ચા પીવા થી શુ શુ ફાયદા થાય છે અને શુ ગેર ફાયદા છે તે વિશે જાણવું જરૂરી .
આપણા બધાના દિવસની શરૂઆત ચાની ચૂસકી માણવા થી જ થાય છે. ચા પીવાથી જાણે કે શરીર આળસ ખંખેરીને બેઠું થતું હોય તેમ લાગે છે. અને આમ જાણે અજાણે ચા આપણા જીવનનો અભિન્ન હિસ્સો બની ગયો છે. ચા વિના જાણે કે દિવસની શરૂઆત જ ન થતી હોય તેવું લાગે છે તેથી આપણને ઘરે ઘરે ચાના બંધાણી જોવા મળી જાય છે. લગભગ નાના હોય કે મોટા દિવસ માં ઘણી વાર ચા પિતા હોય છે .
જો તમે પણ ચા પીવાનો શોખીન છો તો તમારા માટે આ માહિતી ખૂબ જ અગત્ય ની છે.
તેનાથી તમને ચાથી જોડાયેલ દરેક સવાલના જવાબ મળશે અને તમને એ પણ જાણવા મળશે કે 1 દિવસમાં કેટલી ચા પીવી જોઈએ.
ચાની ચૂસકીના જુદા-જુદા બહાના
આપણા દેશમાં ચા માત્ર એક પીણું જ નથી પરંતુ એક સેલિબ્રેશન છે. ઘરે કોઈ મહેમાન આવી જાય, મિત્રો સાથે ટપરી પર જઈને ચા પીવી હોય, ઓફિસમાં મૂડ ફ્રેશ કરવું હોય, એનર્જી વધારવી હોય, ભૂખ મટાડવી હોય આ બધા માટે એક કપ ચા ખૂબ જ જરૂરી હોય છે. પરંતુ શું તમે જાણો છે કે આ એક કપ ચા તમારા માટે કોઈ ધીમા ઝેરથી ઓછી નથી.
શું કહે છે રિસર્ચ ના આંકડા
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં ચા પર એર રિસર્ચ કરવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે દૂધવાળી ચાના દરેક કપમાં 40 મિલીગ્રામ કેફિન હોય છે અને જે લોકો તેનું વધું સેવન કરે છે તે તેના વ્યસની પણ થઈ શકે છે. તે એક પ્રકારનું ધીમું ઝેર અથવા નશો પણ હોય છે.
ચા સાથે જોડાયેલા પ્રશ્નો
ખાલી પેટ ચા પીવાથી શું નુકસાન થાય છે?
જે તમે સવારે સૌથી પહેલા દૂધવાળી ચા પીવો છો તો તેનાથી મેટાબોલિઝમ સિસ્ટમ ખરાબ થઈ શકે છે. તેનાથી કબજિયાત, પેટમાં ખેંચાણ અને અપચાની સમસ્યા થઈ શકે છે.
દિવસમાં કેટલી ચા પીવી જોઈએ?
ઘણીવાર રીતે લોકોનો પ્રશ્ન હોય છે કે અમારાથી ચા નથી છૂટતી પરંતુ તેને કેવી રીતે ઘટાડવી એટલે કે 1 દિવસમાં કેટલી ચા પીવી જોઈએ? તો અમે તમને જણાવી દઈએ કે એક રિપોર્ટ અનુસાર સામાન્ય સ્વસ્થ વ્યક્તિએ દિવસમાં માત્ર 1 થી 2 વખત ચા પીવી જોઈએ.
વધુ પડતી ચા પીવાથી શું નુકસાન થાય છે?
વધુ પડતી ચા પીવાથી તમને 8 પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. જેમાં એસિડિટી, બ્લડપ્રેશર, અલ્સર, ડીહાઈડ્રેશન, નબળા હાડકાં, ઊંઘ ન આવવી, નર્વસનેસ, ખીલ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
શું ચામાં પણ નિકોટિન જોવા મળે છે?
તમને જણાવી દઈએ કે ચામાં ખૂબ જ ઓછી માત્રામાં નિકોટિન હોય છે અને આપણે ચાને ગાળીને પીએ છીએ. આ રીતે તેની માત્રા વધુ ઘટી જાય છે.
શું ચાને ફરીથી ઉકાળીને પીવી યોગ્ય છે?
જો તમે ચાને વારંવાર ઉકાળીને પીતા હોવ તો આજે જ આ આદત સુધારી લો કારણ કે ચાને વારંવાર ઉકાળીને પીવાથી તેમાં કેન્સરના બેક્ટેરિયાનો વિકાસ થવા લાગે છે. ઉપરાંત ચાને ફરીથી ગરમ કરવાથી ટેનીન પણ બહાર નીકળી જાય છે તેથી તેનો સ્વાદ કડવો બની જાય છે. એટલા માટે 15 મિનિટથી વધુ સમય માટે રાખેલી ચાને ફરીથી ગરમ કર્યા પછી ક્યારેય ન પીવી.
ચા સાથે આપણે શું ન ખાવું જોઈએ?
આપણે ચા સાથે ક્યારેય પણ કોઈ ડ્રાયફ્રૂટ્સ ન ખાવા જોઈએ. આ સિવાય હળદરમાંથી બનેલી વસ્તુઓ, લીંબુ અને આર્યનવાળી વસ્તુઓનું સેવન પણ ન કરવું જોઈએ.
શું પાવડરવાળા દૂધની ચા હાનિકારક છે?
જો તમે ક્યારેક મિલ્ક પાવડરવાળી ચા પીતા હોવ તો તેનાથી વધારે નુકસાન થતું નથી. પરંતુ જો તમે દરરોજ પાઉડરવાળા દૂધની ચા પીઓ છો, તો તે તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે. કારણ કે તેમાં કોલેસ્ટ્રોલ અને ખાંડની માત્રા વધુ હોય છે.
શું ચા પીવાના ફાયદા પણ છે?
જો તમે નિયમિત નિયંત્રિત માત્રામાં ચાનું સેવન કરો છો તો તેના કેટલાક ફાયદા પણ થઈ શકે છે જે નીચે મુજબ છે.
- થાક દૂર કરે છે.
- રાત્રે ઉજાગરા કરવા માં મદદ
- માઈગ્રેનની સમસ્યા ઘટાડે છે.
- આયર્નની ઉણપને દૂર કરે છે અને પાચનતંત્રમાં સુધારો કરે છે.
- મોસમી બીમારીઓ સામે રક્ષણ આપે છે.
ચા પીવાનો યોગ્ય સમય કયો છે?
તમને જણાવી દઈએ કે તમે સવાર-સાંજ નાસ્તા સાથે એક કપ ચા પી શકો છો. પરંતુ ક્યારેય પણ સવારે ખાલી પેટે અને રાત્રે સૂતા પહેલા ચા ન પીવી. કારણ કે તેનાથી ઊંઘમાં ખલેલ, ચિંતા અને એસિડ રિફ્લક્સની સમસ્યા વધી જાય છે.
તમામ બાબતો ને જોતા ચા પીવા ના ફાયદા કરતા નુકશાન વધુ જોવા મળે છે . વધારે પડતી ચા તમારું આરોગ્ય ને બગાડી શકે છે . ચા નું સેવન પ્લાસ્ટિક ના કપ ના ન કરવું જોઈએ . ચા દિવસ માં ખૂબ ઓછા પ્રમાણ માં પીવી હિતાવહ છે . વધારે પડતી ચા પીવા થી ડાયાબીટીસ અનિંદ્રા જેવી ગંભીર બીમારી નો ભોગ બની શકીએ શીએ.
ટિપ્પણી પોસ્ટ કરો