માનવ શરીર લગત આરોગ્ય ની પ્રશ્નોતરી .
Human Body Based Health Quiz.
આપણું શરીર કુદરતે ખૂબ જટિલ સરચના સાથે બનાવ્યું છે . આપણા શરીર ના તમામ અવયવો ખૂબ જ અગત્ય ના છે . તમામ નું એક ચોક્કચ કામ કરે છે . તમામ અવયવો આપણા શરીર માટે ખૂબ જ અગત્ય ના છે .
પરંતુ આપણાં જ આ શરીર ના અવયવો વિશે જાણવા જેવી રસપ્રદ વાતો તમે નહિ જાણતા હોવ . આપણાં આ શરીર ના આ તમામ અંગો વિશે જાણવું જરૂરી છે. જે આપણે નથી જાણતા .
અહીં આપણા માનવ શરીર ના અવયવો વિશે અવનવી જાણકારી પ્રશ્નોતરી દ્વારા જાણીએ. જે તમામ માટે ખૂબ ઉપયોગી બની રહેશે . પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી માહિતી છે .
1. માનવ શરીર માં કુલ કેટલા હાડકાઓ હોય છે . ?
જવાબ. 206
2. નવજાત શિશુ માં કેટલા હાડકાઓ હોય છે .?
જવાબ. લગભગ 300
3. માણસ ની ખોપડી માં કેટલા હાડકાઓ હોય છે .?
જવાબ . 8
4. માણસ ની પાસળી માં કુલ હાડકા હોય છે .?
જવાબ. 24 12 જોડી .
5. માણસ ના શરીર ની સૌથી મજબૂત હાડકું કયું હોય છે .?
જવાબ. જડબા નું હાડકું .
6. માનવ શરીર નું સૌથી મોટું હાડકું ક્યાં હોય છે .?
જવાબ. પગ ના જાધ ( સાથળ ) માં ઉર્વાસ્થિ (ફિમર )
7. માનવ શરીર નું સૌથી નાનું હાડકું ક્યાં હોય છે .?
જવાબ. મધ્ય કાન માં
8. ટીબીયા નામ નું હાડકું શરીર માં ક્યાં હોય છે . ?
જવાબ. પગ માં ( ગોઠણ અને ધુટી ની વચ્ચે નું હાડકું )
9. દાત અને હાડકા માં કયું તત્વ હોય છે . ?
જવાબ. કેલ્શ્યમ અને ફોસ્ફરસ
10. માણસ ના જીવન કાળ માં કેટલા દાત 2 વાર વિકસિત થાય છે . ?
જવાબ. 20
11. માણસ નુંહદય એક મિનિટ માં કેટલી વાર ધબકે છે . ?
જવાબ. 72 વખત
12. માણસ નો શ્વાસોશ્વાસ એક મિનિટ માં કેટલી વાર લે છે .?
જવાબ. 16 થી 18 વખત
13. માણસ ના મગજ નો વજન કેટલો હોય છે .?
જવાબ. 1350 થી 1400 ગ્રામ
14. માનવ ના સૌંદર્ય ના અધ્યન ને શુ કહેવામાં આવે છે .?
જવાબ. કેલોલોજી .
15. સામાન્ય માણસ નું બ્લડ પ્રેશર ( b.p ) કેટલું હોય છે . ?
જવાબ. 120 / 80
16. આપણા શરીર ને રક્તપરિભ્રમ કરતા કેટલો સમય લાગે છે ?
જવાબ. 23 સેકન્ડ
17. માનવ શરીર માં પાણી ની માત્રા કેટલી હોય છે ?
જવાબ. 65 થી 80 % હોય છે
18. આપણા શરીર ના વજન ના કેટલા ટકા લોહી ની માત્રા હોય છે .?
જવાબ. 7%
19. આપણા શરીર માં લોહી ની માત્રા કેટલી હોય છે ?
જવાબ. 5 થી 6 લીટર
20. માનવ શરીર ના લોહી નું ( ક્ષારિય ) ph માંન કેટલું હોય છે .?
જવાબ. Ph માંન. 7.4 હોય છે .
21. લોહી ને શુદ્ધ કયું અંગ કરે છે .?
જવાબ. કિડની ( મૂત્ર પિંડ )
22. માનવ શરીર નો સૌથી મોટો કોષ કયો છે ?
જવાબ .. ચેતા કોષ
24. માનવ શરીર નો સૌથી નાનો કોષ કયો છે ?
જવાબ . રુધિર કોષ
24. ક્યાં ગ્રુપ નું લોહી વાળા ને સર્વેદાતા ( યુનિવર્સલ ડોનર ) તરીકે ઓળખવા માં આવે છે . ?
જવાબ. O બ્લડ ગ્રુપ
25. ક્યાં ગ્રુપ નું લોહી વાળા ને સર્વેગ્રાહી ( યુનિવર્સલ રિસેપ્ટર ) તરીકે ઓળખવા માં આવે છે .
જવાબ. A B બ્લડ ગ્રુપ
26. ભોજન ( ખોરાક ) નું પાચન ક્યાં થી શરૂ થાય છે . ?
જવાબ. મો ( મુખ ) માંથી જ
27. પાચન થયેલો ખોરાક નું અવશોષણ કયા આંતરડા માં થાય છે ?
જવાબ. નાના આંતરડા માં
28. પિત ક્યાં અંગ દ્વારા તેનો સ્ત્રાવ થાય છે ?
જવાબ. યકૃત ( લીવર )
29. શરીર ની સૌથી મોટી ગ્રંથી કઈ છે .?
જવાબ. યકૃત ( લીવર )
30. શરીર નું સૌથી મોટું અંગ કયું છે ?
જવાબ. ચામડી ( ત્વચા )
31. શરીર ની સૌથી નાની ગ્રંથી કઈ છે .?
જવાબ. પીટયૂટરી ગ્રંથી
32. બ્લડ પ્રેશર ( b.p ) માપવા ના સાધન ને શુ કહેવામાં આવે છે . ?
જવાબ. સ્ફીગ્મોમેનો મીટર
33. આપણા શરીર માં માંસપેશીઓ ની કુલ કેટલી સંખ્યા હોય છે .?
જવાબ. 639
34. આપણી લાળ માં કયું એન્જામ હોય છે .?
જવાબ. ટાયલીન
35. લિંગ નિર્ધારણ નો આધાર કોના પર છે ?
જવાબ. પુરુષ ક્રોમોસોમ પર
36. મનુષ્ય નું હદય ના કુલ કેટલા ભાગ હોય છે . ?
જવાબ. 4 ભાગ
37. માનવ શરીર માં ગુણસુત્રો ( ક્રોમોસોમ) ની સંખ્યા કેટલી હોય છે .?
જવાબ. 23 જોડ = 46
38. માનવ શરીર ની સૌથી મોટી કોશિકા નું નામ શું છે ?
જવાબ. તંત્રિકા તંત્ર
39. આપણા શરીર માં એમિનો એસિડ ની સંખ્યા કેટલી છે . ?
જવાબ. 20
40. આપણા શરીર માં દરરોજ કેટલું મૂત્ર ( યુરિન ) બને છે ?
જવાબ. 1 થી 1.5 લીટર
41. મૂત્ર માં ક્યાં કારણ થી દુર્ગંધ આવે છે . ?
જવાબ. યુરિયા ના કારણે
42. માનવ મૂત્ર નું ( અમલ્લિય ) ph માંન કેટલું હોય છે ?
જવાબ . 6 ph
43. વિટામિન A સેમાં સંચિત રહે છે ?
જવાબ . યકૃત ( લીવર )
44. માનવ શરીર નું સામાન્ય તાપમાન કેટલું હોય છે . ?
જવાબ . 98.6° f. / 37° c / 310k
45. શરીર માં પેશીઓ નું નિર્માણ શેના દ્વારા થાય છે . ?
જવાબ . પ્રોટીન થી
46. મગજ નો સૌથી મોટા ભાગ ને શુ કહેવા માં આવે છે .?
જવાબ . પ્રમસ્તિક ( cerebram)
47. લાલ રક્ત કણ ( rbc ) નું નિમાર્ણ ક્યાં થાય છે .?
જવાબ . અસ્થિમજ્જા માં
48. આપણા શરીર નું તાપમાન નિયંત્રણ કઈ ગ્રંથી દ્વારા થાય છે . ?
જવાબ . હાઇપોથેલમસ ગ્રંથી
49. લોહી ના ગ્રુપ ના rh ફેક્ટર ના શોધક કોણ છે ?
જવાબ . લૈન સ્ટીનર એન્ડ વિનર
51. લાળ કોના પાચન કરવા માટે સહાયક હોય છે ?
જવાબ . સ્ટાર્ચ ના પાચન માટે
52. માનવ શરીર માં ભોજન ના પોષક તત્વો નું લોહી માં અવશોષણ ક્યાં સૌથી વધુ થાય છે ?
જવાબ . નાના આંતરડા માં
53. પ્રોટીન નું પાચન ક્યાં થી પ્રારંભ થાય છે . ?
જવાબ . પેટ માંથી
54. પાચન થયેલ ખોરાક માંથી ઝેરી તત્વો નું શોષણ કયું અંગ કરે છે . ?
જવાબ . યકૃત ( લીવર )
55. પાચન ક્રિયા માં પ્રોટીન ક્યાં પદાર્થ માં બદલી જાય છે . ?
જવાબ . એમિનો એસિડ
56. માનવ શરીર નું કયું અંગ કાર્બોહાઇડ્રેડ ને ગ્લાઇકોજેન ના રૂપ માં જમા કરે છે . ?
જવાબ . યકૃત ( લીવર )
57. પિત રસ એ કોના દ્વારા પેદા થાય છે . ?
જવાબ . યકૃત ( લીવર )
58. પિત ક્યાં જમા થાય છે ?
જવાબ . પિત્તાશય માં
59. રક્ત પરિભ્રમણ નું અધ્યન સૌવ પ્રથમ ક્યાં વૈજ્ઞાનિક કે કર્યું હતું ?
જવાબ . હાર્વે
60. માનવ શરીર માં હદય ને એક વાર ધડકવા માટે કેટલો સમય લાગે છે ?
જવાબ . 0.8 સેકન્ડ
61. નાડી દર ક્યાંથી માપવા માં આવે છે .?
જવાબ . ધમની
62. સામાન્ય જીવન કાળ દરમિયાન મનુષ્ય હદય કેટલી વાર ધડકે છે .?
જવાબ . 2 અબજ વાર
63. માનવ શરીર માં હદય નું કાર્ય શુ છે .?
જવાબ . લોહી નું પમ્પીગ સ્ટેશન ની જેમ
64. માનવ લોહી નું ph લેવલ કેટલું હોય છે ?
જવાબ . 7.4
65. લોહી માં પ્લાઝ્મા માં પાણી ની માત્રા માં પાણી કેટલા ટકા હોય છે ?
જવાબ . 91 થી 92 %
66. લોહી માં કઈ ધાતુ જોવા મળે છે . ?
જવાબ . લોખંડ
67. રક્ત નું શુદ્ધિકરણ ક્યાં અંગો માં થાય છે ?
જવાબ . ફેફસા . યકૃત( લીવર ) કિડની ( મૂત્ર પિંડ )
68. માનવ શરીર માં લોહી નું શુદ્ધિકરણ ની પ્રક્રિયા ને શુ કહેવા માં આવે છે ?
જવાબ . ડાયાલિસિસ .
69. લોહી માં રહેલ હિમોગ્લોબીન માં શુ હોય છે . ?
જવાબ . લોખંડ
70. શરીર માં હિમોગ્લોબીન નું કાર્ય શુ છે ?
જવાબ . ઓક્સિજન નું પરિવહન કરે છે
71. હિમોગ્લોબીન કોનું મહત્વ નું ઘટક છે ?
જવાબ . Rbc ( લાલ રક્ત કણો ) નું
72. કઈ રક્ત નલિકા શુદ્ધ લોહી ને ફેફસા માંથી હદય સુધી લઈ જાય છે ?
જવાબ . ફુફુસ શિરા
73. માનવ શરીર માં બ્લડ બેન્ક કોને કહેવામાં આવે છે .?
જવાબ. બરોળ
74. રુધિર ના પ્લાઝ્મા ના કોના દ્વારા એન્ટીબોડી બનાવવા માં આવે છે .?
જવાબ . લીંમફૉસાઇટ
75. લાલ રક્ત કણો ( RBC ) ક્યાં નામ થી પણ ઓળખાય છે .?
જવાબ .ઇરીથ્રોસાઈટસ
76. લાલ રક્ત કણો ( RBC ) ક્યાં ઉતપન્ન થાય છે .?
જવાબ . અસ્થિ મજ્જા માં
77. લાલ રક્ત કણો ( RBC ) નું કબ્રસ્તાન કોને કહેવા માં આવે છે . ?
જવાબ . બરોળ
78. વાઇટ રક્ત કણો ( WBC ) નું કાર્ય શુ છે . ?
જવાબ . રોગ પ્રતિકાર ક્ષમતા ધારણ કરવું
79. ક્યાં રુધિર માં એન્ટીબોડી નથી જોવા મળતી ?
જવાબ . A B
80. ક્યાં રુધિર માં બન્ને એન્ટીબોડી જોવા મળે છે ?
જવાબ . O
81. ક્યાં રુધિર માં કોઈ એન્ટીજન જોવા નથી મળતા ?
જવાબ . O
82. એન્ટીબોડી નું મુખ્ય કાર્ય કોના વિરુદ્ધ માં હોય છે. ?
જવાબ . સંક્રમણ ના વિરુદ્ધ માં
83. RH ફેક્ટર કોની સંબધિત હોય છે ?
જવાબ . વાંદરા
84. RH તત્વ કે અનુસાર કઈ જોડી લગ્ન માટે ઉપયુક્ત નથી.
જવાબ . RH+ પુરુષ RH - મહિલા
85. માનવ ની પાચન નળી લગભગ કેટલા ફૂટ લાંબી હોય છે ?
જવાબ . 32
86. મૂત્ર નો પીળો રંગ શેના કારણે જોવા મળે છે ?
જવાબ . યુરોક્રોમ
87. માનવ શરીર ની સૌથી નાની અંતઃસ્ત્રવી ગ્રંથી કઈ છે ?
જવાબ . પિયુષ ગ્રંથી
88. માનવ શરીર ની સૌથી મોટી અંતઃસ્ત્રવી ગ્રંથી કઈ છે ?
જવાબ . થાઇરોઇડ
89. માનવ શરીર ની કઈ અંતઃસ્ત્રવી ગ્રંથી ને માસ્ટરગ્રંથી કહેવા માં આવે છે ?
જવાબ . પિયુષ ગ્રંથી
90. બાળકો ના લિંગ નિર્ધારણ કોના રંગ સૂત્રો દ્વારા થાય છે ?
જવાબ . પિતાના રંગ સૂત્રો દ્વારા
91. પીટ્યૂટરી ગ્રંથી ક્યાં સ્થાન પર હોય છે ?
જવાબ . મગજ માં
92. સૌથી લાંબા માં લાંબુ જ્ઞાનતંતુ
જવાબ . સાયટીકા
93. માનવ લોહી ને કુલ કેટલા પ્રકાર હોય છે ?
જવાબ . . 8
94. શરીર ના ક્યાં ભાગ માં રુધિર શુદ્ધ ( o2 યુક્ત ) બને છે .
જવાબ . ફેફસા માં
95. શરીર માં રક્ત કણો ક્યાં બને છે . ?
જવાબ . હાડકા ના પોલાણ માં.
96. હદય માંથી લોહી ને બહાર લઈ જતી નલિકા ને શુ કહેવા માં આવે છે . ?
જવાબ . ધમની
97. સામાન્ય રીતે હદય નું વજન કેટલું હોય છે ?
જવાબ . 300 ગ્રામ
98.. લાલ રક્ત કણ ( RBC ) નું જીવન કાળ કેટલો સમય નો હોય છે . ?
જવાબ. 20 થી 120 દિવસ
99. વાઇટ રક્ત કણ ( WBC ) નું જીવન કાળ કેટલો સમય નો હોય છે . ?
જવાબ. 2 થી 4 દિવસ
100.... ત્રાકકણો નું જીવન કાળ કેટલો સમય નો હોય છે ?
જવાબ . 8 થી 10 દિવસ
ટિપ્પણી પોસ્ટ કરો