોખા પાણીના શ્રોતો પાણી ની ટાકી ઓ . છતો. ભંગાર . નાળેયેર ની કાચલીઓ વગેરે માટે અલગ હોય છે.માદા મચ્છરનો સામાન્ય જીવનકાળ ૩ થી ૪ અઠવાડીયાનો છે. માદા મચ્છર તેના જીવન કાળ દરમિયાન ઈંડા મુકવા માટે ફક્ત એક જ વાર સંવનન ની જરૂર પડે છે. એક વાર ના સંવનન બાદ માદા મચ્છર ની સ્પર્મમેથીકા અવયવ માં તે સ્પર્મ નો સંગ્રહ થાય છે . ત્યાર બાદ મેઈલ મચ્છર નું મૃત્યુ થઈ જાય છે. ત્યારબાદ માદા મચ્છર ના સ્પર્મમેથીકા ના સંગ્રાહેલાં સ્પર્મ દ્વારા તેના જીવનકાળ દરમિયાન વારંવાર ઈંડા મુક્યાં કરે છે . માદા મચ્છર લોહી નો ખોરાક લીધા બાદ 2 દિવસ પછી ઈંડા મૂકે છે .
દરેક જુદા જુદા જીનસ માદા મચ્છર ના ઈંડા પાણી માં નરી આંખે જોવા મુશ્કેલ છે. પણ દરેક માદા મચ્છર ના ઈંડાં મુકવા ના આકાર પર થી આપણે જાણી શકીએ કે આ ક્યાં માદા જીનસ ના ઈંડા છે. હવે આપણે દરેક જીનસ ના ઈંડા ને વિસ્તાર થી સમજીશું .
એનોફિલિસ ના ઈંડા.
એનોફિલિસ માદા મચ્છર ચોખ્ખા પાણી માં ઈંડા મુકવા નું પસંદ કરે છે. એનોફિલિસ ના ઈંડા બન્ને બાજુ ફ્લોટર્સ ધરાવે છે . એનોફિલિસ તેના ઈંડા છીછરા પાણી અને નદી ઓ ના કિનારે પાણી ઓ ની ટાકી ઓ માં મુકવા નું પસંદ કરે છે .ઈંડા પાણી ની ઉપર સપાટી પર તરતા હોય છે.એનોફિલિસ ના ઈંડા છુટા છુટા રીગણાં જેવા દેખાય છે
એડિસ ના ઈંડા.
એડિસ ના ઈંડા કન્ટેનર ની અંદર ની દીવાલ પર ઈંડા મૂકે છે .એડિસ ના ઈંડા કન્ટેનર ની દીવાલ પર ગુંદર ની જેમ ચીપકેલા રહે છે . એડિસ ના ઈંડા કાળી ગંદકી જેવા દેખાય છે . એડિસ ના ઈંડા કન્ટેનર નું પાણી સુકાય ગયા પછી પણ 8 મહિના સુધી જીવી શકે છે. એક ઈંડા ને પુખ્ત મચ્છર બનવા માં 7 થી 10 દિવસ નો સમય લાગે છે . એડિસ ને ઇંડાં મુકવા માટે ફક્ત થોડી માત્રા માં પાણી ની જરૂર છે . એડિસ ના ઈંડા બાઉલ . કપ . ફુવારા . ટાયર . કન્ટેનર .બેરલ . ફૂલદાની. નાળિયેર ની કાચલીઓ . પક્ષીકુંજ . માં એડિસ ના ઈંડા બધારે જોવા મળે છે . ખાસ વાત એડિસ ના ઈંડા માં સંક્રમિત એડિસ ના ઈંડા પણ સંક્રમિત બને છે .
ક્યુલેક્સ ના ઈંડા
ક્યુલેક્સ ના ઈંડા એકબીજા સાથે ચોંટી જાય અને તરાપા આકાર ના જોવા મળે છે . માદા ક્યુલેક્સ એક સમયે એક સાથે 100 થી 300 ઈંડા એક બીજા સાથે વળગી રહે છે . અને તરાપો બનાવે છે અને પાણી ની સપાટી પર તરે છે . ક્યુલેક્સ તાજું અને સ્થિર પાણી માં ઈંડા મુકવા નું પસંદ કરે છે . ઘોડા ની કુંડીઓ . બિન જાળવણી ના સ્વીમીંગ પુલો માં . પશુ ઓ ની ખરી ઓ થી બનેલા ખાડા ઓ માં . નાના સ્થિર ખાડાઓ .માં ક્યુલેક્સ ઈંડા મુકવા નું પસંદ કરે છે .
દરેક જિનસ અને પીસીસ ના ઈંડા મુકવા ની સંખ્યા 40 થી લઈ ને 400 સુધી ની હોઈ શકે છે . તે પાણી ની માત્રા આજુ બાજુ નું વાતાવરણ પર આધાર રાખે છે . ઈંડા માંથી પુખ્ત મચ્છર બનવા માટે 7 થી 10 દિવસ નો સમય લાગે છે . એ પણ વાતાવરણ પર આધાર રાખે છે . દરેક મચ્છર ના ઈંડા નરી આંખે જોવા મુશ્કેલ છે .
2. પોરા ( લાર્વા )
પોરા (લાર્વા):- આશરે ૧ થી ૨ દિવસ પછી ઇડામાંથી પોરા બને છે. એનોફીલીસ મચ્છરના પોરા પાણીની સપાટીની સમાંતર તરે છે. કારણ કે તેને હવામાંથી શ્વાસ લેવા માટે જરૂર છે.ક્યુલેક્ષ એડીસ મચ્છરના પોરા પાણીની સપાટીથી ત્રાંસા રહે છે.જે સપાટીને સ્પર્શ કરી સાયકોન ટ્યુબથી શ્વસન કરે છે.તે પાણીમાં ખોરાક ગ્રહણ કરે છે.પોરા ઝડપથી પાણીના સપાટી પરથી તળીયે જાય છે.પરંતુ ટુંક સમયમાં સપાટી પર પાછા આવે છે.જે શ્વાસ લેવા માટે જરૂરી છે.પોરાના ચાર તબક્કા અથવા સ્થાપનો છે. ચાર તબક્કામાં સામાન્ય રીતે ઉષ્ણકટિબંધ વિસ્તારના પાણીના તાપમાનમાં તેના વિકાસ ને ૮-૧૦ દિવસ હોય છે. ઓછા તાપમાનવાળી પરીસ્થીતીમાં વિકાસ માટે વધુ સમય લાગે છે. દરેક મચ્છર ના પોરા ( લાર્વા ) ને નરી આંખે જોય શકાય છે . અને તેની મુવમેન્ટ ની સ્થિતિ ના આધારે તેને ઓળખી શકીએ શીએ.
એનોફિલિસ ના પોરા (લાર્વા) .
એનોફિલિસ ના પોરા પાણી ની સપાટી ની સમાંતર જોવા મળે છે . તેની મુવમેન્ટ પણ પાણી સમાંતર જોવા મળે છે . તે એનો ફિલિસ ના લાર્વા હોય છે . તેનું શ્વાસ લેવા માટે માથું આડું રહે છે .
એડિસ ના પોરા (લાર્વા)
એડિસ ના પોરા ચંચળ હોય છે . પાણી માં ઉંધા લટકતા જોવે મળે છે . ક્યુલેક્સ ના પોરા કરતા સહેજ પાતળા હોય છે .પાણી માં થોડી પણ હલન ચલન થતા તુરંત સર્પાકાર ઝડપથી પાણી ની નીચે જતા જોવા મળે એ એડિસ ના લાર્વા હોય છે. ટોર્ચ થી પણ સેન્સેટીવ હોય છે . સંકર્મીત એડિસ ના પોરા પણ સંકર્મીત હોય છે .
ક્યુલેક્સ ના પોરા (લાર્વા)
ક્યુલેક્સ ના પોરા પાણી ની સપાટી ની નીચે ઉંધા લટકતા જોવા મળે છે . પરંતુ તે એડિસ ના લાર્વા જેટલા ચંચળ નથી . પાણી માં હલનચલન થતા ધીમે ધીમે પાણી ની નીચે જતા જોવા મળે છે . તે સર્પાકાર નીચે જતા નથી . એડિસ ના પોરા કરતા સહેજ જાડા છે .એ ક્યુલેક્સ ના પોરા છે .
મચ્છર ના ઈંડા માંથી પોરા 3 થી 4 દિવસ પોરા ના રૂપ માં રહે છે. જે વાતાવરણ પર નિર્ભર છે . તે સમય વધુ ઓછો હોય શકે છે . પોરા ના રૂપ હોય છે ત્યારે તેને એબેટ દ્વારા મારી શકાય છે . પોરા ની સ્થતી દ્વારા તેને ઓળખી શકાય છે . મચ્છર ના પોરા માંથી 3 થી 4 દિવસ બાદ પ્યુપા ના રૂપ માં રૂપાંતર થાય છે .
3. પ્યુપા ( કોશેટો )
કોશેટો(પ્યુપા):- કોશેટો અલ્પવિરામ આકારમાં અને તેને મુખ ના ભાગ હોતા નથી માટે ખોરાક ગ્રહણ નહી કરવાનો તબક્કો છે. પ્યુપા કઇ પણ ખોરાક લેતા નથી માટે તેની પર એબેટ ની અસર થતી નથી. પાણીની સપાટીની અંદર રહે છે.જ્યારે ખલેલ પહોંચે ત્યારે પાણીમાં તરે છે. કોશેટા અવસ્થા બે થી ત્રણ દિવસ સુધી ચાલે છે.ત્યારબાદ કોશેટોની ઉપરના પડની ફાટ પડવાની રચના થાય છે.ત્યારબાદ પુખ્ત મચ્છર કોશેટોમાંથી ઉદભવે છે.અને પાણીની સપાટી પર ઉડવા માટે સક્ષમ ન બને ત્યાં સુધી રહે છે.
4. મચ્છર
પ્યુપા ( કોશેટો ) સ્ટેજ માં 2 થી 3 દિવસ રહ્યા બાદ કોશેટો તોડી ને તેમાં થી એક મચ્છર બહાર આવે છે . અને ઉડવા માટે સક્ષમ બને ત્યાં સુધી તે પાણી ની સપાટી પર બેચે છે. અને ત્યાર બાદ મચ્છર ઉડી જાય છે .
પુખ્ત મચ્છર બનવાના થોડા સમયબાદ સંવનન(પ્રજનન) થાય છે.લોહીના એક કે બે ખોરાક પછી ઈંડાનો વિકાસ થાય છે.સંપૂર્ણ ઇડા મુકવા માટેનો તબક્કો સામાન્ય રીતે એક લોહી ના ખોરાકની જરૂર હોય છે. . મચ્છર ની સરેરાશ આયુષ 20 થી 25 દિવસ હોય છે . મચ્છરો દ્વારા . ડેન્ગ્યુ મેલેરિયા ચિકનગુનિયા . ઝીકા . ફાઇલેરિયા ( હાથી પગો ) . જાપાની એનકેફેલિટીસ . વેસ્ટ નાઇલ . જેવા રોગો ફેલાવે છે . મચ્છર 10 ડિગ્રી કરતા ઓછું અને 50 ડિગ્રી કરતા વધુ તાપમાન માં જીવી શકતા નથી અથવા યોગ્ય રીતે કાર્ય કરી શકતા નથી . મચ્છર ની વૃદ્ધિ અને વિકાસ માટે 15 થી 25 ડિગ્રી તાપમાન માં વધુ સક્રિય બને છે . ફક્ત માદા મચ્છર જ ઈંડા ના વિકાસ માટે લોહી નો ખોરાક લે છે . નર મચ્છર લોહી નો ખોરાક લેતા નથી . માદા મચ્છરો ઈંડા ના વિકાસ માટે જરૂરી પ્રોટીન અને આયર્ન માટે લોહી ના ખોરાક માટે સસ્તન પ્રાણીઓ . પક્ષીઓ. સરીસૃપો . ઉભય જીવીઓ . ને ડંખ મારી ને લોહી નો ખોરાક મેળવે છે .
【 કરડવા ની વર્તણુંક 】
■ anthropophagic ( એથ્રોપોફેજીક ) = માણસ ને કરડનાર મચ્છર ને એથ્રોફેજીક કહેવાય છે .
■ zoophagic / zoophilic ( ઝુફિલિક ) =પ્રાણીઓ ને કરડનાર મચ્છર ને ઝુફિલિક કહેવાય છે .
■ endophagic ( એન્ડો ફેજીક )= ઘર ની અંદર કરડનાર મચ્છર ને એન્ડો ફેજીક મચ્છર કહેવાય છે.
■ exophagic ( એકસો ફેજીક )= ઘર ની બહાર કરડનાર મચ્છર ને એકસો ફેજીક મચ્છર કહેવાય છે.
【 આરામ ની વર્તણુંક 】
■ endo philic ( ઇન્ડો ફિલિક ) = ઘર ની અંદર આરામ કરનાર મચ્છર ને ઇન્ડો ફિલિક કહેવાય છે.
■ exo philic ( ઇકસો ફિલિક ) = ઘર ની બહાર આરામ કરનાર મચ્છર ને ઇકસો ફિલિક કહેવાય છે.
ટિપ્પણી પોસ્ટ કરો