મચ્છરો ના ઉપદ્રવ થી બચવા ના ઉપાયો .
મચ્છરો ના ઉપદ્રવ થી બચવા તેમના પોરા નો નાશ કરવો જરૂરી છે. અને મચ્છરો ના પોરા અને વયસ્ક મચ્છરો ના નાશ કરવા માટે ની જુદી જુદી પદ્ધતિ નો ઉપયોગ કરવા માં આવે છે .
1. ફિઝિકલ
1. મચ્છરો ચોખ્ખા પાણી માં ઈંડા મુકતા હોય છે . માટે ટાકા ટાકી ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ રાખવા . પોરા નાશક માં પોરા વાળા પાત્રો ને ખાલી કરવા અથવા ગાળી નાખવા . ઘર ની બહાર ખાડા ખાબોચિયા માટી થી પુરવા . ફ્રીઝ ની નીચે ની પાણી ની ટ્રે . ફૂલ દાની . નાળિયેર ની કાસલી ઓ . ટાયરો નો નિકાલ . ચોમાસા માં ધાબા પર નું પાણી ને નિયમિત સાફ રાખવા થી તેમાં મચ્છરો ના પોરા ને અટકાવી શકાય છે .
2. કેમિકલ .
1. એબેટ ...( ટેમોફોસ 50% ઇ.સી )
એબેટ ટેમોફોસ નામ ના કેમિકલ દ્વારા દ્રાવણ બનાવી ને પોરા વાળા પાત્રો માં નાખી ને મચ્છરો ના પોરા નો નાશ કરી શકાય છે. એબેટ દ્રાવણ 10 લીટર પાણી માં 2.5 m.l ટેમોફોસ નાખી ને દ્રાવણ બનાવવું . 2 લીટર પાણી માં 0.5 m.l અને 1 લીટર પાણી માં 0.25 ml ટેમીફોસ નાખી ને એબેટ દ્રાવણ બનાવવા માં આવે છે .
તૈયાર થયેલ સ્ટીક દ્રાવણ ને નીચે મુજબ ના માપ મુજબ પાણી ભરેલા પાત્રો માં નાખવા માં આવે છે .
1. 20 લીટર પાણી માં 1.2 ml એબેટ નાખવું
2. 100 લીટર પાણી માં 6 ml એબેટ નાખવું
3.200 લીટર પાણી માં 12 ml એબેટ નાખવું
4. 500 લીટર પાણી માં 30 ml એબેટ નાખવું
5. 1000 લીટર પાણી માં 60 ml એબેટ નાખવું
6. 5000 લીટર પાણી માં 300 ml એબેટ નાખવું .
1 લીટર તૈયાર એબેટ દ્રાવણ માંથી અંદાજીત 15 થી 20 ઘર ( 40 થી 50 પાત્રો ) માં એબેટ નાખી શકાય છે . દર વખતે તાજું દ્રાવણ બનાવવા માં આવે છે .
2. ડાયફલૂબેન્ઝરોન ... 25% wp.
પેરા ડોમેસ્ટિક ( ઘર ની બહાર ચોખ્ખા અને ગંદા પાણી માટે . ) માં મચ્છરો ના પોરા નાશક માટે ડાયફલૂબેન્ઝરોન નામ ની દવા નો ઉપયોગ કરવા માં આવે છે .
ડાયફલૂબેન્ઝરોન નેપસેક પંપ દ્વારા ચોખ્ખા અને ગંદા પાણી માં છંટકાવ કરવા માં આવે છે .
1. ડાયફલૂબેન્ઝરોન ચોખ્ખા પાણી માટે 10 લીટર પાણી માં 10 ગ્રામ પાવડર નાખવો .
2. ડાયફલૂબેન્ઝરોન ગંદા પાણી માટે 10 લીટર પાણી માં 20 ગ્રામ દવા નાખી ને દ્રાવણ બનાવી ને ઉપયોગ માં લેવું .
ડાયફલૂબેન્ઝરોન દ્રાવણ ના છંટકાવ કરવા માંટે નેપસેક પંપ નો ઉપયોગ કરવો . અને 1 ચોરસ મીટર માં 10 ml અને ચોરસ 50 ચોરસ મીટર માં 500 ml દ્રાવણ નો ઉપયોગ કરવો .અને 1 હેકટર વિસ્તાર માં 100 લીટર દ્રાવણ નો ઉપયોગ કરવા નો રહશે .
3. બાયોલોજીકલ .
ગપ્પી અને ગંબુશિયા માછલી ઓ દ્વારા પેરા ડોમીસ્ટિક માં પોરા ભક્ષણ કરી શકાય છે . કાયમ થી ભરાઈ રહેતા ખાડા ખાબોચિયા માં ગપ્પી માછલીઓ મૂકવી. 1 ચોરસ મીટર પાણી ના ક્ષેત્રફળ માં 5 થી 10 નર - માદા માછલીઓ મુકવી . ગપ્પી / ગંબુશિયા માછલીઓ નો ખોરાક મચ્છરો ના પોરા છે . 1 માછલી 1 દિવસ માં 100થી 300 પોરા નું ભક્ષણ કરે છે . ગામ ના અવાવરું કુવાઓ .તળાવ.ચેક ડેમો . હોજ. અવેડા .કાયમી બંધિયાર પાણીમાં માછલીઓ મુકવી .
4. બળેલું ઓઇલ / કેરોસીન
પેરા ડોમીસ્ટિક માં માં ઘર ની બહાર ખાડા ખાબોચિયા જ્યાં પાણી નો નિકાલ થઈ શકે તેમ ન હોય ત્યાં બળેલું ઓઇલ માં કેરોસીન મિશ્રણ કરી ને નાખવા થી મચ્છરો ના પોરા અને પ્યુપા નો નાશ કરી શકાય છે. બળેલા ઓઇલ માં કાપડ ના બોલ બોળી ને ખાડા - ખાબોચિયા માં નાખી શકાય . પરંતુ ખાવા નું તેલ નો ઉપયોગ કરવો નહીં . જે પાત્રો માં પ્યુપા જોવા મળે ત્યાં કેરોસીન નાખવું . અથવા પાત્ર ને ખાલી કરી દેવું જોઈએ .
વેકટર કંટ્રોલ
વયસ્ક મચ્છરો થી બચવા ના ઉપાયો .
1. IRS ( ઇન્ડોર રેસિડયૂલ સ્પ્રે )
2. ઇન્ડોર ફોગીંગ
3. દવા યુક્ત મચ્છર દાની નો ઉપયોગ .
4. મચ્છર ભગાડવા ના ઘરેલુ ઉપાય .
1. IRS ( ઇન્ડોર રેસિડયૂલ સ્પ્રે )
( ઘર ની અંદર જંતુ નાશક દવા નો છંટકાવ કરવો .)
👉 IRS માં વપરાતી દવા નું નામ .= આલ્ફા સાયપર મેથ્રિન 5%
👉 દવા છાંટવા નું સાધન ... સ્ટીરપ પંપ .
■ 10 લીટર પાણી માં 250 ગ્રામ દવા નું પેકેટ નાખી દ્રાવણ બનાવવું .
■ 150 ચોરસ મીટર ના ઘર માટે 75 gm જંતુનાશક દવા ની જરૂરિયાત અને અંદાજીત 5 મિનિટ માં સ્પ્રે થાય એટલે કે 3 ઘરો મા 250 gm દવા વપરાય . 5000 વસ્તી એ 9.37 kg દવા જોઈએ .
■ પંપ નો નોઝલ ડીસ ચાર્જ રેટ 740 થી 850 મી.લી પ્રતિ મિનિટ હોવો જોઈએ .
■ પંપ ના હાથા નો પ્લન્જર રોડ ની ખેંચ 1.5 ઈંચ હોવી જોઈએ .
■ દવા છંટકાવ વખતે પંપ ની લાન્સ દીવાલ થી 45 સે.મી 1.5 ફૂટ દૂર રાખી ને છંટકાવ દરમ્યાન ઉભા પટ્ટા ની પહોળાઇ 53 સે.મી ( 1.5 ) હોવી જોઈએ . પ્રથમ પટ્ટા બાદ બીજા પટ્ટાઓ એક બીજા પટ્ટા ને 7.5 સે.મી ( 3 ઇંચ ) જેટલો ઓવર લેપ થવું જોઈએ .
■ દવા છાંટયા પછી હવાલદારે ચોક થી હાઉસ માર્કિંગ કરવું .
■ એક પંપ થી 30 થી 40 ઘર એક દિવસ મા છંટાવવા જોઈએ.
■ IRS ના છંટકાવ દવા ની અસર 2.5 ( અઢી ) માસ સુધી રહે છે .
2. ઇન્ડોર ફોગીંગ .
( જંતુનાશક નો ધુમાડો કરી ને 30 મિનિટ બારી - બારણાં બંધ રાખવા )
👉 જંતુનાશક દવા નું નામ = સાયફેનોથ્રિન 5 % અથવા પાયરેથ્રેમ 2%
👉 દવા છાટવાનું સાધન . = ફોગીગ મશીન
■ 1 લીટર ડીઝલ / કેરોસીન માં 50 મી.લી પાયરેથ્રેમ થી અથવા 20 મી.લી સાયફેનોથ્રિન નાખી ને ફોગીગ દ્વારા ધુમાડો કરવો .
■ મેલેરિયા મરણ . ડેન્ગ્યુ . ચિકનગુનિયા કેસ ના ઘર ની આજુ બાજુ ની 100 મીટર ની ત્રિજયા માં 50 ઘરો ની અંદર ફોગીગ કરવા માં આવે છે.
■ ફોગીગ કરેલ ઘર માં હાઉસ માર્કિંગ કરવું . અને તેમની યાદી બનાવવી .
3. દવા યુક્ત મચ્છર દાની નો ઉપયોગ .
👉 જંતુનાશક દવા નું નામ = ડેલ્ટામેથ્રિન ફ્લો 2.5 %
👉 દવાયુક્ત કરવા નું સાધન = પ્લાસ્ટિક નું ટબ
◆ સિંગલ બેડ મચ્છરદાની માટે અંદાજિત 250 થી 300 મિ.લી પાણીમાં 10 મી.લી ડેલ્ટામેથ્રિન ફ્લો લેવો.
◆ ડબલ બેડ મચ્છરદાની માટે 500 થી 600 મિ.લી પાણીમાં 20 થી 25 મી.લી ડેલ્ટામેથ્રિન ફ્લો લેવો.
◆ મચ્છરદાનીને ગોળ વીટો( રોલ ) બનાવીને પ્લાસ્ટિક ટબમાં બનાવેલ દ્રાવણમાં ગોળ ગોળ વાળીને ભીજવીયા બાદ . ફરીથી મચ્છરદાનીને ઉલટાવીને ગોળ ગોળ વાળવી. સંપૂર્ણ દ્રાવણ મચ્છરદાની મા શોષાઈ જવું જોઈએ.
◆ મચ્છરદાનીને છાયામાં પ્લાસ્ટિકની શીટમાં સુકવવી.
◆ સગર્ભા સ્ત્રીઓ અને સરકારી આશ્રમ શાળામાં દવા વાળી મચ્છરદાની ને વિનામૂલ્યે આપવાની થાય છે.
◆ ધોઈએ નહીં તો દવાની અસર 6 મહિના સુધી રહેશે. વર્ષમાં બે વખત મચ્છરદાની દવા યુક્ત કરવી જોઈએ.
★ LLINS ( લોંન્ગ લાસ્ટિંગ ઇમપ્રીગ્રેટેડ નેટ્સ )
■ મચ્છરદાનીના તાતણાની સાથે જંતુનાશક દવા ડેલ્ટામેંથ્રિન/ પરમેથ્રિન વણી લેવામાં આવે છે.
■ LLINS ને 20 વખત ધોવામાં આવે તો પણ દવાની અસર કારકતા રહે છે.
■ LLINS મચ્છરદાને ની સરેરાશ ત્રણ થી પાંચ વર્ષ સુધી વાપરી શકાય છે.
■ LLINS ને સ્વચ્છ અને સૂકા ગોડાઉનમાં રાખવી.
■ પહેલા આવેલી મચ્છરદાનીને પહેલા વાપરવાનો આગ્રહ રાખો.
4. મચ્છર ભગાડવા ના ઘરેલુ ઉપાય .
મચ્છર ભગાડવા માટે ગામડાઓ માં ઘરેલુ ઉપાય તરીકે સાંજ ના સમયે લીમડા ના પાન નો ધુમાડો કરી શકાય છે .લીમડા ના તેલ માં કપૂર ની ટીકડી નાખી નાળિયેર ના તેલ નો દીવો કરવા થી દીવો શરૂ હોય છે ત્યાં સુધી મચ્છર થી છુટકારો મેળવી શકાય .
ટિપ્પણી પોસ્ટ કરો