ડેન્ગ્યુ તાવ વિશે સંપૂર્ણ માહિતી .

ડેન્ગ્યુ તાવ વિશે સંપૂર્ણ માહિતી .


જાણો ડેન્ગ્યુ તાવ ની સંપૂર્ણ માહિતી . 


ડેન્ગ્યુ તાવ શું છે.?

• ડેન્ગ્યુ (ઉચ્ચારણ ડેન ગી) તે વાયરસથી થતો રોગ છે.

•ડેન્ગ્યુ રોગ ડેન્ગ્યુના ચાર પ્રકારના વાયરસમાંના કોઇ પણ એક વાયરસના ચેપ લાગવાથી થઈ શકે છે.

• DENV 1, DENV 2, DENV 3, OR DENV 4

ડેન્ગ્યુ કેવી રીતે ફેલાય છે.

ડેન્ગ્યુ વાયરસ ચેપી માદા એડીસ મચ્છરના કરડવાથી મનુષ્યોમાં ફેલાય છે.

એડીસ મચ્છરના લાક્ષણિકતાઓ –( ઓળખ) 

● એક અલગ શારીરીક લક્ષણ (તેના શરીર અને પગ પર કાળા અને સફેદ પટ્ટાઓ હોય છે) હોવાથી તેને ટાઈગર મચ્છર પણ કહે છે.

● તે  એડિસ મચ્છર દિવસ દરમ્યાન કરડે છે.

● તે ચોખ્ખા અને સ્થિર પાણી માં  ઈંડા મુકે છે.

● કરડવાનું વધુ પીડાદાયક હોય છે.

● એડિસ ના ઈંડા કન્ટેનર ની દીવાલ પર ચોંટેલા હોય છે . જે ગંદકી જેવા દેખાય છે . 

● એડિસ ના ઈંડા કન્ટેનર ની દીવાલ પર પાણી વિના 8 મહિના સુધી પણ જીવી શકે છે . 

● સંક્રમિત  માદા એડિસ ના ઈંડા પણ સંક્રમિત હોય છે .

● એડિસ ના પોરા પાણી માં સેન્સિટિવ વધુ હોય છે . એ પાણી ની સહેજ પણ હલન ચલણ કરતા અથવા પાણી  માં ટોર્ચ કરતા તુરંત સર્પાકારે નીચે જતા રહે છે .

● એડિસ મચ્છર દ્વારા  વાયરસથી થતાં રોગો ફેલાવે છે. (ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા યલો ફીવર )


શું તમે જાણો છો ?

◆ માત્ર માદા મચ્છર જ માણસને કરડે છે કારણ કે તેને ઈંડાના વિકાસ માટે લોહીમાં રહેલ પ્રોટીનની જરૂરિયાત હોય છે.

◆મચ્છર ચેપ ધરાવતા વ્યક્તિને કરડ્યા પછી લગભગ સાત દિવસ બાદ ચેપી બને છે. પછી માણસોમાં વાયરસ ફેલાવે છે.

◆ એકવાર ચેપી બન્યા પછી મચ્છર જીવનભર ચેપી રહે છે અને આ ચેપ પોતાના ઈંડામાં પણ આપે છે.

◆ તેનો કરડવાનો મુખ્ય સમય પરોઢ અને સમીસાંજ છે. સુર્યોદય પછીના બે કલાક અને સૂર્યાસ્ત પહેલાના ૨ કલાક.

એડીસ મચ્છર વિષે જાણવા જેવી કેટલીક હકીકતો.

● એડીસ મચ્છરનું સરેરાશ આયુષ્ય બે અઠવાડિયાનું છે.

● એડીસ મચ્છર તેના જીવનકાળ દરમ્યાન 3 વાર ઈંડા આપે
છે. અને દર વખતે લગભગ ૧૦૦ ઈંડા આપે છે.

● ઈંડા ખૂબ જ સુકી ભેજ રહિત વાતાવરમાં અને પાણીની ગેર
હાજરીમાં ઘણા મહિના સુધી જીવંત રહી શકે છે.

● આ ઈંડાને પાણી મળતાજ તેમાંથી મચ્છરના પોરા બહાર
નીકળે છે. અને આમ મચ્છરોની સંખ્યામાં વધારો થાય છે.


એડીસ મચ્છર વિષે જાણવા જેવી કેટલીક હકીકતો 

◆ એડીસ પુખ્ત મચ્છર ઘરની અંદર અંધારૂ હોય તેવી જગ્યાએ આરામ કરે છે. (કબાટ,પલંગની નીચે, પડદા પાછળ)

◆ એડીસ ઇજીપ્તાઇ મચ્છરની ઉડવાની ક્ષમતા મર્યાદિત છે. તે સરેરાશ ૪૦૦ મીટર સુધી પાણીના પત્રોની શોધમાં ઉડી શકે છે જેથી ત્યાં ઇંડા મુકી શકાય જેથી મચ્છરો કરતા માણસો ધ્વારા જન સમુદાયમાં વાયરસનું વહન એક જગ્યાએથી બીજી જગ્યાએ થાય છે તેમ માનવાનું રહે.

◆ ઘરમાં રહેલા જુજ મચ્છર મોટા પ્રમાણમાં ડેન્ગ્યુ ફેલાવી શકે છે.

◆  ડેન્ગ્યુ નો મચ્છર ખાડા-ખાબોચીયાઓ, ગટરમાં,નહેરોમાં,દલદલ,નદીઓમાં અથવા તળાવોમાં ઇંડા મુકતો નથી.

મચ્છરનું જીવન ચક્ર

● મચ્છરનું જીવન ચક્ર ઈંડામાંથી લાર્વા , પ્યુપા અને પુખ્ત મચ્છર બનતા આઠ  થી દસ દિવસ લાગે છે.

●  ચેપી મચ્છર કરડ્યા બાદ મનુષ્યમાં ૫ થી ૬ દિવસ પછી રોગના લક્ષણો જોવા મળે છે


ડેન્ગ્યુના રોગથી બચવા માટે તમે શુ કરી શકો છો?

■ ડેન્ગ્યુ મચ્છર દિવસ દરમ્યાન કરડે છે. સૌથી વધુ સુર્યોદય પછીના બે કલાક અને સુર્યાસ્ત પહેલાના બે કલાક દરમ્યાન કરડે છે.

■ શક્ય હોય તો શરીરના બધા જ અંગોને ઢાંકીને રાખે તેવા લાંબી બાંયના કપડા પહેરવા.

■ ડેન્ગ્યુથી બચવા દિવસ દરમ્યાન પણ કોઈલ, ઈલેક્ટ્રીક મેટનો ઉપયોગ કરવો.

■ બાળકો, વૃધ્ધો અને અન્ય લોકો દિવસ દરમ્યાન મચ્છરથી બચવા મચ્છરદાનીમાં આરામ કરવો.

ડેન્ગ્યુ તાવના લક્ષણો:

★ ૨ થી ૭ દિવસના સમય માટે તીવ્ર તાવ આવે અને નીચે દર્શાવેલ લક્ષણો માંથી કોઇપણ ૨ લક્ષણો હોઇ શકે.

★ સખત માથાનો દુખાવો.

★ આંખની કીકીના પાછળ દુખાવો.(ક્યારેક સખત પણ હોઈ શકે.)

★ સ્નાયુઓનો દુખાવો.

★ સાંધાનો દુખાવો થવો .

★ શરીર પર લાલ ચકામા પડવા .

★ રક્તસ્ત્રાવના લક્ષણો : જેવા કે, નાકમાંથી લોહી નિકળવું તથા ત્વચા પર અચાનક ઘસરકો પડવો.


નોંધ ...(ઉપર દર્શાવેલ તમામ લક્ષ્ણો અને ચિન્હો કદાચ તમામ દર્દીમાં જોવા  ન પણ મળે . )

જો તમને  ડેન્ગ્યુ છે તો શું કરવું જોઈએ.

 ★સતત આરામ (બેડ રેસ્ટ કરવો)

★ ઠંડા પાણીના પોતા મુકવા. • એસ્પિરીન, બ્રેફેન ના લેવી- કારણ કે તેનાથી પેટના દુખાવા,ઉલટી તથા પ્લેટલેટ કામ કરતા બંધ થવા જેવી મુશ્કેલીઓ ઉભી થાયા છે. • તાવને કાબુમાં લેવા પેરાસીટામોલ જેવી દવા લેવી.

★ જ્યારે સતત ઉલટી અથવા પરસેવો છુટે ત્યારે દર્દીને મોઢાથી ઓઆરએસ જેવુ પ્રવાહિ આપવું.

★ મચ્છરના કરડવાથી બચવું ( આખી બાય ના કપડાં પહેરવા . મચ્છરદાની નો ઉપયોગ કરવો ) 

★  આખી બાંયના કપડા પહેરો.દર્દીને મચ્છરદાનીમાં સુવાની સલાહ આપો મચ્છર વિરોધી મલમનો ઉપયોગ કરો(જ્યારે તાવ આવે ત્યારે) દરવાજા અને બારીઓ ઉપર મચ્છર જાળી લગાડો જેથી મચ્છર ઘરની અંદર પ્રવેશી ના શકે.

★ ડોક્ટરની સલાહ લેવી.

★  વધુ માત્રામાં પ્રવાહી લેવું.

ડેન્ગ્યુમાં  નિદાન માટે લેબોરેટરી પરીક્ષણ 


● દર્દીને ડેન્ગ્યુના લક્ષણો જણાય તો ડોક્ટર લોહીના પરિક્ષણની સલાહ આપશે . 

● પ્લેટલેટમાં ઘટાડો અથવા હેમોટોક્રીટમાં વધારો થવો . એ ડેન્ગ્યુ હોવાની સંભાવના વધારે છે. પ્લેટલેટ શરીરમાં રક્તસ્ત્રાવ થતો અટકાવે છે. જ્યારે હેમેટોક્રીટ લોહીનું પાતળુપણુ અથવા ઝાડાઇ દર્શાવે છે.

ડેન્ગ્યુના નિદાન માટેના ચોક્કસ પરિક્ષણ (ટેસ્ટ)

■ ડેન્ગ્યુ માટેના ચોક્કસ લેબોરેટરી પરિક્ષણ કરવાથી ડેન્ગ્યુ વાયરસ છે કે કેમ તેનું નિદાન થઈ શકે છે.

■ બે પ્રકારની પરીક્ષણ પધ્ધતિ ઉપલબ્ધ છે.

■ રોગના લક્ષણો જોવા મળ્યા હોય તેના ૫ દિવસની અંદર ડેન્ગ્યુ એન્ટીજન શોધવા માટેનું પરીક્ષણ (NS1).

■  પાંચ દિવસના સમયગાળા બાદ ડેન્ગ્યુ એન્ટીબોડી શોધવા માટેનું પરીક્ષણ (IGM).


■ મોટે ભાગે ડેન્ગ્યુના ટેસ્ટસની પ્રક્રિયા સરળ હોય છે. તમારે માત્ર બ્લડ આપવાનું હોય છે અને સરળતાથી નિદાન કરી શકનું હોય છે. આ માટે FM અને NS1 પ્રોટીન ટેસ્ટ આ બે મુખ્ય નિર્ણાયક ટેસ્ટ છે.બંને ટેસ્ટ કરવામાં આવે તો કન્ફર્મ ડાયગ્નોસિસ કરી શકાય છે. ઘણા કિસ્સાઓમાં લક્ષણો પૂરા થઈ ગયા અને ટ્રીટમેન્ટ લીધા બાદ પણ થોડા સમય સુધી igm પોઝિટિવ આવી શકે છે. તો એ વધારે ચિંતાનો વિષય નથી. કારણ કે એ સૂચવે છે કે નજીકના સમયમાં જ જેતે દર્દીને ડેન્ગ્યુ થયો હતો. આ સિવાય બ્લડ કાઉન્ટમાં પ્લેટલેટ કાઉન્ટ ઘટવાનું નોંધવાથી પણ જાણી શકાય કે ડેન્ગ્યુ છે. આ ઘટનાને થ્રોમ્બોસાયટોપેનિયા કહેવાય છે. જનરલી આપણાં શરીરમાં 1.5 લાખથી 3.5 લાખ ત્રાકકણો એટલે કે પ્લેટલેટ હોવા જોઈએ. પણ ડેન્ગ્યુમાં તે ઘટી જાય છે જેને થ્રોમ્બોસાયટોપેનિયા  કહેવાય છે.


સામાન્ય રીતે જેમને ડેન્ગ્યુ થયો હોય એ દર્દી 1 થી 2 અઠવાડિયા  માં સાજા થઈ જતા હોય છે . 

ડી હાઈડ્રેશન અટકાવો.

કોઈપણ દર્દીના શરીરમાંથી પ્રવાહીનું પ્રમાણ ઓછુ થઈ જાય છે ત્યારે ડી હાઈડ્રેશન થાય છે.(જે સખત તાવ, ઉલ્ટી અથવા ખોરાક ન લેવાના કારણે થઈ શકે.)

● વધુ પ્રમાણમાં પ્રવાહી આપો ORS અને ફળોનો રસ પાણી કરતા વધુ હિતાવહ • ડી હાઈડ્રેશનના ચિન્હો માટે સતત ધ્યાન રાખો.

● પેશાબની માત્રામાં ઘટાડો.

● બાળક રડે ત્યારે ઓછી માત્રામાં અથવા બિલકુલ આસું ન આવવા. • મોઢા, જીભ અને હોઠમાં સુકાપણાનો અહેસાસ.

● ઉંડી ઉતરેલી આંખો.

● વધુ પડતો ઉશ્કેરાટ અથવા દ્વિધામાં હોવાનુ લાગવું. • હદયના વધુ ધબકારા,

● આંગળી અને પગ ઠંડા લાગવા, બેચેની લાગવી.


● તાવના ૩ થી ૫ દિવસ બાદ રોગની ગંભીર સ્થિતી ઉદ્દભવી શકે છે . 

●  કેટલાક દર્દીઓમાં લોહીની નળીઓ પાતળી થઈ જવાથી પ્રવાહી લીક થઈ શકે.

● આમ થવાથી સરક્યુલેટરી સીસ્ટમ બંધ થઈ જાય અને દર્દીને શોક થાય જેથી યોગ્ય માત્રામાં પ્રવાહી આપવું અનિવાર્ય છે.

શું ડેન્ગ્યુથી મૃત્યુ પણ  થઈ શકે છે?

સામાન્ય રીતે ડેન્ગ્યુ તાવના મોટાભાગના કિસ્સામાં મૃત્યુ થતું નથી પરંતુ DHF અને DSS માં મૃત્યુ થઈ શકે.

◆ આવા દર્દીઓને નજીકની હોસ્પિટલમાં વધુ સારવાર માટે વિના વિલંબે દાખલ કરવા.

◆ પુખ્ત વયના દર્દીઓ કરતાં બાળકોને DHS અને SS થવાની
વધુ સંભાવના છે જેથી માતા પિતાએ વધુ સતર્કતા રાખવી. 

◆ યોગ્ય સારવારથી DHF અને DSS ના દર્દીઓ સંપૂર્ણ પણે સાજા થઈ શકે છે.

સારી અને સમયસરની સારવાર જીંદગી બચાવી શકે છે.

તાત્કાલીક તબીબી સારવાર ની જરૂર જણાય તેવા  ચિન્હો.

★ પેટમાં સતત દુખાવો અથવા ઉલ્ટી.

★  ચામડી પર લાલ ફોલ્લીઓ કે ચકામા.

★  નાક અથવા પેઢામાંથી રક્ત સ્ત્રાવ

★  લોહીની ઉલ્ટી

★ સુસ્તી અથવા ચિડીયાપણું.

★ નિસ્તેજ ઠંડી,શ્વાસ લેવામાં તકલીફ અને ચીકણી ત્વચા.

સારવાર આપતા ડોક્ટર દ્વારા શું કાળજી રાખવી જોઈએ?

■ ૧ થી ૨ કલાકના અંતરે દર્દીઓની સ્થીતીમાં થયેલ
સુધારાનું જાત નિરીક્ષણ કરવું

■ પ્લેટલેટ અને હેમોક્રેટીકનું સમયાંતરે નિરીક્ષણ કરવું જેથી
થયેલ સુધારાનો અંદાજ કરી શકાય.

■  ડોક્ટર દ્વારા IV ફ્લુઇડ અથવા પ્લેટલેટ ચડાવવા માટે સલાહ આપી શકાય (બધા દર્દીઓને પ્લેટલેટ ચડાવવાની જરૂરીયાત હોતી નથી.)

શું તમને એકવાર ડેન્ગ્યુ થયા બાદ ફરીથી તે રોગ લાગુ પડી શકે?

જબાબ .....હા

◆ ડેન્ગ્યુના એક ટાઇપના વાયરસથી ડેન્ગ્યુ થયો હોય તો પણ બીજી ટાઇપના વાયરસથી ડેન્ગ્યુ થવાની શક્યાતા રહે છે.

◆ ડેન્ગ્યુના એક પ્રકારના સીરોટાઈપ થી અન્ય સીરોટાઇપ સામે રક્ષણ પામી શક્તા નથી

◆  કોઈપણ વ્યક્તિને પોતાના જીવનકાળ દરમ્યાન એકથી વધુ વાર ડેન્ગ્યુનો રોગ લાગુ પડી શકે છે.

ડેન્ગ્યુના ચેપ હોવા છતાં લોકોમાં રોગગ્રસ્ત પરિસ્થિતી (રોગના લક્ષણો જોવા ના મળે) તેવું બની શકે?

જવાબ ...હા

●એવા ઘણા લોકો હોય છે જેઓને ડેન્ગ્યુ હોવા છતાં રોગના કોઈ લક્ષ્ણો કે ચિન્હો દેખાતા નથી.

● એક દર્દી રોગગ્રસ્ત હોય ત્યારે ત્યાં ચારથી પાંચ માણસો એવા પણ હોઈ શકે જેનામાં રોગના લક્ષણો કે ચિન્હો ન હોય.

શું ડેન્ગ્યુ તાવના દર્દીઓને ઘરે સારવાર આપી શકાય?

■ મોટા ભાગના ડેન્ગ્યુના તાવના દર્દીઓની ઘરે સારવાર થઈ શકે છે.

■ તેઓએ આરામ કરવો, ઘરમાં ઉપલબ્ધ પ્રવાહી પુષ્કળ પ્રમાણમાં લેવું અને પૌષ્ટીક ખોરાક લેવો જોઈએ.

■  જો ORS કે જે સામાન્ય રીતે (જાડા બંધ કરવા માટે ઉપયોગમાં લેવાય છે.) તેને લેવું હિતાવહ છે ફળોનો રસ પણ ઉપયોગી થાય છે.

■  જો આ રોગના એક કે તેથી વધુ લક્ષણો જોવા મળે તો તેને ગંભીર નિશાની સમજી ડોક્ટરનો સંપર્ક કરવો.

શુ ન કરવું .


બ્રુફેન કે એસ્પિરિન જેવી દર્દનાશક દવાનો ઉપયોગ હિતાવહ નથી .કોઈ પણ ગંભીર લક્ષણો જણાય તો ડોકટર ની સલાહ લેવા માં વિલંબ ન કરવો .









Post a Comment

વધુ નવું વધુ જૂનું