કસ્તુરબા પોષણ સહાય યોજના ( KPSY ) શુ છે ?
1. કસ્તુરબા પોષણ સહાય યોજના ( KPSY ) વિશે માહિતી .
2. કસ્તુરબા પોષણ સહાય યોજના ( KPSY )ના હેતુઓ .
3. કસ્તુરબા પોષણ સહાય યોજના ( KPSY ) માં ક્યાં ક્યાં લાભાર્થી ને લાભ મળશે .
4. કસ્તુરબા પોષણ સહાય યોજના ( KPSY ) માં કેટલો લાભ મળે છે ? અને જરૂરી દસ્તાવેજો ( ડોક્યુમેન્ટો )
5. કસ્તુરબા પોષણ સહાય યોજના ( KPSY ) નો લાભ ક્યાં થી અને કઈ રીતે મેળવી શકાય ?
1. કસ્તુરબા પોષણ સહાય યોજના ( KPSY ) વિશે માહિતી.
કસ્તુરબા પોષણ સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2011-12 માં ગ્રામ્ય અને શહેરી વિસ્તાર ની ગરીબી રેખા નીચે ની બી.પી.એલ. કાર્ડ ( 0 થી 20 ) ના સ્કોર ધરાવતી સગર્ભા માતાઓ ને પોષણ સહાય રૂપે ગુજરાત સરકાર દ્વારા સગર્ભા અવસ્થા ના પ્રથમ છ માસ પહેલા નોંધણી અને સંસ્થાકીય સુવાવડ . અને તેના બાળક ની ઓરી રુબેલા ની રસી 9 થી 12 માસ ના સમય ગાળા માં આપવા માં આવેલ હોય તેવા લાભાર્થી ને કુલ 6000 છ હજાર ની સહાય સીધા લાભાર્થી ના જ બેન્ક / પોસ્ટ ના ખાતા માં આપવા માં આવે છે.
2. કસ્તુરબા પોષણ સહાય યોજના ( KPSY )ના હેતુઓ.
આ યોજના નો હેતુ ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ ની સગર્ભા બહેનો ના પોષણ ના ખર્ચ ને પહોંચી વળવા ગરીબ કુટુંબ ની સગર્ભા માતા અને તેના બાળક ના પોષણ ને ધ્યાને રાખી પોષણ યુક્ત ખોરાક લઈ શકે અને બીમારીઓ થી બચી શકે એ માટે માતા અને બાળક ની તંદુરસ્તી જળવાય રહે એ હેતુ થી કુલ ત્રણ હપ્તા માં રૂ 6000 છ હજાર ની સહાય આપવા માં આવે છે.
3. કસ્તુરબા પોષણ સહાય યોજના ( KPSY ) માં ક્યાં ક્યાં લાભાર્થી ને લાભ મળશે .
કસ્તુરબા પોષણ સહાય યોજના માં ગ્રામ્ય અને શહેરી વિસ્તાર ની ગરીબી રેખા હેઠળ બી.પી.એલ કાર્ડ માં ( 0 થી 20 ) ના સ્કોર માં આવતી તમામ સગર્ભા માતા ને 3 બાળકો સુધી ની પ્રસુતિ સુધી આ યોજના નો લાભ મળવા પાત્ર છે .
4. કસ્તુરબા પોષણ સહાય યોજના ( KPSY ) કેટલો લાભ મળે છે ? અને જરૂરી દસ્તાવેજો ( ડોક્યુમેન્ટો )
કસ્તુરબા પોષય સહાય યોજના હેઠળ લાયક લાભાર્થી ને 3 હપ્તાઓ માં કુલ 6000 હજાર ની સહાય આપવા માં આવે છે .
1. પ્રથમ હપ્તો .
આ યોજના હેઠળ પ્રથમ હપ્તો મેળવવા માટે સગર્ભાવસ્થા ના પ્રથમ 6 મહિના ના ગાળા માં પોતાના ગામ ની નર્સબહેન ( fhw ) પાસે મમતા દિવસે વહેલી નોંધણી કરાવવા થી પ્રથમ હપ્તા રૂપે કુલ . 2000 હજાર ની સહાય લાભાર્થી ના જ બેન્ક / પોસ્ટ ખાતા માં સહાય ની રકમ જમા કરાવવા માં આવે છે.
2. બીજો હપ્તો .
કસ્તુરબા પોષણ સહાય યોજના નો બીજો હપ્તો મેળવવા માટે લાયક સગર્ભા માતા જો સરકારી દવાખાના માં અથવા ચિરંજીવી યોજના અંતર્ગત સુવાવડ કરાવે તો સુવાવડ ના પ્રથમ અઠવાડીએ જ બીજા હપ્તા ના રૂપે પણ કુલ . 2000 હજાર ની સહાય લાભાર્થી ના બેન્ક / પોસ્ટ ખાતા માં સહાય ની રકમ લાગુ પડતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા જમા કરાવવા માં આવે છે .
3. ત્રીજો હપ્તો .
બાળક ની માતા ને પોષણ સહાય રૂપે બાળક ના જન્મ બાદ ની 9 મહિના પછી અને 12 મહિના પહેલા ની મમતા દિવસ માં આવતી તમામ રસી ઓરી રુબેલા રસી સાથે વિટામિન એ આપ્યા બાદ બાળક નું સંપૂર્ણ રસીકરણ પૂર્ણ થયા બાદ ત્રીજા હપ્તા ના રૂપે કુલ 2000 ની સહાય લાભાર્થી ના બેન્ક / પોસ્ટ ખાતા માં લાગુ પડતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સહાય ની રકમ જમા કરવા માં આવે છે .
આમ લાભાર્થી ને કુલ 3 હપ્તાઓ મળી ને લાગુ પડતા ( phc ) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ત્રણેય હપ્તાઓ ની સહાય મળી ને આ યોજના અંતર્ગત કુલ રૂ 6000 હજાર ની સહાય લાભાર્થી ને આપવા મા આવે છે .
જરૂરી દસ્તાવેજો ( ડોક્યુમેન્ટો )
1.લાભાર્થી નું મમતા કાર્ડ ની ઝેરોક્ષ
2. Bpl રેશન કાર્ડ ની ઝેરોક્ષ
3. આધારકાર્ડ ની ઝેરોક્ષ
4. લાભાર્થી ની બેન્ક પાસ બુક / પોસ્ટ ખાતા ની ઝેરોક્ષ
5. બી.પી.એલ નો (0 to 20 ) સ્કોર નો દાખલો .
5. કસ્તુરબા પોષણ સહાય યોજના ( KPSY ) નો લાભ ક્યાં થી અને કઈ રીતે મેળવી શકાય ?
કસ્તુરબા પોષણ સહાય યોજના ( kpsy ) નો લાભ મેળવવા માટે ઉપર મુજબ ના તમામ જરૂરી ડોક્યુમેટ ( દસ્તાવેજો ) ની ઝેરોક્ષ તમારા જ ગામ ના નર્સબહેન ( fhw ) ને મમતા દિવસ માં આપવા થી નર્સ બહેન દ્વારા જ કસ્તુરબા પોષણ સહાય યોજના નું ફોર્મ મફત માં ભરવા માં આવશે . અને ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટો જોડી ને નર્સબહેન દ્વારા લાગુ પડતા phc ( પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ) ને ફોર્મ પહોંચાડવા માં આવશે . ત્યાં થી phc ના મેડિકલ ઓફિસર દ્વારા વેરીફાય કરી ને લાયક લાભાર્થી ના જ બેન્ક ખાતા કે પોસ્ટ ના ખાતા માં જ સહાય ની રકમ ત્રણ હપ્તાઓ માં 2000 + 2000+ 2000 = કુલ 6000 હજાર ની સહાય આપવા આવે છે .
ટિપ્પણી પોસ્ટ કરો