શુ તમે સંદર્ભ કાર્ડ વિશે જાણો છો ?
1.રાષ્ટ્રીય બાલ સ્વાસ્થય કાર્યક્રમ ( શાળા આરોગ્ય )
2. સંદર્ભ કાર્ડ શુ છે .
3. સંદર્ભ કાર્ડ ના ફાયદા ઓ શુ શુ છે .
4. સંદર્ભ કાર્ડ માટે ક્યાં ડોક્યુમેન્ટ જરૂરી ? અને કોણ મેળવી શકે. ?
5. સંદર્ભ કાર્ડ ક્યાંથી મેળવી શકાય ?
6. સંદર્ભ કાર્ડ નો લાભ ક્યાં અને કેવી રીતે મેળવી શકાય છે.?
1.રાષ્ટ્રીય બાલ સ્વાસ્થય કાર્યક્રમ ( શાળા આરોગ્ય )
સંદર્ભ કાર્ડ વિશે જાણતા પહેલા શાળા આરોગ્ય કાર્યક્રમ વિશે જાણવુ જરૂરી છે . કારણ કે સંદર્ભ કાર્ડ એ શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત એક સેવા છે .
શાળા આરોગ્ય યોજના 1997 માં અમલ માં આવેલ છે .
શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત દરેક તાલુકા માં rbsk ટીમો મુકવા માં આવેલ છે . જેમાં 2 rbsk ડોક્ટરો અને 1 rbsk ફાર્માસિસ્ટ .1. Fhw દ્વારા તેમના વિસ્તાર ની શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી માં જતા અને ન જતા .તમામ આંગણવાડી ના તમામ બાળકો તેમજ શાળા એ જતા અને શાળા એ ન જતા તમામ શાળા ના તમામ બાળકો ને આરોગ્ય લક્ષી સારવાર આપવા માં આવે છે .જેમા
1. તમામ બાળકો ના વજન અને ઉંચાઈ
2.તમામ બાળકો ની આરોગ્ય ની તપાસ અને સારવાર
3. સંદર્ભ સેવા (સ્થળ પર સારવાર ન થઈ શકે તેવા રોગ માટે)
4. આંખો ના નંબર જોવા અને ચશ્મા વિતરણ
5. હદય કિડની .કેન્સર . જેવા ગંભીર રોગો ની સારવાર .કિડની પ્રત્યારોપણ ની સારવાર
6.. કોકલિયર ઇંપ્લાન્ટ તથા જન્મ જાત કપાયેલા હોઠ અને તાળવા તથા જન્મજાત બધીરતા. માનસિક રોગો ની સારવાર
7. 4d પ્રમાણે કુલ 43 પ્રકાર ના રોગો ની તપાસ અને સારવાર કરવા માં આવે છે .
ઉપર ની તમામ તપાસ rbsk ટીમ દ્વારા દરેક આંગણવાડી અને શાળા માં જઇ ને કરવા માં આવે છે . જેમાં થી સામાન્ય તકલીફ વાળા બાળકો ને સ્થળ પર જ તપાસ કરી ને સારવાર આપવા માં આવે છે . પરંતુ ગંભીર તકલીફ વાળા બાળકો ને તપાસ કરી ને તેમને આગળ ની સારવાર અપાવવા માટે મોટી હોસ્પિટલ માં રિફર કરવા યોગ્ય બાળકો ને rbsk ટીમ દ્વારા સંદર્ભ કાર્ડ ભરી દેવા માં આવે છે .
2. સંદર્ભ કાર્ડ શુ છે .
Rbsk ટીમ દ્વારા રાજ્ય ની તમામ આગણવાડીઓ અને શાળા ઓ ના તમામ બાળકો ની આરોગ્ય ની તપાસ કરવા માં આવે છે . જેમાં થી સામાન્ય બીમારી માં બાળકો ને સ્થળ પર જ સારવાર આપવા માં આવે છે . પરંતુ તેમાંથી અમુક બાળકો જેમને સ્થળપર સારવાર આપી શકાય તેમ ન હોય અને ગંભીર લક્ષણો હોય કોઈ મોટી બીમારી હોય જેવી કે હદય . કિડની . કેન્સર. બધીરતા. ક્લબફૂટ . કલેપ પેલેટ . કોકિલિયર ઈંપ્લાન્ટ કે કોઈ અન્ય સર્જરી ની જરૂરિયાત જણાય તો તેઓ ને મોટી હોસ્પિટલ માં સારવાર ની જરૂરિયાત હોય તેવા બાળકો ને rbsk ડોક્ટર દ્વારા તે બાળક નું સંદર્ભ કાર્ડ ભરી આપવા માં આવે છે . આ સંદર્ભે કાર્ડ દ્વારા જે તે બાળક ની તમામ સારવાર તદ્દન ફ્રી માં થઇ જાય છે . આ સંદર્ભ કાર્ડ સાથે દરખાસ્ત પણ આપવા માં આવે છે . તેના દ્વારા તમામ chc પર તેમજ જીલા હોસ્પિટલો પર બાળક ની તમામ સારવાર ફ્રી માં કરવા માં આવે છે . કોઈ વધારે મોટી સર્જરી ની જરૂરિયાત હોય તો રાજ્ય ની સિવિલ હોસ્પિટલમાં માં પણ આ સંદર્ભ કાર્ડ દ્વારા ફ્રી માં કોઈ પણ સર્જરી અને તમામ સારવાર કરવા માં આવે છે .
3. સંદર્ભ કાર્ડ ના ફાયદા ઓ શુ શુ છે .
લગભગ મોટાભાગ ના પરિવારો ગરીબ અથવા મધ્યમ વર્ગ માં આવતા હોય છે . એવા સમય માં જો કોઈ પરિવાર નું બાળક ને કોઈ ગંભીર બીમારી આવી પડે તો તે બીમારી ને ઠીક કરવા .માં હજારો થી લઈ ને લાખો રૂપિયા નો ખર્ચ થતો હોય છે. એવા સમય માં આટલો ખર્ચ કરવો દરેક પરિવાર માટે શક્ય નથી .
આવા સમયે શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત 0 થી લઈ ને 18 વર્ષ . ( 12 ધોરણ ) સુધી ના તમામ બાળકો ને આવી કોઈ પણ ગંભીર બીમારી માં સંદર્ભ કાર્ડ એક વરદાન રૂપ સાબિત થઈ શકે છે. અને ગરીબ પરિવાર માં એ લાખો રૂપિયા ની ખર્ચ વાળી બીમારી માં સર્જરી થી લઈ ને તમામ સારવાર ફ્રી માં મળી રહેશે .
જેમાં નીચે મુજબ ની 4D મુજબ ની તમામ બીમારી માં સંદર્ભ સેવા મળી રહેશે.
1. D- birth defect - ( જન્મ જાત ખોડખાપણ )
Neural tube defect
Down's Syndrome
Cleft Lip & Palate
Club foot
Developmental dysplasia of the hip
Congenital cataract
Congenital deafness
Congenital heart diseases
Retinopathy of Prematurity
Microcephaly
Macrocephaly
2. D- deficiencies ( ખામીઓ )
Severe Anaemia
Vitamin A deficiency (Bitot spot)
Vitamin D Deficiency, (Rickets)
A) SAM
B) Severe Thinning
C) Obesity
Goitre
Severe Stunting
Vitamin B complex deficiency.
3 D- disease ( વિવિધ રોગો )
Skin conditions
Otitis Media
Rheumatic heart disease
Reactive airway disease
Dental Conditions
Convulsive disorders
Childhood leprosy Disease
Childhood T.B.
Childhood Extra Pulmonary T. B.
4 D - development delay ( વિકાસ માં વિલંબ )
Vision impairment
Hearing Impairment
Neuro motor impairment
Motor delay
Cognitive delay
Language delay
Behaviour disorder (Autism)
Learning disorder
Attention deficit hyperactivity disorder
Others
Adolescent Health: Total
Growing up concerns
Substance abuse
Feel depressed
Delay in menstruation cycles
Irregular periods
Pain or burning sensation while urinating
Discharge/ foul smelling discharge from the genitor-urinary area
Pain during menstruation
ઉપર મુજબ ની તમામ સારવાર શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત સંદર્ભ કાર્ડ સેવા માં મળી રહે છે .
નોંધ. સંદર્ભ કાર્ડ મેળવવા માટે ક્યાંય પણ ઓનલાઈન ફોર્મ ભરવા ની જરૂર નથી .
4. સંદર્ભ કાર્ડ માટે ક્યાં ડોક્યુમેન્ટ જરૂરી ? અને કોણ મેળવી શકે. ?
સંદર્ભ કાર્ડ એ શાળા કે આંગણવાડી માં જતા કે ન જતા કોઈ પણ બાળક ને કોઈ ગંભીર બીમારી ધરાવતા 0 થી 18 વર્ષ ( 12 ધોરણ ) સુધી ના કોઈ પણ બાળક જેઓ ને આગળ ની સારવાર ની જરૂર છે . તેવા બાળકો ને શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત rbsk ડોકટર ની ટીમ દ્વારા સંદર્ભ કાર્ડ ભરી આપવા માં આવે છે .
સંદર્ભ કાર્ડ માં સેવા લેવા માટે ના જરૂરી ડોક્યુમેન્ટ નિચે મુજબ છે.
1. જન્મ નો દાખલો .
2. રેશન કાર્ડ ની ઝેરોક્સ
3. બાળક ના 2 ફોટો.
4. સ્કૂલ માં ભણતા હોય તો બોનોફાઈટ
ઉપર મુજબ ના ડોક્યુમેન્ટ ના આધારે rbsk ડોકટર અથવા phc ના ડોકટર દ્વારા સઁદર્ભ કાર્ડ અને પત્રક 1 થી 4 ( દરખાસ્ત ) કાઢી આપવા માં આવે છે .
5. સંદર્ભ કાર્ડ ક્યાંથી મેળવી શકાય ?
સંદર્ભ કાર્ડ મેળવવા માટે તમારે ક્યાંય ઓનલાઇન ફોર્મ ભરવા ની જરૂર નથી. પરંતુ
શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત તમામ તાલુકા માં અને તમામ phc ( પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં rbsk ( રાષ્ટ્રીય બાલ સુરક્ષા કાર્યક્રમ ) ટીમ મુકવા માં આવેલ છે . તેમાં થી rbsk ડોકટર દ્વારા અને phc ના ડોકટર દ્વારા સંદર્ભ કાર્ડ કાઢી આપવા માં આવે છે .
સંદર્ભ કાર્ડ કઢાવવા માટે તમે તમારા વિસ્તાર ની આશા બહેનો કે આંગણવાડી બહેનો કે આરોગ્ય કર્મચારીઓ નો કે પછી ડાયરેક તમારા નજીક ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નો સંપર્ક કરી શકો છો . જ્યાં થી તમને સંદર્ભ કાર્ડ મેળવી શકશો .
6. સંદર્ભ કાર્ડ નો લાભ ક્યાં અને કેવી રીતે મેળવી શકાય છે.?
સૌવ પ્રથમ ઉપર બતાવ્યા મુજબ ના જરૂરી ડોક્યુમેન્ટ લઈ ને નજીક ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જઈ ને rbsk ડોકટર / phc ડોકટર પાસે થી સંદર્ભ કાર્ડ કઢાવવું . જરૂરિયાત મુજબ સંદર્ભ કાર્ડ ની સાથે દરખાસ્ત પત્રક 1 થી 4 પણ ભરી આપવા માં આવશે.
ત્યાર બાદ સંદર્ભ કાર્ડ અને દરખાસ્ત પત્રક અને જરૂરી ડોક્યુમેન્ટ અને ગંભીર રોગ ધરાવતા બાળક ને લઈ ને સંદર્ભ કાર્ડ માં બતાવ્યા મુજબ ના સ્થળે સામાન્ય તકલીફ માં સ્થળ પર જ સારવાર મળી જશે. પ્રાથમિક તકલીફ માં phc / chc પર સારવાર મળી જશે . અને સેકન્ડરી બીમારી માં જીલા હોસ્પિટલ માં સારવાર આપવા માં આવે છે. અને કોઈ મોટી બીમારી ( હદય. કિડની.કે કેન્સર ) રોગો માં જીલા માંથી cdho ની પરમિશન લેવી જરૂરી અને સિવિલ હોસ્પિટલ માં તમામ સારવાર મળી રહશે .
( chc પર અથવા જીલા હોસ્પિટલ પર કે પછી સિવિલ હોસ્પિટલ ) પર જે તે રોગ બતાવ્યા મુજબ ના ડોકટર ને બતાવવુ . અને ત્યાં સંદર્ભ કાર્ડ અને દરખાસ્ત રજૂ કરવા થી બાળક ની તમામ સારવાર તદ્દન મફત માં કરવા માં આવશે . કોઈ સર્જરી પણ કરવી પડશે તો એ પણ સંદર્ભ કાર્ડ સેવા માં ફ્રી માં કરવા માં આવશે .
ટિપ્પણી પોસ્ટ કરો