બ્લડ કેન્સર શુ છે . જાણો તેની સંપૂર્ણ માહિતી .
1.લોહી નું કેન્સર શુ છે .
2.બ્લડ કેન્સર થવા ના કારણો .
1. ધુમ્રપાન
2.દારૂ
3.કેમિકલ
4.રેડિયેશન
5. સ્થૂળતા ( મોટાપા )
6. ઉંમર અને પારિવારિક કારણ
7. બાહ્ય બિન આરોગ્યપ્રદ ખોરાક .
1. લોહી નું કેન્સર શુ છે .
World Leukemia Day: કેન્સર એક ખતરનાક અને જીવલેણ બીમારી છે જેના ઘણા પ્રકારો છે. કેન્સરનો એક પ્રકાર બ્લડ કેન્સર છે, જેને લ્યુકેમિયા પણ કહેવામાં આવે છે. તે અસ્થિ મજ્જા(Bone Marrow)થી શરુ થાય છે, જ્યાં બ્લડ સેલ્સ બને છે. જ્યારે સેલ્સ અનિયંત્રિત રીતે વધવા લાગે છે, ત્યારે તે નોર્મલ બ્લડ સેલ્સના કાર્યમાં વિક્ષેપ લાવે છે. આ જ કારણે શરીરમાં નવા હેલ્ધી બ્લડ સેલ્સ નથી બની શકતા અને ઇન્ફેક્શન સામે લડવાની ક્ષમતા પણ ઘટી જાય છે. વિજ્ઞાનીઓએ ચેતવણી આપતાં કહ્યું કે, ગમે ત્યારે લોહી નીકળવા લાગે છે.
2. બ્લડ ( લોહી ) ના કેન્સરનું કારણ શું છે?
કેન્સર સેન્ટર (સંદર્ભ) પ્રમાણે તમામ પ્રકારના બ્લડ કેન્સર ડીએનએમાં ગડબડ અથવા મ્યૂટેશનના કારણે થાય છે. આ ફેરફારો શા માટે થાય છે તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. એવું કહેવામાં આવે છે કે માણસોનું તેના પર કોઈ નિયંત્રણ નથી. ધ્યાનમાં રાખો કે બ્લડ કેન્સરના ઘણા પ્રકારો છે અને દરેક પ્રકારના બ્લડ કેન્સર માટે આ રિસ્ક ફેક્ટર અલગ-અલગ હોઈ શકે છે.
જોકે, આવા ઘણા જોખમી પરિબળો છે અને રિસર્ચમાં આવા રિસ્ક ફેક્ટર મળી આવ્યા છે, જે બ્લડ કેન્સરનું જોખમ વધારી શકે છે. 4 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ લ્યુકેમિયા દિવસ ઉજવવામાં આવે છે અને આ નિમિત્તે અમે તમને કેટલાક એવા પરિબળો અને ટેવ વિશે જણાવી રહ્યા છીએ જે બ્લડ કેન્સરનું જોખમ વધારે છે. જો તમે આ જીવલેણ કેન્સરથી બચવા માગતા હો, તો તમને તેના વિશે જાણ હોવી જોઈએ.
1.ધૂમ્રપાન
વધુ પડતું ધૂમ્રપાન શરીરના ડીએનએને નુકસાન પહોંચાડે છે અને રોગપ્રતિકારક શક્તિ નબળી પાડે છે. આનાથી શરીરની રોગો સામે લડવાની ક્ષમતા ઓછી થાય છે. આ જ કારણ છે કે, કેન્સર જેવા ગંભીર રોગોને રોકવા મુશ્કેલ બની જાય છે. લાંબા સમય સુધી ધૂમ્રપાન કરવાથી બ્લડ કેન્સરનું જોખમ અનેક ગણું વધી શકે છે.
2.દારૂ બ્લડ સેલ્સને બરબાદ કરી શકે છે
વધુ પ્રમાણમાં દારૂનું સેવન હાડકાંની અંદર રહેલા અસ્થિ મજ્જાને બરબાદ કરી દે છે. આ એ જ જગ્યા છે જ્યાં બ્લડ સેલ્સ બને છે. જ્યારે વધુ પડતો દારૂ પીવામાં આવે છે, ત્યારે નવા બ્લડ સેલ્સ બનવાની આ પ્રક્રિયા ધીમી પડી જાય છે અથવા ખતમ થઈ જાય છે અને ધીમે-ધીમે બ્લડ કેન્સરનું જોખમ વધવા લાગે છે.
3. કેમિકલના સંપર્કમાં આવવું
બેન્ઝીન જેવા કેટલાક ખતરનાક કેમિકલ લાંબા સમય સુધી શરીરના સંપર્કમાં રહેવાથી બ્લડ કેન્સર થઈ શકે છે. બેન્ઝીન સિગારેટના ધુમાડા, પેટ્રોલ અને કેટલાક પ્લાસ્ટિક ઉત્પાદનોમાં મળી આવે છે. આના સતત સંપર્કમાં રહેવાથી ડીએનએને નુકસાન થાય છે અને કેન્સરનું જોખમ વધી જાય છે.
4.રેડિયેશન
જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી વધુ રેડિયેશનના સંપર્કમાં રહે છે, તો તે તેના સેલ્સના ડીએનએને બદલી શકે છે. ડીએનએને થયેલું આ નુકસાન ધીમે-ધીમે બ્લડ કેન્સરનું સ્વરૂપ લઈ શકે છે. આ રિસ્ક નોર્મલ લાઇફમાં ઓછું હોય છે, પરંતુ ઘણા લોકો એવા હોય છે જેમને હાઇ રેડિયેશન લેવલમાં કામ કરવું પડે છે અને તેમને આનું જોખમ વધુ હોય છે.
5.સ્થૂળતા ( મોટાપા )
સ્થૂળતા એ માત્ર એક જ નહીં પરંતુ અનેક પ્રકારના કેન્સરનું મૂળ છે. રિસર્ચ દર્શાવે છે કે સ્વસ્થ વજન જાળવી રાખવાથી ખાસ કરીને લ્યુકેમિયા જેવા કેટલાક બ્લડ કેન્સરથી બચી શકાય છે. તેથી, સંતુલિત આહાર અને એક્સરસાઇઝ કરીને વજન કંટ્રોલ રાખવું ખૂબ જ જરૂરી છે.
6. ઉંમર અને પારિવારિક ઇતિહાસ
જેમ-જેમ ઉંમર વધે છે તેમ-તેમ ડીએનએમાં મ્યૂટેશન અથવા ગડબડ થવાની શક્યતાઓ વધી જાય છે. આ જ કારણ છે કે, વૃદ્ધોમાં બ્લડ કેન્સર વધુ જોવા મળે છે. આ ઉપરાંત રિસર્ચમાં જાણવા મળ્યું કે, જો પરિવારમાં કોઈને બ્લડ કેન્સર થયું હોય, તો અન્ય લોકોમાં જોખમ થોડું વધી શકે છે. પરંતુ તે સ્પષ્ટ નથી કે, આ જીનથી થાય છે કે અન્ય કોઈ કારણસર.
7. બાહ્ય બિન આરોગ્યપ્રદ ખોરાક .
હાલ ના સમય માં ખોરાક ને સ્વાદિષ્ટ બનાવવા ની રીતસર ની હોડ લાગી છે . એવા સમય માં ખોરાક ને સારા દેખાવ માટે અને જીભ ને ગમે તેવા સ્વાદ માટે શરીર ને હાનિકારક કેમિકલ નો ઉપયોગ કરવા માં આવે . જે વારંવાર શરીર માં જતા શરીર ની શરીર ને કેમિકલ પચાવવું મુશ્કેલ પડી શકે છે . અને કેન્સર જેવી બીમારી આવી શકે છે .
બ્લડ કેન્સરનું જોખમ ઘટાડવા માટે કરો આ ઉપાય
બેશક અન્ય કેન્સરની જેમ બ્લડ કેન્સર પર લાઇફસ્ટાઇલ ફેક્ટર જેમ કે ડાયટ અથવા એક્સરસાઇઝની કોઈ ખાસ અસર નથી થતી, પરંતુ તેમ છતાં તમે હેલ્ધી ડાયટ, દરરોજ એક્સરસાઇઝ, ફિઝિકલી એક્ટિવ રહેવું, રેડિયેશનથી બચવું, રસાયણોના સંપર્કમાં આવવાથી બચવું, દારૂ-ધૂમ્રપાનથી બચવું અને આ બધી ટેવોમાં સુધારો કરીને ઘણા પ્રકારના કેન્સર અને અન્ય જીવલેણ રોગોનું જોખમ ઘણી હદ સુધી ઘટાડી શકો છો. કેમિકલ યુક્ત ખોરાક થી દુર રહેવું . એક ના એક તેલ માં તળેલો ખોરાક ખાવા નું ટાળવું જોઈએ . આંખ ને ગમે તેવા રંગ યુક્ત કેમિકલ યુક્ત વસ્તુઓ ખાવા નું ટાળવું . રેડિયેશન થી દુર રહેવું .
ટિપ્પણી પોસ્ટ કરો