1. મેલેરિયા તાવ ના લક્ષણો શુ છે . ?
2. મેલેરિયા તાવ નું નિદાન કઈ રીતે થાય છે . ?
3. મેલેરિયા તાવ ની સારવાર શુ છે ?
મેલેરિયા માટે કારણભૂત પરોપજીવી જંતુ નો ચેપ ધરાવતી વ્યક્તિ માંથી નિરોગી વ્યક્તિ સુધી માદા એનો ફિલિસ મચ્છર કરડવાથી ફેલાય છે .
ચેપી માદા એનોફિલિસ મચ્છર માણસ ને કરડે ત્યાં થી લઈ ને માણસ માં મેલેરિયા તાવ લક્ષણો બતાય ત્યાં સુધી ના સમય ને ઇન્કયુંબેશન પીડિયર કહેવાય છે . જે સાદો મેલેરિયા ( p.v ) પ્લાઝમોડિય વાયવેક્સ અને ઝેરી મેલેરિયા ( p.f ) પ્લાઝમોડિય ફાલ્સીપેરમ બન્ને માં જુદા જુદા છે .
પ્લાઝમોડિય વાયવેક્સ ( p.v ) નો ઇન્કયુંબેશન પીડિયર 13 થી 15 દિવસ છે . અને પ્લાઝમોડિય ફાલ્સીપેરમ ( p.f ) નો ઇન્કયુંબેશન પીડિયર 7 થી 12 દિવસ છે.
1. મેલેરિયા તાવ ના લક્ષણો શુ છે . ?
1. દરરોજ અથવા એકાંતરા દિવસે ટાઢ વાઈ ને સખત તાવ આવે .
2. દર્દી ને માથું દુઃખવું . શરીર તૂટવું . ઉલટી જેવા ચિહ્નો જોવા મળે .
3. તાવ પરસેવો વળી ને ઉતરી જાય .
સારવાર ન લીધેલ હોય તેવા મેલેરીયા ના દર્દીઓમાં નીચે મુજબ ના ગંભીર લક્ષણો જોવા મળી શકે છે .
1. બરોળ મોટી થવી.
2. લોહીની ઉણપ થવી.
3. અશક્તિ આવવી . ચીડીયાપણું દેખાવું.
4. મેલેરીયા પરોપજીવી જંતુ પ્લાઝમોડિય ફાલ્સીપેરમ માં જ્યારે મગજને અસર કરે છે ત્યારે તેના કારણે દર્દી બેભાન થઈ શકે અને મૃત્યુ પણ થઈ શકે છે. સગર્ભા બહેનો અને બાળકોમાં આવા પ્રકારના મેલરીયા ની ગંભીરતા વધુ જોઈ શકાય છે.
મેલેરિયા નો ફેલાવો કેવી રીતે થાય છે ?
મેલેરિયા નો ચેપ ધરાવતી વ્યક્તિ ને જ્યારે મચ્છર કરડે છે ત્યારે એ ચેપ મચ્છર તેના શરીર માં મેળવે છે . અને તંદુરસ્ત વ્યક્તિ ને કરડે છે . ત્યારે એ મેલેરિયા નો ચેપ તેને આપે છે.
મેલેરીયા મચ્છર દ્વારા જ ફેલાય છે એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી સીધો ચેપ લાગતો નથી માટે મચ્છરની ઉત્પત્તિ અટકાવી ખૂબ જરૂરી છે.
2. મેલેરિયા તાવ નું નિદાન કઈ રીતે થાય છે . ?
મેલેરિયાનાં નિદાન માટે મુખ્યત્વે 2 પધ્ધતિ પરીક્ષણ કરવા માં આવે છે .
(૧) રેપિડ ડાયગ્નોસ્ટીક ટેસ્ટ
(૨) માઈક્રોસ્કોપ દ્વારા લોહીના નમુનાનું પરીક્ષણ
(૧)રેપિડ ડાયગ્નોસ્ટીક ટેસ્ટ (RDT):
■એકત્ર કરેલાં લોહીનાં નમુનાના પરીક્ષણનું પરિણામ ૨૪ કલાકમાં પ્રાપ્ત થવાની શકયતા હોય તો લોહીનાં નમુનાનું માઇક્રોસ્કોપીક પરિક્ષણ કરવાનું રહેશે અને મેલેરિયા પોઝીટીવ જણાય તો સંપૂર્ણ સારવાર આપવી.
■ શહેરનાં દૂરનાં વિસ્તારોમાંથી આવતા લોકોને ૧૫ થી ૨૦ મિનિટમાં મેલેરિયાનું નિદાન થઈ શકે તે માટે રેપિડ ડાયગ્નોસ્ટીક કીટ (Bivalet) એટલે કે સાદો અને ઝેરી મેલેરિયા તપાસણી કીટ ઉપલબ્ધ કરાવવાથી ડ્રગ કોમ્પલાયન્સમાં સારો પ્રતિસાદ મળી શકે, અને સમય મર્યાદામાં પૂરેપૂરી સારવાર આપી શકાય, કારણ કે, શહેરી વિસ્તારમાં લોકો બીજા દિવસે રીઝલ્ટ લેવા પોતાની રોજીરોટી છોડીને મદદઅંશે આવતા નથી.
■ દર્દીની હાજરીમાં RDT Wવી અને લોહીનો નમુનો પણ એકત્ર કરવો. RDT પોઝીટીવ હોય તો મેલેરીયા અંગેની વાયવેક્સ અથવા ફાલ્સીપેરમની સારવાર આપવી.
■ પ્રાથમિક | શહેરી આરોગ્ય કેન્દ્ર અને સેન્ટીનલ સર્વેલન્સ હોસ્પિટલોમાં RDT નો ઉપયોગ લેબોરેટરી ટેકનીશીયનની ગેરહાજરીમાં ગંભીર કેસોના નિદાન માટે કરવાનો રહેશે.
■ મેલેરિયાનાં શંકાસ્પદ દર્દી ની આંગળી પરથી લોહી લઇ કેસેટ/ ટ્રીપ ઉપર મુકવામાં આવે છે, તેનાં પર દ્રાવણનાં ટીપાં નાંખતા દસ પંદર મિનિટ બાદ એક લાલ લીટી (બેન્ડ) જોવા મળે છે. જે કંટ્રોલ બેન્ડહોય છે, જ્યારે બીજી બેન્ડ જોવા મળે તો ફાલ્સીપેરમ મેલેરિયા પોઝીટીવ છે, અને જો ત્રીજો બેન્ડ જોવા મળે તો વાયવેક્સ મેલેરિયા પોઝીટીવ છે, તેમ કહી શકાય. જો કન્ટ્રોલ બેન્ડ જોવા નહીં મળે તો ટેસ્ટને માન્ય ગણવાનો રહેશે નહીં અને ટેસ્ટબીજી વખત કરવાની રહેશે.
■ આ પરીક્ષણમાં લેબોરેટરી ટેકનીશીયનની જરૂરિયાત રહેતી નથી અને ૧૫ મિનિટમાં મેલેરિયાનું નિદાન થઈ શકે. આમ, આ ઝડપી નિદાન માટેની પરીક્ષણ પધ્ધતિ ગંભીર પ્રકારનાં મેલેરિયાનું વહેલું નિદાન કરી મૃત્યુ અટકાવવામાં મદદરૂપ થઈ શકે. આ ટેસ્ટ સરકાર દ્વારા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
(૨) માઈક્રોસ્કોપ દ્વારા લોહીના નમુનાનું પરિક્ષણઃ
લોહીનો નમુનો લેવાની રીતઃ
75 લોહીનો નમુનો તૈયાર કરવા માટે સાફકરેલી સ્લાઈડ, ડિપોઝેબલ લેન્સેટ, આંગળી સાફ કરવા. પીરીટ અને રૂ, સ્વચ્છ કપડાનો ટુકડો, સ્લાઇડ બોક્ષ, પેન્સિલ, રજીસ્ટર અને ફોર્મમાં દર્દીની સંપૂર્ણ વિગત ભર્યા બાદ પાતળો અને ઘટ્ટલોહીનો નમુનો તૈયાર કરવો.
(૧) સ્વચ્છ, લીસોટા વગરની સારી સ્લાઈડલો.
(૨) દર્દીનાં ડાબા હાથની અનામીકા આંગળીનાં ટેરવાને સ્પીરીટ સાબુથી સાફ કરવો.
(3) સ્પીરીટ સુકાઈ ગયા બાદ ડિપોઝેબલ લેન્સેટ વડે આંગળી ઉપર પ્રીક (છેદ) કરો, પ્રથમ લોહીનાં ટીપાંને રૂ વડે સાફ કરવું, ત્યારબાદ લોહીને આવવા દેવું. જો લોહી સરળતાથી ન આવે તો, આંગળી પર સહેજ દબાણ કરવું. સાફ કરેલી સ્લાઈડનાં એક છેડા પર ૧.૫ સે.મી.ના અંતરે લોહીનાં 3 ટીપા લો અને સ્લાઈડનાં મધ્યભાગે ૧ ટીપું લોહી લો.તમારી તથા દર્દીની સલામતી માટે તમારે લેન્સેટ(સોય)ની ધારદાર અણી કે લોહીને સ્પર્શ કરવો નહીં.
(૪) ત્રણ લોહીનાં ટીપાને બીજી સ્લાઈડનાં ખૂણા વડે કલોક વાઇઝ ફેરવીને ઘટ્ટ સ્મિયર બનાવો. તેનોવ્યાસ ૧ સે.મી. જેટલો હોવો જોઇએ.રકતકણોનાં ૧૦ ૫ડ જેટલી જાડાઈ હોવી જોઈએ.
(૫) મધ્યભાગમાં મૂકેલ લોહીનાં ટીપાંને અન્ય સ્લાઇડ વડે ૪૫°નો ખૂણો બનાવી સ્લાઇડનાં છેડા સુધી.સ્પ્રેડ કરતા પાતળુ સ્મીયર બનાવો.
(૬) પાતળા સ્મીયર પર માર્કર પેનથી કોડ નંબર અને રાઈડ નંબર લખો અને સુકાયા બાદ લેબોરેટરીમાં મોકલો.
3. મેલેરિયા તાવ ની સારવાર શુ છે ?
મેલેરિયાની સારવાર
જે તાવનાં કેસો રેપિડ ડાયાગ્નોસ્ટીક ટેસ્ટ અથવા માઈક્રોસ્કોપીથી પોઝીટીવ જાહેર કરવામાં આવ્યા હોય તેમને ઔષધસૂચિ મુજબ સારવાર આપવી. મેલેરિયા વાયવેક્ષ પ્રકારનો છે કે ફાલ્સીપેરમ પ્રકારનાં તે મુજબ ઔષધી આપવાની રહેશે. પહેલાં દિવસની દવા મલ્ટીપરપઝ હેલ્થ વર્કરની હાજરીમાં જ ગળાવવાની રહેશે. બાકીનાં દિવસો માટે સ્થાનિક આશા દ્વારા આપવાની રહેશે.
મેલેરિયાનાં દર્દી ૫ વર્ષથી નીચેનાં બાળકો અથવા સગર્ભા મહિલા હોય તો તેને દવા લીધા બાદ ૧૫ મિનિટ આરામ કરવાની સલાહ આપવી. આ સમય દરમિયાન ઉલ્ટી થાય તો વધુ ૧૫ મિનિટ આરામ કરી ફરીથી દવાનો ડોઝ આપવો. દર્દી જો ફરીથી ગળેલી દવાની ઉલ્ટી કરે તો તે ગંભીર મેલેરિયા હોઈ શકે, તેને નજીકનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રીફર કરવું. દર્દીને અને તેમનાં સગા—સંબંધીને નીચે મુજબ સલાહ આપવી.
સુચવ્યા મુજબની સારવાર સંપૂર્ણ કરવામાં ન આવે તો રોગ ફરીવાર ઉથલો મારવાની અને ગંભીર સ્થિતિમાં પરિણમવાની શકયતા છે અને તે વખતે યોગ્ય સારવાર આપવી પણ મુશ્કેલ બને.
૨૪ કલાકની અંદર સ્થિતિમાં સુધારો ન જણાય તો તેની જાણ કરવી .
તાવનું નિદાન અને સારવાર
1. પી. વાયવેક્ષ
CQ - 3 દિવસ + PQ - 14 દિવસ
2. પી. ફાલ્સીપેરમ
ACT.. 3 દિવસ
PQ.... સિંગલ ડોઝ .
નોંધ .. 1 વર્ષ થી નાના બાળકો ને અને સગર્ભા મહિલા ને PQ ( પ્રિમાકવિન ) આપવી નહિ .
1. વાયવેક્ષ મેલેરિયા ( pv ) ની સારવાર .
કલોરોકવીન વાયવેક્ષ મેલેરિયાનાં પરોપજીવી ૫૨ હજુ પણ અસરકારક હોઈ તેનાથી ચાર્ટમાં દર્શાવ્યા મુજબ ૩ દિવસ સુધી સારવાર આપવી. રોજ લેવાની થતી દવાઓ સાથે જ ગળવાની રહશે.
કેટલાંક વાયવેક્ષ મેલેરિયાનાં કિસ્સામાં વાયવેક્ષ પરોપજીવી જંતુ લિવર માં સુષુપ્ત અવસ્થામાં રહેતાં હોય છે. જેના પર કલોરોકવીન અસર કરતી નથી. આ પરોપજીવી જંતુ લોહીમાં અઠવાડિયાઓ અને મહિનાઓ બાદ આવી શકે અને મેલેરિયાનો રોગ ફરીથી લાગુ પડી શકે જેથી આવા પરોપજીવી જંતુનો નાશ કરવો જરૂરી હોય .તેના પર અસર કરતી પ્રિમાંકવીન 14 દિવસ સુધી ચાર્ટમાં દર્શાવ્યા મુજબ આપવી. રોજે રોજ લેવાની થતી દવાઓ એક સાથે જ ગળવાની રહેશે
પ્લાઝમોડીયમ વાયવેક્સ પ્રકારના મેલેરીયાના કેસોની સારવાર :
પ્લાઝમોડીયમ વાયવેક્સ પ્રકારના મેલેરીયાનું નિદાન બાયવેલેન્ટ રેપીડ ડાઇગ્નોસ્ટીક ટેસ્ટ અથવા લોહીના નમૂનાનું માઇક્રોસ્કોપીક પરીક્ષણ થી થઇ શકે. નિદાન થયેથી નીચે મુજબ સારવાર આપવી. પ્લાઝમોડીયમ વાયવેક્સ પ્રકારના મેલેરીયાની સારવાર માટેની ઔષધસુચિ:-
1. ક્લોરોક્વીન :-૨૫ મી.ગ્રા./કિ.ગ્રા. બોડી વેઇટ ૩ દિવસના સમયગાળામાં
પ્રથમ દિવસ :- ૧૦ મી.ગ્રા./કિ.ગ્રા. બોડી વેઇટ
બીજો દિવસ :- ૧૦ મી.ગ્રા./કિ.ગ્રા. બોડી વેઇટ
ત્રીજો દિવસ :- ૫ મી.ગ્રા./કિ.ગ્રા. બોડી વેઇટ
2. પ્રીમાક્વીન :- ૦.૨૫ મી.ગ્રા./કિ.ગ્રા. બોડી વેઇટ ૧૪ દિવસ માટે રોજ. ૦.૧ વર્ષના બાળકો, સગર્ભા માતાઓ અને G6PDની ઉણપ ધરાવતા વ્યક્તિઓને પ્રીમાક્વીન આપવાની નથી. ૧૪ દિવસ માટેની પ્રીમાક્વીન યોગ્ય દેખરેખ હેઠળ દર્દીને આપવી.
વાયવેક્સ મેલેરિયા ની સારવાર | |||||||
ઉંમર | દિવસ -1 | દિવસ-2 | દિવસ-3 | દિવસ 4 થી 14 | |||
ક્લોરોકવિન | પ્રિમાંકવિન | ક્લોરોકવિન | પ્રિમાંકવિન | ક્લોરોકવિન | પ્રિમાંકવિન | પ્રિમાંકવિન ( નાની ) | |
1 વર્ષ થી નીચે ના | 1/2 | 0 | 1/2 | 0 | 1/4 | 0 | 0 |
1 થી 4 વર્ષ | 1 | 1 | 1 | 1 | 1/2 | 1 | 1 |
5 થી 8 વર્ષ | 2 | 2 | 2 | 2 | 1 | 2 | 2 |
9 થી 14 વર્ષ | 3 | 4 | 3 | 4 | 1 1/2 | 4 | 4 |
15 વર્ષ થી ઉપર | 4 | 6 | 4 | 6 | 2 | 6 | 6 |
સગર્ભાવસ્થા | 4 | 0 | 4 | 0 | 2 | 0 | 0 |
2. ફાલ્સીપે૨મ મેલેરિયા. ( Pf ) ની સારવાર :
રેપિડ ડાયાગ્નોસ્ટીક ટેસ્ટથી પરીક્ષણ કરવામાં આવેલ અથવા લેબોરેટરીમાંથી લોહીનાં નમુનાનું પરિણામ પ્રાપ્ત થાય, ત્યારે દર્દીને ફાલ્સીપેરમ મેલેરિયા છે કે કેમ તે જાણી શકાશે. જો પરિણામ પોઝીટીવ હોય તો નીચે દર્શાવેલ દવાથી સંપૂર્ણ સારવાર આપવી.
૧. આર્ટીસ્યુનેટ અને સલ્ફાડોક્ષીન પાયરેમિથેમાઈન ટેબ્લેટ બન્ને સાથે આપવાથી દર્દીનાં શરીરમાં રહેલાં પરોપજીવી જંતુઓનો નાશ કરી શકાશે.
૨. આર્ટીસ્યુનેટ ટેબ્લેટ ૩ દિવસ જયારે સલ્ફાડોક્ષીન પાયરેમિથેમાઈન ટેબ્લેટ એક જ દિવસ આપવાની થાય છે.
દરરોજ લેવાની થતી તમામ ટેબ્લેટ સાથે જ ગળવાની રહેશે. ઉપરોકત બન્ને દવાની સાથે બીજા દિવસે પ્રિમાકવીનની દવા આપવી. જેનાથી ફાલ્સીપેરમ મેલેરિયા એક વ્યક્તિ માંથી બીજી વ્યક્તિ માં ફેલાતો અટકાવી શકાય છે . આ દવાઓ ભૂખ્યા પેટે લેવાની નથી .
આરટીમીસીનીન બેઝડ કોમ્બીનેશન થેરાપી(એસીટી-એસપી)
આરટેસ્યુનેટ ટેબલેટ ૩ દિવસ માટે આપવામાં આવે છે એક ટેબલેટ ૫૦ મી.ગ્રા. ની હોય છે અ સલ્ફાડોક્સીન પાયરીમીથેમાઇન ટેબલેટ કે જેમાં ૫૦૦ મી.ગ્રા. સલ્ફાડોક્સીન અને ૨૫ મી.ગ્ર પાયરીમીથેમાઇન નો સમાવેશ હોય છે તે પ્રથમ દિવસે આપવામાં આવે છે, જે અંગેની માત્રા દર્શાવતો ચાર્ટ નીચે મુજબ છે.
દરરોજ ગળવાની થતી ટેબલેટ પાણી સાથે એક જ વખત ગળવાની રહેશે.
તદ્દઉપરાંત બીજા દિવસે પ્રીમાક્વીન ટેબલેટ સીંગલ ડોઝમાં આપવાની રહેશે.
અનકોમ્પ્લીકેટેડ પ્લાઝમોડીયમ ફાલ્સીપેરમ કેસોની સારવાર માટેની ઔષધસુચિ :-
૧. આરટીમીસીનીન બેઝડ કોમ્બીનેશન થેરાપી(એસીટી-એસપી) આરટેસ્યુનેટ ૪ મી.ગ્રા./કિ.ગ્રા. બોડી વેઇટ ૩ દિવસ માટે સલ્ફાડોક્સીન (૨૫ મી.ગ્રા./કિ.ગ્રા. બોડી વેઇટ)- પાયરીમીથેમાઇન (૧.૨૫ મી.ગ્રા./કિ.ગ્રા. બોડી વેઇટ) પ્રથમ દિવસે.
સગર્ભા અવસ્થાના પ્રથમ ટ્રાઇમેસ્ટરમાં ACT આપવાની નથી.
૨.પ્રીમાક્વીન- ૦.૭૫ મી.ગ્રા. /કિ.ગ્રા. બોડી વેઇટ બીજા દીવસે જુદા જુદા વય જુથ ના દર્દીઓ માટે કલર કોડેડ બ્લીસ્ટર પેક દાખલ કરેલ છે, જે ક્ષેત્રિય કર્મચારીઓના ઉપયોગ માટે વધુ સરળ છે. જુદાજુદા વય જુથ ના દર્દીઓ માટે ACT+SP
બ્લીસ્ટર પેક માટેનાકલર કોડ નીચે મુજબ છે.
પી. ફાલ્સીપેરમ (PF) મેલેરિયા ની સારવાર | ||||||
ઉંમર | દિવસ - 1 | દિવસ - 2 | દિવસ- 3 | |||
આર્ટિસૂનાઈટ (50 mg) | એસ.પી. | આર્ટિસૂનાઈટ ( 50 mg ). | પ્રિમાંકવિન (7.5 mg) base | આર્ટિસૂનાઈટ | ||
1 વર્ષ સુધી (ગુલાબી બલીસ્ટર) | 1\2 | 1\4 | 1\2 | 0 | 1\2 | |
1 થી 4 (પીળું બલીસ્ટર) | 1 | 1 | 1 | 1 | 1 | |
5 થી 8
| 2 | 1 1\2 | 2 | 2 | 2 | |
9 થી 14 ( લાલ બલીસ્ટર) | 3 | 2 | 3 | 4 | 3 | |
15 વર્ષ થી મોટા (સફેદ બલીસ્ટર) | 4 | 3 | 4 | 6 | 4 | |
સલ્ફાડોક્સીન પાયરીમીથેમાઇન પાંચ મહિનાથી નીચેના બાળકોને આપવાની નથી.
સગર્ભા અવસ્થામાં અનકોમ્પીલીકેટેડ પી. ફાલ્સીપેરમ કેસ નિદાન થાય તો તે માટેની સારવાર.
પ્રથમ ટ્રાયમેસ્ટર - ક્વિનાઈન ટેબલેટ ૧૦મી.ગ્રા./કિ.ગ્રા. બોડીવેઈટ સાત દિવસ માટે ત્રણ
વખત. સગર્ભા બહેનો ને ક્વિનાઈન ટેબલેટથી સારવાર આપવાથી કેટલાક કિસ્સામાં હાઈપોગ્લાય્સમીઆ થઈ શકે છ જેથી ભૂખ્યા પેટે ક્વિનાઈન ટેબલેટ લેવી નહી.
બીજા અને ત્રીજા ટ્રાયમેસ્ટર-ACT ઉપર મુજબ પ્રિમાક્વીન ટેબલેટ આપવાથી પી.ફાલ્સીપેરમ મેલેરીયાના દર્દીના શરીરમાં રહેલા ગેમેટોસાઈટ અવસ્થાના મેલેરીયા પરોપજીવીનો નાશ કરે છે, જેથીમેલેરિયાનોફેલાવો થતો અટકે છે. પ્રિમાક્વીન ટેબલેટ પણ ભૂખ્યાપેટે આપવી નહી. સગર્ભા બહેનો અને ૦- ૧ વર્ષાના બાળકોને પણ આ દવા આપવી નહી.
સગર્ભા બહેનો કે જેઓ પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ માટે પોઝીટીવ હોય તેમને અન્ય દવાઓની પણ જરૂરિયાત હોવાથી નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલમાં વિના વિલંબે રીફર કરવા.
સગર્ભા બહેનોને ફાલ્સીપેરમ મેલેરિયા માલુમ પડે તો પ્રથમ ત્રણ માસ દરમિયાન કવીનાઈન ટેબ્લેટ આપવી. જયારે બીજા અને ત્રીજા ટાઈમેસ્ટરમાં આર્ટીસ્યુનેટ અને સલ્ફાડોક્ષીન પાયરેમિથેમાઈનથી સારવાર આપી શકાશે. સગર્ભાવસ્થામાં ફાલ્સીપેરમનો ચેપ લાગવો એ ગંભીર પરિસ્થિતિ છે. જેથી આવા તમામ સગર્ભા બહેનોને નજીકનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જણાવવું.
ટિપ્પણી પોસ્ટ કરો