હડકવા ( Rabies ) રોગ શુ છે.? તેની સારવાર શુ છે. ? હડકવા થી બચવા શુ શુ ધ્યાન રાખવું .?

હડકવા ( Rabies ) રોગ શુ છે.? તેની સારવાર શુ છે. ? હડકવા થી બચવા શુ શુ ધ્યાન રાખવું .?


જાણો હડકવા ( Rabies ) રોગ વિશે સંપૂર્ણ માહિતી .

1. હડકવા ( Rabies ) રોગ શુ છે. તે કેવી રીતે ફેલાય છે ? 

2. હડકવા ( Rabies ) ના લક્ષણો . 

3. હડકવા  ( Rabies )  થી બચવા ના ઉપાયો . 

4. હડકવા  ( Rabies )  ની સારવાર .

5. હડકવા ની રસી ના શોધક .  


1. હડકવા ( Rabies ) રોગ શુ છે. તે કેવી રીતે ફેલાય છે ? 


                હડકવા ને અંગ્રેજી માં rabies કહેવામાં આવે છે . હડકવા એક વિષાણું ( વાઇરસ ) જન્ય ગંભીર રોગ છે . હડકવા ને હાઇડ્રોફોબિયા પણ કહેવામાં આવે છે . હડકવા શબ્દ નો અર્થ ગાંડપણ એવો થાય છે . આ એક જીવ લેણ ચેપી રોગ છે . હડકવા એ માણસ ના ચેતાતંત્ર અને માનસતંત્ર પર હુમલો કરે છે . હડકવા ના વાઇરસ જ્યારે માનવ ના  મગજ સુધી પહોશી જાય છે ત્યારે માણસ નું મૃત્યુ થાય છે . હડકવા ના વાઇરસ ગરમ લોહી વાળા  પ્રાણી ની લાળ માંથી  માનવ શરીર માં પ્રવેશ કરે છે . માટે આ વાઇરસ ખતરનાક સાબિત થાય છે . એક વાર હડકવા ના લક્ષણો શરૂ થયા પછી તેમની જીવિત રહેવા ની તક ઓછી હોય છે . 

               આ રોગ સૌથી જુના પુરાણા રોગ માં ગણના થાય છે.  હડકવા રોગ નો ઉલ્લેખ અથર્વવેદ માં પણ જોવા મળે છે. 
આ રોગ સૌવ પ્રથમ ગરમ લોહી ધરાવતા ભૂચર અને ખેંચર પ્રાણીઓ  સસ્તન પ્રાણીઓ માં જોવા મળે છે . હડકવા ના  વાઇરસ જેવા કે કૂતરા  , બિલાડી , વરૂ , શિયાળ , જંગલી બિલાડા , સિંહ , વાધ , દીપડો , ચિત્તો , રીછ , ઝરખ , ગાય , ભેંસ , ગધેડા , ઘેટાં , બકરા , ઊંટ , ઘોડા . વાંદરા , માકડાં , ચામાચીડિયા , ભૂંડ , નોળિયો , માણસ ,  વગેરે જેવા પ્રાણીઓ માં જોવા મળે છે . ઉપર  ના પ્રાણીઓ માંથી કોઈ પણ પ્રાણી કરડે કે તેની હડકવા વાળા પ્રાણી ની લાળ માણસ ના લોહી ના સંપર્ક માં આવે તો તેને હડકવા રોગ થવા ની પુરી સંભાવના રહેલી છે . હડકવા વાળા પ્રાણી ની લાળ માં હડકવા ના વાઇરસ જોવા મળે છે . તે લાળ માણસ ના કપાયેલ ચામડી દ્વારા કે આંખ ના પોપચાં દ્વારા કે ઉઝરડા દ્વારા માણસ શરીર માં લોહી માં પ્રવેશ કરે છે . અને ચેપ લાગે છે . હડકવા વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 28 સપ્ટેમ્બર ના રોજ વિશ્વ હડકવા દિવસ  ની ઉજવણી કરવા માં આવે છે. 

2. હડકવા ( Rabies ) ના લક્ષણો . 

       હડકવા ના લક્ષણો સામાન્ય રીતે કોઈ પ્રાણી ના કરડયા પછી જો ARV ( હડકવા વિરોધી રસી ) ના લીધેલ હોય તો  તે પ્રાણી ના કરડ્યા પછી થી  1 થી 3 મહિના ની અંદર જ તેમના લક્ષણો બતાવવા નું શરૂ થઈ જાય છે . પરંતુ દુર્લભ કિસ્સા માં ક્યારેક આ રોગ વર્ષ પછી પણ થઈ શકે છે .   જે 1 થી 4 દિવસ ચાલે છે . 

હડકવા ના ( પ્રાથમિક ) શરૂઆત ના લક્ષણો . 
   
માથું દુઃખવું . નબળાય આવવવી .
● તાવ અથવા શરીર માં કળતર થવી .
ખોટી ચિંતા થવી . હતાશ થવું . 
વિચિત્ર વર્તન શરૂ થવું . અતાર્કિક વિચારો .
● ઘા વાળી જગ્યાએ ઝણઝણાંટી થવી .
● બળતરા થવી . આક્રમકતા આવવી.  
● વધુ પડતી લાળ આવવી .
● ગળવા માં તકલીફ થવી . 

વાઇરસ ચેતા તંત્ર માં પ્રવેશે પછી ના લક્ષણો.

● મગજ અને કરોડરજ્જુ માં સોજો આવે .


ફ્યુરીયસ રેબિઝ  :  દર્દી નું વર્તન બદલાય જાય .હાઇપર બની જાય . પાણી નો ડર લાગવા લાગે . હાર્ટ એટેક ના લીધે મૃત્યુ થાય. 

પેરેલેટિક રેબિઝ : સ્નાયુ ધીમે ધીમે નબળા પડે . દર્દી કોમાં માં જાય છે . અને મૃત્યુ થાય છે . 

હડકવા ઉપડયા પછી માણસ માં જોવા મળતા લક્ષણો .

 એક દમ આક્રમક બની જાય છે . અનિદ્રા 

 બીજા માણસ કે પ્રાણી ને કરડવા દોડે છે . 

વિચિત્ર વર્તન કરે છે.  વિચિત્ર વિચારો કરે છે. બચકા ભરવા લાગે છે . 

પાણી જોઈ ને ભય અનુભવે છે.  દૂર ભાગે છે .

શરીર ના ઘણા અંગો માં લકવા ની અસર જોવા મળે છે .

મોઢા માં લકવા ને કારણે ખોરાક પાણી લેવા માં અસમર્થ થઈ જાય છે . 

  વધુ પ્રમાણ માં મોઢા માંથી લાળ પડે છે . અને આંસુ આવે છે. 

વધુ પ્રકાશ થી અક્ષમ્ય ( ફોટોફોબિયા ) 

◆ અવાજ  થી સંવેદન શીલ બની જાય છે . સ્પર્શ કરવા માં પણ સંવેદન બને છે . 

◆ હવા ના પ્રવાહ નો ડર ( એરોફોબીયા )  જોવા મળે છે . 


3. હડકવા  ( Rabies )  થી બચવા ના ઉપાયો . 

        હડકવા ના વાઇરસ એક જીવલેણ છે . હડકવા ના લક્ષણો જોવા મળ્યા પછી લગભગ દર્દી ને જીવલેણ સાબિત થાય છે . હડકવા ના લક્ષણો જોવા મળ્યા પછી તેની કોઈ ચોક્કસ સારવાર ઉપલબ્ધ નથી . માટે હડકવા થી બચવું એ જ એક ઉપાય છે . 

           હડકવા રોગ બચવા માટે કોઈ પણ ગરમ લોહી વાળા પ્રાણીઓ  જેવા કે કૂતરા , બિલાડી , વરૂ , શિયાળ , જંગલી બિલાડા , સિંહ , વાધ , દીપડો , ચિત્તો , રીછ , ગાય , ભેંસ , ગધેડા , ઘેટાં , બકરા , ઊંટ ,  વાંદરા , માકડાં , ચામાચીડિયા , ભૂંડ , નોળિયો , માણસ ,  વગેરે જેવા પ્રાણીઓ ની લાળ માં હડકવા ના વાઇરસ હોય છે . ઉપરોક્ત કોઈ પ્રાણી કરડે કે ચાટે તો તરત નીચે મુજબ નો ઉપાય કરવો . 
                        શરીર ના જે ભાગ પર પ્રાણી કરડે અથવા તો ખંજવાળ ( ચાટેલ ) કરેલ હોય તે જગ્યા ને 15 થી 20 મિનિટ સુધી વહેતા પાણી થી  ડીટર્જન સાબુ થી ધોવો જોઈએ . કપાયેલ ભાગ ને  ડીટર્જન સાબુ અને જંતુનાશકો જેવા કે  પોવિડન અને  આયોડીન  નો ઉપયોગ કરી શકાય છે . આમ કરવા થી લાળ માં ના વાઇરસ અસરગ્રસ્ત વિસ્તાર માંથી ધોવાય ને બહાર નીકળી જશે . અને હડકવા નું 90 % જોખમ ઘટાડી શકાય છે . 
               ઉપરોક્ત કોઈ પણ પ્રાણી કરડ્યા પછી તુરંત  નજીક ની હોસ્પિટલ  માં જઇ હડકવા વિરોધી રસી મુકાવી જ  જોઈએ . 


4. હડકવા  ( Rabies )  ની સારવાર .  

      એક વાર હડકવા ના લક્ષણો જોવા મળે પછી એમની કોઈ સારવાર નથી . પરંતુ જ્યારે પણ કોઈ પ્રાણી ડંખ મારે કરડે ત્યારે તરત નજીક ની હોસ્પિટલ માં જઇ ને  ડોકટર પહેલા ઘાવ ની તપાસ કરશે અને પછી જખમ ને સંપૂર્ણ સાફ કરશે . પછી પ્રાણીના લક્ષણો અને ઘાવ ની જગ્યા અને ગહેરાય ના આધારે રસી ના ડોજ નક્કી કરી ને સારવાર કરશે .

                           અગાવ ઘનુર ની રસી ના લીધેલ હોય તો ઘનુર નો બુસ્ટર ડોજ લઈ ને પછી હડકવા વિરોધી રસી   ARV ( એન્ટી રેબિઝ વેકસીન )  ના પાંચ ડોઝ નો કોર્ચ ( 0 ડોજ  3જા દિવસે . 7 માં દિવસે 14 માં દિવસે 21 માં દિવસે )   ચોક્કસ પૂર્ણ કરવો જોઈએ .  જ્યારે કોઈ હડકાયું  જ પ્રાણી  કરડે છે .અને ઊંડો જખમ હોય ઘાવ મગજ ની જેટલો નજીક હોય એટલો જ જોખમ વધુ હોય છે . એવી પરિસ્થિતી માં ડોકટર ઇમ્યુનોગ્લોબુલિન વેકસીન લેવા ની સલાહ આપવા માં આવે છે . આ એક ઝડપી કાર્યકારી હડકવા વિરોધી રસી છે . ઇમ્યુનોગ્લોબુલિન હડકાયું પ્રાણી કરડ્યા ના 72 કલાક ની અંદર જ આપવા માં આવે છે .  


5. હડકવા ની રસી ના શોધક . 

      આજ થી આશરે 200 વર્ષ પહેલાં 1804 માં હડકવા રોગ વિશે ઝીકે નામના વૈજ્ઞાનિકે સંશોધન શરૂ થયું હતું.  અનેક પ્રયોગો પછી 1884 માં સૌવ પ્રથમ વાર ફ્રેન્સ વૈજ્ઞાનિક લુઇ પાશ્વર હડકવા ની રસી ની શોધ કરી હતી . સૌવ પ્રથમ તેમને ફક્ત કૂતરા માટે જ રસી બનાવી હતી . 1885 માં 9 વર્ષ ના જોસેફ મેસ્તર નામ ના બાળક ને  હડકવા કૂતરા એ 14 જેટલા બચકા ભરેલા જીવવા ની તીવ્ર ઇચ્છા એ તેના માતા - પિતા એ લુઇ પાશ્વર ને રસી વાપરવા વિન્નતી કરી . અને રસી નો માનવ પર નો પ્રથમ  પ્રયોગ સફળ રહ્યો . અને જોસેફ બચી ગયો . હડકવા પર સફળતા મેળવી દુનિયા ને હડકવા ની રસી મળી . 
      




નોંધ.  હડકવા વિરોધી તમામ રસીઓ તમામ સરકારી દવાખાનાઓ માં મફત આપવા માં આવે છે . 







            
               

Post a Comment

વધુ નવું વધુ જૂનું