મહિલાઓ માં આયર્ન ( લોહ તત્વ ) ની ઉણપ ના કારણો. Iron Deficiency in Women

મહિલાઓ માં આયર્ન ( લોહ તત્વ ) ની ઉણપ ના કારણો. Iron Deficiency in Women


મહિલાઓમાં આયર્નની ઉણપ, જાણો મહિલાઓને શા માટે થાય છે આ સમસ્યા. તેની સારવાર શુ .

Iron Deficiency in Women

Iron Deficiency in Women: 
આયર્ન શરીર માટે એક આવશ્યક ખનિજ છે, જે હિમોગ્લોબિન બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હિમોગ્લોબિન ઓક્સિજનને શરીરના તમામ ભાગોમાં પહોંચાડવાનું કામ કરે છે. તેથી, શરીરમાં યોગ્ય માત્રામાં આયર્ન હોવું મહત્ત્વપૂર્ણ છે. આયર્નની ઉણપ એનિમિયાનું કારણ બની શકે છે. જે થાક, નબળાઇ, ચક્કર આવવા અને ત્વચા પીળી પડવા જેવા લક્ષણોનું કારણ બને છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં આયર્નની ઉણપ વધુ જોવા મળે છે. આવું કેમ થાય છે? તે જાણીએ. 

મહિલાઓ માં આયર્ન ઉણપ ના મુખ્ય કારણો.

માસિક સ્ત્રાવ .

દર માસે માસિક રક્તસ્ત્રાવ  થવા ની બ્લડ ની સાથે સાથે શરીરમાંથી આયર્ન ઘટાડે છે. જે સ્ત્રીઓને ભારે માસિક સ્ત્રાવ આવે છે તેમને આયર્નની ઉણપ થવાની શક્યતા વધુ હોય છે.

ગર્ભાવસ્થા અને સ્તનપાન.

ગર્ભાવસ્થા દરમિયાન, માતાનું શરીર ફક્ત પોતાના માટે જ નહીં પરંતુ બાળક માટે પણ આયર્નની જરૂરિયાત પૂરી કરતુ હોય છે. જો આ સમયગાળા દરમિયાન યોગ્ય પોષણ આપવામાં ન આવે તો શરીરમાં ગંભીર ઉણપ થઈ શકે છે.

સંતુલિત આહારનો અભાવ.

મહિલાઓ લીલા પાંદડાવાળા શાકભાજી, કઠોળ, ગોળ, સૂકા ફળો વગેરે જેવા આયર્નયુક્ત ખોરાક ઓછા ખાય છે. ઉપરાંત, વિટામિન સીના અભાવને કારણે આયર્નનું શોષણ પણ ઘટે છે. જેના કારણે પણ આયર્નની ઉણપ આવી શકે છે. 

વજન ઘટાડા માટે ડાયટીંગ કરવું અથવા વારંવાર ઉપવાસ.

ફેશન અથવા સ્વાસ્થ્યના નામે, સ્ત્રીઓ ક્યારેક એવી ડાયટ અનુસરે છે, આવી ડાયટના કારણે શરીરને જરૂરી પોષક તત્વો મળતા નથી. જેના કારણે શરીરમાં આયર્નની ઉણપ આવી શકે છે. 


વારંવાર ગર્ભાવસ્થા.

વારંવાર ગર્ભાવસ્થા શરીરને સ્વસ્થ થવાની તક આપતી નથી. આથી વારંવાર ગર્ભાવસ્થાના કારણે પણ આયર્નની ઉણપ આવે છે. 

આયર્નની ઉણપને કેવી રીતે દૂર કરવી.

પાલક, બથુઆ, સરસવ. સરગવો . બાજરી. રીંગણાં.  જેવા લીલા પાંદડાવાળા શાકભાજી  ખાવા જોઈએ. તેમજ ગોળ, ચણા, કિસમિસ, ખજૂર જેવા આયર્નથી ભરપૂર ખોરાકને ડાયટમાં સામેલ કરવા જોઈએ. આ ઉપરાંત આમળા, લીંબુ, નારંગી જેવા વિટામિન સી ધરાવતા ફળો પણ જે આયર્નના શોષણમાં મદદ કરે છે.

મહિલાઓની દિનચર્યા ગમે તેટલી વ્યસ્ત હોય, તેમના સ્વાસ્થ્યને અવગણવું ખતરનાક બની શકે છે. આયર્નની ઉણપ માત્ર નબળાઈ જ નથી, પરંતુ ગંભીર રોગોની શરૂઆત પણ હોઈ શકે છે. તેથી, સ્ત્રીઓ સમયસર તેમની ડાયટ અને લાઈફસ્ટાઈલ પર ધ્યાન આપે તે મહત્ત્વપૂર્ણ છે. 

એનીમિયા (લોહ તત્વની ઉણપ) અને તેની સારવાર

જો તમે એનિમિયાથી પીડિત છો તો તેનો અર્થ એ છે કે તમારા શરીરમાં લોહ તત્વની(આયર્નની) કમી છે. જ્યારે લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર સામાન્ય કરતા ખૂબ નીચે આવે છે ત્યારે આવું થાય છે. આ મુખ્યત્વે એનિમિયાનું કારણ છે.

 હિમોગ્લોબિનમાં આયર્નનું પ્રમાણ જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. એનિમિયા અથવા આયર્નની ઉણપના લક્ષણો ખૂબ સામાન્ય છે.

શરીરમાં લોહીની ઉણપના લીધે એનિમિયાનો રોગ થવાનો ખતરો વધી જાય છે. 

મહિલાઓમાં આ સમસ્યા સૌથી વધુ જોવા મળે છે. ૧૫ થી ૪૯ વર્ષની મહિલાઓ એનિમિયાની વધુ શિકાર થાય છે. લગભગ ૫૫ ટકા મહિલાઓ એનિમિયાની બીમારીથી હાલ પરેશાન છે. 
એનિમિયા એટલે શું ?

એનિમિયા લોહીથી સંબંધિત એક બીમારી છે. શરીરમાં આયર્નની ઉણપના લીધે હિમોગ્લોબીન ઓછું બને છે. જેના કારણે લોહીમાં તેની અછત સર્જાય છે. જેથી કોશિકાઓમાં ઓક્સિકરણની પ્રક્રિયા અવરોધાય છે અને શરીરને એનર્જી મળતી નથી.

એનીમિયા ના લક્ષણો :

(૧) એનિમિયામાં હંમેશા થાક લાગે છે, ઉઠવા-બેસવામાં ચક્કર આવે છે, 
(૨) ચામડી અને આંખો પીળી દેખાય છે,
(૩) શ્વાસ લેવામાં તકલીફ થાય છે, 
(૪) હૃદયના ધબકારા અસામાન્ય થઈ જાય છે અને હથેળીઓ ઠંડી રહે છે.
(૫) હતાશા
(૬) શરીરમાં ધ્રુજારી
(૭)ચક્કર આવવું
(૮) નબળાઇ અથવા યાદશક્તિમાં ઘટાડો એ પણ લક્ષણો છે
(૯) શરીરમાં થાક
(૧૦) શરીર પર સોજો
(૧૧) શ્વાસ લેવામાં તકલીફ
(૧૨) થોડું કામ કરવાથી થાકી જવાય
(૧૩) હાઈ અને લો બ્લડપ્રેશર
(૧૪) હૃદયનાં અનિયમિત ધબકારા
(૧૫) વાળ ખરવા

એનીમિયા ના કારણો :

(૧) એનિમિયાનો પ્રેગ્નેન્ટ મહિલાઓને ખતરો
(૨) ફોલિક એસિડ અને વિટામિન બી ૧૨ ની ઉણપ
(૩) ઘણા એવા રોગો જેથી રક્તકણો ને નુકશાન
(૪)મહિલાને માસિક લોહી વધુ જવું
(૫)૮૦ ટકા પ્રેગ્નેન્ટ મહિલાઓ એનિમિયાથી પીડિત હોય છે. પ્રેગ્નેન્સીમાં બાળકના વિકાસ સમયે લોહીની ઉણપ થાય છે. 
(૬) પૂરતાં પ્રમાણમાં પૌષ્ટિક આહાર ના લેવો
(૭)કુપોષણ
(૮)હાડકા નાં રોગો 
(૯)  કૃમિ


એનીમિયા ની સારવાર :

દર્દીની સંપૂર્ણપણે તપાસ કર્યા પછી લોહતત્વ ની ગોળીઓ આપવામાં આવે છે,આ સારવાર મહિનાઓ સુધી ચાલે છે, દર વર્ષે આવી રીતે લોહીની તપાસ કરાવવી જરૂરી છે.

શરીરમાં લોહીની ઊણપને પૂરી કરવા માટે ફળો અને શાકભાજી ઘણા મદદરૂપ થાય છે.

તો ચાલો જાણી લઈએ કયા ફળોની મદદથી લોહીની કમી દૂર કરી શકાય છે.

(૧) દાડમ- શરીરમાં લોહીની ઊણપને દુર કરવા માટે દાડમ ઘણું કામ આવે છે. દાડમ ખાવામાં પણ ઘણું સ્વાદીષ્ટ લાગે છે, તેની સાથે તેના ગુણ પણ શરીર માટે ફાયદાકારક છે.

(૨) એક ગ્લાસ સફરજનનું જ્યુસ લો. એમાં એક ગ્લાસ બીટનો રસ અને સ્વાદપ્રમાણે મધ મિક્સ કરો. એને રોજ પીવું. આ જ્યુસમાં આર્યન ત્તત્વ વધારે માત્રામાં હોય છે.

(૩) ૨ ચમચી તલ ૨ કલાક પલાળી દો. પાણી ગાળીને તલને વાટીને પેસ્ટ બનાવી લો. એમાં ૧ ચમચી મધ મિક્સ કરો અને દિવસમાં બે વાર એને ખાવ.

(૪) બીટ-બીટને લોહીની કમી દૂર કરવા એનિમિયા મટાડવાની શ્રેષ્ઠ રીતોમાંની એક માનવામાં આવે છે.જે લોકો એનિમિયાથી પીડાય છે,બીટ ખૂબ ફાયદાકારક છે.તેમાં આયર્નની સારી માત્રા હોય છે,સાથે સાથે ફાઈબર, કેલ્શિયમ,પોટેશિયમ,સલ્ફર અને વિટામિન્સ હોય છે,જે શરીરમાં લોહીની કમીને પરિપૂર્ણ કરે છે.તમે બીટ તરીકે સલાડ પણ ખાઈ શકો છો અથવા તેનો જ્યુસ બનાવીને પી શકો છો.

(૫) ખજૂર-ખજૂર એ લોહ તત્વ તરીકે સમૃદ્ધ સ્રોત માનવામાં આવે છે.તેના સેવનને કારણે શરીરમાં લોહીની કમી દૂર થઈ જાય છે માટે દરરોજ સવારે ખાલી પેટે ગરમ દૂધ સાથે ખજૂર લો.આ ઘણી મદદ કરશે.

(૬) લીલા શાકભાજી અને સલાડ વધુમાં વધુ લેવા

(૭) જેમાં વિટામિન, મિનરલ્સ, મેગ્નેશિયમ, પોટેશિયમ વધારે હોય તેવા પૌષ્ટિક ખોરાક ને પ્રાધાન્ય આપવું.

નોંધ:- હોમિયોપેથી માં મિલીફોલિયમ, ફેરમ ફોસ, સિના, ચીંકોના, આરસેનિકમ આલ્બમ, કેલકેરિયા કાર્બ, સલ્ફર જેવી દવાઓ થી લોહી ની ટકાવારી વધારી શકાય છે. પરંતુ ડોક્ટર ની સલાહ અનુસાર લેવી

વિશેષ નોંધ :- શાકભાજી માં રહેલ ફોલિક એસિડ ઊંચા તાપમાને રાંધવાથી બળી જતું હોય છે.

માટે લીલા શાકભાજી ઊંચા તાપમાને રાંધી ને ખાવા નહીં વિટામિન સી ફોલિક એસિડ ના કેટેલિસ્ટ એજન્ટ તરીકે કામ કરે છે. એટલે તમે ફોલિક એસિડ નો પૂરી માત્રા માં ઉપયોગ કરવા માંગતા હોવ તો વિટામીન સી વાળી વસ્તુ એમાં ઉમેરી ને ખાવી જેમકે લીલા શાકભાજી નાં જ્યુસ માં લીંબુ નો રસ.






Post a Comment

વધુ નવું વધુ જૂનું