મચ્છરો ની ઓળખ અને તેંના પ્રકાર . ( મચ્છર વિશે સંપૂર્ણ માહિતી .)

મચ્છરો ની ઓળખ અને તેંના પ્રકાર . ( મચ્છર વિશે સંપૂર્ણ માહિતી .)


મચ્છરો ના પ્રકારો અને તેની ઓળખ .


1. મચ્છર ( વાહક )  એટલે  શુ ? 

2. મચ્છરો ના પ્રકાર .   ( વર્ગીકરણ ) 

3. મચ્છરો ની બાહ્યરચના .

4. મચ્છરો ની ઓળખ . 



1. મચ્છર ( વાહક )  એટલે  શુ ? 
       
       મચ્છર એક વાહક ( વેકટર ) છે.  અને વાહક ની વ્યાખ્યા નીચે મુજબ આપી શકાય છે . 

         વાહક એટલે કરોડરજ્જુ વિનાનું એવું જંતુ કે જે ચેપ પોતાના શરીર માં લઇ ને તેનું વિભાજન કરી ને બીજા ને ચેપ આપે છે . જેને વાહક કહેવાય છે.  

મચ્છર એ એક ઉડતા કિટક છે.  જેને લાંબા 6 પગ અને સખત શરીર અને લોહી સુચવા માટે માનવ અને પ્રાણીઓ ને ડંખે છે.  

નીચે ના વિશ્લેષણ દ્વારા મચ્છર ને અન્ય જંતુઓ થી અલગ કરી શકાય છે . 

1. તે સામાન્ય રીતે પ્રોબોશિસ ના વિકાસ સાથે ની પાતળી માખી ઓ છે . 
2. પાલ્પી સખત લટકતા આકાર નું છે.  
3. 6 પગ લાંબા છે.  
4. એન્ટેના નર માં ગુચ્છાદાર અને માંદા માં પાતળા અને લાંબા હોય છે. 
5. 6 પગ વાળા જંતુઓ ને ઇનસેકટા કલાસ માં મુકવા માં આવેલ છે . 
6. જેમાં બે પાંખો દેખાય છે .તેને ડીપથેરા કલાસ માં મુકવા માં આવેલ છે . 

2. મચ્છરો ના પ્રકાર . ( વર્ગીકરણ ) 

મચ્છરો લગભગ પુરા વિશ્વ માં છે.  જેમાંથી ભારત માં 255 પ્રકાર  ની જાતિઓ ( પીસીસ ) અને 14 પ્રકાર ના  જીનસ ભારત  માં જોવા મળે છે . જેમાંથી એનોફિલિસ મચ્છર ની કુલ  58 જાતિઓ ( પીસીસ ) ભારત માં જોવા મળે છે . જેમાં થી 9 જાતિ ( પીસીસ )  જ મેલેરિયા ફેલાવે છે . જેની તમામ પ્રકાર ની ચર્ચા આપણે કરીશું.


     જીનસ



 
 વિશ્વ માં જાતિઓ           (પીસીસ )

 
 ભારતમાં જાતિઓ          (પીસીસ )


  એંનોફિલિસ 

        420      58 
     એડિસ 

         888      111
   ક્યુલેક્સ 

         715      57 
   મેન્સોનીયા 

          23     04 



   34 ( જીનસ )    16 ( જીનસ ) 

 આપણે ભારત માં  જોવા મળતા મચ્છરો ના જીનસ અને પીસીસ ની વિગત વાર સમજૂતી મેળવીશું . ભારત માં કુલ 14 જાતિઓ ( પીસીસ ) જોવા મળે છે . તેમાંથી મુખ્યત્વે 4 જીનસ વધારે રોગો ફેલાવે છે .  તો આપણે આ કોષ્ટક મુજબ ના 4 જીનસ વિશે વીગત વાર તમામ પ્રકાર ની સમજૂતી મેળવીશું . 




[ 1 ]  એંનોફિલિસ ( જીનસ ) ( મેલેરિયા ના વાહક ) 



એંનોફિલિસ  જીનસ ની ભારત માં 58 કરતા વધુ જાતિઓ ( પીસીસ )  જોવા મળે છે . પરંતુ એ તમામ પીસીસ મેલેરિયા ના વાહક નથી . પરંતુ એ તમામ 58 પીસીસ માંથી ફક્ત 9 પીસીસ જ ભારત માં મેલરીયા ના વાહક નું કામ કરે છે. જે નીચે મુજબ છે. 

     જીનસ

     પીસીસ ( જાતિ )


1.એંનોફિલિસ

 ક્યુલીસી ફેસીસ 

2.એંનોફિલિસ
 
   સ્ટીફેન્સી

3.એંનોફિલિસ

 ફલ્યુ વિયા ટીલીસ 

4.એંનોફિલિસ

 મીનીમસ 

5.એંનોફિલિસ

 સન્ડય કસ 

6.એંનોફિલિસ

 ડાયરસ 

7.એંનોફિલિસ

 ફિલી પેનીસ (નેવીપસ)

8.એંનોફિલિસ

 એન્યુ લારીસ 

9.એંનોફિલિસ 

 વરૂણા 


[ 2. ] એડિસ  ( જીનસ ) 


 એડિસ મુખ્યત્વે ડેન્ગ્યુ . ચિકનગુનિયા . અને  ઝીંકા
વાયરસ ના વાહક ( વેકટર ) છે .  એડિસ જીનસ ની ભારત માં 111 પીસીસ છે . પરંતુ તેમાં થી નીચે મુજબ ની આ 2 પીસીસ જ મુખ્યત્વે  ડેન્ગ્યુ . ચિકનગુનિયા .અને ઝીકા રોગ  ફેલાવે  છે .


       જીનસ

     જાતિ
   ( પીસીસ )
      વાહક
  એડિસ ઇજીપ્તાઇ  ડેન્ગ્યુ.   ચિકનગુનિયા .     અને  ઝીંકા
  એડિસ
 આલ્બપીક્ટ્સ    ડેન્ગ્યુ .      ચિકનગુનિયા .      અને  ઝીંકા

   એડિસ

  વાઈટેટશ 


[ 3. ]  ક્યુલેક્સ  ( જીનસ ) 


      ક્યુલેક્સ જીનસ ની ભારત માં 57 પીસીસ જોવા મળે છે. તેમાં થી નીચે મુજબ ના કુલ 4 જાતિઓ જ વાહક છે .  ક્યુલેક્સ મચ્છર હાથીપગો ( ફાઇલેરિયા ) અને જાપાની એન્સેફીલીયાટીસ ના વાહક છે . 

 
    જીનસ

     જાતિ
   ( પીસીસ )
       વાહક
ક્યુલેક્સ કવીનકી ફેસીએટસ  હાથીપગો          (ફાઇલેરિયા )
ક્યુલેક્સ ટ્રાટેન્યોર રિન્કસજાપાની એન્સેફીલીયાટીસ 
ક્યુલેક્સ વિશ્ર્નોઇ જાપાની એન્સેફીલીયાટીસ 
ક્યુલેક્સ સુડો વિશ્ર્નોઇ જાપાની એન્સેફીલીયાટીસ 


[ 4. ] મેન્સોનીયા  ( જીનસ ) 
    
      મેન્સોનિયા જીનસ ની ભારત માં 4 પીસીસ જોવા મળે છે . જેમાં થી નીચે મુજબ ની 2 પીસીસ ( જાતિઓ ) હાથીપગો ( ફાઇલેરિયા )  ના વાહક છે . 

 
  જીનસ 

        જાતિ
      ( પીસીસ
)
         વાહક
મેનસોનીયા એન્યુલી ફેરા હાથીપગો          (ફાઇલેરિયા )
મેનસોનીયા  યુની ફોર્મીસ હાથીપગો          (ફાઇલેરિયા )



3. મચ્છરો ની બાહ્યરચના .





મચ્છર એ એકવડા બાધા નું તુલનાત્મક નાના જંતુઓ છે . ઘણી જાતિઓ માં 3 થી 6 મિલી મિટર જેટલી લંબાઈ ધરાવે છે. સામાન્ય રીતે મચ્છર 2 mm થી 19 mm સુધી ની લંબાઈ જોવા મળે છે . વિશિષ્ટ રીતે તેનું શરીર ત્રણ ભાગ માં વહેચાયેલું જોવા મળે છે . 




1. હેડ ( માથું ) 
2. થોરેક્ષ ( ધડ ) 
3.એબ્ડોમીન  ( પેટ ) 


[ 1. ]  હેડ ( માથા નો ભાગ ) 

     મચ્છર ના માથા ના ભાગ માં  પાલ્પી , એન્ટેના , પ્રોબોસીસ , અને કંપાઉન્ડ  આંખો આવેલ છે . 

1. એન્ટેના
2. પાલ્પી 
3 . પ્રોબોસીસ .
4. કંબાઉન્ડ આંખો .  


1. એન્ટેના .

        મચ્છરો ને ઓળખવા માટે તેના એન્ટેના ને જોવું જરૂરી છે.  મચ્છર નર ( મેઈલ ) છે કે માદા ( ફિમેલ ) છે . તે તેના એન્ટેના જોઈ ને કહી શકીએ શીએ . એન્ટેના માં લાંબા વાળ હોય છે . જે ગુચ્છાદાર દેખાવ આપે છે.  એન્ટેના ના પરીક્ષણ દ્વારા મચ્છર નું જાતીય રીતે જુદા પાડી શકાય છે.  નર મચ્છર માં એન્ટેના ગુચ્છાદાર હોય છે. જ્યારે માદા મચ્છર ની એન્ટેના ટૂંકા અને અસ્પષ્ટ વાળવાળા હોય છે.  એમ આ રીતે એન્ટેના ના પરીક્ષણ દ્વારા નર અને માદા મચ્છર જુદા પાડવા માં મદદ મળે છે. 

2. પાલ્પી . 


     એન્ટેના ના ની નીચે જ અને પ્રોબોસીસ ની બાજુ માં જ એક જોડી પાલ્પી આવેલ છે.  પાલ્પી ની જોડી ને પ્રોબોસીસ સાથે સરખામણી દ્વારા મચ્છર ની જાતિ ( પીસીસ ) જાણવા માં મદદ મળે છે . અમુક મચ્છર ની પાલ્પી પ્રોબોસીસ કરતા નાની હોય છે . તો અમુક મચ્છર ની પાલ્પી પ્રોબોસીસ કરતા મોટી અથવા સરખી જોવા મળે છે . જેના આધારે મચ્છર પીસીસ જાણી શકાય છે . 
             એનો ફિલિસ માદા મચ્છર માં પાલ્પી અને પ્રોબોસીસ સરખી જોવા મળે છે.  અને પાલ્પી  ઉપર થી હલેસા આકાર ની જોવા મળે છે. જ્યારે ક્યુલેક્સ માદા મચ્છર ની પાલ્પી પ્રોબોસીસ કરતા નાની હોય છે.  આમ પાલ્પી ના પરીક્ષણ દ્વારા મચ્છર ની જાતિ જાણવા માં મદદ મળે છે . 
       
3 . પ્રોબોસીસ .



        પ્રોબોસીસ ઉપર ના ચિત્ર માં બતાવ્યા મુજબ પાલ્પી ની વચ્ચે થી પ્રોબોસીસ ની રચના લાંબી સુઈ જેવી રચના તેના મુખ માંથી નીકળતી પ્રોબોસીસ વીશેષ લાક્ષણિકતા ધરાવે છે.  જેના દ્વારા એ મનુષ અને પ્રાણી નું લોહી સુચવા નું કામ કરે છે.  
                           પરંતુ નર ડંખ મારતા નથી . મુખ માં મોટા માં મોટો ભાગ લિબિયમ છે . જે લાંબી નળી આકાર માં છે . જે નાના ઢાંકણ આકાર ની જોડી ને અંત માં હોય છે . જેને લાબેલા  તરીકે ઓળખવા માં આવે છે . .મુખમાના બધા ભાગોમાં લીબીયમ વર્તુળાકારે દરેક ભાગ સાથે જોડાયેલુ જોવા મળે છે.  જે રક્ષણાત્મક આવરણ તરીકે કાર્ય કરે છે. જીવનકાળ દરમ્યાન તમામ ભાગો એક્સાથે જોડાયેલા રહે છે.જ્યારે લોહી ગ્રહણ પ્રક્રિયા દરમ્યાન જુદા પડતા જોવા મળે છે.અથવા જ્યારે પરીક્ષણના ભાગ રૂપે જુદા પાડવામાં આવે છે. સૌથી ઉપરનુ પેટનું માળખું લેબંમ તેના ઉષ્ણકટિબંધ સપાટી સાથે પાતળુ અને અણીદાર નિસ્તેજ છે. આ ઉપરની છત (લેબ્રમ) અને નીચેની નળી ની વચ્ચે પાંચ સોય આકારના માળખા છે.એટલે કે અણીદાર મૈકસીલાની નીચેની જોડી મેન્ડીબલ્સની ઉપરની જોડી જે સામાન્ય દાંતની ગરજ સારે છે. જો કે એનોફિલીસમાં તે અત્યંત અણીદાર છે અને છેલ્લે આ એક માત્ર દાંતવિહિન બોદા ઓજાર જેવી રચના થાય છે. જેને હાયપોકારેક્ષ તરીકે ઓળખાય છે.

જ્યારે માદા મચ્છરની શારીરીક અણી લીબીયમ યજમાન ના શરીરની ચામડી પર લાધેલા મુકે છે.જે ચામડીને વિંધતા નથી જે વળીનેં પાછુ ખેંચાય છે. જેથી યજમાનની ચામડીને છિદ્ર કરવા માટે મેડિબલ્સની જોડી,મેપિલ જોડી લેબ્રમ અને હાયપ્રોરીક્ષ ને તૈયાર કરી આપે છે. થોરેક્ષના આગળના ભાગમાં લાળગ્રંથી હોય છે. જે ત્રિકોણવાળા લાળગ્રંથીમાંથી હાથ વતે ફરીથી નીચે ખેંચવામાં આવે છે. લાળમાં એન્ટી-હિમસ્ટેટિક એન્ઝાઇમ્સ ભળેલા હોય છે.જેમ કે એપાઇરસ જે ચામડીમાં હીમેટોમાસ ઉત્પન્ન કરે છે. અને તે સ્થાન પરથી લોહી ગ્રહણ કરવાની વ્યવસ્થા કરે છે. લાળમા એન્ટિકોએગ્યુલેન્ટસ પણ ભળેલા હોય છે. જે લોહીને ગઠન થતુ અટકાવી મોઢામાં ખેંચવાની તકલીફ ને રોકે છે.કારણ કે તે લેબમમ અને અન્ય મૂળના છિદ્ર કરવાના ભાગોમાં ભેળવવામાં આવે છે. એનેસ્થેટિક પદાર્થો મચ્છર દ્રારા મારવામાં આવેલ ડંખની પીડાને ઘટાડવા મદદ કરે છે. તેથી યજમાનના રક્ષણાત્મક પ્રતિક્રિયાને ઘટાડે છે,નર મચ્છરોમાં પ્રોબોસીસ અને મેક્ષીલી અને મેન્ડીબલ્સ સામાન્ય રીતે કદમા નાના હોય છે, અથવા મેન્ડીબલ્સ ગેરહાજર હોય છે જેથી નર મચ્છર ડંખ મારી શકતા નથી.

4. કંબાઉન્ડ આંખો .  


       દરેક મચ્છર ને એક જોડી કંબાઉન્ડ આંખો આવેલી છે. કંબાઉન્ડ આંખો એટલે ઘણી બધી આંખો નો સમૂહ છે . ઘણી બધી આંખ નું વિઝન એક જગ્યાએ સ્થિર કરી શકે છે.  


[ 2 ]  થોરેક્ષ ( ધડ ) 
         મચ્છર ના થોરેક્ષ ભાગ માં પણ નીચે મુજબ વિભાજીત કરી શકાય છે.  મચ્છરો ના થોરેક્ષ ( ધડ ) માં 3 ભાગ છે.  તેમજ 2 જોડ પાંખો આવેલી છે . અને 3 જોડી માં કુલ 6 પગ આવેલા છે .

1. ધડ ( થોરેક્ષ ) 
2. પાંખો . 
3. પગ 


[ 1 ] ધડ ( થોરેક્ષ ) 



મેસોથોરેક્ષ
પ્રોથોરેક્ષ
મેટાથોરેક્ષ
 
     મચ્છર માં થોરેક્ષ ના ત્રણ ભાગ માં સમાવેશ થાય છે . ખાસ કરી ને પીઠ ઉપર મેસોથોરેક્ષ, પ્રોથોરેક્ષ, મેટાથોરેક્ષ . જે દરેક ભાગ માંથી પગ ની જોડીઓ જોડાયેલી છે . મેસોથોરેક્ષ. મોટા ભાગના થોરેક્ષ ને પારદર્શક ચકચકિત અને કઠણ ચામડી ના સ્વરૂપ માં રોકે છે .અને જે ભીંગડા થી ઢંકાયેલા છે . 
                મચ્છર ની પ્રજાતી ને ઓળખવા માટે ભીંગડા ની ગોઠવણી અને તેના પર રચાયેલ નકશી પરથી કઠણ ચામડી ખૂબ મહત્વપૂર્ણ છે . જેને પેરાટરજાઈટ તરીકે ઓળખવા માં આવે છે . જે નાની લંબ ચોરસ કે ત્રિકોણાકાર સ્કલેરિટ એ મેસો થોરેક્ષ સ્પાર્કલ અને પાંખ ના અધાર વચ્ચે નો સ્ફુટેલમ પર આવેલું છે . પેરાટરજાઈટ પરના ભીંગડા અને સેટિયા ની હાજરી અથવા ગેર હાજરી સામાન્ય હોય છે . જે મચ્છર ની જાતિ ઓળખ માટે ઘણી મહત્વપૂર્ણ છે . થોરેક્ષ ઉપર ઢંકાયેલા અને પાછળ થી ચળકતા ભીંગડા . સફેદ , કથ્થાઇ , કે કાળા અથવા કોઈપણ રંગ ના હોય શકે છે. 

[ 2. ] પાંખો . 

              મચ્છરો ની પાંખો લંબાઈ અને પ્રમાણ માં સાંકડી હોય છે . અને પાંખો ની વેઇન્સ ( નસો ) ની સંખ્યા અને ગોઠવણી એ તમામ મચ્છરો ની પ્રજાતી માં સમાન છે .  પાંખો ની અંદર કુલ 6 વેઇન્સ ( નસો ) આવેલી છે . જેમાં 1.3.6 વેન્સ ડીવાઇડ નથી . 2.4.5 નસો વિભાજીત હોય છે .   નસો ને ભીંગડા થી આવરી લેવા માં આવે છે . જે સામાન્ય રીતે ભૂરા .કાળા .સફેદ અથવા મલાઈ જેવા પીળા હોય છે . ભીંગડાઓ ના આકાર અને તેઓ ની ઉપર ની નકશી થી મચ્છરો ની જાતી ( (પીસિસ ) અને પ્રજાતી વચ્ચે નોંધપાત્ર તફાવત જોવા મળે છે . પાંખો  ની પાછળ ના ભાગના છેડા પર ફ્રીન્જ હોય છે.
                            મચ્છરો માં 2 જોડ પાંખો આવેલી છે .  બીજી જોડ પાંખો ને હલ્ટર કહેવામાં આવે છે .  મચ્છર ના ઉડવાના ગણગણાંટ નો અવાજ આ બીજી જોડ પાંખ ના લીધે આવે છે . આ બીજી જોડ પાંખો મચ્છર નું સંતુલન બનાવી રાખવા માં મદદ રૂપ બને છે.  

[ 3 .]  પગ 

             મચ્છર ના પગ લાંબા અને પાતાળા હોય છે .અને તે ભીંગડા ને આવરી લેવામાં આવે છે . જે સામાન્ય રીતે ભૂરા ,કાળા ,અથવા સફેદ હોય છે . જે નકશી થી શણગારેલા હોય છે . ઘણીવાર વર્તુળકાર હોય છે. પગ નો અંતિમ ભાગ ( ટાર્સસ) ભાગ અણીદાર પંજા રૂપે હોય છે .



                
             ( પ્રોથોરેક્ષ માંથી ફોર લેગ ,  મેસોથોરેક્ષ માંથી મિડ લેગ , મેટા થોરેક્ષ માંથી હાઈ લેગ . ) આવેલા છે .  કુલ 6 પગ આવેલા છે . દરેક પગ ના કુલ 7 ભાગ છે . ( 1.ફિમર , 1. ટીબીયા , અને 5 ટારસોમી )  મચ્છરો ની જાતી પ્રજાતી ને ઓળખવા એમના પગ પર ની છાંટ જોવી જરૂરી છે.  


[ 3 ]  એબ્ડોમીન ( પેટ ) 


      

          મચ્છરો નું એબ્ડોમીન ( પેટ ) 10 સેગમેન્ટો થી બનેલો હોય છે .પરંતુ પ્રાથમિક રીતે જોતા 7 થી 8 સેગમેન્ટ જ જોવા મળે છે . અને 2 ભાગ મચ્છરો ના જનીન્દ્રેય ના મળી ને કુલ 10 સેગમેન્ટ ( ભાગ ) હોય છે . 


              ખોરાક લીધા વિના ના મચ્છર પાતાળા અને એકવડા બાંધા  ના હોય છે . જેને unfed કહેવાય છે . પરંતુ માદા મચ્છર દ્વારા લોહી નો ખોરાક (ફક્ત માદા )  લે છે . ત્યારે પેટ ખૂબ જ મોટા પ્રમાણ માં ફુલે છે . અને ઈંડાકાર લાલ બ્લુન જેવા આકાર માં જોવા મળે છે . જેને freshly fed કહેવાય છે . . જ્યારે મચ્છર નું પેટ અર્ધું લાલ અને અર્ધું સફેદ દેખાય છે જેને haf gravid કહેવાય છે .જ્યારે પેટ માં ઈંડા નો સંપૂર્ણ વિકાસ થયેલ હોય તો ભરેલું પેટ સફેદ દેખાય છે . જે પછી લાલ દેખાતું નથી  જેને  gravid (ગ્રેવીડ)  કહેવામાં આવે છે . 



4. મચ્છરો ની ઓળખ . 

     મચ્છર ને ઓળખતા પહેલા તેની ટેવ પણ જાણવી જરૂરી છે.    

【 કરડવા ની વર્તણુંક 】 

anthropophagic ( એથ્રોપોફેજીક ) = માણસ ને કરડનાર મચ્છર ને એથ્રોફેજીક કહેવાય છે .

zoophagic / zoophilic ( ઝુફિલિક ) =પ્રાણીઓ ને કરડનાર મચ્છર ને ઝુફિલિક કહેવાય છે .

endophagic ( એન્ડો ફેજીક )ઘર ની અંદર કરડનાર મચ્છર ને એન્ડો ફેજીક મચ્છર કહેવાય છે.  

exophagic ( એકસો ફેજીક )ઘર ની બહાર કરડનાર મચ્છર ને એકસો ફેજીક મચ્છર કહેવાય છે.  

【 આરામ  ની વર્તણુંક 】 

endo philic ( ઇન્ડો ફિલિક ) = ઘર ની અંદર આરામ કરનાર મચ્છર ને ઇન્ડો ફિલિક કહેવાય છે. 

exo philic ( ઇકસો ફિલિક ) = ઘર ની બહાર આરામ કરનાર મચ્છર ને ઇકસો ફિલિક કહેવાય છે. 



મચ્છરો  ની જાતિ ( પીસીસ ) ની ઓળખ માટે મચ્છરો ના શરીર ના નીચે મુજબ ના ભાગો નું પરીક્ષણ કરવું જરૂરી છે . 


માથું અને માથા ના ભાગ : એન્ટેના ; પાલ્પી .અને શરીર પર ના ભીંગડા 

 થોરેક્ષ ( ઘડ ) : પર ના ભીંગડા નકશી જોવી જરૂરી . 

પાંખો નસ ( વેન્સ ) ની નકશી થી શણગારેલ ગોઠવણી અને ભીંગડા નો રંગ 

પગ : પગ ના છેડા ના ભાગ અને સાંધાઓ 

પેટભીંગડા થી શણગારેલ ગોઠવણી .


 


1. એંનોફિલિસ ( મેલેરિયા ના વાહક ) 

2. એડિસ ( ડેન્ગ્યુ ચિકનગુનિયા . ઝીકા ના વાહક ) 

3. ક્યુલેક્સ ( હાથી પગા ( ફાઇલેરિયા ) અને જાપાની એન્સેફીલીયાટીસ ના વાહક ) 

4.મેન્સોનીયા ( હાથી પગા ( ફાઇલેરિયા ) ના વાહક 




1. એંનોફિલિસ ( મેલેરિયા ના વાહક ) 

■  Meigen નામ ના વૈજ્ઞાનિકે 1818 માં એનોફિલિસ મચ્છર ની ઓળખ કરી હતી.  

રોન્ડાલ્ડ રોઝ નામ ના વૈજ્ઞાનિકે મેલેરિયા મચ્છર થી થાય છે .તે સાબિત કર્યું હતું . તે ભારત ની ખોજ છે.  


        એનોફિલિસ જીનસ ની ભારત માં કુલ 58 પીસીસ ( જાતિઓ જોવા મળે છે.  પરંતુ તેમાં થી ફક્ત 9 જાતિઓ ( પીસીસ ) જ મેલેરિયા ના વાહક છે . જેમાંથી આપણા વિસ્તાર માં જોવા મળતી પીસીસ જાતિ ને ઓળખવી જરૂરી છે . એનો ફિલિસ ની દરેક પીસીસ ને આપણે વિસ્તાર થી ઓળખીએ . 

એનોફિલિસ જીનસ ઓળખવા પ્રથમ તેનું હેડ ( માથું ) જોતા .તેની પ્રોબોસીસ ની બરાબર સરખી પાલ્પી જોવા મળે એટલે એ એનોફિલિસ છે . તેની બેચવા ની પદ્ધતિ 45° નો ખૂણો બનાવી ને બેચે છે . 

■ એનોફિલિસ માદા ની પ્રોબોસીસ અને પાલ્પી સરખી દેખાય છે.  જ્યારે એનોફિલિસ મેઈલ ( નર ) ની પણ પાલ્પી અને  પ્રોબોસીસ   સરખી અને પાલ્પી ઉપર થી હલેસા આકાર ની દેખાય છે . 


1. એનોફિલિસ સ્ટીફેન્સી . ( શહેરી ) 

       
◆ થોરેક્ષ પર જોતા મોટું ટ્રકસર સફેદ દેખાય છે .

◆ તેના પાછળ ના  પગ ( ફિમીર અને ટીબીયા ) પર જોતા સ્પેલીગ ( સફેદ ટપકા ) દેખાય છે .

◆ આગળ નો પગ ટારસલ કાળો હોય છે .

◆ પાલ્પી નો આગળ નો ભાગ ( એપિકલ ) સફેદ અને સબ એપિકલ એના જ પ્રમાણે સફેદ સરખા દેખાય છે . તેની નિચે નો કાળા ભાગ માં સફેદ ટપકા જોવા મળે છે . 


◆ પાલ્પી માં એપિકલ સફેદ અને સબ એપિકલ સફેદ બન્ને સરખા હોય છે . જ્યારે પ્રી એપિકલ માં કાળો કલર નાનો જોય છે . 

◆ પાલ્પી માં સબ એપિકલ ના સફેદ ની નીચે ના કાળા ભાગ માં સફેદ ટપકા દેખાય છે .

◆ સામાન્ય રીતે રાત્રી ના 10 થી 12 કલાક ના સમય માં ખોરાક ( લોહી ) ગ્રહણ કરે છે . 

◆ સામાન્ય રીતે માણસ અને પ્રાણી બન્ને નું લોહી ખોરાક તરીકે ગ્રહણ કરે છે. 

◆ શહેરી વિસ્તર માં ઉડવા ની ક્ષમતા મર્યાદિત છે . પરંતુ ગ્રામ્ય વિસ્તાર માં 3 કિમિ સુધી હોઈ શકે છે . 

◆ એનોફિલિસ સ્ટીફેન્સી સમગ્ર  ભારત માં મળી આવે છે . ઉતરપૂર્વ માં છૂટાં છવાયા મળી આવે છે . ઉત્તર ના ઉચાણ વાળા વિસ્તાર સિવાય . 
       
◆ સામાન્ય રીતે માનવ રહેઠાણ અને ઢોર ની ગમાણ માં રહે છે .માનવ રહેઠાણ માં પડદા પાછળ લટકતી વસ્તુઓ પર આરામ કરી શકે છે.  

◆ એનોફિલિસ સ્ટીફેન્સી વધારે અર્બન વિસ્તાર માં વધારે જોવા મળે છે.  15 થી 20 % મેલેરિયા ફેલાવે છે . 

◆ તેનો ઉછેર ના સ્થાન કુવાઓ .છત પર ની ટાકીઓ . ભોંયતળિયા ની ટાકીઓ . છત મા વરસાદી પાણીનો સંગ્રહ સ્થાનો અને ભૂગર્ભ જળ સંગ્રહ ના ટાંકીઓ માં સ્વીમીંગ પુલ .હોજ માં  જાતિ ઉછેર  કરે છે . ગ્રામીણ વિસ્તારો માં કોઠી  તરીકે ઓળખાતી પાણી ની ટાંકીઓ ઓ માં ઈંડા મૂકે છે . 


2. એનોફિલિસ ક્યુલીસીફેસીસ .( ગ્રામ્ય ) 


       એનો ફિલિસ કયુંલીસીફેસીસ વધારે ગામડા વિસ્તાર માં 60 થી 70 % મેલેરિયા ફેલાવે છે . જે વધારે ઝુફિલિક ( પ્રાણીઓ નું લોહી વધારે પસંદ કરે છે . ) મચ્છર છે . 

● કયુંલીસીફેસીસ નું થોરેક્ષ ઉપર થી જોતા સોનેરી કલર નું દેખાય છે.  

તેની બેચવા ની સ્ટાઇલ ક્યુલેક્સ મચ્છર જેવી છે . દીવાલ પર સમતલ બેચે છે.  ક્યુલેક્સ મચ્છર ની જેમ બેચે છે .માટે તેનું નામ કયુંલીસીફેસીસ નામ આપવા માં આવેલ છે .

સૌથી  નાનો મચ્છર છે .તેના તમામ  પગ સંપૂર્ણ કાળા કલર ના હોય છે. 


પાલ્પી જોતા એપિકલ સફેદ અને પ્રિએપિકલ બ્લેક ( કાળો ) ભાગ બરાબર સરખા હોય છે. સબ એપિકલ સફેદ ભાગ એપિકલ સફેદ કરતા નાનો હોય છે .

●  આગળ ના પગ માં ટારસલ માં સફેદ ટપકા દેખાતા નથી.

પાંખ માં 3જી વેન્સ કાળી હોય છે.  

● તેની પાંખ માં ઇનરકોસ્ટા ( પાંખ ની શરૂઆત માં ) સફેદ હોય છે. તેની પાંખ પર 3 કરતા વધારે સફેદ કાળા ટપકા જોવા મળે છે . 

● કયુંલીસીફેસીસ સંપૂર્ણ ભારત માં જીવા મળે છે  આંદબાર- નિકોબાર અને લક્ષદ્વિપ ટાપુઓ પર હોવા નો અહેવાલ નથી . 

● કયુંલીસીફેસીસ ઉછેર સ્થાનો માં ઝરણાં અને પ્રાણી ઓના પગલાં થી ઉતપન્ન થયેલ ખાંડા ખાબોચિયા . નદીઓના પુલ. સિંચાઈ માટે ની નહેર . ચોખા ના ખેતરો માં . કુવાઓ અને તળાવો ના કિનારા . રેતાળ કિનારાઓ માં વહેતા પ્રવાહ માં ચોમાસા માં વધુ વિસ્તરણ જોવા મળે છે. 

● તે માનવ રહેઠાણ માં અને ઢોર ની ગમાણ માં દિવસ દરમ્યાન આરામ કરે છે .

● કયુંલીસીફેસીસ સામાન્ય રીતે સમગ્ર રાત્રી દરમ્યાન ખોરાક ગ્રહણ કરે છે . પરંતુ સામાન્ય રીતે સાંજ ના 7 થી સવાર ના 4:00 વાગ્યા સુધી વધુ તીવ્રતા થી ગ્રહણ કરે છે . 

● કયુંલીસીફેસીસ ઝુફિલિક ( પ્રાણીઓ પર નું લોહી પીવા ની પ્રવૃત્તિ ) પ્રકૃતિ ધરાવે છે . જ્યારે ઊંચી ધનતા માં માનવીઓ પર પણ પ્રમાણ માં મોટી સંખ્યા માં ખોરાક લે છે.  

● કયુંલીસીફેસીસ ની ઉડવા ની ક્ષમતા અંદાજીત 1 થી 3 કી. મી છે.  


3. એનોફિલિસ ફલ્યુંવિયાટીલીસ .( ડુંગરાળ વિસ્તાર ).

◆ એપિકલ પે બેન્ડ સફેદ અને પ્રિ એપિકલ બ્લેક બેન્ડ સરખા હોય છે . 

◆ પાંખ માં 3જી વેન્સ સફેદ હોય છે . 

◆ ઇનરકોસ્ટા પાંખ ની શરૂઆત  બ્લેક (કાળો )છે . 

◆ પગ બ્લેક હોય છે.  

◆ કોસ્ટા સબ કોસ્ટા પર 3 કરતા વધારે સફેદ કાળા ટપકા હોય છે. 


◆ પહાડી વિસ્તારોમાં માં વ્યાપક રીતે જોવા મળે છે . 

◆ ઉછેર સ્થાન ધીમા વહેતા ઝરણાઓ . સિંચાઈ માટે ની નહેર . અને તેની આસપાસ ના સ્થાનો . ચોખા ના ખેતરો અને છીછરા કુવાઓ માં ઉછેર પામે છે.  ઘણી વાર વધુ ભારે વરસાદ માં આ જાતિનું ધોવાણ થઈ જતું જોવા મળે છે .

◆ આરામ ની આદત માનવ રહેઠાણ અને ઢોર - ઢાખર ગમાણ મા આરામ કરે છે . 

◆ ખોરાક ગ્રહણ કરવાનો સમય સામાન્ય રીતે સૂર્યાસ્ત સમયે ઘર માં પ્રવેશે છે.  અને ખોરાક ની લેવા ની પૃવૃત્તિ મધ્યતરાત્રી પહેલા 9:00 થી 11: 00 સુધી માં પૂર્ણ કરે છે . 

◆ ફલ્યુંવિયાટીલીસ ની ખોરાક ની આદત સામાન્ય રીતે એંથ્રોપોલીક ( માણસ નું જ લોહી વધુ પંસદ )  છે . ઉત્તર - ભારત માં ઝુલીફિલિ પણ જોવા મળે છે. 

◆ ઉડવા ની ક્ષમતા મર્યાદિત ક્ષમતા ધરાવે છે. 


4. એન્યુલારીસ . 


 એપિકલ પે બેન્ડ સફેદ અને પ્રિ એપિકલ બ્લેક બેન્ડ સરખા હોય છે . 

પાછળ ના હાઈ લેગ પગ ના ટારસોમી માં 3.4.5 સેગમેન્ટ ટોટલ સફેદ હોય છે.  એટલે નિગ્રો સફેદ મોજા પહેર્યા હોય તેવા દેખાય છે . 

ટોટલ કાળો ( બ્લેક ) કલર નો મચ્છર છે . સફેદ મોજા વાળો મચ્છર છે .

 
5. સબપીક્ટ્સ  ( મેલેરિયા નો વાહક નથી ) 

         સબપીક્ટ્સ મચ્છર મેલેરિયા નો વાહક નથી પરંતુ ગુજરાત ના ઘણા વિસ્તાર માં જોવા મળે છે .

● એપિકલ પે બેન્ડ સફેદ અને પ્રિ એપિકલ બ્લેક બેન્ડ સરખા હોય છે . 

● આગળ નો ફોર લેગ મોટો હોય છે. અને આગળ ના પગ ના ટારસલ પર સફેદ પટા હોય છે .ફોર લેગ પર મોટો બેન્ડ હોય છે. 

● પાંખ નો કોસ્ટા પર 3 કરતા વધારે સફેદ ટપકા છે. 

● પાછળ ના પગ માં સફેદ ટપકા ( ચાટ ) નથી . કાળા છે .

● વરસાદ ના ડોહળા પાણી માં ઉતપન્ન થાય છે. 


2. એડિસ ( ડેન્ગ્યુ ચિકનગુનિયા . ઝીકા ના વાહક ) 


      
 .  એડિસ જીનસ ની ભારત માં 111 પીસીસ ( જાતિઓ ) છે . પરંતુ તેમાં થી નીચે મુજબ ની આ 2 પીસીસ જ મુખ્યત્વે વાહક છે   જેઓ  ડેન્ગ્યુ . ચિકનગુનિયા .અને ઝીકા વાયરસ ના વાહક છે . જે  રોગ  ફેલાવે  છે . એડિસ ને ઓળખવા થોરેક્ષ જોવું પડે . એડિસ ઇજીપ્તાઇ શહેરી - અર્ધ શહેરી અને ગ્રામ્ય વિસ્તાર ના મુખ્ય વાહક છે. 

1. એડિસ ઇજીપ્તાઇ  (ડેન્ગ્યુ.ચિકનગુનિયા અને ઝીંકા ના વાહક ).

      ગુજરાત માં એડિસ ઇજીપ્તાઇ મોટા પ્રમાણ માં જોવા મળે છે. એડિસ ઇજીપ્તાઇ શહેરી - અર્ધ શહેરી અને ગ્રામ્ય વિસ્તાર ના મુખ્ય વાહક છે. જેમના 90 % દવા છંતકાવ વાળી જગ્યા માં આરામ કરતા નથી . આ જાતિઓ માનવી ના લોહી ગ્રહણ કરવા માટે અત્યંત પ્રાધાન્ય ધરાવે છે . એંથ્રોપોફિલિક છે .તે દિવસ દરમ્યાન લોહી લેવા ની પ્રકૃતિ ધરાવે છે .

◆ ટાયગર ( પગ અને શરીર પર સફેદ પટાઓ ) મચ્છર છે. 

◆ કન્ટેનર બ્રિડર છે . 

◆ તે દીવાલ પર બેચતો નથી .પણ વધારે ટીગાતી વસ્તુઓ પર બેચવા ની પંસદ કરે છે .

◆ ટોર્ચ થી સેન્સિટિવ મચ્છર છે. 

◆ એડિસ ને ઓળખવા થોરેક્ષ જોવું પડે . એડિસ ઇજીપ્તાઇ નું થોરેક્ષ પર બન્ને બાજુ પર ચીકલશેલ ( દાંતરડા ) આકાર નું અર્ધચંદ્રકાર સફેદ નિશાન દેખાય છે. 


◆ તેમના પગ પર સફેદ બેન્ડ ( પટ્ટા ઓ ) જોવા મળે છે. 
      
તે ડે બાયટર ( દિવસે કરડનાર ) મચ્છર છે . સવારે 7 થી 11 નો સમય વધારે કરડવા નો છે . સાંજે 5 વાગ્યા પછી . 

ખોરાકની તીવ્ર આદતઃ  એડીસ ઇજીપ્તાઇની ખોરાક ગ્રહણ કરવાની પ્રકૃતિ જટીલ અસાધારણ છે. માદા મચ્છર ઈંડા આપવામા આર્વતન ૫૨ સબંધિત છે. લોહીના ભોજન માટે થોડા સમયમાં ઘણા વ્યક્તિઓ પર વારંવાર પ્રહાર કરે છે.

ડેન્ગ્યુ . ચિકનગુનિયા . યલો ફીવર . અને વેસ્ટનાઇલ વાયરસ ના વાહક છે .  પણ ભારત માં ડેન્ગ્યુ ચિકનગુનિયા જ છે ) 

◆  સંવનન સ્થાનોઃ  એડીસ ઇજીપ્તાઇ માનવસર્જીત પાણીના પાત્રોમાં જ ઉછે૨ ક૨વાનુ પસંદ કરે છે.જેવા કે એક અઠવાડીયાથી વધુ પાણીનો સંગ્રહ હોય. એટલે કે પાણીના પાત્રો ઢાક્યા વગરના(સિમેન્ટ ટાંકી-છત પરની ટાંકી, ભોંયતળીયાની ટાંકીઓ)ઘરના છજાઓ બીનવપરાશી કુલ૨/અર્ઘ સુકાયેલ સામગ્રીઓ,બહારના કાટમાળ જેવા કે બોટલ,ટાય૨,ડોલ અને નાળીયેરની કાચલીઓ વગેરેમાં.

આરામના સ્થાન:  એડીસ ઇજીપ્તાઇ મચ્છર સામાન્ય રીતે ઘર, ઓફિસ,ધંધાકીય મથકોમાં, ટાયર જેવા સ્થાનોમાં આરામ કરે છે.તે ઘરના અંધારા ખૂણામાં કાળા રંગના કપડા પર લટકતી છત્રી. ઘરવખરીના નીચેના ભાગમા પલંગ અને કુલરની પાછળ, બુટમાં પડદા બુટમાં,પડદા પાછળના ભાગમાં વગેરે અને અન્ય અંધારી જગ્યાઓમાં હોય છે જે દિવાલ ઉપર ભાગ્યેજ જોવા મળે છે.

◆  ઉડવાની ક્ષમતા અને વિસ્તરણઃ એડીસની ઉડવાની ક્ષમતા 100 મીટર સુધીની છે. પરંતુ ૪00 મીટર સુધી ઉડી શકે છે.નિષ્ક્રિય પરિવહન ધ્વારા એડીસ જુદા જુદા વિસ્તારોમાં નવી જગ્યાએ વિસ્તરણ કરી શકે છે.


2.એડિસ  આલ્બપીક્ટ્સ


     ગુજરાત માં એડિસ ઇજીપ્તાઇ મોટા પ્રમાણ માં જોવા મળે છે. પરંતુ એડિસ આલ્બપીક્ટ્સ ગુજરાત માં જોવા મળતા નથી. 

● એડિસ  આલ્બપીક્ટ્સ ને ઓળખવા તેના થોરેક્ષ પર સફેદ લાંબુ તિલક આકાર દેખાય છે.  


● ટાયગર ( પગ અને શરીર પર સફેદ પટાઓ ) મચ્છર છે. 

● તેમના પગ પર સફેદ બેન્ડ ( પટ્ટા ઓ ) જોવા મળે છે. 

3. એડિસ વાઈટેટશ . 

થોરેક્ષ ની જમણી અને ડાબી બાજુ 3 ટપકા જોવા મળે છે. 

◆   ટાયગર ( પગ અને શરીર પર સફેદ પટાઓ ) મચ્છર છે. 

◆ તેમના પગ પર સફેદ બેન્ડ ( પટ્ટા ઓ ) જોવા મળે છે. 




3. ક્યુલેક્સ ( હાથી પગા ( ફાઇલેરિયા ) અને જાપાની એન્સેફીલીયાટીસ ના વાહક ) 


                          ક્યુલેક્સ જીનસ ની ભારત માં 57 પીસીસ જોવા મળે છે. તેમાં થી નીચે મુજબ ના કુલ 4 જાતિઓ જ વાહક છે .  ક્યુલેક્સ મચ્છર હાથીપગો ( ફાઇલેરિયા ) અને જાપાની એન્સેફીલીયાટીસ ના વાહક છે . 

> ક્યુલેક્સ માદા મચ્છર ની પાલ્પી પ્રોબોસીસ કરતા પાલ્પી નાની હોય છે . જ્યારે નર ક્યુલેક્સ ની પાલ્પી પ્રોબોસીસ કરતા મોટી અને દાંતરડા આકાર ની હોય છે .  હોય છે.  અને એન્ટેના ગુચ્છાદાર હોય છે . 

> પેટ  ( એબ્ડોમીન ) પર  સફેદ કાળા પટા છે . 

ક્યુલેક્સ મચ્છર રાત્રે કરડે છે . રાત્રે ઊંઘ ન આવવા દે તેવો ગણગણાંટ કરતું મચ્છર એ ક્યુલેક્સ છે. 

1. ક્યુલેક્ષ ક્વીનકીફેસીએટસ

● ક્યુલેક્સ માદા મચ્છર ની પાલ્પી પ્રોબોસીસ કરતા પાલ્પી નાની હોય છે . જ્યારે નર ક્યુલેક્સ ની પાલ્પી પ્રોબોસીસ કરતા મોટી અને દાંતરડા આકાર ની હોય છે .  હોય છે.  અને એન્ટેના ગુચ્છાદાર હોય છે . 

● પેટ  ( એબ્ડોમીન ) પર  સફેદ કાળા પટા છે 

સંવનન:  માદા સામાન્ય રીતે સંવનન પહેલા ખોરાક લેતી નથી. (ઉદભવથી ૧૨ થી ૨૪ કલાક) સમાગમ સમય સાંજના સમયે યોજાય છે.

વિસ્તરણ સરેરાશ ઉડવાની ક્ષમતા ૨ થી ૩ કિ.મી. છે. પરંતુ નની ઉડવાની ક્ષમતા મર્યાદિત છે.

ખોરાક ગ્રહણ કરવાની પ્રવૃતિઃ સુર્યાસ્ત સમયમાં સમાગમ કર્યા બાદ ૨૪ થી ૪૮ કલાકમાં ખોરાક ગ્રહણ કરે છે.સામાન્ય રીતે રાત્રીના ત્રીજા પ્રહરમાં મોડી રાત્રે જ લે છે.જે એન્ડોફેજીક અને એક્ષોફેજીક પ્રકારની પ્રકૃતિ ધરાવે છે.

યજમાન પસંદગીઃ અંત્યંત એન્થ્રોપોફિલિક (મનુષ્ય ને કરડવાનું પસંદ કરે છે) પણ વારવાર પક્ષીઓ અને ઓછા પ્રમાણમાં કૂતરાં, બિલાડી અને ડુક્કર રાપ્તિ અન્ય સ્થાનિક પ્રાણીઓના લોહીનો ખોરાક તરીકે લેવાનું પણ પસંદ કરે છે.

આરામની વિશેષતાઃ દિવસ દરમ્યાન ખોરાક માટે ઘરમાં પ્રવેશે છે. અને ઘરનાં અંધારા ખૂણાઓની દિવાલ પર, લટકતી વસ્તુઓ, ફૂગવાળા કચરા પર, બુટમાં,કબાટમાં પતંગ કે ટેબલ નીચે બાથરૂમ વગેરેમાં આરામ કરે છે.જે એન્ડોફીલીક અને એન્ડોકેજીક પ્રકૃતિ ધરાવે છે.

 ગોનોટ્રોપિક ચક્ર : સાનુકૂળ વાતાવરણમાં (૨૫ થી 30°સે.>90° RH) એક ગોનોટ્રોપિક ચક્ર ૨ થી ૪ દિવસમાં પૂર્ણ કરે છે.દરેક ચક્ર પૂર્ણ કરતા પહેલા માદાને લોહીનો ખોરાક જોઇએ છે.

મોસમ પ્રમાણે પ્રભાવઃ સમગ્ર વર્ષ દરમ્યાન વિપુલ પ્રમાણમાં દેશના ઉત્તરીય ભાગોમાં બે તબક્કામાં પ્રભાવ જોવા મળે છે. (ફેબ્રુઆરી થી માર્ચ અને સપ્ટેમ્બર થી ઓક્ટોબર)

અતિરીત સેવન સમયગાળો અને દિર્ઘાયુષ્યઃ રાવ અને આયંગર ધ્વારા સંશોધનથી ૨૪°સે થી ઓછું અને ૩૪°સે થી વધુ

તાપમાન(વાઉચેરીયા બેનક્રોફ્ટી) ના વિકાસને ક્યુલેક્ષ ક્વીનકી કેસીએટસમાં અવરોધે છે ખલીલના કહેવા પ્રમાણે ફાઇલેરીયાના જંતુ ૨૩ થી ૨૪° તાપમાને ૨૦ દિવસમાં અને ૨૯° થી ૩૯. તાપમાનમાં ૧૪ દિવસમાં પુખ્ત બને છે.

માદા મચ્છરનું સરેરાશ આયુષ્ય ૧૫-૪૫ દિવસ ની વચ્ચે નું હોય છે.: પ્રતિકુળ આબોહવાની પરિસ્થીતી દરમ્યાન આયુષ્ય ઓછું હોય છે. તુલનાત્મક રીતે વરસાદી ઋતુઓ દરમ્યાન સરેરાશ આયુષ્ય વધુ હોય છે.

મેં


4.મેન્સોનીયા ( હાથી પગા ( ફાઇલેરિયા ) ના વાહક . 


                  મેન્સોનિયા જીનસ ની ભારત માં 4 પીસીસ જોવા મળે છે . જેમાં થી  ની 2 પીસીસ ( જાતિઓ ) હાથીપગો ( ફાઇલેરિયા )  ના વાહક છે . 

ફેલાવાની પ્રવૃત્તિ : મજબૂત ઉડવાની પ્રકૃતિ નથી. ટુંકા અંતરમાં શાંત પ્રકૃતિથી ઉડે છે.સેન્ડફ્લાયની જેમ જલદી થી પકડાઇ જાય છે.

ખોરાક પ્રકૃતિઃ રાત્રીના સમયગાળા દરમ્યાન પહેલા અને બીજા પ્રહરમાં ખોરાકી પ્રકૃતિ ધરાવે છે.

યજમાન પસંદગીઃ મેન.એન્યુલીફેરા અત્યંત એન્થ્રોપોકિલીક છે. મેન્સોનીયા યુનીકોર્મસ વધુ ઝુકિલીક છે.

આરામની આદતઃ મેન.એન્યુલીફેરા ઘરનાં અંધારા ખૂણાઓમાં એન્ડોફીલીક અને એન્ડોફેગસ છે.મેન.ઇન્ડીઆના ઢોરની ગમાણમાં અને અન્ય બહારની જગ્યાઓમાં આરામ કરે છે.

મોસમ પ્રમાણેનો પ્રભાવ: વધુ ઘનતા મેન.યુનીફોર્મીસની જાન્યુઆરી, મે, સપ્ટેમ્બર અને ડિસેમ્બર માં હોય છે. જોકે સંક્રમિત અને ચેપી મચ્છર(બંને પ્રજાતિઓ)સમગ્ર વર્ષ દરમ્યાન જોવા મળે છે. જુન અને ઓગષ્ટ દરમ્યાન એમ.યુનીફોર્માસની ઘનતા વધારે છે જ્યાં સાલ્વિનીયા યજમાન છોડ સંપૂર્ણપણે પિસ્તિયા ધ્વારા બદલાઇ જાય છે? 








  

    My health diary .In 



Post a Comment

વધુ નવું વધુ જૂનું