આરોગ્ય ( સ્વસ્થ્ય) ની વ્યાખ્યા (Definition of health)

આરોગ્ય ( સ્વસ્થ્ય) ની વ્યાખ્યા (Definition of health)

સ્વાસ્થ્ય એટલે શું ? ( What is health ) 


આરોગ્ય ની વ્યાખ્યા .

વ્યક્તિ ને સ્વસ્થ ક્યારે કહી શકાય ?

"સ્વાસ્થ્ય એ સંપૂર્ણ રીતે શારીરિક ,માનસિક, અને સામાજિક સ્વસ્થતા . માત્ર રોગ કે માંદગી નો અભાવ એ સ્વાસ્થ્ય નથી


એટલે કે  શરીર માં ફક્ત રોગ નો અભાવ એ જ સ્વાસ્થ્ય નથી . પરંતુ  કોઈ વ્યક્તિ શારીરિક રીતે માનસિક રીતે અને સામાજિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હશે એમને જ આપણે સ્વાસ્થ્ય કહી શકીએ. 




સારું સ્વાસ્થ્ય નો અર્થ શું છે ? ( What is health ) 

સારું સ્વાસ્થ્ય એટલે શારીરિક ( physical health ) માનસિક ( mental health ) સામાજિક ( social health ) અને આધ્યામિક આ તમામ રીતે સ્વસ્થ વ્યક્તિ ને જ આપણે સંપૂર્ણ સ્વસ્થ કહી શકાય . 


1. શારીરિક સ્વાસ્થ્ય ( physical health ) 

શારીરિક સ્વાસ્થ્ય એટલે શરીર ની શારીરિક સ્થિતિ . જેમાં ઉચાઇ . વજન નિયંત્રણ હોવુ .કારણ કે વધારે વજન અનેક બીમારી નું મૂળ છે . વધારે વજન થી બી.પી .ડાયાબીટીસ .હદય રોગ .જેવી બીમારીઓ નો ખતરો રહેલો છે .એક સશક્ત શરીર તંદુરસ્ત શરીર અનેક બીમારી સામે લડવા માં મદદ રૂપ થશે . 
શારીરિક સ્વાસ્થ્ય જાળવવા નિયમિત કસરત . તેમજ જરૂર મુજબ નો પોષણ યુક્ત આહાર તેમજ સમયસર નિદ્રા લેવી જરૂરી  . જીવન માં ખુશ રહેવા માટે શારીરિક સ્વાસ્થ્ય હોવું ખૂબ જરૂરી છે . શારીરિક  સ્વાસ્થ્ય ની સીધી અસર માનસિક  સ્વાસ્થ્ય અને સામાજિક સ્વાસ્થ્ય પર પડે છે . માટે સંપૂર્ણ સ્વાસ્થ્ય રહેવા શારીરિક સ્વાસ્થ્ય બનાવી રાખવું ખૂબ જ અગત્ય નું છે . 

2. માનસિક સ્વાસ્થ્ય ( mental health ) 

જીવન માં ખુશ રહેવા વ્યક્તિ નું માનસિક સ્વાસ્થ્ય સારું હોવું પણ ખૂબ જ જરૂરી છે . સારા મૂડ ની અસર માનસિક સ્વાસ્થ્ય પર પડે છે .આને કારણે વ્યક્તિ નો મનોભાવ સારો હોય છે તે વ્યક્તિ ખુશ રહે છે . 
ઉદાસ રહેવું . હતાશ .વારંવાર ગુસ્સો કરવો .અનિંદ્રા . વ્યસન વધી જવું . આ વધા માનસિક તકલીફ ની નિશાની છે . 

માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા નિયમિત યોગ કરવા . નિયમિત કસરત કરવી .પૂરતી નીંદર કરવી .પોષણ યુક્ત ખોરાક લેવો . મોબાઈલ ફોન નો ઓછો ઉપયોગ કરવો . સતત કામ ની વ્યસતા વચ્ચે હરવા ફરવા અને ફેમિલી માટે સમય કાઢવા થી માનસિક સ્વાસ્થ્ય જાળવી શકાય છે . માનસિક રીતે સ્વાસ્થ્ય વ્યક્તિ જીવન માં નવી પ્રવૃત્તિ કરવા ઉત્સાહિત બને છે . અને જીવન માં પ્રગતિ કરી શકે છે . 

3. સામાજિક સ્વાસ્થ્ય ( social health ) 

સંપૂર્ણ સ્વસ્થ રહેવા સામાજિક સ્વાસ્થ્ય જાળવવું પણ ખૂબ જ અગત્ય નું છે . વ્યક્તિ જો સમાજ માં કુટુંબ માં સગા સંબંધીઓ માં હળતો મળતો રહશે તો જ તેનું સામાજિક સ્વાસ્થ્ય જળવાશે . 
સામાજિક સ્વાસ્થ્ય જાળવવા થી તેની સીધ્ધિ અસર શારીરિક અમે માનસિક સ્વાસ્થ્ય પર પણ પડશે . માટે સામાજિક સ્વાસ્થ્ય જાળવવું પણ ખૂબ જ જરૂરી છે . સામાજિક સ્વાસ્થ્ય જાળવવા થી સમાજ માંથી સમય મુજબ મદદ મળી શકે છે.  માટે સામાજિક સ્વાસ્થ્ય જાળવવું પણ ખૂબ અગત્ય નું છે . 

@∆ .નબળું આરોગ્ય ગંભીર રોગો નું જોખમ વધારે છે . સામે સારું આરોગ્ય આ રોગો નું જોખમ ઘટાડે છે . 

@∆. જો કોઈ વ્યક્તિ તેનું આરોગ્ય ની સંભાળ રાખે છે તો તેનું શરીર માં શક્તિ આવે છે .અને તેનું શરીર ઉર્જાવાન બને છે .તેનાથી તે કોઈપણ કામ ઝડપથી અને ચોકસાઈ  થી આસાન થી કરી શકે છે . 

@∆. સારા સ્વાસ્થ્ય નો સૌથી મોટો ફાયદો તેના આયુષ પર પડે છે . સારું સ્વાસ્થ્ય વાળા લોકો લાંબુ જીવન જીવે છે . જ્યારે નબળું આરોગ્ય ધરાવતા  ઘણા લોકો ગંભીર બીમારી ના કારણે વહેલા મૃત્યુ પામે છે . અથવા દુઃખી થાય છે.  



💐સારું સ્વાસ્થ્ય કેવી રીતે બનાવવું .

1. જરૂરિયાત મુજબ પૌસ્ટિક ખોરાક લો .

2. પૂરતા પ્રમાણ માં પાણી પીવું . 

3. નશીલા દ્રવ્યો નો ઉપયોગ ટાળવો . 

4. બહાર નો ખોરાક અને જંક ફ્રુટ ખાવા નું ટાળવુ . 

5. નિયમિત કસરત અને યોગ કરવા . 

6. પૂરતી નીંદર લેવી . 

7. શરીર ની સ્વસ્થતા રાખવી . 

8. શરીર ને સમય મુજબ નિયમિત આરામ આપવો . નિયમિત કસરત કરવી . સમય સર ભોજન લેવું . પોતાના શરીર માટે સમય આપવો . બહાર નો ખોરાક ખાવા નું ટાળવું . 


















Post a Comment

વધુ નવું વધુ જૂનું