અતિ જોખમી સગર્ભામાતા ને હોસ્પિટલ સારવાર ની યોજના 2024.

અતિ જોખમી સગર્ભામાતા ને હોસ્પિટલ સારવાર ની યોજના 2024.



અતિ જોખમી સગર્ભામાતા ને હોસ્પિટલ માં સુવિધા સંપન્ન  પ્રસુતિ માટે  રૂ.15000 /- હજાર ની સહાય યોજના . 


1.અતિ જોખમી સગર્ભાપ્રસુતિ યોજના શુ છે . ? 

2. કઈ કઈ સગર્ભા માતા ને આ લાભ મળવા પાત્ર છે . ? 
     ( લાભાર્થી ની પાત્રતા ) 

3. પ્રસુતિ નું સ્થળ . 

4. યોજના માં નાણાંકીય લાભ ની વિગત .

5. અન્ય જોગવાઇઓ

6.  લાભ ક્યાંથી અને કઈ રીતે મેળવી શકાય. ? 

1.અતિ જોખમી સગર્ભામાતાપ્રસુતિ યોજના શુ છે . ? 

           કોઈ પણ માતા માટે સગર્ભાઅવસ્થા એ  અતિ આનંદ અને ખુશી નો સમયગાળો છે . તેમાં પણ જોખમી સગર્ભામાતા તો અતિ મહત્વ નો સમયગાળો છે . કોઈ પણ ફેમિલી ને તેને ત્યાં એક તંદુરસ્ત બાળક આવે તેવી મહેચ્છા હોય છે . 
                            તેમાં જો કોઈ પણ માતા જો જોખમી સગર્ભાઅવસ્થા માં આવતી હોય તો આવનાર બાળક અને માતા બન્ને માટે જીવ નું જોખમ રહેલું છે . આવા સંજોગો માં માતા અને બાળક બન્ને ને બચાવવા ખૂબ મહત્વ નું કામ છે . જોખમી સગર્ભા ની પ્રસુતિ હોસ્પિટલ માં  જ થાય એ ખૂબ જરૂરી છે . ઘણા પરિવાર હોસ્પિટલ નો આર્થિક બોજો સહન ન કરી શકે તેવા સંજોગો  માટે સરકાર  સતત પ્રયત્નશીલ છે .                               જોખમી સગર્ભા માતા ને હોસ્પિટલ ના ખર્ચ ને પહોશી વળવા માટે સરકાર દ્વારા આ યોજના સુવિધા સંપન્ન હોસ્પિટલ  માં પ્રસુતિ કરાવવા માટે રૂ.15000 હજાર ની સહાય આપવા ની યોજના 1/04/24 પછી પ્રસુતિ થાય તે સગર્ભામાતા ને તેના બેન્ક એકાઉન્ટ માં આપવા માં આવશે . 





2. કઈ કઈ સગર્ભા માતા ને આ લાભ મળવા પાત્ર છે . ? 
( લાભાર્થી ની પાત્રતા ) 

Anexure - A: મુજબ નીચે મુજબ અતિ જોખમી પ્રસુતિનાં ચિન્હો ધરાવતી સગર્ભા માતા તરીકે ઓળખાશે. જેમને આ યોજના નો લાભ મળવાપાત્ર થશે . 


1. બે વખતની ANC તપાસમાં હિમોગ્લોબીન ૬.પ ગ્રામ કે તેથી ઓછું હોય. 

2. લોહીનું દબાણ ૧૮૦/૧૧૦ mm of Hg કે તેથી વધુ (૩ વખતે) હોય અને પગે સોજા આવવા અથવા પેશાબની તપાસમાં પ્રોટીન આવવુ (પ્રોટીનયુરીયા).

3. ANC તપાસમાં કોઇપણ તબક્કે Body Mass Index ( BMI) ૧૭ કરતા ઓછો હોય.

4. ૬(છ) માસના સગર્ભાવસ્થા બાદ ૪ર કિલોથી ઓછુ વજન ધરાવતા સગર્ભા માતાઓ . 

5. ડિલેવરી સમયે Placenta Previa ધરાવતા સગર્ભા બહેનો. 

6. સીકલ સેલ રોગ/ થેલેસેમીયા/ હિમોફીલીયાની બિમારી ધરાવતી સગર્ભા બહેનો. 

7. ક્ષયથી પીડીત સગર્ભા માતાઓ કે જેને પ્રથમ હરોળની સારવાર અસરકારક ન હોય (known case of chronic tuberculosis with multi drug resistance)

8. ગર્ભમાં ત્રણ અથવા ત્રણથી વધુ બાળકો ધરાવતી સગર્ભા બહેનો. 

9. અગાઉ ૨(બે) પ્રસુતિ દરમિયાન સિજેરીયન કરાવેલ હોય,

10. જે સગર્ભા બહેનોને  લાંબા ગાળા ની કિડની ની બીમારી હોય . ( Chronic Kidney Disease (CKD Grade 2 અથવા વધારેની) હોય. 

11. બલૂંન થી હદય ના વાલ્વ નું રીપેર અથવા વાલ્વ રિપ્લેસમેન્ટ કરાવેલ હોય . ( Previous History Of Heart Valve Replacement or Valve Repair (Balloon Valvotomy). 

12.  હદય ના માયટ્રલ વાલ્વ . અથવા સ્ટેનોસીસ વાલ્વ ની બીમારી ધરાવતી સગર્ભા માતા . ( Current Diagnosed Case Of Severe Mitral Valve Stenosis or Mitral Regurgitation With Pulmonary Hypertension)  ની બીમારી ધરાવતી સગર્ભા બહેનો. 

આવા ચિહ્નો ધરાવતી સગર્ભાઓમાં પ્રસુતિ દરમિયાન અતિશય જોખમની શકયતા હોય, તેવી સગર્ભા બહેનોને તેમની પ્રસુતિ મેડિકલ કોલેજ હોસ્પિટલ અથવા જિલ્લા હોસ્પિટલ, યુ એન મહેતા હાર્ટની હોસ્પિટલ, ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કિડની હોસ્પિટલ ( અમદાવાદ સિવિલ હોસ્પિટલ – IKDRC) ખાતે સુનિશ્ચિત કરવામાં આવે અને પ્રસુતિ પછી તરત ડિસ્ચાર્જ ન કરતાં સાત દિવસ સુધી હોસ્પિટલ ખાતે રોકાણ સુનિશ્ચિત કરવામાં આવે તો માતા અને બાળકના આરોગ્ય પ્રત્યે વધારે ધ્યાન આપી બાળ મૃત્યુદરમાં પણ ઘટાડો કરી શકાય તેમ છે.

3. પ્રસુતિ નું સ્થળ . 


◆  મેડિકલ કોલેજ હોસ્પિટલ અથવા જિલ્લા હોસ્પિટલ

◆ યુ એન મહેતા હાર્ટ ની હોસ્પિટલ

◆ ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ

◆ કિડની હોસ્પિટલ ( અમદાવાદ સિવિલ હોસ્પિટલ – IKDRC)


4. યોજના માં નાણાંકીય લાભ ની વિગત .

યોજના નો  કુલ લાભ :

રૂ.  ૧૫૦૦૦/-

પ્રસૂતિ પહેલા નિયત હોસ્પિટલમાં દાખલ થાય અને ૭ દિવસના હોસ્પિટલ માં રોકાણ. 

તા; ૦૧/૦૪/૨૦૨૪ કે તે પછી પ્રસૂતિ થાય તેમને


● પ્રથમ તબક્કે - ૫૦૦૦/- ૯ મો માસ ચાલુ થાય ત્યારે તુરંત પેલો હપ્તો સગર્ભા ના ખાતા માં મળવા પાત્ર . 

●  બીજા તબક્કે – ૧૦૦૦૦/-  ૭ દિવસ ના હોસ્પિટલ ના રોકાણ બાદ બીજો હપ્તો સગર્ભા ના ખાતા માં મળવા પાત્ર છે .

● આ યોજના નો લાભ DBT મારફત લાભાર્થીના બેક ખાતામાં જમા થશે. 

5. અન્ય જોગવાઇઓ

● અતિ જોખમી સગર્ભામાતા ની હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરી થાય તો પણ આ લાભ મળવા પાત્ર છે . 

●  અતિ જોખમી સગર્ભામાતા ની   સિઝેરીયન સેકશન / ઓપરેશનના તમામ કિસ્સામાં લાભ મળવા પાત્ર છે .

● કદાસ બાળક મૃત જન્મે કે જીવિત જન્મે કે જન્મ્યા બાદ મૃત્યુ પામે - તો પણ  લાભ મળવા પત્ર થશે. 

આશા ઇન્સેન્ટીવ. 

૩૦૦૦/- આશા ઇન્સેન્ટીવ

★ સગર્ભા ની નોંધણી થી પ્રસૂતિના સમય દરમિયાન અગત્યની સેવા પૂરી પાડવામાં મદદરૂપ થયેલ હોય અને અતિ જોખમી પ્રસૂતિ ની શક્યતા વાળી માતાને ડિલિવરી પછી ૭ દિવસના હોસ્પિટલના રોકાણ બાદ –  આશા બહેન ને મળવાપાત્ર. 


6.  લાભ ક્યાંથી અને કઈ રીતે મેળવી શકાય . ? 

અતિ જોખમી સગર્ભામાતા ને  હોસ્પિટલ માં પ્રસુતિ ની સારવાર યોજના માં આર્થિક  ખર્ચ  ને પહોશી વળવા માટે ના 15000 હજાર ની 2 તબકકા ની સહાય લેવા માટે ઉપર મુજબ ની લાભાર્થી ની પાત્રતા વાળી અતિ જોખમી સગર્ભામાતા એ તેમાં જરૂરી તમામ આધાર પુરાવા . 

નજીક ના સબ સેન્ટર ના fhw ( ફિમેલ હેલ્થ વર્કર ) અથવા mphw / cho / આશા બહેનો ને આપવા ના રહશે . 

યોજના ની વધુ માહિતી માટે નજીક ના phc ( પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નો સંપર્ક કરવો . 














Post a Comment

વધુ નવું વધુ જૂનું