ચિકનગુનિયા તાવ વિશે સંપૂર્ણ માહિતી .( chikungunya )

ચિકનગુનિયા તાવ વિશે સંપૂર્ણ માહિતી .( chikungunya )

શુ તમે જાણો છો ચિકનગુનિયા કઈ રીતે ફેલાય ? તેનો ઉપચાર શુ છે . ? 

1. ચિકનગુનિયા શુ છે . 

2. ચિકનગુનિયા કઈ રીતે ફેલાય ? 

3. ચિકનગુનિયા ના લક્ષણો શુ છે ? 

4. ચિકનગુનિયા ની સારવાર શુ છે ? 

5. ચિકનગુનિયા થી બચવા ના ઉપાયો . 


1. ચિકનગુનિયા શુ છે . 

  
                ચિકનગુનિયા તાવ ની બીમારી એક વાયરસથી ફેલાઈ છે જે માદા મચ્છર કરડવાથી થાય છે આ ચિકનગુનિયા બીમારીનો પ્રથમ કેસ વર્ષ 1952 માં સામે આવ્યો હતો . તે સમયે શોધ દ્વારા જાણવા મળ્યું હતું કે ચિકનગુનિયા મચ્છર કરડવાથી થાય છે જે એડીઝ ઇજિપ્તિ અને એડિઝ આલ્બોપીક્ટ્સ  નામના મચ્છર કરડવાથી આ વાયરસ ફેલાય છે આ બીમારી ઘણા બધા દેશમાં જોવા મળે છે ખાસ  એશિયા ઉપરાંત અમેરિકા આફ્રિકા યુરોપ અને કેટલાય દેશોમાં આ બીમારી ઝડપથી વધી રહી છે. 
                      ચિકનગુનિયાનો ભારતમાં પ્રથમ કેસ 1963 માં પ્રથમ કેસ નોંધાયો હતો .ભારત માં ઘણા રાજ્યોમાં હવે ચિકનગુનિયા  કેસ ઝડપથી વધવા લાગ્યા છે. ચિકનગુનિયા તાવ જેને બેક બ્રેકિંગ ફીવર ( back breaking fever ){ તરીકે પણ ઓળખવામાં આવે છે જે એડિઝ મચ્છરથી ફેલાય છે આ જ મચ્છરો ડેન્ગ્યુ પણ ફેલાવે છે. 

                     ચિકનગુનિયા વિશે લોકો એવા નામ પરથી જુદી જુદી ધારણા બનાવી લે છે કે ચિકન ખાવાથી આ રોગ થતો હશે કે ઈંડા દ્વારા એ ફેલાતો હશે પરંતુ હકીકત એ છે કે ચિકનગુનિયા એક વાયરસનું નામ છે અને એ જે રોગીના શરીરમાં હોય છે તેને મચ્છર જ્યારે કરડે ત્યારે તેના લોહીમાંથી એ વાયરસને પોતાની અંદર લેશે અને જ્યારે એ બીજી વ્યક્તિને કરડે ત્યારે એને લાળ દ્વારા તે બીજી વ્યક્તિમાં પણ આ વાયરસનું ઇન્ફેક્શન ફેલાવે છે .ઘણા લોકો એમ સમજે છે કે મચ્છરને કારણે આ રોગ થયો છે પરંતુ હકીકત એ પણ છે કે મચ્છર રોગનું વાહક છે જે ચેપ લગાડે છે આ મચ્છરનું નામ છે એડીઝ ઇજિપ્તિ છે. 

                       ચિકનગુનિયા નામ આફ્રિકન ભાષા પર થી આવ્યુ છે . જેમનો અર્થ  "વાંકા વળી ગયેલ " થાય છે . ખરેખર ચિકનગુનિયા રોગ થી પીડાતી વ્યક્તિ સાંધા ના દુખાવા ને લીધે વાંકા વળેલ જોવા મળે છે . 

2. ચિકનગુનિયા કઈ રીતે ફેલાય ? 


● ચેપી  માદા એડીસ ઈજીપ્તી અને એડીસ આલ્બોપીક્ટસ નામ ના  મચ્છરના કરડવાથી ફેલાય છે.

● સામાન્ય રીતે આ  મચ્છર એક ચેપગ્રસ્ત વ્યક્તીને કરડીને તે અન્ય કોઇ વ્યક્તિને કરડે છે. ત્યારે ફેલાય છે. 

● એક ચેપગ્રસ્ત વ્યક્તિ બીજા વ્યક્તિને આ રોગનો ચેપ  આપતો નથી. (તે સંસર્ગથી થતો રોગ નથી) ફક્ત મચ્છર ના માધ્યમ થી ફેલાય છે . 

●  એડીસ ઈજીપ્તી મચ્છર દિવસ દરમ્યાન કરડે છે. તે કોઇ પણ પાત્રોમાં સંગ્રહ થયેલ  ચોખ્ખા પાણીમાં  ઉત્પન્ન થાય છે. એડિઝ મચ્છરો   જેવા કે ટાયર, નારીયેળની કાચલીઓ, ફુલદાની,પાણીના પાત્રો અને કુલરો. જેવા માં ઈંડા મુકવા નું વધારે  પસંદ કરે છે . 


3. ચિકનગુનિયા ના લક્ષણો શુ છે ? 

ચિકુનગુનિયાના ચિન્હો અને લક્ષણો.

◆ચિકુનગુનિયાના લક્ષણો ડેન્ગ્યુને મળતા આવે છે. અચાનક તાવ આવવો, સખત માથાનો દેખાવો થવો, ઠંડી લાગવી, ઉબકા અને ઉલટી થવી અને સખત સાંધાનો દુખાવો.

◆  મોટા ભાગના દર્દીઓ સાજા થઈ જાય છે પણ સાંધાનો દુખાવો 6 મહિના  થી વર્ષ  સુધી રહી શકે છે . 

◆ એક વર્ષથી નાના બાળક તથા ઉંમરલાયક વ્યક્તિઓને આ રોગની ગંભીર અસર થવાની શક્યતા વધારે છે.

◆  અશક્ત અથવા રોગગ્રસ્ત પરિસ્થિતી વાળા માણસને ચિકુનગુનિયાની અસર ઝડપથી થઈ શકે છે.

◆ શરીર માં દુખાવો : સામાન્ય રીતે તાવને કારણે દર્દીઓને શરીરમાં દુખાવો થાય છે . પરંતુ ચિકનગુનિયાથી પીડિત વ્યક્તિના સંપૂર્ણ શરીરમાં ખૂબ જ દુખાવો થાય છે સૌથી વધુ તકલીફ સાંધાના દુખાવાને કારણે થાય છે. ચામડી પર ઉજરડા ચિકનગુનિયા ના દર્દીના શરીર પર ઉજરડા થઈ જાય છે દર્દીના શરીર પર ખંજવાળ આવવા લાગે છે. સાંધા ના દુખાવા સાથે સોજો પણ જોવા મળી શકે છે . 

4. ચિકનગુનિયા ની સારવાર શુ છે ? 

       ચિકનગુનિયા થી બચવા માટે કોઈ રસી ઉપલબ્ધ નથી . 
ચિકુનગુનિયાના દર્દીની સારવાર માટે કોઈ ખાસ દવા નથી . 

● ચિકુનગુનિયાનું નિદાન રક્ત પરિક્ષણથી થાય છે.(ELISA પધ્ધતીથી)

● ચિકુનગુનિયા થાય ત્યારે આરામ કરવો, તાવ અને સાંધાનો દુખાવો ઓછો કરે તેવી દવા લેવી. કેટલાક દર્દીઓને ક્યારેક લાંબા સમય સુધી દુખાવાની દવા લેવાની થાય છે.


5. ચિકનગુનિયા થી બચવા ના ઉપાયો . 

■ ચિકનગુનિયા થી બચવા માટે તમારી જાતે જ મચ્છરો માં ડંખ થી બચવા નું રહશે. 

■ ચિકનગુનિયા ના મચ્છરો એડિઝ ઇજિપ્તઈ જે મોટા ભાગે દિવસે કરડતા હોય છે.  માટે  પૂરું શરીર ઢંકાય તેવા આખી બાય ના કપડાં પહેરવા જોઈએ . 

■ મચ્છરો ની ઉત્પત્તિ ના સ્થાનો નો નાશ કરવો . 

■  દર્દીઓએ મચ્છરજાળી વાપરવી અથવા મચ્છરદાનીનો ઉપયોગ કરી મચ્છરના સંપર્કથી(કરડવાથી) બચવું.

■ નકામી વસ્તુઓનો નિકાલ /નાશ કરો.

■  જુદા જુદા પાણીના પાત્રોમાંથી પાણીને વહેવડાવી દો / ખાલી કરો.

■ કુલરના પાણીને ખાલી કરો.

■  પાણી ભરવાના પાત્રોને ઢાંકીને રાખો.

■ ડેન્ગ્યુના ફેલાવાને અટકાવવા માટે પ્રાથમીક ઉપાય તરીકે ફોગીંગ મશીન દ્વારા કરવામાં આવતો ધુમાડો એક વધારાના પગલાં તરીકે ગણી શકાય.

■ ફોગીંગમાં એવી જંતુનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ જેનાથી પુખ્ત મચ્છર તુરંત જ નાશ પામે.

વ્યક્તિગત અને કૌટુંબીક રક્ષણ

●  શરીરના બધા જ અંગો ઢાંકી રાખે તેવા લાંબી બાયના કપડા પહેરો.

●  મચ્છર દુર રાખતી દવાના લેબલ પર આપેલ સુચનને ધ્યાનમાં રાખી આ દવાને ત્વચા પર અથવા કપડા પર લગાવો.

●  દવાયુક્ત મચ્છરદાની પણ રક્ષણ આપે છે. ખાસ કરીને તે લોકો માટે કે જેઓ દિવસ દરમ્યાન સુવાની આદત ધરાવતા હોય છે.(જેમ કે નાના બાળકો અને ઉંમર લાયક વ્યક્તિઓ)

●ઘરગથ્થુ જંતુનાશકો જેવા કે, ધુમશીલ(એરોસીલ) દવાઓ મચ્છર અગરબત્તી તથા જંતુનાશકને વરાળમાં પરિવર્તીત કરતાં સાધનોનો ઉપયોગ પણ મચ્છર કરડવાથી બચાવે છે.

●  ઘરગથ્થુ સાધનો જેવા કે, બારીની તથા દરવાજા પર મચ્છર જાળી લગાવો તથા એરકંડીશનનો ઉપયોગ પણ મચ્છર કરડવાથી બચાવે છે. 















Post a Comment

વધુ નવું વધુ જૂનું