"નમો શ્રી " યોજના ગુજરાત 2024 વિશે સંપૂર્ણ માહિતી .
1. નમો શ્રી યોજના શુ છે . ?
2. નમો શ્રી યોજના ના હેતુઓ ( ઉદ્દેશયો )
3. નમો શ્રી યોજના ના કોને મળી શકે છે . ?
4. નમો શ્રી યોજના માં કેટલો લાભ મળે છે .
5. નમો શ્રી યોજના માટે ઓનલાઇન અરજી કરવા માટે ના જરૂરી ડોક્યુમેન્ટો .
1. "નમો શ્રી" યોજના શુ છે . ?
નમો શ્રી યોજના તાજેતર માં જ 2 ફેબ્રુઆરી 2024 ના દિવસે નાણાં મંત્રી કનું ભાઈ દેસાઈ દ્વારા સંસદ સભા માં બજેટ ની જાહેરાત કરતી વખતે નમો શ્રી યોજના ની જાહેરાત કરવા માં આવેલ છે . આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા આગામી વર્ષે 2024/25 અંતર્ગત કુલ 750 કરોડ ના ખર્ચ કરી ને સગર્ભા બહેનો તેમજ માતાઓ ને સલામત પ્રસુતિ માટે રુ. 12000 હજાર ની આર્થિક સહાય કરવા માં આવશે .
2. "નમો શ્રી " યોજના ના હેતુઓ ( ઉદ્દેશયો )
એક અંદાજ મુજબ ગુજરાત માં દર વર્ષે 12 લાખ જેટલા નવજાત બાળકો ના જન્મ થાય છે . તેમાંથી ઘણા બાળકો ને પૂરતા પ્રમાણ માં પોષણ ન મળવા થી કુપોષિત રહી જાય છે . અથવા તો તેમનું મૃત્યું થઈ જતું હોય છે . તેમજ માતા મૃત્યુ દર માં ઘટાડો લાવવા માટે પણ આ યોજના મદદ રૂપ બની શકશે .
એટલા માટે ગુજરાત સરકાર દ્વારા નમો શ્રી યોજના શરૂ કરવા પાછળ નો મુખ્ય હેતુ નવજાત બાળકો તેમજ સગર્ભા બહેનો ને સલામત પ્રસુતિ મળી રહે તેમજ તેના બાળકો ને પોષણ યુક્ત આહાર મળી રહે એ હેતુ થી નમો શ્રી યોજના અમલ માં લાવેલ છે .
3. "નમો શ્રી" યોજના નો લાભ કોને મળી શકે છે . ?
લાયક સગર્ભા મહિલા ને 1/4/24 કે તે પછી પ્રસુતિ થાય તે મહિલા સરકારી અથવા તો ખાનગી હોસ્પિટલ માં પ્રસૂતી કરાવે તો પ્રથમ બે ( 2 ) પ્રસૂતી સુધી ના નમો શ્રી યોજનામાં કુલ .રૂ. 12000 હજાર ની સહાય આપવા માં આવશે .
લાભાર્થી ની પાત્રતા :
(૧) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ ( sc / st )
(૨) જે મહિલાઓ આંશિક રીતે (૪૦%) અથવા સંપૂર્ણ વિકલાંગ હોય
(૩) BPL રેશન કાર્ડ ધારક મહિલા.
(૪) PMJAY કાર્ડ (આયુષમાન ભારત કાર્ડ ) ધારક મહિલા.
(૫) ઈ શ્રમ કાર્ડ ધારક મહિલા.
(૬) કિશાન સન્માન નિધી હેઠળ ના મહિલા.
(૭) મનરેગા જોબ કાર્ડ ધારક મહિલા.
(૮) ૮ લાખ કરતાં ઓછી કૌટુંબિક આવક ધરાવતા મહિલા.
( ૯ ) AWW/AWH/ASHA ( આંગણ વાડી વર્કર / આંગણ વાડી હેલ્પર / આશા )
( ૧૦) કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કોઇપણ અન્ય શ્રેણી માં આવતા.
( ૧૧) NFSA રેશન કાર્ડ ધારક મહિલા. ( રેશન કાર્ડ માં રેશન મળતું હોય તેવા કાર્ડ ધારક )
4. "નમો શ્રી " યોજના માં કેટલો લાભ મળે છે .
નમો શ્રી યોજના માં 1/04/24 ના રોજ અથવા પછી પ્રસુતિ થયેલ મહિલા ને હોસ્પિટલ ના ખર્ચ ને પહોશી વળવા માટે આ યોજના અંતર્ગત. સગર્ભા / ધાત્રી માતા ને પ્રસુતિ પહેલા અને પ્રસુતિ પછી કુલ મળી ને રૂ. 12000/- હજાર ની સહાય લાભાર્થી મહિલા ના ખાતા માં આપવા માં આવે છે .
5. નમો શ્રી યોજના માટે ઓનલાઇન અરજી કરવા માટે ના જરૂરી ડોક્યુમેન્ટો .
◆ અરજદાર મહિલાનું આધાર કાર્ડ
◆ જાતિનું પ્રમાણપત્ર
◆ સગર્ભા હોવા માટેનું પ્રૂફ ( મમતા કાર્ડ )
◆ માતાઓ માટે નવજાત શિશુ નું પ્રમાણપત્ર ( જન્મ નો દાખલો )
◆ મોબાઈલ નંબર.
◆ ફોટો.
◆ બેક ખાતા ની વિગત.
નોંધ . વધુ માહિતી માટે તેમજ નમો શ્રી યોજના ના લાભ લેવા માટે તમારા વિસ્તાર ના fhw ( ફિમેલ હેલ્થ વર્કર ) આરોગ્ય કર્મચારી નો સંપર્ક કરી શકાય .
ટિપ્પણી પોસ્ટ કરો