પેટા આરોગ્ય કેન્દ્ર વિશે માહિતી ..( SUB CENTER) WHAT IS SC. ?

પેટા આરોગ્ય કેન્દ્ર વિશે માહિતી ..( SUB CENTER) WHAT IS SC. ?



શુ તમે પેટા આરોગ્ય કેન્દ્ર  વિશે જાણો છો ?

હાલ મોટા ભાગ ના સબ સેન્ટર નું હેલ્થ & વેલનેશ સેન્ટર માં રૂપાંતર  કરવા માં આવેલ છે. અને cho ની એક નવી જગ્યા ઉમેરી દેવા માં આવી છે . જેથી કરી અંતરિયાળ ગામડાઓ ની તમામ પ્રાથમિક આરોગ્ય ની જાળવણી સબ સેન્ટર લેવલે થી કરી શકાય છે . 

સબ સેન્ટર એ પ્રાથમિક આરોગ્ય સંભાળ પ્રણાલી અને સમુદાય વચ્ચેનું સૌથી પેરિફેરલ અને પ્રથમ સંપર્ક બિંદુ છે.

 પેટા કેન્દ્રોને વર્તણૂકમાં પરિવર્તન લાવવા અને માતા અને બાળકના સ્વાસ્થ્ય, કુટુંબ કલ્યાણ, પોષણ, રસીકરણ, ઝાડા નિયંત્રણ અને ચેપી રોગોના કાર્યક્રમોના નિયંત્રણના સંબંધમાં સેવાઓ પ્રદાન કરવા માટે આંતરવ્યક્તિગત સંચાર સંબંધિત કાર્યો સોંપવામાં આવે છે.

                            દરેક phc માં  3 થી 4 સબ સેન્ટર થી લઈ ને 15 સબ સેન્ટર હોઈ  શકે છે . દરેક   સબ સેન્ટર ની વસ્તી અંદાજીત 4500 થી 5500 હોઈ શકે છે .   દરેક phc વિસ્તાર માં 12  થી લઈ 50 ગામડાઓ સુધી phc નો વિસ્તાર હોય શકે છે. દરેક   સબ સેન્ટર નીચે . 1 થી લઈ ને 6 ગામ સુધી હોય શકે છે . સબ સેન્ટર ની વસ્તી 5000 હજાર પૂર્ણ થાય તેટલા ગામ ને આવરી લઈ ને સબ સેન્ટર બનાવવા માં આવે છે. ડુંગરાળ .આદિવાસી .રણ વિસ્ટાર માં 3000 હજારે 1.સબ સેન્ટર બનાવવા માં આવે છે .

તેમજ phc ના વિસ્તાર ના તમામ  સબ સેન્ટર  ( હેલ્થ & વેલનેશ સેન્ટર ) પર  નિચે મુજબ નો ફિલ્ડ સ્ટાફ પણ કાર્યરત હોય છે.  દરેક phc ના સબ સેન્ટર પર 1 cho .( કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ) ની જગ્યા હોય છે . તેમજ 1 mphw ( મલ્ટી પર્પરઝ હેલ્થ વર્કર .) અને 1 anm ( fhw ( ફિમેલ હેલ્થ વર્કર ) ની જગ્યા હોય છે . તેમજ દરેક સબ સેન્ટર પર 1000 હજાર ની વસ્તીએ 1 આશા બહેન ની જગ્યા હોય છે . સબ સેન્ટર ના સ્ટાફે icds ના સ્ટાફ આગણ વાડી વર્કર તેમજ હેલ્પર મુખ્ય સેવિકા સાથે સંકલન માં રહી ને આરોગ્ય લક્ષી તમામ કામગીરી કરે છે . સબ સેન્ટર નો તમામ  સ્ટાફ  પોત પોતાના સબ સેન્ટર ની વસ્તી ના  તમામ  લોકો ની આરોગ્ય લક્ષી કામગીરી કરે છે . 

તમામ phc પોતાના વિસ્તાર  ના તમામ સબ સેન્ટર ના ગામડાઓ નું  આરોગ્ય લક્ષી કામગીરી નું સંપૂર્ણ મોનિટરિંગ. અને જરૂરીયાતો નું ધ્યાન  phc દ્વારા રાખવા માં આવે છે. 

 







🏥  પેટા આરોગ્ય  કેન્દ્ર ( હેલ્થ & વેલનેશ સેન્ટર ) ના કાર્યો 🚑


પેટા-કેન્દ્રો લોકોને પ્રાથમિક આરોગ્ય સંભાળ પૂરી પાડવા માટે મહત્વપૂર્ણ પેરિફેરલ સંસ્થાઓ છે અને પાયાના સ્તરે વિવિધ આરોગ્ય અને કુટુંબ કલ્યાણ કાર્યક્રમોના અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

પેટા કેન્દ્રોને વર્તણૂકમાં પરિવર્તન લાવવા અને માતા અને બાળકના સ્વાસ્થ્ય, કુટુંબ કલ્યાણ, પોષણ, રસીકરણ, ઝાડા.અને એનિમિયા  નિયંત્રણ અને ચેપી અને બિન ચેપી  રોગોના  તેમજ વાહક જન્ય રોગો ના કાર્યક્રમોના નિયંત્રણના સંબંધમાં સેવાઓ પ્રદાન કરવા માટે આંતરવ્યક્તિત્વ સંચાર સંબંધિત કાર્યો સોંપવામાં આવે છે..
  • માતા અને બાળ સંભાળ (MCH)

  •  સલામત ડિલિવરી

  •  યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ( મમતા દિવસ .

  • વાહક જન્ય રોગો નું  નિયત્રણ 

  • પાણી જન્ય રોગો નું નિયત્રણ     
  •  કુટુંબ કલ્યાણ સેવાઓ (નસબંધી, મૌખિક ગોળીઓ અને કોન્ડોમનું મફત વિતરણ.અંતરા ઇન્જેક્શન. છાયા ગોળીઓ  કોપર ટી )

  •  જનની સુરક્ષા યોજના - NRHM હેઠળ JSY

  • કસ્તુર બા પોષણ સહાય યોજના .

  • PMMVY યોજના . 

  •  પ્રાથમિક તબીબી સંભાળ

  •  જન્મ અને મૃત્યુ નોંધણી

  •  વિટામીન A, આયર્ન અને ફોલિક એસિડનું અને આલબેન્ડઝોલે ગોળીઓ  વિતરણ જેવી સૂક્ષ્મ પોષક સેવાઓ

  •  ટ્યુબરક્યુલોસિસ માટે DOTs પ્રદાતા.

  • ગર્ભાવસ્થા અને બાળજન્મમાં કાળજી લેવી.

  •  નવજાત અને શિશુ આરોગ્ય સંભાળ સેવાઓ

  •  બાળપણ અને કિશોરાવસ્થા આરોગ્ય સંભાળ સેવાઓ.

  •  રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો સહિત ચેપી રોગોનું સંચાલન

  •  સામાન્ય ચેપી રોગોનું સંચાલન અને તીવ્ર સરળ બિમારીઓ અને નાની બિમારીઓ માટે બહારના દર્દીઓની સંભાળ.

  •  બિન-ચેપી રોગોનું સ્ક્રીનીંગ, નિવારણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન

  •  સામાન્ય ઓપ્થાલ્મિક અને ENT સમસ્યાઓ માટે કાળજી

  •  મૂળભૂત મૌખિક આરોગ્ય સંભાળ

  •  વૃદ્ધો અને ઉપશામક આરોગ્ય સંભાળ સેવાઓ

  •  કટોકટી તબીબી સેવાઓ માં રીફર સેવાઓ.

  •  માનસિક સ્વાસ્થ્યની બિમારીઓની સ્ક્રીનીંગ અને મૂળભૂત વ્યવસ્થાપન

  •  ડેટા અને મહત્વપૂર્ણ આંકડાઓનો સંગ્રહ. 





                  Sub center rajpra 




               Sub center katrodi 



Post a Comment

વધુ નવું વધુ જૂનું