ઝીકા વાયરસ થી થતા રોગ ની સંપૂર્ણ માહિતી .
પ્રસ્તાવના:
ઝિકા વાયરસ તાવ એ મચ્છર (એડીસ) દ્વારા ફેલાતો રોગ છે. જે શારીરીક અવ્યવસ્થાનું કારણ બને છે. આના કારણે શરીરનો વિકાસ અવરોધાય છે. અને મગજને મોટી અસર પહોંચાડે છે. મુખ્યત્વે સભર્ગા સ્ત્રીઓ અને ગર્ભથ શીશુઓમાં રોગની અસર તરત દેખાઈ આવે છે. આના કારણે માઈક્રોસીફેલી (Microcephaly)નામની બિમારી ફેલાય છે. યુગાન્ડાના ઝીકા ના જંગલોમાં ૧૯૪૭માં એક વાનરમાં આ વાઈરસના લક્ષણો દેખાયેલ તે ઉપરથી તેનું નામ ઝિકા વાઇરસ રાખવામાં આવેલ છે.
◆ઝિકા વાઇસથી થતા રોગને ઝિકા તાવ કે ઝિકા ડિસીઝ તરીકે ઓળખવામાં આવે છે.૧૯૫૨થી આ રોગ આફ્રિકા અને એશિયાના અમુક ભાગોમાં થતો આવ્યો છે.
◆ ૨૦૧૩ માં બ્રાઝીલમાં ૧૬૭ દર્દીઓ નોંધાયા હતા જે ૨૦૧૪ માં ઘટીને ૧૪૭ થઇ હતી.
◆ ૨૦૧૬માં બ્રાઝીલમાં અત્યાર સુધી ૧૩૪ કેસો સામે આવી ચુકયા છે.
◆ ભારત માં પહેલીવાર આ બીમારીના કેસ જાન્યુઆરી-ફેબ્રુઆરી-2017માં અમદાવાદમાં નોંધાયા હતા. બીજીવાર 2017માં બીમારી તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લામાં નોંધાયા હતા .
◆ ઝિકા વાઇરસ ડેન્ગ્યુ, યલો ફિવર, વેસ્ટનાઇલ રોગને મળતુ આવતું વિષાણુ છે. સામાન્ય ડેન્ગ્યુ તાવમાં જોવા મળતા હોયતેવા જ લક્ષણો અને ચિન્હો ઝિકા તાવમાં જોવા મળે છે.
◆ આ બિમારી માટે કોઈ અકસીર દવા કે રસી પ્રાપ્ય નથી. ફકત આરામથી મટી જાય છે. સગર્ભા માતાને ઝિકા વાઇરસથી ચેપ લાગેલ હોય તો, જન્મનાર બાળક નાના માથા (માઇક્રોસીફેલી) સાથે જન્મ થાય છે.
રોગના લક્ષણો:-
● સામાન્ય બિમારી છે. પાંચ વ્યકિતઓને ચેપ લાગ્યો હોય તો એક વ્યકિતમાં રોગના ચિન્હો જોવા મળે છે.
● આના લક્ષણો ડેન્ગ્યુ તાવ જેવા હોય છે . લાલ ચકામાં. બેચેની . થાક લાગવો . વગેરે .
● તાવ, સાંધામાં દુખાવો, આંખ લાલ થવી, સ્નાયુનો દુખાવો, માથુ દુખવુ વિગેરે.
● આવા સામાન્ય ચિન્હો અઠવાડીયા સુધી રહે છે. દર્દીઓને ભાગ્યે જ હોસ્પિટલ માં દાખલ ક૨વા પડતા હોય છે. અને ભાગ્યે જ દર્દીનું આ રોગથી મૃત્યુ થાય છે.
રોગ નું સંક્રમણ (ટ્રાન્સમિશન)
• ચેપી મચ્છર (એડીસ )ના કરડવાથી આ રોગનો ફેલાવો થાય છે. આ એ જ મચ્છર છે જેમા દ્વારા ડેગ્યુ, ચિકનગુનિયા અને ચેલો ફીવર ફેલાય છે. આ મચ્છર વધારે દિવસે જ કરડે છે .
રોગ નું નિદાન-
• લેબોરેટરીમાં લોહીનું પરિક્ષણ
૧) પોલિમરેઝ ચેઈન રીએક્શન
૨) વાઈરસ આઈસોલેશન.
નોંધ. ઉલ્લેખનીય છે કે હજુ સુધી ઝીકા વાયરસ સામે લડવા ની કોઈ વેકસીન કે દવા શોધાય નથી . તેથી જ વર્તમાન માં મચ્છરો ના કરડવા થી બચવું એ જ માત્ર ઉપાય છે .
WHO એ સુચવેલ બચવાના ઉપાય (Prevention):-
● ઝિકા વાઇરસથી બચવા સૌથી સારો ઉપાય મચ્છરોના ઉપદ્રવને રોકવો.
● સમગ્ર શરીરને ઢાંકીને રાખવું અને આછા કલરના (સફેદ, સુતરાઉ) કપડાં પહેરવા.
● ઘરની આસપાસ કુંડા, પાત્રો, કૂલર વગેરેમાં ભરાયેલું પાણી નિયમિત સાફ સફાઈ કરીને કાઢી નાખવું.
● તાવ, ગળુ છોલાવવું, સાધાંમાં દુ:ખાવો, આંખો લાલ થાય તો વધુ પ્રવાહી લેવું અને ભરપુર આરામ કરવો.
● સ્થિતિમાં સુધારો ન થતાં તરત નજીકના ડોકટ૨ને બતાવવું.
રોગની સારવાર:-
★હાલમાં ઝિકા વાયરસની સારવાર માટે કોઈ પણ દવા કે ૨સી નથી.
★ સારવારમાં સંપૂર્ણ આરામ, વધુમાં વધુ માત્રામાં પાણી પીવું.
★ તાવ આવે ત્યારે પેરાસીટામોલ, એસિટામીનોફેન જેવી દવા લેવી.
★ એસ્પીરીન, બ્રુફેન અને નેપ્રોસીન જેવી દવા લેવાનું ટાળવું.
કયા દેશોમાં ખતરાનું એલર્ટ:-
• આર્જેન્ટિના, ચીલી, બોલિવિયા, પેરુ, ઈકવાડોર, કોસ્ટારિકા (દક્ષિણ અમેરિકા ખંડ)
ઝીકા વાયરસ તાવ થી બચવા ના ઉપાયો .
ઝીકા વાયરસ એ એડિસ મચ્છરો દ્વારા ફેલાતો હોવા થી . ઝીકા થી બચવા માટે મચ્છરો ના ઉપદ્રવ થી બચવું જરૂરી છે .
મચ્છરો ના ઉપદ્રવ થી બચવા ના ઉપાયો .
મચ્છરો ના ઉપદ્રવ થી બચવા તેમના પોરા નો નાશ કરવો જરૂરી છે. અને મચ્છરો ના પોરા અને વયસ્ક મચ્છરો ના નાશ કરવા માટે ની જુદી જુદી પદ્ધતિ નો ઉપયોગ કરવા માં આવે છે.
મચ્છરો ના પોરા નાશ કરવા ની પદ્ધતિઓ .
1. ફિઝિકલ
1. મચ્છરો ચોખ્ખા પાણી માં ઈંડા મુકતા હોય છે . માટે ટાકા ટાકી ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ રાખવા . પોરા નાશક માં પોરા વાળા પાત્રો ને ખાલી કરવા અથવા ગાળી નાખવા . ઘર ની બહાર ખાડા ખાબોચિયા માટી થી પુરવા . ફ્રીઝ ની નીચે ની પાણી ની ટ્રે . ફૂલ દાની . નાળિયેર ની કાસલી ઓ . ચોમાસા માં ડાબા પર નું પાણી ને નિયમિત સાફ રાખવા થી તેમાં મચ્છરો ના પોરા ને અટકાવી શકાય છે .
2. કેમિકલ .
1. એબેટ ...( ટેમોફોસ 50% ઇ.સી )
એબેટ ટેમોફોસ નામ ના કેમિકલ દ્વારા દ્રાવણ બનાવી ને પોરા વાળા પાત્રો માં નાખી ને મચ્છરો ના પોરા નો નાશ કરી શકાય છે. એબેટ દ્રાવણ 10 લીટર પાણી માં 2.5 m.l ટેમોફોસ નાખી ને દ્રાવણ બનાવવું .
2. ડાયફલૂબેન્ઝરોન ... 25% wp.
પેરા ડોમેસ્ટિક ( ઘર ની બહાર ચોખ્ખા અને ગંદા પાણી માટે . ) માં મચ્છરો ના પોરા નાશક માટે ડાયફલૂબેન્ઝરોન નામ ની દવા નો ઉપયોગ કરવા માં આવે છે .
ડાયફલૂબેન્ઝરોન નેપસેક પંપ દ્વારા ચોખ્ખા અને ગંદા પાણી માં છંટકાવ કરવા માં આવે છે .
1. ડાયફલૂબેન્ઝરોન ચોખ્ખા પાણી માટે 10 લીટર પાણી માં 10 ગ્રામ
2. ડાયફલૂબેન્ઝરોન ગંદા પાણી માટે 10 લીટર પાણી માં 20 ગ્રામ દવા નાખી ને દ્રાવણ બનાવી ને ઉપયોગ માં લેવું .
ડાયફલૂબેન્ઝરોન દ્રાવણ ના છંટકાવ કરવા માંટે નેપસેક પંપ નો ઉપયોગ કરવો . અને 1 ચોરસ મીટર માં 10 ml અને 1 હેકટર વિસ્તાર માં 100 લીટર દ્રાવણ નો ઉપયોગ કરવા નો રહશે .
3. બાયો લોજીકલ .
ગપ્પી અને ગંબુશિયા માછલી ઓ દ્વારા પેરા ડોમીસ્ટિક માં પોરા ભક્ષણ કરી શકાય છે . કાયમ થી ભરાઈ રહેતા ખાડા ખાબોચિયા માં ગપ્પી માછલીઓ મૂકવી. 1 ચોરસ મીટર પાણી ના ક્ષેત્રફળ માં 5 થી 10 નર - માદા માછલીઓ મુકવી .
4. બળેલું ઓઇલ / કેરોસીન
પેરા ડોમીસ્ટિક માં માં ઘર ની બહાર ખાડા ખાબોચિયા જ્યાં પાણી નો નિકાલ થઈ શકે તેમ ન હોય ત્યાં બળેલું ઓઇલ માં કેરોસીન મિશ્રણ કરી ને નાખવા થી મચ્છરો ના પોરા અને પ્યુપા નો નાશ કરી શકાય છે.
વયસ્ક મચ્છરો થી બચવા ના ઉપાયો .
1. IRS ( ઇન્ડોર રેસિડયૂલ સ્પ્રે )
2. ઇન્ડોર ફોગીંગ
3. દવા યુક્ત મચ્છર દાની નો ઉપયોગ .
4. મચ્છર ભગાડનાર અગરબત્તી અને સ્પ્રે નો ઉપયોગ કરવો .
5. આખી બાયો ના કપડાં પહેરવા . તેમજ લીમડા ના પણ નો ધુમાડો કરવો .
ટિપ્પણી પોસ્ટ કરો