તાવ શુ છે . અને ખરેખર તેનો ઇલાજ શુ છે . ?
તાવ આવે તો પેરાસિટામોલની ગોળી લઈએ અથવા ડૉક્ટર પાસે દોડી જઈએ છીએ, યુરોપના દેશોમાં તાવની દવા આપવામાં નથી આવતી, બાળકોને તો બિલકુલ નહીં! નિષ્ણાતો કહે છે કે તાવ ચઢે તો દવાની નહીં પ્રવાહી ખોરાકની અને આરામની જરૂર હોય છે. જેથી શરીર બૅક્ટેરિયા કે વાઇરસ સામે પૂરી તાકાતથી લડી શકે. નાવ વધે તો માથે પોતાં મૂકવાં, તાવ ખૂબ વધી જાય અથવા ચાર-પાંચ દિવસ સુધી ઊતરે નહીં તો જરૂર ડોક્ટરનો સંપર્ક કરી શકાય.
તાવ પોતે કોઈ બીમારી નથી :
આપણે જાણીએ છીએ કે શરીરનું તાપમાન ૯૮.૬ ડીગ્રી
ફેરનહાઈટ (૩૭ ડીગ્રી સેન્ટીગ્રેડ થી વધી જાય તો તાવ કહેવાય છે. તાવ રોગ નથી, પરંતુ શરીરમાં કોઈ રોગના વાઇરસ કે બૅક્ટેરિયા ઘૂસી આવ્યા હોવાની અને શરીર તેમની સામે લડી રહ્યું હોવાની નિશાની છે. શરદી, ફ્લુ, (હવે કોરોના ન્યૂમોનિયા, ડાયેરિયા, યુરિનરી ઇન્ફેક્શન, ઝાડા-ઊલટી વગેરે સેંકડો જાતમાંથી કોઈ બૅક્ટેરિયા અને વાઇરસ શરીરમાં ઘૂસી આવે તો તાવ આવે છે. લાંબો સમય શરીરના કોઈ ભાગમાં અસહ્ય દુઃખાવો થાય તો તાવ આવે છે. કોઈ પણ રસી લીધી હોય તો તાવ આવે છે. મોટો આઘાત લાગે તો પણ તાવ આવે છે.
તાવનું કારણ વાઇરસ-બેક્ટેરિયાની ઘૂસણખોરી :
શરીરમાં વાઇરસ-બૅક્ટેરિયા ઘૂસી આવે તો શરીરના યોતકના ટી કોપ તરત તેમની ઓળખાણ કરે છે અને તેને મારી નાંખવાના રસાયણ જથ્થાબંધ બનાવવા લાગે છે. સાથે જ મગજને પાયરોજન નામનું રસાયણ મોકલી આપે છે. પાયરોજન રસાયણ આવે કે તરત મગજનું હાથપાયેલામસ નામનું કેન્દ્ર શરીરનું તાપમાન વધારવાના આદેશ આપે છે. જેમ જેમ પાયરોજન રસાયણ વધારે આવતું જાય તેમ તેમ હાઈપોથેલામા શરીરનું તાપમાન વધારનું જાય છે. મગજ આવું એટલા માટે કરે છે કે અગાઉ શરીરનું તાપમાન વધારીને વાઇરસ-બૅક્ટેરિયાનો નાશ કરી ચૂક્યું છે. સદીઓના અનુભવનો નિચોડ કહે છે કે વાઇરસ અને બૅક્ટેરિયા ગરમીમાં નબળા અને ધીમા પડી જાય છે. પોતાનો બચાવ કે વસતીવધારો ઝડપથી કરી શક્તા નથી. પરિણામે શરીરનું શ્વેતકણોનું લશ્કર સરળતાથી તેમનો સફાયો કરી શકે છે. ઘણી વાર મચ્છર જન્ય તાવ આવે છે. મચ્છરો દ્વારા મેલેરિયા . ડેન્ગ્યુ . ચિકનગુનિયા . તાવ આવે તો તેમાં સારવાર લેવી જરૂરી છે.
શરદીને ખૂબ ખવડાવો, તાવને ભૂખે મારો!
વર્ષોજની કહેવત છે. શરદીને ખૂબ ખવડાવો, તાવને ભૂખે મારો. આ કહેવતમાં નગ્ધ છે. તાવમાં શરીર ટેન્શનમાં હોય છે. જ્ઞાનતંતુઓ સતત સમાચાર લાવવા-લઈ જવામાં બિઝી હોય છે. એવામાં વધારે ખોરાકથી પાચનમાં ખાસ્સી ઊર્જા વપરાવા લાગે છે. તાવ સામે લડતું પાચનતંત્ર ખોરાકના કેટલાક પદાર્થોને એલર્જી કરાવનાર માની તેની સામે પણ લડત આદરે છે તેથી પેટમાં ગરબડ થાય છે. તેથી પાયરોજનનો સંકેત જોરદાર બને છે, હાથપોથેલામસ શરીરમાં ગરમી વધારતું જાય છે, પરિણામે તાવ ૧૦૩, ૧૦૪થી વધી જાય છે. તાલ આવવા લાગે છે, દર્દી બેભાન થઈ શકે છે. તેથી સાવ ઓછું ખાવું અને બને તો પ્રવાહી જ લેવું.
બાળકો કે મોટાએ દવા ન લેવી
સામાન્ય કે થાક નો તાવ આવે ત્યારે જો ખાવામાં મર્યાદા રાખો અને પ્રવાહી તથા મોરબીનો રસ વધારે પીઓ તો બે, ચાર, પાંચ દિવસમાં તમને ખૂબ પરસેવો વળવા લાગે છે. પછી તાવ મટી હ્ય છે. તાવ સાથેનાં લક્ષણો પર નજર રાખવી જેથી ખ્યાલ આવે કે કયા વાઈરસ-બેક્ટેરિયાનો ચેપ લાગ્યો છે અને શરીરમાં શું ચાલી રહ્યું છે. જેમ કે, તાવ સાથે ખૂબ ઠંડી લાગે તો મેલેરિયાનું લક્ષણ ગણાય છે. જેમાં સારવાર લેવી જરૂરી છે .
મેલેરિયા ન હોય તો પણ ઠંડીની ધ્રુજારી આવે
ધ્રુજારી અને ઠંડી મેલેરિયા ન હોય તો પણ થઈ શકે, શરીર ગરમી વધારવા માટે સ્નાયુઓને ગુંજાવે છે. સ્નાયુઓ ઠંડીથી બચવા માટે પણ પુજે છે, પરિજામે તાવ ચઢે તો શરીરની ગરમી નિયંત્રણમાં રાખવા ખૂબ પરસેવો પાપ છે. પરસેવો સુકાય તો ઠંડી લાગે છે અને ઠંડી લાગે નો સ્નાયુઓ આપોઆપ ગુજારી કરીને ગરમી ઉત્પન્ન કરવા લાગે છે.
તાવની સાથે માથું - શરીર પણ દુખે તો
તાવની સાથે માથું પણ દુખે તો તે વાઇરસ ઇન્ફેક્શનનો સંકેત હોય છે. ખાસ કરીને શરદી તથા ફ્લૂના વાઇરસનો ચેપ લાગ્યો હોય તો મગજ સહિત શરીરના અનેક સ્નાયુઓમાં સોજો ચઢે છે. પરિણામે એવી બધી જગ્યાએ દુખાવો થાય છે. ઘાસમાં વાઇરસને આવતી રોકવા માટે સાયનસ અને નાકમાં ચીકો ગુંદર વધુ ઝરે છે.
તાવ સાથે આખા શરીરમાં દુખાવો થાય તો
તાવ સાથે આખા શરીરમાં દુખાવો થાય તો તે શરીરમાં બૅકટેરિયાનો ચેપ લાગ્યો હોવાનો સંકેત છે. શરીરમાં બૅક્ટેરિયા ઘૂસી આવ્યાની જાણ થતાં જ હાડકાંની અંદર શ્વેતકણોનું ઉત્પાદન ધમધોકાર ચાલવા લાગે છે. લોહી આખા શરીરમાં ફેરવવા હૃદય ઝડપથી કામ કરે છે. છતાં શરીરના બાકીના સ્નાયુઓને મળતું લોહી ઓછું જ રહે છે. પોષણ ઓછું થઈ ગયું છે તેનો સંદેશો આપવા સ્નાયુઓ પીડાના સંકેત મોકલે છે.
તાવમાં ભૂખ ન લાગે તો પાચનના વાઇરસ
તાવમાં ભૂખન લાગે, કશું ખવાય નહી તો તે પાચનમાં વાઇરસ ઘૂસી આવ્યાનો સંકેત છે. રોટા વાઈરસ, નોરા વાઇરસ વગેરે જાતના ડઝનબંધ વાઇરસ કોઈક રીતે પાચનતંત્રમાં પ્રવેશી જાય તો તાવની સાથે ઊબકા આવે છે, બેચેની રહે છે, કશું ખાવાની ઈચ્છા થતી નથી. પેટમાં વિચિત્ર લાગણી થયા કરે છે. બેચેની લાગે અને ખાવાની ઇચ્છા મરી જાય તો માનવું કે કમળાની નિશાની છે.
તાવમાં પાણી પીતાં રહો
તાવ આવે ત્યારે શરીરનું તાપમાન વધે છે. તેને નિયંત્રણમાં રાખવા માટે ખૂબ પરસેવો થાય છે, બીજી બાજુ વાઇરસ સામે લડવાનાં રસાયો પણ જથ્થાબંધ બનવા લાગે છે. તેથી શરીરમાં પ્રવાહીની ઘટ પડે છે. તાવમાં મૃત્યુ પામતા વાઇરસ વગેરેનો નિકાલ કરવા પેશાબ વધુ થતો રહે છે. સરવાળે ડીહાઈડ્રેશન થઈ શકે છે. તેનાથી બચવા પાણી પીતાં રહો.
નોંધ. આ તમામ સામાન્ય તાવ માં લાગુ પડે છે . તાવ ના ગંભીર લક્ષણો દેખાય કે તાવ વધતો જાય તો તુરંત નજીક ના ડોકટર પાસે જઈ ને આવશ્યક તમામ રિપોર્ટ કરાવવા જરૂરી .
તાવમાં શું શું થાય?
મગજ દુખે
હાયપોચેલામસ’
ઉધરસ-
શરદી
ફ્લુ
હૃદય થાકે
પેશાબ વધુ થાય
પોતાં મુકવા
પ્રવાહી વધુ લેવું
ઠંડી લાગે ધ્રુજારી થાય
ભૂખ ન લાગે
પાચન બગડે
આખા શરીરમાં અશક્તિ
આખા -શરીરમાં દુખાવો
ટિપ્પણી પોસ્ટ કરો